
આજે 19 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમરેલી- કૌશીક વેકરીયા મંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમરેલી પહોચ્યા છે. અમરેલીમાં છેલ્લા કેટલાય સમયથી કાછડિયા જૂથ, સંઘાણી જૂથ અને વેકરિયા જૂથ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે. વેકરિયાના લેટરકાંડ બાદ અમરેલી ભાજપનો જૂથવાદ વધુ સપાટી પર આવ્યો હતો. આવા સમયે રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો ચાર્જ લીધા બાદ કૌશિક વેકરિયા આજે અમરેલી પહોંચ્યા અને જિલ્લા ભાજપના સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારે આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. પુરુષોત્તમ રૂપાલાના વતન ઈશ્વરિયા ગામે સ્વાગત સમારોહ યોજાયો હતો. જ્યા સહકારી નેેતા દિલીપ સંઘાણી અને સાંસદ રૂપાલા સ્વાગત માટે પહોંચ્યા હતા.
છોટાઉદેપુરમાં બોડેલી નજીક આવેલ સરકારી રેસ્ટ હાઉસની સામે આવેલ શોપિંગ સેન્ટરની છત પરથી આધેડ મહિલાની લાશ મળી આવી છે. અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમા લાશ મળી આવી છે. પોલીસ એ ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાની હત્યા કે કુદરતી મોત તે બાબતે રહસ્ય હજુ અકબંધ છે.
અંકલેશ્વરમાં આવેલ માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મહાદેવને ભાતના પિંડ અર્પણ કરાય છે. પિતૃઓની શાંતિ માટે આ વિધિ કરવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિર બાદ અંકલેશ્વરમાં જઆ વિધિ થાય છે. કાળી ચૌદશ નિમિત્તે મહાદેવને ભાતના પિંડ અર્પણ કરાયા છે.
ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરમાં અલૌકિક દ્રશ્યો સામે આવ્યા છે. મંદિર પરિસરમાં 10000 દિવડાઓ પ્રગટાવવા માં આવ્યા છે. દીવડાઓ ના પ્રકાશથી નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 10000 દિવડાઓ ના પ્રકાશથી ગાંધીનગર અક્ષરધામ મંદિર જળહળી ઉઠ્યું છે.
અમદાવાદઃ વટવામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. નરાધમે શાળાએ જતી સગીરાને રોકી દુષ્કર્મ આચર્યું હતુ. રૂપિયા આપવાની લાલચે ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. પરિવારને જાણ થતા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
દિવાળીમાં જ કથિત ખંડણીખોર પત્રકારોને કારણે એક યુવા વેપારીનું મોત થયાનો આરોપ લાગ્યો છે અને આ જ આરોપમાં 6 પત્રકારોની ધરપકડ કરાઈ છે. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના વેપારી પાસે કેટલાક પત્રકાર ખંડણી માગવા ગયા હોવાનો આરોપ લગાવાયો છે. આ પત્રકાર અને વેપારીઓની માથાકૂટનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં પત્રકાર ખંડણી માગ્યા બાદ વેપારીઓ સાથે બોલાચાલી થઈ રહી છે. આ બોલાચાલી બાદ વેપારી અને પત્રકારોની હાથાપાઈ પણ થઈ હોવાની વાત છે. જે બાદ વેપારીની હાલત બગડી અને તેને હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું.
કચ્છઃ ભુજ-ખાવડા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. કાર અને બસ વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. લુડિયા ગામ નજીક કાર અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. ભુજ-ખાવડા હાઇવે બિસ્માર હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો સામે આવે છે.
રાજકોટઃ ડ્રાયફૂટ ખરીદતા પહેલા ચેતી જજો ! દિવાળીના તહેવાર દરમિયાન આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે. ડેમા ડ્રાયફ્રુટનો સપ્લાય કરતી પેઢીમાં મનપાની ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતુ. રવિરત્વ પાર્ક પાસે આવેલી ગોકુલ પેઢીમાંથી દરોડા દરમિયાન 350 કિલો સડેલી બદામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઉત્પાદક લાયસન્સ વિના વેચાણ કરતો હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે.
હવામાનમાં ફરી એકવાર ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ડાંગ, વલસાડ અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, બંગાળના ઉપસાગરમાં નવા વાવાઝોડાની રચના થવાની સંભાવના છે..જો આ સિસ્ટમ મજબૂત બને તો તેનો સીધો પ્રભાવ ગુજરાતના દક્ષિણ ભાગો પર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભેજ વધતા હળવા વરસાદના એંધાણ મળી રહ્યા છે.અંબાલાલ પટેલનું માનવું છે કે 22 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. જેમાં ડાંગ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે છાંટા પડી શકે છે.
સુરેન્દ્રનગરમાં રબારી સમાજની ગુરૂગાદી એવા દુધરેજ વડવાળા ધામમાં. દિવાળીના પર્વ નિમિત્તે રંગબેરંગી લાઈટોથી શણગાર વામાં આવ્યું છે. દેશભરમાં રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર એવા વડવાળા મંદિરમાં નવા વર્ષના આશિર્વાદ લેવા હજારો ભક્તો આવતા હોય છે. ત્યારે વડવાળા મંદિરને રોશનીથી કરાયેલા શણગારનો અદભૂત આકાશી નજારો સામે આવ્યો છે. રંગબેરંગી લાઈટોથી ઝળહળતા મંદિરના આહલાદક નજારો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
રાજ્યના સરકારી એડહોક પ્રોફેસરોની દિવાળી બગડી છે. અંદાજિત 200 જેટલા પ્રોફેસરોને છૂટા કરવામાં આવશે. ટેકનિકલ શિક્ષણ વિભાગે પ્રોફેસરોને નોટિસ આપી છે. પ્રોફેસરોને કેમ છૂટા ન કરવા તેને લઈ શો-કોઝ નોટિસ ફટકારી છે. પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે નવી ભરતી કરાશે. સરકારની નોટિસને લઈ પ્રોફેસરોએ વિરોધ કર્યો છે. પ્રોફેસરોએ LD કોલેજ પાસે દેખાવો કર્યા. અનેક પ્રોફેસરો 15થી 20 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.
જામનગર: રણજિતસાગર રોડ પર લાખોની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. વૃંદાવન સોસાયટીમાં વેપારીના ઘરમાંથી 9 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. 6 તોલા સોનું અને 7 લાખથી વધુ રોકડ રકમની ચોરીને અંજામ અપાયો છે. રાત્રે પરિવાર બહાર ગયો હતો તે દરમિયાન તસ્કરોએ કર્યો હાથ ફેરો કર્યો હતો. અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ગાંધીનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મંદિર અક્ષરધામમાં દિપોત્સવની ઉજવણી. દિવાળીમાં છેલ્લા 33 વર્ષથી અક્ષરધામ મંદિરને 10 હજાર દિવડા અને રંગબેરંગી રોશનીથી શણગારમાં આવે છે. આ વર્ષે પણ 20થી 26 ઓક્ટોબર દર્શનાર્થીઓ દિવડા અને રોશનીનું સુશોભન માણી શકશે. આ 6 દિવસો દરમિયાન અક્ષરધામમાં આવેલા ‘ગ્લો ગાર્ડન’ અને ‘નીલકંઠ વાટિકા’માં પણ નયનરમ્ય રોશની કરાશે. સામાન્ય દિવસોમાં અક્ષરધામ મંદિર સોમવારે બંધ રહે છે ત્યારે આવતીકાલે દિવાળીનાં પર્વ નિમિત્તે મંદિર વોટર શૉ અને પ્રદર્શન ખંડો મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે. દર્શનાર્થીઓને જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ પ્રયાણ કરવાનો સંદેશ મળશે અને સત્યમ, શિવમ, સુંદરમની અનુભૂતિ થશે.
મુંબઈથી બિહાર જતી ટ્રેન વચ્ચે અકસ્માત નડ્યો છે. અનધિકૃત રીતે ઓળંગવા જતા 3 લોકો કચડાયા હતા. આ ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમના મોત થયા છે જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રેલવે પ્રોટેક્શન ફોર્સે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર અચાનક જ ટેમ્પોમાં આગ ભભૂકી હતી. SG હાઈવે પર તલતેજ અન્ડરપાસ નજીક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પોનું સાયલેન્સરમાં હીટ થતા આગ પ્રસરી હતી. ટેમ્પોમાં પસ્તી અને પુઠ્ઠા ભર્યા હોવાથી આગ વકરી હતી પરંતુ ફાયર બ્રિગેડની જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. એન્જિનમાં ખરાબીના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હાઈવે પર ટેમ્પોમાં આગ લાગતા થોડા સમય માટે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ હતી.
વલસાડના પારડી તાલુકામાં પણ ટેમ્પોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી મુંબઈ જઈ રહેલા ટેમ્પામાં અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેમ્પોમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.
અમદાવાદઃ દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટ્યા છે. અમદાવાદીઓએ રવિવારનો ભરુપૂર ઉપયોગ કરતા જોવા મળ્યા. લાલ દરવાજામાં ખરીદદારી માટે ભારે ભીડ જામી છે. તમામ વેપારીઓને ત્યાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કપડા, જ્વેલરી સહિતની વસ્તુઓની ખરીદીનો માહોલ જામ્યો છે.
જુનાગઢમાં જમીનમાંથી ગંદા પાણીના ફૂવારા ઉડવાની ઘટના સામે આવી છે. બીજ નિગમ કચેરીના કમ્પાઉન્ડ નજીક અચાનક પ્રચંડ વેગથી પાણીના ફૂવારા ઉડ્યા હતા. આ ગંદા ફૂવારા ઉડવાની ઘટના CCTVમાં કેદ થઈ છે, જેના કારણે સમગ્ર કમ્પાઉન્ડમાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. જો કે પાણી ક્યાંથી આવ્યું તે અંગે રહસ્ય અકબંધ છે.
ઓસ્ટ્રેલિયાએ મેચ 7 વિકેટથી જીતી લીધી. તેમણે 131 રનનો લક્ષ્યાંક 21.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. મિશેલ માર્શે કેપ્ટન તરીકે અણનમ 46 રનની ઇનિંગ રમી.
ઓસ્ટ્રેલિયાએ 99 રન પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. જોશ ફિલિપ 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો.
11 ઓવર પછી ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 62 રન બનાવ્યા છે. મિશેલ માર્શ 32 રન સાથે ક્રીઝ પર છે.
ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી. અર્શદીપ સિંહે ટ્રેવિસ હેડને આઉટ કર્યો. ઓસ્ટ્રેલિયાએ આ વિકેટ 10 રનમાં ગુમાવી દીધી. ટીમ ઈન્ડિયાએ વધુ એક સફળતા મેળવી છે. મેથ્યુ શોર્ટને અક્ષર પટેલે 8 રન બનાવીને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ વિકેટ 44 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી.
પર્થ વનડેમાં ભારતે 9 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાને ડકવર્થ-લુઇસ પદ્ધતિના આધારે 131 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
કેએલ રાહુલ 31 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. કેએલ રાહુલે સૌથી વધુ રન બનાવ્યા, ભારતે 9 વિકેટ ગુમાવી
પર્થ વનડેમાં અત્યાર સુધીમાં પાંચ ભારતીય બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. આ પાંચ આઉટ સાથે, ભારતે 20 ઓવરમાં 84 રન બનાવ્યા છે. ભારતની પાંચમી વિકેટ અક્ષર પટેલની હતી.
સરકારી એડ હોક અધ્યાપકોની દિવાળી બગડે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. સરકારી ડિગ્રી-ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોની દિવાળી બગડી છે. અંદાજિત 200 જેટલા અધ્યાપકોને કરાશે છૂટા. અધ્યાપકોને કેમ છુટા ના કરવા તેને લઈ ટેકનિકલ શિક્ષણ વિભાગે આપી શોકોઝ નોટિસ. ટેકનીકલ શિક્ષણ વિભાગ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે કરશે નવી ભરતી. દિવાળી પૂર્વે જ ના પાડી દેવાતા અધ્યાપકોએ LD કોલેજ પાસે કર્યા દેખાવો સૂત્રોચ્ચાર. વર્ષો જૂના અધ્યાપકોને કેમ કાઢી મૂકવામાં આવી રહ્યા છે એ સરકારને પ્રશ્ન પુછવામાં આવ્યો છે. અનેક અધ્યાપકો 15 થી 20 વર્ષથી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે.
બનાસકાંઠાના ડીસામાં ખંડણી મામલે 6 ખંડણીખોર કથિત પત્રકાર સામે ફરિયાદ નોધાઈ છે. ફટાકડાના વેપારીનું મોત થતા નોધાઇ ફરિયાદ. ફટાકડાના વેપારી સાથે ઉગ્ર બોલાચાલીના વીડિયો પણ થયા વાયરલ. 6 ઈસમો કે જે વેપારી પાસે ધાક ધમકી આપી અને ખંડણી માગતા હતા. ડીસા દક્ષિણ પોલીસે 6 પત્રકારો સામે ગુનો દાખલ કરીએને ધરપકડ કરી છે. આ લોકોએ આ વેપારીની દુકાન પર જઈ અને બબાલ કરી હતી અને તેની સાથે ઝપાઝપી કરી હતી. જે બાદ તેની હાલત ગંભીર થઈ ગઈ હતી અને હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું હતુ.
વરસાદે પર્થની વનડે મેચને મજાક બનાવી છે એવું કહેવું કાંઈ ખોટું નથી. આવું એટલા માટે કારણ કે, અત્યાર સુધી 4 વખત વરસાદના કારણે મેચ રોકવામાં આવી હતી.
ભાજપના મહિલા ધારાસભ્યે કોઈની પણ શેહ શરમ રાખ્યા વિના, પોતાના જ પક્ષની સરકારમાં તંત્રની પોલ ખોલી છે. સંકલન સમિતિની મળેલ બેઠકમાં, રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે, પોતાની જ સરકારના તંત્રની પોલ ખોલી નાખતા સસ્તા અનાજને લઇને ફરિયાદ કરી હતી.
ઘઉંમાં ધનેડા પડી ગયા હોય તેવા વીડિયો સામે આવ્યા હોવાની રાવ કરવામાં આવી હતી. ગરીબોને મળતા અનાજની ગુણવત્તા ચકાસવા માટે ધારાસભ્યએ માંગ કરી. આ અંગે ખરાબ અનાજ અંગે સસ્તા અનાજના દુકાનદારોનું નિવેદન સામે આવ્યું છે. નિગમ જે અનાજ અમને મોકલે છે તે અનાજ અમે લોકોને આપીએ છીએ. વેપારીઓનો કોઇ રોલ ના હોવાનો કર્યો દાવો. આ અગાઉ સસ્તા અનાજમાં સડેલા અનાજ અંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ રજૂઆત કરી ચૂક્યા છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. સ્કૂલે ભણવા ગયેલી સગીરાને આરોપીએ રસ્તામાં રોકી હતી. 100 રૂપિયા આપીને ફરવા લઈ જવાની લાલચ આપી હતી. પોતાની ઓરડીમાં લઈ જઈ સગીરા સાથે કર્યું દુષ્કર્મ. ધોરણ છ માં અભ્યાસ કરતી સગીરાના પરિવારને થઈ જાણ. વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો પોક્સોનો ગુનો. પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપી પ્રફુલ ઉર્ફે પ્રિન્સ ઠાકુરની કરી ધરપકડ.
પર્થમાં ફરી એકવાર વરસાદ બંધ થઈ ગયો છે, અને મેચ શરૂ થઈ ગઈ છે. ઓવરોમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. પર્થ વનડે હવે 35 થી ઘટાડીને 32 ઓવરમાં રમાશે.
પર્થ વનડેમાં વરસાદને કારણે ત્રીજી વખત રમત અટકાવી દેવામાં આવી. રમત બંધ થવાના સમયે ભારતનો સ્કોર 14.2 ઓવરમાં 4 વિકેટે 46 રન હતો. અત્યાર સુધી આઉટ થયેલા ભારતીય બેટ્સમેનોમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે ટોપ ઓર્ડર ખતમ થયો છે.
ભારતને પર્થ વનડેમાં ચોથો ઝટકો લાગ્યો હતો. આ વખતે હેઝલવુડે શ્રેયસ ઐયરની વિકેટ લીધી, જે11 રન બનાવીને આઉટ થયો હતો. હેઝલવુડે તેની છેલ્લી ઓવરમાં ઐયરની વિકેટ લીધી. વરસાદને કારણે મેચ 35 ઓવરની કરવામાં આવી છે.
પર્થમાં વરસાદ બંધ થઈ ગયો છે. રમત હવે બપોરે 12:20 વાગ્યે શરૂ થશે. વરસાદને કારણે ઓવર પણ ઘટાડવામાં આવી છે. મેચ હવે 35 ઓવર પ્રતિ ટીમની છે.
વરસાદ બંધ થવાના કોઈ સંકેત દેખાતા નથી. આની મેચ પર નોંધપાત્ર અસર પડશે, કારણ કે તેનાથી ઓવરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
તક્ષશિલા એલિગ્રાના બિલ્ડર અને તેના પરિવાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. 2.54 કરોડ રૂપિયાની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ. રોકાણકારને 8 ફ્લેટ અને જમીન વેચી 2.54 કરોડ લીધા. 8 માંથી 4 ફ્લેટ અન્ય ગ્રાહકોને આપ્યા હતા. અન્ય 4 ફ્લેટ પર બિલ્ડરે લોન લીધી હતી. બિલ્ડર કમલેશ ગોંડલિયા અને તેના પત્ની, પુત્ર સામે નોંધાઈ છે ફરિયાદ. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટરે ક્રાઈમ બ્રાંચમાં, બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દિવાળી વેકેશન મીની વેકેશનમાં સિંહોની પજવણી ના થાય અને ગેરકાયદેસર સિંહ દર્શન ના થાય એ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વિજિલન્સની ટીમ દ્વારા પેટ્રોલિંગ સઘન કરવામાં આવશે. જૂનાગઢ ,અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર પંથકમાં ગેરકાદેસર સિંહ દર્શન અને પજવણી ના થાય એ માટે ફોરેસ્ટર દિવસે અને રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવશે. પ્રવાસીઓ કોઈપણ ગેરકાયદેસર રીતે સિંહ દર્શન ના કરવા તેમજ સિંહ પજવણી ના કરવા વિનંતી છે. જો કોઈપણ શખ્સ આવી રીતે પકડાશે તો નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી થશે.
સુરતમાં પ્રેરણાદાયક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં છેલ્લા 10 કે તેથી વધુ વર્ષથી એક જ રસોડે જમતા સંયુક્ત પરિવારની પુત્રવધુનુ સન્માન સમારોહ યોજાયો હતો. પુત્રવધૂઓને રત્ન એવોર્ડથી નવાજવામાં આવી હતી. સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજન કરાયું હતું. સુરત શહેરમાં 10વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને એક જ રસોડે જમતા હોય તેવા પુત્રવધૂનું કરાયું સન્માન. પરિવારની 51 -પુત્રવધુને “પુત્રવધુ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. લક્ષ્મી પૂજનની સાથે ગૃહલક્ષ્મીનું પણ સન્માન કરાયું હતું. કુટુંબને એક તાંતણે બાંધી રાખવામાં ખૂબ જરૂરી. સમાજમાં સંયુક્ત કુટુંબની ભાવના ખીલશે તો ભવિષ્યમાં ઘણી બધી સામાજિક સમસ્યાઓમાં પણ ચોક્કસ ઘટાડો થશે.
વરસાદને કારણે, પર્થ વનડેમાંથી એક ઓવર ઘટાડવામાં આવી છે. મેચમાં હવે દરેક 49 ઓવર હશે. આનો અર્થ એ થયો કે ચાર બોલરો 10-10 ઓવર ફેંકશે, અને એક બોલર આખી નવ ઓવર ફેંકશે.
વરસાદે બીજી વખત પર્થ વનડેમાં વિક્ષેપ પાડ્યો છે. આ વિક્ષેપની અસર મેચ પર પડી રહી હોય તેવું લાગે છે.
પર્થમાં વરસાદના વિક્ષેપ પછી મેચ ફરી શરૂ થઈ છે. રોહિત, વિરાટ અને ગિલ બહાર હોવાથી, હવે બધાની નજર શ્રેયસ ઐયર પર છે.
ઘાટલોડિયા શાસ્ત્રીનગર પાસે BRTS બસ ચાલકે કર્યો અકસ્માત. BRTS બસે બાઇક ચાલકને અડફેટે લેતા તેનો પગ ટાયરમાં આવી ગયો. સ્થાનિક લોકોએ BRTS બસમાં કરી તોડફોડ. ડેપો પર જઈ રહેલી બસ ચાલકે સર્જ્યો હતો અકસ્માત. ઘાટલોડિયા પોલીસ BRTS બસના ડ્રાઇવરની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી. તોડફોડ કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ત્રિપલ તલ્લાકનો કિસ્સો સામે આવ્યો છે. સ્નેપચેટ પર વોઇસ મેસેજ કરીને તલ્લાક આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. લગ્નના છ વર્ષ સુધી પરિવારને જાણ નહીં કરવાની વાત કરી હતી. ઇસનપુર પોલીસે ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં એક કિન્નરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વોટ્સએપ ગ્રુપમાં જાતિ વિષયક શબ્દો કહેવા બાબતે પોલીસ ફરિયાદ કિન્નરે નોંધાવી છે. એટ્રોસિટી એક્ટ મુજબ નોંધાવી ફરિયાદ. પોલીસે પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે વરસાદને કારણે રોકાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતની શરૂઆત ખરાબ રહી હતી, 8.5 ઓવરમાં ત્રણ વિકેટે 25 રન બનાવ્યા હતા. ભારતે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત અને કોહલી સાત મહિના પછી ભારતીય જર્સીમાં પાછા ફર્યા, પરંતુ તેને યાદગાર બનાવવામાં નિષ્ફળ રહ્યા.
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે જૂથ અથડામણ મુદ્દે પ્રાંતિજ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. 52 આરોપીઓ સામે નામજોગ સહિત 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. રાયોટીંગ સહિતના ગંભીર ગુનાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આમ બંને જૂથો સામે સામે સામસામી ફરિયાદો નોંધાઈ છે.
પોલીસે 36 આરોપીઓની રાયોટીંગના મામલે ધરપકડ કરી છે. ઘટનામાં સો જેટલા વાહનો અને મકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. મોટી જૂથ અથડામણ દરમિયાન પીઆઈની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયા હતા. ઘટનાને લઈ ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો તહેવારોમાં મજરા ગામે તૈનાત.
ઓસ્ટ્રેલિયા સામે ભારતનો દાવ નિષ્ફળ ગયો, નવમી ઓવરમાં તેની ત્રીજી વિકેટ પડી ગઈ. રોહિત અને કોહલી પછી, કેપ્ટન શુભમન ગિલ પણ આઉટ થયો. ગિલે 18 બોલમાં 10 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગાનો સમાવેશ થાય છે.
પર્થમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પુનરાગમન ધમાકેદાર હોવાની અપેક્ષા હતી. જોકે, રોહિત કે વિરાટ બંનેમાંથી કોઈએ સારું પ્રદર્શન કર્યું નહીં. પર્થમાં RO-KO સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. રોહિત ફક્ત 8 રન બનાવીને આઉટ થયો, જ્યારે વિરાટની હાલત વધુ ખરાબ હતી, તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં.
રોહિત શર્માનું કમબેક એટલું શાનદાર નહોતું જેટલી તેની પાસે આશા રાખી હતી. ગિલ સાથેની તેની પાર્ટનરશીપ તૂટી ગઈ. રોહિત ફક્ત 8 રન બનાવીને હેઝલવુડનો શિકાર બન્યો હતો,આ રોહિત શર્માની 500મી આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી.
ભારતના પ્લેઈંગ 11 ખેલાડીઓ
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ
ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ 11 ખેલાડીઓ
ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, જોશ ફિલિપ્સ, મિશેલ ઓવેન, કૂપર કોનોલી, મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, મેટ કુનેહમેન, જોશ હેઝલવુડ
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. જોકે, ભારતીય કેપ્ટન શુભમને કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો. કેપ્ટન તરીકે શુભમનનો આ પહેલી ODI મેચ છે.
નીતીશ રેડ્ડી પર્થ વનડેમાં ડેબ્યૂ કરી રહ્યા છે. નીતીશ રેડ્ડીએ રોહિત શર્મા પાસેથી ડેબ્યૂ કેપ મેળવી હતી. જોકે, હજુ સુધી સંપૂર્ણ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી નથી.
ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોર ને કાનમાં કહ્યું કે, મારો આભાર માનો મેં સીટ ખાલી કરી તેના માટે. ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમા હાજર રહેતા રાજકારણ ગરમાયું. ભાજપ કોંગ્રેસ કરતા જ્ઞાતિવાદનુ રાજકારણ હાવી રહ્યું. સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ પહોચ્યા હતા ભાભર. ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા રખાયો હતો સ્વાગત કાર્યક્રમ. સ્વાગત કાર્યક્રમમાં કોગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર રહ્યાં હતા હાજર.
આજે ઓસ્ટ્રેલિયાના પર્થમાં ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચ પૈકીની પ્રથમ વન ડે મેચ રમાશે. જો કે પર્થ ખાતે આજે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. હાલમાં ઓસ્ટ્રેલિયાના પર્થના મેદાન ઉપર વાદળ છવાયેલા છે. આજની મેચમાં, ક્રિકેટ પ્રેમી માટે માટે વરસાદ જરૂરથી વિલન બની શકે છે.
પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાના એંધાણ દેખાતા ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. લીંબુની હરાજીમાં ખેડૂતોને નક્કી કરાયેલ ભાવમાંથી ઓછા ભાવ અપાતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત કરી તે છતાં કોઈ નિરાકરણ ન આવ્યું. શહેર કોંગ્રસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ વેપારીઓ સાથે ઉગ્ર રજૂઆત બાદ મૂળ ભાવ ખેડૂતને અપાવ્યા હતા. ખેડૂતને હરાજીમાં નક્કી થયેલ ભાવ અપાવ્યા હતા.
બોટાદ યાર્ડની જેમ પાલીતાણા યાર્ડમાં પણ આ કડદા પ્રથા ના આવે તેવી યાર્ડમાં સત્તાધિશો પાસે માગ કરી હતી.
કતારના વિદેશ મંત્રાલયે આજે વહેલી સવારે જાહેરાત કરી હતી કે, કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. તુર્કીની મધ્યસ્થી હેઠળ થયેલી આ વાટાઘાટોનો હેતુ એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સરહદ સંઘર્ષનો અંત લાવવાનો હતો. જેમાં ડઝનેક લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.
Published On - 7:22 am, Sun, 19 October 25