19 માર્ચના મહત્વના સમાચાર : રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ અને 4 જિલ્લામાં યલો એલર્ટ, 60 કિમીની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન

આજે 19 માર્ચને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

19 માર્ચના મહત્વના સમાચાર : રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ અને 4 જિલ્લામાં યલો એલર્ટ, 60 કિમીની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન
| Edited By: | Updated on: Mar 19, 2026 | 10:17 AM

LIVE NEWS & UPDATES

  • 19 Mar 2026 10:17 AM (IST)

    અમદાવાદ: શાહીબાગ અંડરબ્રિજ ફરી 10 દિવસ માટે બંધ

    અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ 19 થી 28 માર્ચ સુધી ફરી 10 દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળામાં બપોરે અને રાત્રે વાહનોની અવરજવર પર રોક રહેશે, જ્યારે સવારે 12 થી સાંજના 5 વાગ્યા સુધી વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ રહેશે. આ નિર્ણય રેલવે ટ્રેકની રીપેરીંગ કામગીરીને કારણે લેવામાં આવ્યો છે. શહેરમાં વાહનચાલકો માટે શિલાલેખથી રિવરફ્રન્ટના રસ્તાનો ઉપયોગ, શાહીબાગથી મહાપ્રજ્ઞજી બ્રિજ તરફનો માર્ગ, અને આર્મી કોન્ટોમેન્ટનો રસ્તો વિકલ્પરૂપે ઉપલબ્ધ રહેશે.

  • 19 Mar 2026 09:38 AM (IST)

    અમદાવાદ: ભારે પવનના લીધે અને વૃક્ષો ધરાશાયી

    અમદાવાદમાં આજે ભારે પવનને કારણે અનેક ઝાડ ધરાશાયી થયા અને શહેરમાં અફરાતફરી સર્જાઈ. સિંધુભવન રોડ પર બે વૃક્ષ જમીન દોસ્ત થતા ઘટનાનું દૃશ્ય જોઈને સ્થાનિકો ચકિત રહ્યા. ભારે પવનની અસરથી અનેક સાઇનબોર્ડ અને બેનરો પણ ધરાશાયી થઈ ગયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ઝાડોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


  • 19 Mar 2026 09:19 AM (IST)

    રાજકોટ: ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક

    રાજકોટ જિલ્લાના ગોંડલમાં નશામાં ધૂત કારચાલકે આતંક મચાવતા મોવિયા રોડ અને પાંજરાપોળ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. બેફામ કાર ચલાવતા ચાલકે અન્ય વાહનોને અડફેટે લીધા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના પગલે સ્થાનિકોએ કારચાલકને પકડી તેને મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા હતા. આ ઘટનામાં કારચાલક સહિત અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 19 Mar 2026 08:59 AM (IST)

    પાવાગઢ ડુંગર ઉપર ભારે પવનના કારણે રોપ વે સેવા બંધ થઈ

    પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જેમાં ભારે પવન અને ઘન ધુમ્મસનું વાતાવરણ સર્જાયું હતું. ઠંડાગાર પવનની લહેરો વચ્ચે ડુંગર પર દૃશ્યતા પણ ઘટી ગઈ હતી. ભારે પવનને કારણે રોપ-વે સેવા છેલ્લા એક કલાકથી વધુ સમયથી બંધ રાખવામાં આવી, જેના પરિણામે દર્શનાર્થીઓને પગપાળા ચઢાણનો વિકલ્પ અપનાવવો પડ્યો હતો. આ બદલાયેલા હવામાનને કારણે યાત્રાળુઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

  • 19 Mar 2026 07:55 AM (IST)

    હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વરસાદ

    બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, વડગામ અને દાંતા સહિતના તાલુકાઓમાં અચાનક બદલાયેલા હવામાનથી વરસાદી માહોલ સર્જાયો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે, કારણ કે ખેતરોમાં તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 19 Mar 2026 07:47 AM (IST)

    અમદાવાદના વાતાવરણમાં આવ્યો જોરદાર પલટો

    અમદાવાદ શહેરમાં આજે હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો અને શહેરમાં હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. વહેલી સવારથી જ શહેરભરમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ભારે પવનના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી. ઉજાલા અને વણઝર વિસ્તારમાં પવનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતાં લાઈટો ગુલ થઈ ગઈ હતી. તેમ છતાં ઠંડા પવનના કારણે નાગરિકોને તાપમાનમાં રાહત મળી અને ગરમીમાંથી થોડોક આરામ અનુભવાયો.

  • 19 Mar 2026 07:30 AM (IST)

    એડિશનલ સિટી સિવિલ કોર્ટને NIAની વિશિષ્ટ કોર્ટ તરીકે જાહેર કરાઈ

    અમદાવાદમાં એડિશનલ સિટી સિવિલ કોર્ટને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશિષ્ટ કોર્ટ તરીકે જાહેર કરવામાં આવી છે, જે ભારત સરકારના ગેઝેટ નોટિફિકેશન દ્વારા અમલમાં આવી છે. દેશમાં NIAની માત્ર ત્રણ વિશિષ્ટ કોર્ટોમાં હવે અમદાવાદનો પણ સમાવેશ થયો છે. આ વિશિષ્ટ કોર્ટમાં હવે ફક્ત NIA દ્વારા નોંધાયેલા કેસોની જ સુનાવણી થશે, જેના કારણે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મામલાઓમાં ઝડપી અને અસરકારક ન્યાય મળી શકશે. સિવિલ કોર્ટના અધિક મુખ્ય ન્યાયાધીશને આ વિશિષ્ટ NIA કોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અમદાવાદમાં NIAની શાખા 2022થી કાર્યરત છે, અને હવે વિશિષ્ટ કોર્ટની સ્થાપનાથી તપાસ અને ન્યાય પ્રક્રિયામાં વધુ ગતિ આવશે.

આજે 19 માર્ચને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:28 am, Thu, 19 March 26

Follow Us