
ગાંધીનગરઃ પશુઓને કતલખાને લઈ જતો ટેમ્પો પલટ્યો. કલોલના સિંદાબાદ બ્રિજ પર પશુઓ ભરેલો ટેમ્પો પલટ્યો. ગૌરક્ષકોએ ટેમ્પોના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો. ગૌરક્ષકોએ નંદાસણ ટેમ્પાનો પીછો કર્યો હતો. ઓવર સ્પીડના કારણે બ્રિજ પર ટેમ્પો પલટ્યો હતો.
અમદાવાદ : શીલજ–થલતેજ રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો. કારચાલકે પાંચથી વધુ વાહનો સાથે અકસ્માત સર્જ્યો. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો. કારચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાયો. કારચાલક નિશિર શાહ શીલજનો રહેવાસી છે. અકસ્માત બાદ લોકોએ કારચાલકને માર માર્યો. કારચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજથી બે દિવસની દિલ્લી મુલાકાતે છે. નીતીન નબીનના ઉમેદવારી ફોર્મ અને જાહેરાત પ્રસંગે ઉપસ્થિત રહેશે. ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીન નબીન આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી પણ દિલ્લીમાં છે, દિલ્લી કમલમમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતીન નબીન ઉમદવારી ફોર્મ ભરશે. આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતીન નબીનની સત્તાવાર જાહેરાત થશે.
રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. 9.6 ડિગ્રી તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડુ સ્થળ છે. નલિયામાં 11.2 ડિગ્રી, દીવમાં 12.2 ડિગ્રી તાપમાન છે. ડીસામાં 12.3 ડિગ્રી, પોરબંદર 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ, વડોદરામાં પણ પારો 15 ડિગ્રીની નીચે છે.
ભરૂચઃ અંકલેશ્વર નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો, જેમાં ટેમ્પોચાલકનું મોત થયુ છે. કેબિનમાં ફસાઈ જવાથી ટેમ્પોચાલકનું મોત થયુ, ફાયર વિભાગની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.
મોરબીઃ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા છે. માળિયા ફાટક નજીકથી LCBએ આરોપીને ઝડપ્યા. 50 ગ્રામ 13 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયુ. કાર અને મોબાઈલ સહિત રૂપિયા ૬.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો. તોસિફ હુશેન બુખારી અને ઈકબાલ મુસાભાઈ ચાવડા બે આરોપીની ધરપકડ.અન્ય બે આરોપી વોન્ટેડ જાહેર.
અમદાવાદની મેજિક્વીન સટ્ટાબાજી કેસમાં EDની મોટી કાર્યવાહી. EDએ PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી. મેજિક્વીન કેસમાં 14 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ. સાયબર ક્રાઈમ FIRના આધારે ED દ્વારા તપાસ હાથ ધરાઇ. મેજિક્વીન વેબસાઇટ અને એપથી ગેરકાયદે સ્પોર્ટ્સ સટ્ટાબાજીનો આક્ષેપ છે. ક્રિકેટ અને ફૂટબોલ મેચો પર ઓનલાઇન સટ્ટો ચલાવાતો હતો. લાઇવ કેસિનોમાં તીન પટ્ટી અને રૂલેટ જેવી રમતો રમાતી. UKમાં નોંધાયેલી કંપની મારફતે સટ્ટાબાજી નેટવર્ક ચાલતુ. ED દ્વારા રૂ. 2.5 કરોડની જપ્તી કરાઈ. ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો કબજે કરાયુ.
ઈરાન સંકટ વચ્ચે, UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન 19 જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા પછી આ તેમની ત્રીજી સત્તાવાર ભારત મુલાકાત છે. તેઓ પીએમ મોદીના આમંત્રણ પર આ મુલાકાત લઈ રહ્યા છે.
રાહુલ ગાંધી આજથી રાયબરેલીની 3 દિવસની મુલાકાતે રહેશે. રાયબરેલીમાં પાર્ટીના નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે. સુલ્તાનપુર કોર્ટ સમક્ષ આજે રાહુલ ગાંધી હાજર થશે. ગૃહપ્રધાન અમિત શાહ સાથે જોડાયેલા કેસમાં હાજર થશે.
જમ્મુ-કાશ્મીરઃ કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ યથાવત છે. આતંકીઓ સાથે અથડામણમાં સેનાના સાત જવાનો ઘાયલ થયા છે. કિશ્તવાડ વિસ્તારમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઘેર્યા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે આજે ઉમેદવારી નોંધાવાશે. ભાજપ કાર્યાલયમાં બપોરે 2થી 4 વચ્ચે ઉમેદવારી પત્ર ભરાશે. નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનનું નામ નક્કી. ભાજપના નવા અધ્યક્ષના નામની આવતીકાલે સત્તાવાર જાહેરાત થશે.
આજે 19 જાન્યુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:30 am, Mon, 19 January 26