અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. આણંદ એક્ઝિટ નજીક બનેલી ઘટનામાં મુંબઈથી દિલ્હી જઈ રહેલો ટ્રક જલતા દેખાયો. ટ્રકમાં મોટાં પ્રમાણમાં બેડશીટ અને પુસ્તકો આગમાં નાશ પામ્યા હોવાનું જણાયું છે.

ગાંધીનગરમાં મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસનો મોરચો દેખાયો. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારોનો વિરોધ પ્રદર્શન થયો. કોંગ્રેસના કાર્યકરોએ સામાન્ય સભામાં જવાનો પ્રયાસ કર્યો અને તદનુસાર ધક્કામુકી કરી. ગત બજેટમાં ડસ્ટબીન ફાળવવાની જાહેરાત છતાં તે આપવામાં ન આવતાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો.
મહારાષ્ટ્રના પુણેમાં શિવાજી જયંતીની ઉજવણી દરમિયાન ભીડમાં નાસભાગ સર્જાયો. શિવનેરી કિલ્લા પર યોજાયેલી ઉજવણીમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. વિવિધ સંગઠનોના કાર્યકરો અને લોકો રાતથી જ કિલ્લા પર ઉમટ્યા હતા, જેના કારણે સાંકડા રસ્તાઓ પર એકસાથે વધુ લોકો ભેગા થતાં ધક્કામુકી સર્જાઈ. પોલીસે સમયસર હાજરી આપી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો.
આજે નિફ્ટીની સંભવિત દિશા – ઉપર તરફ રહેશે.
અમેરિકાના California રાજ્યના દક્ષિણ વિસ્તારમાં ભયાનક હિમસ્ખલનની દુર્ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે. Castle Peak વિસ્તારમાં આવેલા પર્વતીય વિસ્તારમાં એવલાન્ચ સર્જાતા કુલ 15 સ્કીઅર્સ ફસાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 8 સ્કીઅર્સના મોત નિશ્ચિત થયા છે જ્યારે એક વ્યક્તિ હજી લાપતા હોવાનું જણાવાયું છે. અધિકારીઓએ આ હિમસ્ખલનને રાજ્યના ઈતિહાસમાં સૌથી ઘાતક હિમસ્ખલન તરીકે ગણાવ્યું છે અને ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરાઈ છે.
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં માર્ગ અકસ્માતની દુઃખદ ઘટનામાં ચાર યુવકોના મોત થયા છે. મૃતકોમાં બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે અને તમામ ચારેય એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ લગ્ન પ્રસંગે હાજરી આપવા રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરપાટ ઝડપે જઈ કેનાલમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ચારેય યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ન્યુજર્સીમાં આવેલા Newark Liberty International Airport પર એરક્રાફ્ટ ઇમરજન્સી સર્જાતા એક કલાક માટે તમામ ફ્લાઇટ સેવા સ્થગિત કરવામાં આવી હતી. માહિતી મુજબ JetBlue Airwaysની ફ્લાઇટ નંબર 543 ઉડાન ભર્યા બાદ કોકપીટમાં અચાનક ધૂમાડો જોવા મળતા ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું, ત્યારબાદ વિમાનમાંથી મુસાફરોને સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા અને એક કલાકના શટડાઉન બાદ હવાઈ સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.
દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ચાલી રહી છે. આજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહ સવારે લગભગ 9:40 વાગ્યે યોજાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને મુખ્ય વૈશ્વિક ટેક કંપનીઓના વડાઓ પણ હાજર રહેશે અને પોતાના વિચારો શેર કરશે.
આજે 19 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Published On - 7:36 am, Thu, 19 February 26