
ભાવનગરઃ મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે તપાસ તેજ થઈ છે. સર ટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં 13 વિદ્યાર્થીનું રેગિંગ કરાયુ હતુ. ઓર્થોપેડિકના 6 સિનિયર ડૉક્ટરો સામે રેગિંગની ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીઓેએ ઓનલાઈન ફરિયાદ કરતા મામલો સામે આવ્યો છે. જુનિયરો સાથે સિનિયર ડૉક્ટરો ગેરવર્તન કરતા હોવાનો આરોપ છે. વિદ્યાર્થીઓને એક પગ પર ઉભા રહેવા ફરજ પાડી હોવાનો આરોપ છે. બે વિદ્યાર્થીને પગમાં તકલીફ થતા સારવાર હેઠળ ખસેડવાની ફરજ પડી હતી.
આરોપ છે કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા દર મહિને જુનિયર વિદ્યાર્થીઓ પાસે અઢી લાખ રૂપિયા પડવા એક પગે ઉભા રાખવા ટ્રોમાં સેન્ટરની બહાર ન જવા દેવા અને વિદ્યાર્થીઓને મૂરઘા બનવા માટે ફરજ પાડી હતી.
ગઈકાલે આરોગ્ય મંત્રીએ પણ રેગિંગની ઘટનાને ગંભીર ગણાવી તાત્કાલિક પગલા લેવા સૂચના આપી હતી. સમગ્ર ઘટના અંગે કોલેજના ડીને કહ્યું કે હાલ ઘટનાની તપાસ થઈ રહી છે. વિદ્યાર્થીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. કિમટીની તપાસ બાદ સત્ય સામે આવશે.
વડોદરા: વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની પધરામણી થતા લોકોને બફારા અને ગરમીમાંથી રાહત મળી છે.
તાજેતરમા અમરેલી અને ભાવનગર જિલ્લામા સિંહોના હુમલા બાદ થયેલા માનવ મૃત્યુના બનાવો વધતા સ્થાનિક લોકોમા ભય સાથે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ મામલા અંગે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી અને ઘટનાની ગંભીરતા દાખવી અને સૌરાષ્ટ્રના જુનાગઢ CF રામ રતન નાલા તથા DCF ચિરાગ અમીન સહિતના અધિકારીઓએ ભાવનગરમાં જ્યાં સિંહના હુમલા બાદ માનવ અવશેષો મળ્યા હતા તેની મુલાકાત કરી. તથા રાજુલાના કોવાયા ગામમાં પણ જ્યાંથી માનવ અવશેષો મળ્યા હતા તે ઘટનાસ્થળની મુલાકાત લીધી.
જેમાં તપાસ દરમિયાન અમરેલીના કોવાયા ગામમાંથી એક વીડિયો સામે આવ્યો. જેમાં યુવકનો શિકાર કર્યા બાદ શિકાર સાથે સિંહનો વીડિયો સામે આવ્યો. તો સાથે એક CCTV સામે આવ્યા. જેમાં સિંહે યુવકનો શિકાર કર્યો હતો. ત્યાંજ એક ટ્રક ચાલકે ટોર્ચથી લાઈટ કરી ત્યાં સિંહ શિકારથી દૂર જતો જોવા મળ્યો. તે સમયના CCTV સામે આવ્યા અને બીજી બાજુ આ ટ્રક ચાલક 1 કલાક સુધી સિંહ દ્વારા યુવકનો શિકાર કરવામાં આવે છે તે જોતો રહ્યો હોવાનું પણ સામે આવ્યુ. જેને લઈને પણ હાલ વનવિભાગ અને પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી.
વડોદરા: વારસિયા વિસ્તારમાં હરી સેવા સ્કૂલ સામે ગેંગવોર જેવી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયા છે. જૂની અદાવતના કારણે હુમલો કરાયો હોવાનો ઇજાગ્રસ્ત યુવક અને તેના ભાઈએ દાવો કર્યો છે. ગુજસીટોક કેસના આરોપી યશ ચાવલા અને તેના સાગરિતો સામે હુમલાના આરોપ લગાવાયા છે. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના સુપરવિઝનની પોલંપોલના દૃશ્યો સામે આવ્યા. એસ્ટેટ વિભાગ દ્વારા ફિલ્ડમાં રાઉન્ડ લેવાની વાતો માત્ર કાગળ પર રહી ગઈ. જાહેર રોડ પર આવેલ લાઈટનો થાંભલો પ્રાઇવેટ મકાન માલિક દ્વારા ચણતરમાં લઈ લેવાયો. કોર્પોરેટરની ઓફિસની બિલકુલ સામે ફૂટપાથ પર બાંધકામ કરી દેવાયુ. તો આ મામલે અધિકારીઓ અને કોર્પોરેટર કેમ મૌન છે તે મોટો સવાલ છે. એસ્ટેટ વિભાગ દ્વારા મિલીભગતનો આ જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. આ વિસ્તારમાં ફૂટપાથની બહાર અનેક મકાન અને દુકાનના છજા બહાર કાઢ્યા છે. સંખ્યાબંધ મકાનો દ્વારા ફૂટપાથ પર દબાણ કરાયું છે. અનેક લાઈટના થાંભલાની બહાર મકાનોનું ચણતર કરાયું હોવાનું જોવાયું છે. કુબેરનગર વોર્ડમાં કોર્પોરેશનને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે.
અમદાવાદ: NEETની તૈયારી કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. NEET ની પરીક્ષાના ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થીએ કર્યો આપઘાત . ન્યૂ રાણીપમાં રહેતા વિદ્યાર્થીએ ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું. 17 વર્ષીય વિદ્યાર્થી આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
અમરેલીઃ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બન્યુ છે. અમરેલી શહેર અને ગ્રામ વિસ્તારમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા.
જો કે હજુ ભરપૂર વરસાદની કાગડોળે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
પાટણ: રાધનપુરમાં તંત્રની બેદરકારી સામે આવી છે. મશાલી રોડ પર પાણી ભરાયેલા હોવા છતા રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ. વૉર્ડ નં. 7 મા રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. કોની સૂચનાથી પાણી ભરાયેલા રોડ પર રસ્તાની કામગીરી કરાઈ તે મોટો સવાલ છે. શું આ રીતે રાધનપુરમાં રસ્તા બનાવાય છે ? ભરાયેલા પાણીમાં બનેલા રસ્તાની ગુણવત્તા પર પણ સવાલ ઉઠ્યા છે.
છોટાઉદેપુરઃ વરસાદમાં ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું. ડાયવર્ઝન ધોવાતા વાહન-વ્યવહાર બંધ થયો છેે. ડાયવર્ઝન ધોવાતા ભારવાહક વાહનોને 40 કિમીનો ફેરાવો કરવો પડે છે.
પહેલા જ વરસાદે ડાયવર્ઝન ધોવાતા તંત્રની પોલ ખુલી છે.
રામમંદિરના દાનમાં ચોરી મામલે તપાસ તેજ થઈ છે. SITએ ટ્ર્સ્ટના સેક્રેટરી તથા એડમિનિસ્ટ્રેટરની પુછપરછ હાથ ધરી. CCTV સહિતના રેકોર્ડની તપાસ હાથ ધરાઈ. દાનની ગણતરીમાં સામેલ 40 કર્મચારીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ. 3 ફરિયાદો મળી હોવા છતા હજુ કોઈ FIR નથી કરાઈ. રામમંદિરમાં દાનમાં મળેલા સોનાના ચઢાવામાં પણ કૌભાંડ હોવાની આશંકા સેવાઈ છે. મંદિરમાં સોનાના અર્પણ ચોક્કસ વ્યવસ્થાનો અભાવ છે. સોનામાં પણ કરોડોનું કૌભાંડ હોઈ શકે. SITએ આ અંગે પણ તપાસ હાથ ધરી
પાટણ: રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો ઘેરાવ કરવામાં આવ્યો. પાણી મામલે ગ્રામજનોએ લવિંગજી ઠાકોરનો ઘેરાવ કર્યો. સાંતલપુરમાં ICDSના કાર્યક્રમમાં લવિંગજી ઠાકોરને પાણી મામલે રજૂઆત કરી. ગ્રામજનોએ MLAનો ઘેરાવ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગ્રામજનોએ લવિંગજીનો ઘેરાવ કરતા કાર્યક્રમમાં હોબાળો મચ્યો. બાળકોના વિકાસ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
રાજકોટ: રૈયા રોડ પર યુવકે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. કૈલાશધારા એપાર્ટમેન્ટમાં યુવકે 10મા માળેથી ઝંપલાવ્યું. મૃતક મૂળ વેરાવળનો રહેવાસી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. યુવક સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલો હતો. મૃતક રાજકોટમાં સબંધીના ઘરે રહેવા આવ્યો હતો. વ્યવસાયિક કારણોસર આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે.
લાંબી રાહ બાદ સુરત RTOમાં અદ્યતન AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થયો છે. શરૂઆતમાં ટેક્નિકલ સુગમતા જળવાઈ રહે તે માટે ટુ-વ્હીલરની 25 અને કારની 20 જેટલી મર્યાદિત ટેસ્ટ લેવામાં આવી અને અગાઉ બુક કરાયેલી અન્ય એપોઈન્ટમેન્ટ આગામી સપ્તાહમાં શિફ્ટ કરાઈ. જો કે ધીરે ધીરે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવશે. ત્યારે આ નવા ટ્રેકમાં જે દિવસની એપોઈન્ટમેન્ટ હશે તે જ દિવસે ટેસ્ટ આપવી ફરજિયાત રહેશે. ટેસ્ટ દરમિયાન દરેક સેગમેન્ટનું પરિણામ ડિજિટલ ડિસ્પ્લે પર તરત જ જોવા મળશે અને તરત જ અરજદારને પાસ કે નાપાસનો SMS પણ મળી જશે. આ પ્રક્રિયામાં સિગ્નલનું પણ પાલન કરવાનું રહેશે. QR કોડ સ્કેન કરીને અરજદારો ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયાનો વીડિયો પણ જોઈ શકશે અને AI તેમને સૂચન પણ આપશે. ત્યારે AI આધારિત આ ટેક્નોલોજી મદદરૂપ રહે તેવી આશા સેવાઈ રહી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાંદારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા. જાહેરમાં દારૂડિયાની શર્મનાર કરતુત સામે આવી છે. સેક્ટર-24 મેટ્રો પાસે દારૂના નશામાં રોડ વચ્ચે અસભ્ય વર્તન કરતો જોવા મળ્યો. નશામાં ભાન ભૂલેલા દારૂડિયાને પેન્ટ પહેરવાનું પણ ભાન ન રહ્યું. ગાંધીનગરમાં જાહેરમાં નશો કરી છાકટા બનેલા દારૂડિયાનો વીડિયો વાયરલ થયો છે.
આજે 18 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 10:54 am, Thu, 18 June 26