રાજકોટ: રમકડાંની પેઢી પર સ્ટેટ GST ટીમે દરોડા પાડ્યા છે. યાજ્ઞિક રોડ પર આવેલ સીમંધર ટોય્ઝ નામની પેઢીમાં તપાસ ચાલી રહી છે. પેઢીના હિસાબી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. યાજ્ઞિક રોડ, સાધુવાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ પર તપાસ હાથ ધરવામાં આવી. શોરૂમ અને ગોડાઉન મળી કુલ છ સ્થળો પર તપાસનો ધમધમાટ ચાલી રહી છે. વેપારી દ્વારા મોટી કર ચોરી કરાઈ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરાઇ છે.
દ્વારકાના ખંભાળિયામાં સરકારી જમીન પર થયેલુ દબાણ દૂર કરાયુ છે. સંતોષી માતાના મંદિર પાસે વિધર્મીઓએ દબાણ કર્યુ હતુ. ખોટા દસ્તાવેજ કરી વિધર્મીઓએ જમીન પચાવી પાડી હતી. મંદિરમાં ભક્તો દર્શન કરવા ન જઈ શકે તે માટે વિધર્મીઓએ કાવતરૂ રચ્યુ હોવાની માહિતી છે. સરકારી જમીનમાં દબાણ કરી દીવાલ બનાવી કબજો કર્યો. તંત્રએ દીવાલ તોડી પાડી જમીન પરનું દબાણ દૂર કર્યુ.
પોલીસે તપાસ બાદ 3 લોકોની અટકાયત કરી.
મોરબી: છેતરપિંડીનો નવો કીમિયો સામે આવ્યો છે. નેતાઓના નામે નોકરીની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે. MLA કાંતિ અમૃતિયા અને જીતુ વાઘાણીના ફોટાનો દૂરઉપયોગ કરવામાં આવ્યો. કામ-ધંધો અપાવવાની જાહેરાત સાથેના ફોટા વાયરલ થયા છે. કાંતિ અમૃતિયા અને જીતુ વાઘાણી ફોટા સાથે નોકરીની જાહેરાત કરવામાં આવી.
સુરત: કીમ ચાર રસ્તા નજીક યુનિયન બેન્કમાં થયેલી ચોરી મામલે ખુલાસો થયો છે. ₹9 લાખ રોકડા અને 49 તોલા સોનાની ચોરી થયાનો ખુલાસો થયો. રોકડ, દાગીના સહિત ₹40.35 લાખની મત્તાની ચોરી થયાનું કોસંબા પોલીસે જણાવ્યુ છે. તસ્કરોએ બેંકની દિવાલમાં બાકોરું પાડી 6 લોકર તોડ્યા હતા.
વડોદરા: વિશ્વામિત્રી પૂર નિવારણના રિપોર્ટને મુખ્યપ્રધાને લીલી ઝંડી આપી છે. ફોરેસ્ટ સહિતના ક્લિયરન્સ ઝડપથી કરવા સૂચના આપી છે. કમિટીના કામથી મુખ્યપ્રધાન સંતુષ્ટ, હવે અંતિમ બેઠક મળશે.પવિત્ર પૂર નિવારણ કમિટીના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર સાથે CMની બેઠક થશે. બેઠક બાદ ફરી રાજ્ય સરકારમાં ફાઈનલ રિપોર્ટ રજૂ કરાશે.
વલસાડ: સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીને કારણે દર્દી હેરાન થયા છે. વાંસદાથી આવેલા દર્દીને લેવા માટે સ્ટાફ જ ન પહોંચ્યાની ફરિયાદ થઇ છે. પરિવારે જાતે જ સ્ટ્રેચર પર વૃદ્ધાને લઈ હોસ્પિટલમાં દાખલ કર્યા. વાંસદા સિવિલના એમ્બયુલન્સના ચાલક અને પરિવારના આક્ષેપ છે. પરિવારે જ દર્દીને હોસ્પિટલમાં લઈ જવા પડે તેવો જવાબ મળ્યાનો દાવો છે.
મોરબી: લક્ષ્મીનગર ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. ડિગ્રી વગર ક્લિનિક ચલાવનારા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 8 હજાર 139 રૂપિયાની કિંમતની એલોપથી દવા કબજે કરી છે. પોલીસે મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ: મુલદ ટોલ બુથ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. બસ ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. બસ ચાલકોએ ટોલ બુથની તમામ લેન બ્લોક કરી છે. સ્થાનિક બસ સંચાલકો પાસે પણ ટોલ ટેક્સ વસૂલાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મામલો થાળે પાડવા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
સુરતમાં ફાયનાન્સર પર ફાયરિંગ કેસ મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. સુરત પોલીસની ટીમે આ કેસમાં 500 જેટલા CCTV અને 5 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી નેપાળથી બે મુખ્ય આરોપીઓ ગુરમુખ ઉર્ફે ક્રિપાલસિંઘ ચિકલીગર અને શુભમસિંઘ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપ સિંઘની ધરપકડ કરી છે. ઉધના સ્થિત આશીર્વાદ ટાઉનશિપના ફાયનાન્સર દીપક પવારની ઓફિસ પર ફાયરિંગ થયું હતું. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી.
ગાંધીનગરઃ ઓનલાઈન સટ્ટા બેટિંગ રેકેટનો પર્દાફાશ થયો છે. LCB દ્વારા અડાલજમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી જુગાર રમવાના સાધનો જપ્ત કરાયા છે. 21 મોબાઈલ, 5 લેપટાપ સહિત 2.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર આરોપી લક્ષ્મણ ગોસાઈને પકડવા LCBએ ચક્રો ગતિમાન કર્યા છે.
દિલ્લીમાં 5 ડિગ્રી તાપમાન વચ્ચે 3 દિવસ માટે શીત લહેરનું એલર્ટ, પહાડી પ્રદેશોમાં પ્રચંડ હિમવર્ષાની હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર. કચ્છમાં બે દિવસ શીત લહેરની આગાહી. 6.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. તો 11.8 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન., રાજ્યસભામાં બંધારણની ચર્ચા પર અમિત શાહે વિપક્ષને ઘેર્યા અને કહ્યું, કોંગ્રેસે દેશને અંધારામાં રાખીને 55 વર્ષમાં 77 વાર બંધારણ બદલ્યું, તો અમે 16 વર્ષમાં કર્યા માત્ર 22 ફેરફાર. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. PMJAY કૌભાંડ અંગે થશે ચર્ચા તો મગફળીની ધીમી ખરીદીમાં થયેલી ફરિયાદ અંગે પણ થશે ચર્ચા. PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજ્ય સરકારની કાર્યવાહી.. રાજકોટની 2 હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ, તો ભરૂચ અને વડોદરાની એક-એક હોસ્પિટલને ફટકાર્યો દંડ. મોરબીના હળવદના દેવળીયા નજીક ખાનગી બસે મારી પલટી. અકસ્માતમાં નવ મુસાફરો ઈજાગ્રસ્ત. ગાંધીનગરના પોળ ગામેથી કચ્છ જતી હતી બસ
Published On - 9:07 am, Wed, 18 December 24