
ગાંધીનગરમાં આજે રાજ્યનાં નવા પ્રધાનોની શપથવિધિ છે. સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા પ્રધાનોને શપથ લેવડાવશે. આ સિવાય આજે 17 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મોરબીમાં લોકઆક્રોશ સામે આવ્યો છે. GPCB એ કોઈ કાર્યવાહી ના કરતા, ચિપ્સ બનાવતી ફેકટરી પર જનતાએ દરોડા પાડ્યા હતા. ઘણા વખતથી રજૂઆત કરવા છતા, મોરબીમાં GPCB એ ફેક્ટરી પર કોઈ કાર્યવાહી ના કરતા અંતે લોકો મેદાનમાં ઉતર્યા હતા. મોરબીના લજાઈ ગામ નજીક આવેલી ચીલફિલ પોટેટો ચિપ્સ કંપની પર જનતા રેડ પાડવામાં આવી. ચીલફિલ કંપનીના પ્રદૂષણથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અવારનવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા ના લેવાતા અંતે ગ્રામજનોએ જ કરી જનતા રેઇડ. જનતા રેડને પગલે, GPCB તો નહીં પરંતુ ટંકારા પોલીસ દોડતી આવી હતી. પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. ચિલફિલ કંપનીમાંથી નીકળતું ગંદુ પાણી અને દુર્ગંધથી ત્રાહિમામ લોકોએ અનેક વખત રજૂઆત કરી હતી. છતાં કોઈ નીરાકરણ ના આવતા અંતે GPCB એ કરવાની કામગીરી લોકોએ કરવી પડી.
અમદાવાદ ખાતે અભિનંદન સમારોહમાં જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જાતિ, જિલ્લા અને ઝોન મુજબ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આજે નવા મંત્રીઓએ શપથ લીધા છે. અમદાવાદની દીકરીને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે ગર્વની વાત છે કે કોઈ પણ ધારાસભ્ય એ અમને કોઈને ભલામણ કરી નથી. અમને મંત્રીપદ આપો તેવી કોઈએ ભલામણ કરી નથી. ભાજપ એક ડિસિપ્લિન પાર્ટી છે તેનું મને ગર્વ છે. સવાર સુધી કોઈ પણ ધારાસભ્યને ખ્યાલ હતો નહીં કે તે મંત્રી બનશે કે નહીં.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પ્રથમ કેબિનેટની બેઠક બાદ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા પ્રધાનોને અભિનંદન આપ્યા છે. તેમજ જૂના મંત્રીમંડળના સાથીદારોનો આભાર માન્યો છે. આગામી 31મી ઓક્ટોબરના રોજ એકતા પરેડને લઈને કરાયેલ આયોજનની સમિક્ષા કરવામાં આવી હતી. આ દિવસે વડાપ્રધાન ગુજરાત આવશે. તેઓ કેવડિયા ખાતે આયોજિત એકતા પરેડ અને અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
બોટાદના હડદડ ગામે થયેલ ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલે ધરપકડ કરાયેલ રાજુ કરપડા, પ્રવીણ રામ, સહિત અન્ય 1 વ્યક્તિને કોર્ટે 20 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસે આ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે, કોર્ટમાં વકિલોએ કરેલ દલિલોને ધ્યાને લઈને કોર્ટે ત્રણેય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ દ્વારા 85 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી તે પૈકી 65 વ્યક્તિની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બધા પ્રધાનોને ખાતાની ફાળવણી કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાની પાસે સામાન્ય વહિવટ વિભાગ રાખ્યો છે, તો નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને ગૃહ વિભાગ ઉપરાંત પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, લઘુ ઉદ્યોગ વિભાગની ફાળવણી કરી છે.
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બધા પ્રધાનોને ખાતાની ફાળવણી કરી છે. દર્શના વાઘેલાને શહેરી વિકાસ વિભાગ ફાળવ્યો છે. જ્યારે સ્વરૂપજી ઠાકોરને ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગ ફાળવ્યો છે.
કેબિનેટની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બધા પ્રધાનોને ખાતાની ફાળવણી કરી છે. પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય ખાતાનો સ્વતંત્ર હવાલો સોપવામાં આવ્યો છે. અર્જૂન મોઢવાડિયાને વન અને પર્યાવરણ ખાતુ સોપાયું છે.
અમદાવાદના રામોલ પોલીસે ફરી એક વાર બિન હિસાબી રોકડ ઝડપી પાડી છે. બિન હિસાબી 1 કરોડ 2 લાખ સાથે એક શખ્સ ઝડપાયો છે. ટ્રાવેલ્સ બસમાંથી સમશેરબહાદુર ઉર્ફે વિનયસિંહને પકડવામાં આવ્યો છે. એક્સપ્રેસ હાઈવે પરથી બીજી વાર પકડાઈ બિનહિસાબી રોકડ. રામોલ પોલીસે રોકડની તપાસ શરૂ કરી.
ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે ત્યારે ચર્ચા છે કે બિહાર ચૂંટણી બાદ કપ્તાન પણ બદલાશે તેમ અમિત ચાવડાએ કહ્યું છે. ભાજપ સરકારમાં મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા. 50 ટકા મંત્રીઓ પડતા મુક્યા એનો મતલબ CM ની આ નિષ્ફળ ટિમ હતી. આખી સરકાર પોલિસી પેરાલીસીસથી પીડિત છે. સમાજમાં નામ છે અને કહ્યાગ્રા નથી એવા જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને પડતા મુક્યા છે. રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવનાર નેતાઓને કહ્યાગ્રા નેતાઓ ગમે છે. વિકાસ સપ્તાહની ઉજવણી કર્યા પછી ખબર પડી કે સરકારનો વહીવટ ખાડે ગયો છે. ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી. મંત્રીમંડળના ફેરફારથી જનતાને કોઈ ફાયદો નથી થવાનો.
રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રને દિવાળીનો તહેવાર ફળ્યો છે. ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ માર્કેટ માટે દિવાળી પહેલા મોટી રાહત આપી છે. રાજકોટની 15000થી વધારે બિલ્ડીંગોના BU પરમિશનનો માર્ગ મોકળો થશે. રાજ્ય સરકારે ફ્લાવર બેડ મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારીને BU પરમિશન આપવાનો નિર્ણય કર્યો છે. બાંધકામ સાથે જોડાયેલા 10 થી 12 એસોસિએશન દ્રારા સતત રજૂઆત કરાઇ હતી.
ભરૂચના અંકલેશ્વરના પાનોલીમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મીનું મોત થયું છે. NH 48 પર પાનોલી નજીક ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા એ દરમ્યાન અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસકર્મી વિવેકસિંહ ડાભીનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો. પાનોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
તમામ પ્રધાનોને CM નિવાસ સ્થાને પહોંચવા સુચના આપવામાં આવી છે. આજે શપથ લીધેલા તમામ મંત્રીઓને, CM નિવાસ સ્થાને પહોંચવા સુચના અપાઈ છે. મુખ્યમંત્રી નિવાસ્થાને મળશે નવનિયુક્ત મંત્રીઓની બેઠક. સાંજે 5 વાગે મળશે કેબિનેટની બેઠક. આ બેઠકમાં દરેક મંત્રીને તેમના વિભાગોની ફાળવણી કરવાં આવશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, આજે સાંજે 5 વાગે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં આજે સવારે જે પ્રધાનોએ શપથ લીધા છે તે ઉપરાંત જેમના રાજીનામા નથી સ્વીકારાયા એ જૂના મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે. શપથવિધી બાદ મળનારી સૌ પ્રથમ કેબિનેટની બેઠકમાં દરેક મંત્રીને ખાતાઓની ફાળવણી કરાશે.
નવસારીઃ જલાલપોરમાં દરિયામાં ડૂબતા દંપતીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ. દાંડીમાં દરિયામાં ભરતીમાં દંપતી તણાયા હતા. દરિયામાં નહાવા પડેલું દંપતી તણાઈ ગયું. હોમગાર્ડ જવાનોએ જીવના જોખમે દંપતીનું રેક્સ્યૂ કર્યું.
અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને મંત્રી મંડળમાં સ્થાન મળતા તેમના વતન કુડાદરા અને પંડવાઈમાં ખુશીનો માહોલ છે. લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. ઇશ્વરસિંહ પટેલના કામ જોઈ તેમને મંત્રીમંડળમાં સ્થાન અપાયું હોવાનું ગ્રામજનોનું કહેવુ છે.
મંત્રીમંડળમાં નામ જાહેર થતાં જ ઠેરઠેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરો ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
નવા વર્ષ પહેલા ગુજરાતને મળ્યું નવુ મંત્રીમંડળ. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોએ શપથ લીધા છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી રાજ્યના નવા DyCM બન્યા છે. મંત્રીમંડળમાં 7 પાટીદાર સહિત 8 OBC ધારાસભ્યો છે. 3 SC અને 4 ST ધારાસભ્યોએ પણ શપથ લીધા.
દાહોદઃ દેવગઢ બારીયામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપ શાસિત પાલિકામાં પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ હતી. 6 કોર્પોરેટરે પ્રમુખ વિરૂદ્ધ મતદાન કર્યું. ભાજપે વ્હીપ આપ્યા બાદ પણ પ્રમુખ વિરૂધ મતદાન કર્યુ, જે પછી પ્રમુખ ધર્મેશ કલાલ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ છે. ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઇ. અપક્ષ 8 કોર્પોરેટરે ધર્મેશ કલાલ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.
ગાંધીનગર: દહેગામની ઝાક GIDCમાં વીજ કરંટ લાગતા બેના મોત થયા છે. એક શ્રમિકને કરંટ લાગતા બચાવવા ગયેલા અન્ય શ્રમિકને પણ કરંટ લાગ્યો. લાયનર બનાવતી કંપની જય ગોગા એન્ટરપ્રાઈઝમાં દુર્ઘટના બની. શ્રમિકો કંપનીના બીજા માળેથી લોખંડનો ખાટલો લઈ જઈ રહ્યા હતા. વીજળીના તાર સાથે લોખંડનો ખાટલો અથડાતા વીજ કરંટ લાગ્યો હતો. એક શ્રમિક બેભાન થતા અન્ય શ્રમિક બચાવવા આવ્યો હતો. બન્ને શ્રમિકના સ્થળ પર જ મોત, અન્ય એક શ્રમિક ઘાયલ થયો છે. પોલીસ અને વીજ વિભાગે આગળની તપાસ શરૂ કરી છે.
રાજ્યને ફરી એકવાર નવા DyCMનો યુવા ચહેરો મળ્યો છે. હર્ષ સંઘવીને DyCMનો હવાલો સોંપાયો છે. હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. સુરતમાં તેમના સમર્થકોએ ઉજવણી શરુ કરી દીધી છે.
પુરુષોત્તમ સોલંકી વર્તમાન સરકારમાં મત્સ્યઉદ્યોગ પ્રધાન છે. કોળી સમુદાયમાંથી આવતા અગ્રણી નેતા છે. 2007માં તળાજાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણીની સરકારમાં પણ પ્રધાન રહ્યા. નરેન્દ્ર મોદીના CM કાર્યકાળમાં સ્ટાર પ્રચારક રહ્યા. સૌરાષ્ટ્રના ભાજપના એક વગદાર નેતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોમાં સારી પકડ છે.
કનુ દેસાઈ વર્તમાન સરકારમાં નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન છે. ત્રીજી વખત કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેશે. વલસાડની પારડી વિધાનસભા બેઠક પર અનેક વખત જીત્યા છે. વલસાડમાં ભાજપને મજબૂત કરવામાં મોટો શ્રેય છે. પારડી ઉમરસાડીના દેસાઈ પરિવારમાંથી આવે છે. ભાજપના મહામંત્રી પદથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા છે.
ઋષિકેશ પટેલ વિસનગર બેઠક પરથી સતત 4 વખત ચૂંટાયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આરોગ્ય પ્રધાન રહ્યા. 1990માં એલકે અડવાણી સાથે રથયાત્રા સાથે કારકીર્દીની શરૂઆત કરી. 2007માં તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની જવાબદારી સંભાળી. 2016માં વિસનગર APMCમાં ચેરમેન રહ્યા. ધારાસભ્ય તરીકે 95 ટકા ગ્રાન્ટનો ઉપયોગ કર્યો હતો.
મંત્રીમંડળમાં 4 આદિવાસી નેતાઓને દાદાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. 3 sc નેતાઓઓને સ્થાન મળ્યુ છે. હાલમાં જે પી નડ્ડા મુખ્યમંત્રી નિવાસ્થાન પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ CM નિવાસસ્થાન પહોંચ્યા છે.
બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના માતા અને બહેને ખુશી વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા. તેમને ધારાસભ્ય તરીકે સારું કામ કરવાથી મંત્રીપદ મળ્યું હોવાનું જણાવ્ય. ધારાસભ્ય પ્રવીણ માળીના પરિવારે ખુશી વ્યક્ત કરી.
વાડી વિધાનસભાના ધારાસભ્ય મંત્રી તરીકેના શપથ લેશે. મહિલા ધારાસભ્ય મનીષા વકીલને ફોન કરી જાણ કરવામાં આવી છે. મનીષા વકીલ અગાઉ પણ મહિલા અને બાળ મંત્રાલયના મંત્રી રહી ચૂક્યા છે. વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ મંત્રી પદના શપથ લેશે.
તાપી: વ્યારાના મોચીવાડ વિસ્તારમાં આગની ઘટના બની છે. ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં ફટાકડા હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. આગમાં સામાન બળીને ખાખ, અંદાજે 1 લાખથી વધુનુ નુકસાન થયુ છે. વ્યારા ફાયરની ટીમે સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે.
ભરૂચ: અંકલેશ્વર-હાંસોટ રોડ પર પુનગામ નજીક ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. પુનગામ નજીક એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીને પગલે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એક્સપ્રેસ વેથી અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવેને જોડતા માર્ગ પર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. વાહનોની કતારમાં અનેક વાહનચાલકો અટવાયા.
રમેશ કટારાની મંત્રી મંડળમાં એન્ટ્રી થઇ છે. જીતુ વાઘણીની મંત્રી મંડળમાં એન્ટ્રી થઇ છે. મનીષા વકીલની મંત્રીમંડળમાં એન્ટ્રી થઇ છે.પી સી બરડાંની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી થઇ છે.
મંત્રીપદ માટે આ નેતાઓને ફોન આવ્યો છે. કોડીનારના MLA પ્રદ્યુમ્ન વાજા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, મોરબી કાંતિ અમૃતિયાની મંત્રીમંડળમાં એન્ટ્રી થઇ છે. અર્જુન મોઢવડીયાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે. રીવાબા જાડેજાની મંત્રીમંડળ માં એન્ટ્રી થઇ છે. દર્શના વાઘેલા અસારવાને ફોન આવ્યો છે. નરેશ પટેલનો મંત્રીમંડળ માં સમાવેશ થયો છે. ત્રિકમ ભાઈ છાંગા અંજારના ધારાસભ્ય છે. તેમને પણ ફોન આવ્યો છે.
પ્રફુલ પાનસેરિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ છે. પ્રફુલ પાનસેરીયાને ફોન આવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત પ્રફુલ પાનસેરીયા ના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મો મીઠું કરાવી ઉજવણી કરાઈ.
દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ કે રોજિંદી ક્રિયાની જેમ મંદિરે દર્શન કરવા જાઉં છું. નરેન્દ્ર સાહેબ 2047 દેશને વિકસિત ભારત બનાવવાનું કામ કરી રહ્યા છે તે દિશામાં પ્રક્રિયા ચાલુ છે. સૌને અભિનંદન પાઠવું છું.
CM ભૂપેન્દ્ર પટેલ રાજ્યભવન જવા નીકળ્યા છે. રાજ્યપાલને તેઓ શપથવિધિ માટે મંત્રીઓના નામનું લિસ્ટ સોંપશે .
નવા મંત્રીમંડળને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં DyCM બનવાનું નક્કી છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના DyCM બનશે. 40 વર્ષિય હર્ષ સંઘવી સંભાળશે મોટી જવાબદારી.
ધારાસભ્યોને ભાજપે જાણ કરી છે. આ સાથે જ પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરસોત્તમ સોલંકી રિપીટ કરવામાં આવ્યા છે. તો લવિંગજી ઠાકોર અને કુમાર કાનાણીની મંત્રીમંડળમાં એન્ટ્રી થઇ છે.
ગાંધીનગરઃ નવા મંત્રીમંડળને લઇને TV9 પાસે સૌથી મોટી જાણકારી સામે આવી છે. રાજ્યમાં ફરી એકવાર DyCM જોવા મળશે. આગામી 2 વર્ષ રાજ્યમાં CM અને DyCMની જોડી જોવા મળશે. DyCM તરીકે રાજ્યની લઘુમતિ જ્ઞાતિના યુવા ચહેરાને તક મળી શકે છે. અગાઉ રૂપાણી સરકારમાં CM અને DyCMની જોડી હતી. શપથ સમારોહ બાદ પૂર્ણ કદનું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવશે.
અમદાવાદઃ વધુ એક ડમ્પરે એક વ્યક્તિનો જીવ લીધો છે. એસજી હાઇવે પર ડમ્પરચાલકે બાઇકને ટક્કર મારી. વૈષ્ણોદેવી પાસે ખોરજ બ્રિજ પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઈક પર સવાર બેમાંથી એકનું મોત થયુ છે. ડમ્પરચાલક ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ગાંધીનગર: આજે રાજ્યનાં નવા પ્રધાનોની શપથવિધિ ચાલી રહી છે. સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા પ્રધાનોને શપથ લેવડાવશે. થોડીવારમાં ટેલિફોનિક સૂચનાઓ દોર શરૂ થશે. મોડી રાત સુધી MLA ક્વાટર્સમાં જાગરણનો માહોલ હતો.
Published On - 7:48 am, Fri, 17 October 25