17 ઓક્ટોબરના મહત્વના સમાચારઃ ગુજરાતમાં 23 જગ્યાએ EDના દરોડા, GST કૌભાંડ મામલે EDની તપાસ

|

Oct 17, 2024 | 7:50 AM

આજ 17 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

17 ઓક્ટોબરના મહત્વના સમાચારઃ ગુજરાતમાં 23 જગ્યાએ EDના દરોડા,  GST કૌભાંડ મામલે EDની તપાસ

Follow us on

LIVE NEWS & UPDATES

  • 17 Oct 2024 11:50 AM (IST)

    બનાસકાંઠામાંથી મોટી માત્રામાં પોષડોડાનો જથ્થો મળ્યો

    બનાસકાંઠામાંથી મોટી માત્રામાં પોષડોડાનો જથ્થો મળી આવ્યો છે. ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી પસાર થતી ટ્રકમાંથી પોષડોડાનો જથ્થો પકડી પાડ્યો છે. ઝારખંડથી રાજસ્થાન તરફ જતી ટ્રકમાંથી જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાં સૂકા મરચાની આડમાં 66 જેટલા કટ્ટા ભરેલા હતા જો કે પોલીસે ચેક કરતા કટ્ટામાંથી 1310 કિલોગ્રામ પોષડોડા મળી આવ્યા હતા. પોલીસે અંદાજિત 39 લાખના પોષડોડાનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ટ્રક સહિત 56 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

  • 17 Oct 2024 11:38 AM (IST)

    જસ્ટિસ સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ

    જસ્ટિસ સંજીવ ખન્ના 6 મહિના માટે જ સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ હશે. 10 નવેમ્બરે તેઓ કાર્યભાર સંભાળશે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ભલામણ કરી.


  • 17 Oct 2024 11:09 AM (IST)

    ગુજરાતમાં 23 જગ્યાએ EDના દરોડા

    ED ગુજરાતમાં 23 સ્થળો પર દરોડા પાડી રહી છે. GST કૌભાંડ કેસમાં તપાસ એજન્સી આ કાર્યવાહી કરી રહી છે. EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. એક અઠવાડિયા પહેલા અમદાવાદની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચે આ જ કેસમાં પત્રકાર સહિત કેટલાક લોકોની ધરપકડ કરી હતી.

  • 17 Oct 2024 09:43 AM (IST)

    કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

    કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 3.54 વાગ્યે 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ખાવડાથી 47 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ.

  • 17 Oct 2024 09:14 AM (IST)

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જશે હરિયાણા

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે હરિયાણા જશે. મુખ્યપ્રધાન નાયબસિંહ સૈનીની શપથવિધીમાં હાજરી આપશે. શપથવિધી બાદ ભાજપના મુખ્યપ્રધાનોની બેઠકમાં હાજરી આપશે. ચંદીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.


  • 17 Oct 2024 07:54 AM (IST)

    મહેસાણાઃ કડીના આદુંદરામાં પતિએ કરી પત્નીની હત્યા

    મહેસાણાઃ કડીના આદુંદરામાં પતિએ પત્નીની હત્યા કરી. ગળું દબાવીને હત્યા કરીને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો. મૃતક મહિલાના પરિવારે તપાસનું દબાણ કરતા ભાંડો ફુટ્યો. પોસ્ટમાર્ટમ કરવાનું કહેતા ગભરાઈને પતિએ જ ગુનાની કબૂલાત કરી. કડી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી.

નાયબસિંહ સૈની આજે હરિયાણાના મુખ્યપ્રધાન પદના શપથ લેશે. તો 12 ધારાસભ્યો મંત્રી બની શકે છે. PM મોદી, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો હાજર રહેશે. તો શપથગ્રહણ બાદ ચંદીગઢમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં NDAના 20થી વધુ મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનોની મહત્વપૂર્ણ બેઠક મળશે. નેશનલ ડેવલોપમેન્ટ એજંડા પર ચર્ચા થશે. અમૃત મહોત્સવ અને બંધારણની ઈમરજન્સી પર પણ ચર્ચા થશે. જસ્ટિસ સંજીવ ખન્ના 6 મહિના માટે જ સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ હશે. 10 નવેમ્બરે કાર્યભાર સંભાળશે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ભલામણ કરી. કેબિનેટ બેઠકમાં CM નારાજ થયા. સરકારી વકીલોએ હાઇકોર્ટમાં કામગીરીને લઈને નારાજગી દર્શાવી. કાયદા વિભાગના અધિકારીઓનો ઊધડો લીધો. કચ્છના ખાવડામાં વહેલી સવારે ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ખાવડાથી 47 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે.  મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગ ઉઠી છે. સંમેલનમાં શંકરાચાર્ય સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા. દિલ્લીમાં સંમેલન યોજવાની ચીમકી છે.