સુરતમાં કતારગામ ખાતે નજીવી બાબત ગાડી ચડાવી દઈને હત્યા કરવામાં આવી છે. પીકઅપ વાન ચાલકને સાઈડમાં લેવા બાબતે એક યુવક સાથે બોલાચાલી થઈ હતી. આથી પીકઅપ વાન ચાલકે, મૃતકને 150 મીટર સુધી ઘસડ્યા બાદ તેના પર ગાડી ચડાવી દઈને હત્યા કરી હતી. સુરત પોલીસે પીકઅપ વાન ચાલકની ઘરપકડ કરી છે.
DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) એ ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી તેની લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
The @DRDO_India has successfully conducted a flight trial of its long range hypersonic missile on 16th Nov 2024 from Dr APJ Abdul Kalam Island, off-the-coast of Odisha.
Raksha Mantri Shri @rajnathsingh has congratulated DRDO, Armed Forces and the Industry for successful flight… pic.twitter.com/wq7yM2YS9f
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) November 17, 2024
અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ગઈરાત્રે બનેલ ફાયરિંગની ઘટનામાં એકનું મોત થયું છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહીત મોટા શહેરોમાં પોલીસ અને સરકારનો કોઈ ડર જ ના હોય તેવુ વાતાવરણ ગુનેગારોએ સર્જી દીધુ છે. ગઈકાલ મોડી રાત્રે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં અંગત અદાવતને લઈને ફાયરિંગ કરાયું હતું. એક જ પરિવારના સભ્યએ અન્ય સભ્ય પર ફાયરિંગ કરાવીને મોતને ઘાટ ઉતારવામા આવ્યો છે. મોઢું બાંધી આવેલા 2 લોકો ફાયરિંગ કરીને ફરાર થયા હતા. ફાયરિંગમાં ઘટનામાં ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ હત્યારા પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
અમદાવાદ બાદ રાજકોટમાં 2 પોલીસ કર્મીઓ ગુનામાં સંડોવાયેલા હોવાનુ સામે આવતા શહેર પોલીસ કમિશનરે બન્ને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે. રાજકોટ એ ડીવિઝન પોલીસ સામે હવાલકાંડમાં કાર્યવાહી કરાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાએ, અરજીના આધારે સોની કારીગરને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારી 30 લાખનું સોનું પડાવી લીધુ હતું. પોલીસ કોન્સ્ટેબલના કરતુતને કારણે સોની કારીગર અશ્વિન આડેસરાએ લીંબડી નજીક દવા પીને આપઘાત કર્યો હતો. પોલીસના ત્રાસથી અશ્વિન આડેસરાએ આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
બનાસકાંઠાના પાલનપુરની ઉમિયા સેલ્ફ ફાઇનાન્સ કોલેજના પ્રમુખ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ગિરીશ જગાણીયા સામે 60 લાખની છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગિરીશ જગાણીયાએ કોલેજ ચલાવવા આપી હતી, પરંતુ કોલેજ સારી ચાલતા વહીવટ પડાવી લીધી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. અમદાવાદના ભરત બાંટીયાને ₹100ના સ્ટેમ્પ ઉપર કરાર કરી ઉમિયા કોલેજ ચલાવવા આપી હતી. ઉમિયા કોલેજ સારી ચાલતા ગિરીશ જગાણીયાએ પડાવી લીધી હોવાની ફરિયાદ કરાઈ છે. ફરિયાદીએ કોલેજમાં કરેલો 60 લાખ રૂપિયાનો ખર્ચ પરત ના આપતા છેતરપિંડીની થઈ ફરિયાદ
અમદાવાદ શહેરમાં વધુ એક વખત બનેલ ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. અમદાવાદના અસામાજીક તત્વોને ભાજપ સરકાર કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યાં છે. સરા જાહેરમાં લાઠી અને દંડા લઈ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અમદાવાદ ઈસનપુરનાં રસ્તા ખાતેનો એક વીડિયો વાયરસ થયો છે તેમા ફિલ્મી દ્રશ્યોની માફક અસામાજીક તત્વો હાથમાં લાઠી અને દંડા લઈને રોડ પર ઉતર્યા હતા. 2 જૂથ વચ્ચે થયેલી બબાલમાં અસામાજીક તત્વો પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યા હતા. જૂથો વચ્ચે થયેલી બબાલમાં લાકડીઓથી મારામારી કરતા જૂથને પોલીસ પહોંચી હતી પણ પકડી ના શકી.
કચ્છમાં ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોર્ડે સપાટો બોલાવ્યો છે. ગેરકાયદે ખનન અંગે વાહનો જપ્ત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચાર અલગ અલગ સ્થળ પર તપાસ હાથ ધરી કુલ 5 ટ્રક અને 2 એકસકેવેટર મશીન સીઝ કરવામાં આવ્યા છે. ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે તપાસ હાથ ધરી બ્લેક ટ્રેપની એક ટ્રકને અધિકૃત રોયલ્ટી પાસ વિના પકડી છે. ભુજમાં એક ટ્રકને અધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરવા બદલ સીઝ કરાઇ છે. ભુજ તાલુકાના વડસર ગામની સીમમાં હાર્ડ મોરમ ખનિજનું બિનઅધિકૃત ખનન વહન કરવા બદલ એક એકસકેવેટર મશીન અને એક ટ્રકને સીઝ કરાઇ છે. લખપત તાલુકાના સામજીયારા ગામ ખાતે બેન્ટોનાઈટ અને સાદી માટી, મોરમ ખનીજનું ગેરકાયદે ખનન કરતા એક એકસકેવેટર મશીન તથા બે ટ્રક સીઝ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ 16 થી 21 નવેમ્બર સુધી ત્રણ દેશો નાઈજીરીયા, બ્રાઝીલ અને ગયાનાના પ્રવાસે છે. ત્રણ દેશની મુલાકાતના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન નાઈજીરીયામાં છે. PM મોદી બ્રાઝિલમાં G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે. તેમના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં વડાપ્રધાન ગયાનાની મુલાકાતે જશે. 50થી વધુ વર્ષોમાં દક્ષિણ અમેરિકન દેશની ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે.
#WATCH | Prime Minister Narendra Modi lands in Abuja, the capital city of the Federal Republic of Nigeria; receives a grand welcome
He is on a three-nation tour to Nigeria, Brazil and Guyana from November 16 to 21. On the first leg of his visit, PM is in Nigeria. In Brazil, PM… pic.twitter.com/0LWi0beBWU
— ANI (@ANI) November 16, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયાના પ્રવાસે છે. છેલ્લા 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત છે. નાઈજીરિયા મુલાકાત દરમિયાન, નરેન્દ્ર મોદી ભારત અને નાઈજીરીયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે વધુ તકો અંગે ચર્ચા કરવા માટે વાતચીત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે છે. જ્યાં તેઓ ગઢચિરોલી, વર્ધા અને કાટોલ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી જાહેરસભાને સંબોધિત કરશે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે હવે માત્ર બે દિવસ જ બાકી છે. ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી છે. ઇમ્ફાલમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ન્યૂઝ, બ્રેકીંગ ન્યૂઝ, ગુજરાતી લેટેસ્ટ ન્યૂઝ, ગુજરાત સામાચાર, બ્રેકીંગ ન્યૂઝ ગુજરાતી, ગુજરાતી, ન્યૂઝ
Published On - 7:19 am, Sun, 17 November 24