17 મેના મહત્વના સમાચાર : રાજ્યમાં અંગ દઝાડતી ગરમી યથાવત, રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના તાપમાન 41 ડિગ્રીને પાર

Gujarat Live Updates આજ 17 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

17 મેના મહત્વના સમાચાર :  રાજ્યમાં અંગ દઝાડતી ગરમી યથાવત, રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના તાપમાન 41 ડિગ્રીને પાર
| Edited By: | Updated on: May 17, 2026 | 9:22 PM

આજે 17 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 May 2026 09:02 PM (IST)

    સુરતની કુખ્યાત ગેંગે યુવકની કરી હત્યા

    નવસારી શહેરના રીંગરોડ, વિજલપોર શહેર અને એપીએમસી માર્કેટ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે. નાની મોટી મારામારીઓ હવે હત્યાના ગુના સુધી પહોંચી ચૂકી છે. નવસારીના રિંગરોડ વિસ્તારમાં જન્મદિવસ ઉજવી રહેલા યુવક પર ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરાયો. ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર બનાવ હત્યામાં ફેરવાયો. પોલીસે તાત્કાલિક 4 આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે..પોલીસના તપાસમાં સામે આવ્યું કે. ફરિયાદી અને આરોપી વચ્ચે કારની લે-વેચ મુદ્દે બબાલ થઈ હતી જેની અદાવત રાખીને આરોપીએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઝડપાયેલા ચારેય આરોપી સુરતના છે..અને સુરત શહેરમાં તમામ આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે..

  • 17 May 2026 09:00 PM (IST)

    નવસારીઃ ગણદેવીના ધકવાડા ગામે કરંટ લાગતા 1 નુ મોત

    નવસારીઃ ગણદેવીના ધકવાડા ગામે કરંટ લાગતા 1 નુ મોત થયુ છે. ફેબ્રિકેશનનું કામ કરવા ચડેલા ત્રણ ઈસમને કરંટ લાગ્યો છે. કરંટ લાગતા એક શખ્સનું મોત, બે સારવાર હેઠળ છે. ઈજાગ્રસ્તો બીલીમોરામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


  • 17 May 2026 08:51 PM (IST)

    કાલુપુરની બેન્ક ઓફ બરોડામાં 8.70 કરોડની ઉચાપત

    અમદાવાદમાં કાલુપુરની બેન્ક ઓફ બરોડામાં 8.70 કરોડની ઉચાપત કરી જોઇન્ટ કસ્ટોડિયન ફરાર. કાલુપુર ગાંધીરોડ પાસે આવેલી બેંક ઓફ બરોડામાં જોઇન્ટ કસ્ટોડિય હરસિધ્ધ કડીયાર કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ લઈ ફરાર થઈ ગયો છે.  મહત્વ નું છે કે BOB બેન્કમાં RBI તરફથી રૂપિયા મૂકવા માટેની તિજોરી એટલે કે કરન્સી ચેસ્ટ રાખવામાં આવી છે. તેમાં RBI તરફથી આવેલ રોકડ મૂકવામાં આવે છે. જે રોકડ તમામ બેન્કોને જરૂરિયાત મુજબ મોકલવામાં આવે છે. જેની સંભાળ રાખવા બેન્ક તરફથી એક કસ્ટોડિયન અને જોઇન્ટ કસ્ટોડિયન મૂકવામાં આવ્યા હતા. જેમાં જોઇન્ટ કસ્ટોડિયન તરીકે હરસિધ્ધ છેલ્લા બે વર્ષથી નોકરી કરતો હતો.

  • 17 May 2026 06:30 PM (IST)

    તાપી: કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

    તાપી: કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. અકસ્માતમાં પાંચ વર્ષના બાળક અને અન્ય એક વ્યક્તિનું મોત થયુ છે. નિઝરના હથોડા પુલ નજીક વાંકા ગામની ઘટના છે. સ્વિફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત થયો. પાંચ વર્ષના ભત્રીજા અને કાકાનું મોત થયુ છે. અકસ્માતમાં એક મહિલા પણ ગંભીર ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નંદુરબાર હોસ્પિટલ ખસેડાયા છે.

  • 17 May 2026 06:00 PM (IST)

    વડોદરાઃ નેશનલ હાઈવે 48નો વળાંક બન્યો જોખમી

    વડોદરાઃ નેશનલ હાઈવે 48નો વળાંક જોખમી બન્યો છે. સુંદરપુરા GEB સબ સ્ટેશન પાસે ગંભીર અકસ્માત થયો. 24 કલાકમાં એક જ સ્થળ પર અકસ્માતની બે ઘટના સામે આવી. પૂરપાટ ઝડપે આવતી કારે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી.
    અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. 2 ઈજાગ્રસ્તોમાંથી અંક્લેશ્વરના એક યુવકની હાલત ગંભીર છે.
    હીટ એન્ડ રનની ઘટનાના CCTV ફુટેજ ને આધારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 17 May 2026 05:45 PM (IST)

    ડાંગ: શિકારની શોધમાં ખુંખાર દીપડાઓએ મારી લટાર

    ડાંગ: શિકારની શોધમાં ખુંખાર દીપડાઓ લટાર મારતા જોવા મળ્યા. સાપુતારામાં 2 દીપડાઓએ લટાર મારતાં હોટલ સંચાલકોમાં ચિંતા ફેલાઈ છે. દીપડાની લટારથી પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.  હોટલ એસોસિએશને વન વિભાગને પાંજરૂ મૂકવા માટે માગ કરી છે. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે.

  • 17 May 2026 05:30 PM (IST)

    પેટ્રોકેમિકલની અછતને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગને મોટો ફટકો

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વિપરીત અસર હવે ભારતના નાના ઉદ્યોગો પર વર્તાય રહી છે. મિડલ ઈસ્ટની જંગથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉદ્યોગો મંદ થયા છે. ખાસ કરીને અંકલેશ્વરના પ્લાસ્ટિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પેટ્રોકેમિકલની અછતને કારણે પ્લાસ્ટિકના દાણાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.  યુદ્ધ પહેલા જે પોલીમરના 1 કિલો દાણા 100 રૂપિયા કરતા ઓછા ભાવે મળતા હતા તે હવે બમણી કિંમત સુધી પહોંચી ગયા છે. કાચા માલના ભાવમાં આટલા મોટા વધારાના કારણે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, પ્લાસ્ટિક ઉત્પાદનો અને જંતુનાશક દવાઓના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે..વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વ્યાપક છે ત્યારે ભાવ વધારાના કારણે. પાણીની બોટલ, રમકડા, પ્લાસ્ટિક બેગ, રેપિંગ ફિલ્મ, ફૂડ પેકેટ સહિતના પ્લાસ્ટિક આધારિત ઉત્પાદનો મોંઘા થશે.

  • 17 May 2026 05:15 PM (IST)

    સુરત: જનગણના 2027ની આજથી શરૂઆત કરાઈ

    સુરત: જનગણના 2027ની આજથી શરૂઆત કરાઈ છે. સી.આર પાટીલના ઘરેથી વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી. SMC કમિશનર એમ.નાગરાજન અને ડે. કમિશનર નિધિ સિવાય પહોંચ્યા છે. સી.આર પાટીલે પણ લોકોને જનગણનામાં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી છે. સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવવા પણ સી.આર પાટીલે અપીલ કરી.
    નીતિનિર્માણ, જનકલ્યાણકારી યોજનાના અમલીકરણ માટે જનગણના જરૂરી છે. 17 મેથી થી 31મે સુધી સ્વવસ્તી ગણતરી ચાલશે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સહયોગ આપવા અપીલ કરાઈ છે.

  • 17 May 2026 05:03 PM (IST)

    ગાંધીનગરઃ અમિત શાહના હસ્તે મુધર ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ

    ગાંધીનગરઃ અમિત શાહના હસ્તે મધુર ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ.  અમિત શાહે 5 લાખ લિટરની ક્ષમતાવાળા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. 128 કરોડના ખર્ચે તૈયાર થયેલા મધૂર ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ. અમિત શાહે આ તકે જણાવ્યુ કે પશુપાલક બહેનોને સૌથી મોટો ફાયદો થશે. મધુર ડેરી મજબૂત ડેરી તરીકે ઉભરી આવી છે.  ‘3 લાખ લિટરથી વધુ દૂધનું વિતરણએ સહકારી સિસ્ટમની સફળતા છે.  વધુમાં તેમણે કહ્યુ કે પુશપાલકોની આવક વધી અને બહેનો સશક્ત બની છે.

  • 17 May 2026 04:58 PM (IST)

    વડોદરાઃ ચાલુ બસમાં ST ડ્રાઇવર ફોનમાં વ્યસ્ત

    વડોદરાઃ ચાલુ બસમાં ST ડ્રાઇવર ફોનમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ થયો. ચાલુ બસમાં મોબાઈલ વાપરતા ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો. 20 મિનિટ સુધી ડ્રાઈવર ફોન પર વાત કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ST ડેપોમાં મુસાફરોએ સવાલ પૂછતા હોબાળો મચાવ્યો. STના કર્મચારીએ ગેરવર્તન કર્યાનો મુસાફરનો આરોપ છે.

  • 17 May 2026 04:57 PM (IST)

    ગાંધીનગર: આજથી સ્વવસ્તી ગણતરીનો પ્રારંભ

    ગાંધીનગર: આજથી સ્વવસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્વવસ્તી ગણતરીનો  પ્રારંભ કરાવ્યો. 31 મે સુધીમાં સ્વવસ્તી ગણતરીમાં ભાગ લેવા CMની અપીલ.
    પહેલીવખત ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવશે. 15 દિવસમાં લોકો જરૂરી વિગતો ભરી સહભાગી થાય તેવી અપીલ. 1 જૂનથી 30 જૂન સુધી 1 લાખથી વધુ કાર્યકરો કામગીરી હાથ ધરશે

  • 17 May 2026 04:56 PM (IST)

    ભરૂચ વૃદ્ધોને મદદ કરવાના નામે ચુનો ચોપડનાર આરોપી ઝડપાયો

    ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ATM સ્વેપિંગ ગેંગનો પર્દાફાશ થયો છે. વડીલોને મદદના બહાને નિશાન બનાવી ATM કાર્ડ સ્વેપિંગ કરીને ચૂનો ચોપડનાર કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા દસેક વર્ષથી આ પ્રકારના ગુનાઓની હારમાળા સર્જી ચુક્યો છે. આરોપી તેના ગુનાઓની હાફ સેન્ચુરી નજીક પહોંચ્યો ત્યારે પોલીસે તેને દબોચી લીધો છે.

  • 17 May 2026 04:55 PM (IST)

    નર્મદાઃ રાજપીપળામાં કલેક્ટર સંકલન બેઠક બની તોફાની

    નર્મદાઃ રાજપીપળામાં કલેક્ટર સંકલન બેઠક તોફાની બની છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ અધિકારીઓ પાસે જવાબ માગ્યા.  ચૈતર વસાવાએ રસ્તા અને પાણી સહિતના પ્રશ્નો ઉઠાવ્યા. આ તરફ મનસુખ વસાવા કામગીરી મુદ્દે અધિકારીઓ પર વરસ્યા હતા. ઉનાળામાં પાણીની મુશ્કેલી દૂર કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી. ડેડિયાપાડાથી બોગજના રસ્તાની કામગીરી મુદ્દે પણ ગરમાવો જોવા મળ્યો. વર્કઓર્ડર આપ્યા બાદ પણ કામ શરૂ ન થતા નેતાઓ નારાજ

  • 17 May 2026 04:00 PM (IST)

    સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિના વ્યક્તિ સાથે આભડછેટની ઘટના

    સુરેન્દ્રનગર જિલ્લામાં 21મી સદીમાં પણ જાણે લોકો આભડછેટ અને ભેદભાવ ભૂલ્યા ન હોય તેમ જાહેર કૂવા પર પાણી ભરવા ગયેલા અનુસૂચિત જાતિના વ્યક્તિને કડવો અનુભવ થયો. આરોપ છે કે, રાજકોટમાં રહેતા અનુસૂચિત જાતિનો યુવક જ્યારે પોતાના મેતાસર ગામે આવ્યો અને સાર્વજનિક કૂવા પર પાણી ભરવા ગયા. ત્યારે તેમને પાણી ભરવા ન દેવાયું. કૂવા પર રહેલા કેટલાક ગ્રામજનોએ તેમને જાતે કૂવામાંથી પાણી ભરવા ન દીધુ અને જાતિ વિષયક શબ્દો કહીને અપમાનિત કર્યા. આ ઘટના બાદ ગ્રામજનોએ અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો. દુકાનેથી વસ્તુ ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો. દુકાનદારે પણ આ વાત સ્વકારી. આ ઘટના બાદ Dy SP કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે મહિલા સહિત 6 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે..પોલીસે વાયરલ વીડિયોને FSL તપાસ માટે મોકલ્યા છે.

  • 17 May 2026 02:34 PM (IST)

    કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે, રૂ. 128 કરોડના ખર્ચે તૈયાર થયેલા મધુર ડેરી પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

    કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ₹.128 કરોડના ખર્ચે તૈયાર થયેલા મધુર ડેરી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. પ્રતિદિન 2,76,000 લીટર સંપાદન ક્ષમતા સાથે મધુર ડેરી કાર્યરત. હાલ મધુર ડેરીનું વાર્ષિક 628 કરોડનું ટર્ન ઓવર.
    નવનિર્મિત પ્લાન્ટની પ્રતિદિન 2.5 લાખ લિટર દૂધ પ્રોસેસિંગની ક્ષમતા જેને 5 લાખ લિટર સુધી પણ વિસ્તૃત કરી શકાશે. નવીન ડેરીથી સ્થાનિક દૂધ ઉત્પાદકોને થશે ફાયદો. દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળશે.

  • 17 May 2026 02:02 PM (IST)

    પંચમહાલના ઘોઘંબાના જિંજરી ડેમમાં ડૂબી જતાં 2 યુવાનના થયા મોત

    પંચમહાલના ઘોઘંબાના જિંજરી ડેમમાં ડૂબી જતાં 2 યુવાનના થયા મોત. 5 યુવાન જિંજરી ડેમમાં ગત મોડી રાત્રે ગયા હતા નાહવા. 2 યુવાન પાણીમાં ગરકાવ થતાં અન્ય યુવકોએ સ્થાનિકોને જાણ કરી. હાલોલ ફાયરની ટીમે શોધખોળ હાથ ધરતાં 2 મૃતદેહ મળ્યા. ઘોંઘંબા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

  • 17 May 2026 02:01 PM (IST)

    સ્ટેટ GST એ, અમદાવાદના ગીતામંદિર પાસેથી 100 કિલો ચાંદી ઝડપી પાડી

    અમદાવાદ સ્ટેટ GST એ 100kg ચાંદીનો જથ્થો પકડી પાડ્યો છે. ગીતામંદિર ખાતે લકઝરી બસમાં રાજકોટ જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી મળી આવ્યો જથ્થો. પ્રાથમિક તપાસમાં 80 ટકા જથ્થાનું કોઈ બિલ ના હોવાનું સામે આવ્યું
    ચાંદીના મળી આવેલા જથ્થાનો કોઇએ ક્લેઇમ પણ નથી કર્યો. સ્ટેટ GST જથ્થો કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.

  • 17 May 2026 01:04 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ પરથી 16,600 વિદેશી સિગારેટ જપ્ત કરાઈ

    અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કરાયો. માન્ચેસ્ટર અને ડેનહેલ બ્રાન્ડની સિગારેટનો જથ્થો મળી આવ્યો. 2 યાત્રીઓ પાસેથી ઝડપાયો વિદેશી સિગારેટનો જથ્થો. મલપ્પુરમ અને કોઝિકોડના યાત્રીઓ પાસેથી 16,600 સિગારેટની સ્ટીક મળી આવી છે.

  • 17 May 2026 11:38 AM (IST)

    અમદાવાદના ઓઢવમાંથી ઝડપાઈ ડુપ્લીકેટ વિમલ અને મહક પાન મસાલાની ફેકટરી

    ગુટકા માસાલાના શોખિન માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. વિમલ અને મહક પાન મસાલાનું ડુપ્લીકેટ પેકિંગનું રેકેટ ઝડપાયું છે. નકલી પાન મસાલા ફેક્ટરી પર ત્રાટકી SOG ક્રાઈમ બ્રાંચની ટીમ. ઓઢવ વિસ્તારમાં ચાલતું હતું ડુપ્લીકેટ પાન મસાલાનું નેટવર્ક. રૂપિયા 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. SOG એ આ મામલે શબ્બીરઅલી શેખ નામના શખ્સની ધરપકડ કરી. આરોપી ઓઢવમાં શેડ ભાડે રાખીને બ્રાન્ડેડ કંપનીના કોપીરાઈટનો ભંગ કરી નકલી મસાલા તૈયાર કરતો હતો. ડુપ્લીકેટ પાન મસાલા બનાવવાનું ઈલેક્ટ્રિક મશીન,વિમલ અને મહક સિલ્વર પાન મસાલાના હજારો તૈયાર પેકેટ મળી આવ્યા. મોટી સંખ્યામાં પેકિંગ માટેના ખાલી પ્લાસ્ટિક પાઉચ અને પેપર રોલ અને આશરે 10 કિલો પાન મસાલામાં વપરાતી સોપારીનો કાચો માલ મળી આવ્યો. નકલી માલ ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

  • 17 May 2026 11:34 AM (IST)

    બેંગકોકથી અમદાવાદ આવેલા છત્તીસગઢના રહેવાસી પાસેથી ઝડપાયો હાઈબ્રિડ ગાંજો

    અમદાવાદ એરપોર્ટ પરથી 6.540 kg ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. બેંગકોકથી અમદાવાદ આવી રહેલા યાત્રી પાસેથી ઝડપાયો ગાંજો. કેરિયરના બેગની તપાસ કરતા 6 પેકેટ ગાંજાના મળી આવ્યા. AIU ની કેરિયર સામે NDPS એક્ટ મુજબ કાર્યવાહી. છત્તીસગઢના રહેવાસી યાત્રીની આ પહેલી વિદેશ યાત્રા હોવાનું સામે આવ્યું.

  • 17 May 2026 11:30 AM (IST)

    રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી ઝડપાઈ 10 કરોડની કિંમતની 400 કિલો ચાંદી

    રાજકોટના ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ પરથી ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. અંદાજિત 10 કરોડની કિંમતનો 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો શનિવારના રોજ ઝડપાયો. સેન્ટ્રલ આઇબીને મળી હતી બાતમી.
    સેન્ટ્રલ આઈબી દ્વારા સમગ્ર મામલે ગુજરાત એટીએસને કરવામાં આવી હતી જાણ.  સંયુક્ત ઓપરેશનમાં 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો કબજે કરાયો છે. સમગ્ર મામલે સીજીએસટી તેમજ ઇન્કમટેક્સ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી શકે છે. ચાંદીનો શંકાસ્પદ જથ્થો શનિવારના રોજ મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાના ફ્લાઈટમાં આવ્યો હતો. કાર્ગોમાં આવેલા સામાનની તપાસ દરમિયાન થયો ખુલાસો. સમગ્ર મામલે તપાસ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી હોવાની માહિતી. ચાંદીનો શંકાસ્પદ જથ્થો વારાણસીની પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવ્યો હતો. ઝડપાયેલ ચાંદીના જથ્થા મામલે પેઢીનું બિલ, મોકલનાર કોણ? તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને એટીએસને સોંપવામાં આવ્યા. ચાંદીના જથ્થાના બિલ મામલે સમગ્ર મામલે સેન્ટ્રલ આઈબી તેમજ ગુજરાતી એટીએસ દ્વારા હજુ સુધી ઓફિશિયલ માહિતી આપવામાં નથી આવી.

  • 17 May 2026 11:15 AM (IST)

    પરસોત્તમ માસના પ્રથમ દિવસે જ ગોમતી નદીમાં રાજકોટના 2 પ્રવાસીઓ ડૂબ્યા

    દ્વારકા ખાતે પરસોત્તમ માસના પ્રથમ દિવસે જ ગોમતી નદીમાં દુર્ઘટના સર્જાઈ છે. પવિત્ર ગોમતી નદીમાં રાજકોટના 2 પ્રવાસીઓ ડૂબ્યા છે. પાલિકાની રેસ્ક્યુ ટીમે 1 વ્યક્તિને બચાવ્યો, અન્ય 1ની શોધખોળ ચાલુ છે.

  • 17 May 2026 11:12 AM (IST)

    ખેતરમાં ગવાર તોડતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, ખેડૂતને બચાવવા માટે વચ્ચે પડેલાં અન્ય 2 યુવક પણ ઈજાગ્રસ્ત

    દાહોદના ગરબાડાના પાંચવાડા ગામે દીપડાના હુમલામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સવારે ખેતરમાં ગવાર તોડતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો. ખેડૂતને બચાવવા માટે વચ્ચે પડેલાં અન્ય 2 યુવક પણ ઈજાગ્રસ્ત થયા છે. દીપડાએ ત્રણેયના મોઢા, માથા અને હાથના ભાગે પહોંચાડી ઈજા. તમામ ઈજાગ્રસ્તને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વન વિભાગે હિંસક દીપડાને પાંજરે પૂરવા હાથ ધર્યુ સર્ચ ઓપરેશન.

  • 17 May 2026 11:09 AM (IST)

    ઢોર પકડવા ગયેલ પાટણ નગરપાલિકાની ટીમ પર હુમલો

    ઢોર પકડવા ગયેલ પાટણ નગરપાલિકાની ટીમ પર હુમલો. ઢોર પકડવા ગયેલ કર્મીઓ પર હુમલો કરાયો છે. રખડતા ઢોરના માલિકોએ કર્યો હુમલો. હુમલો કરી ઢોર માલિકો પશુઓ ભગાડી ગયા. હુમલાખોર પશુ માલિકો સામે કાર્યવાહી. ચીફ ઓફિસરે હુમલાખોર પશુપાલકો સામે નોંધાવી ફરિયાદ. પાલિકા કર્મીઓ સાથે ઢોર માલિકોની દાદાગીરીના દ્રશ્યો cctv માં અને કેમેરામાં કેદ.

  • 17 May 2026 10:03 AM (IST)

    સ્ટેમ્પ પેપરના વધુ રૂપિયા વસૂલતા સ્ટેમ્પ વેન્ડર દંપતી ACB ના છટકામાં ઝડપાયું

    નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામેના CSC સેન્ટરમાં એ.સી.બી.ની સફળ ડીકોય ટ્રેપ. સ્ટેમ્પ પેપર માટે નિયમ કરતાં વધુ રૂપિયા વસૂલતા સ્ટેમ્પ વેન્ડર દંપતી ઝડપાયું.  રૂ. 1050 ના બદલે  રૂ. 1140 લઈ કુલ  રૂ.90 ની લાંચ સ્વીકારતા એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડ્યા. આરોપી તુકારામ કાનકાંટે અને કરીશ્માબેન કાનકાંટે સામે ગુનો દાખલ. એ.સી.બી.એ સ્થળ પરથી લાંચની રકમ સહિત કુલ રૂ. 140 રિકવર કર્યા. સુરત એ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ નવસારી એ.સી.બી. ટીમની સફળ કાર્યવાહી.

  • 17 May 2026 10:00 AM (IST)

    જામનગર શહેરના ઠેબા ચોકડી નજીક અકસ્માત

    જામનગર શહેરના ઠેબા ચોકડી નજીક અકસ્માત. જેમાં એક સાથે 5 થી વધુ વાહનનોને એક ટ્રક ચાલક હડફેટે લીધા. બાઇકચાલકને ઇજા તથા સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયો. ઠેબા ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફીક જામ થયો.
    જામનગર શહેર-એ ડિવિઝન પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોચી.  ટ્રક ચાલક હાલ પકડી પાડ્યો છે.

  • 17 May 2026 09:59 AM (IST)

    સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતાં સાળા બનેવીની જોડી ઝડપાઈ

    સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતાં સાળા બનેવીની જોડી ઝડપાઈ. મહિલાઓને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચિંગ કરતાં. સુરત જિલ્લા LCB એ બન્ને આરોપીઓને ઝડપી લીધા. કામરેજનાં નવાગામ નજીક દાદા ભગવાન મંદિર પાસેથી કરી ધરપકડ. બનેવી અમન બકરી અક્રમ મુલતાની અને સાળા નયન ચંદ્રકાંત મૈસૂરિયા બન્ને ઓલપાડના સાયણ વિસ્તારના. બે સોનાની ચેઇન, મોપેડ, મોબાઇલ ફોન સહિત 3.83 લાખનો મુદામાલ કબજે લીધો. બનેવી અમન બકરી વિરુદ્ધ અગાઉ પાંચ જેટલા ચોરીના ગુનાઓ નોંધાયા છે. કોસંબા અને પાલોદ વિસ્તારમાં થયેલ ચેન સ્નેચિંગની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી. પોલીસે હાલ વધુ પૂછતાછ હાથ ધરી છે

  • 17 May 2026 09:45 AM (IST)

    રાજકોટમાં ધોરાજીના ફરેણી ગામ પાસે ગેરકાયદે ખનન અંગે તંત્રની કાર્યવાહી, ટ્રેક્ટર, જેસીબી મશીન જપ્ત

    રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે ખનિજ ખનન સામે તંત્રે કડક કાર્યવાહી કરી છે. ફરેણી ગામ પાસે મામાદેવ મંદિર નજીક મોરમ માટીની ચોરી કરતી ટીમ રંગે હાથ ઝડપાઈ છે. રોયલ્ટી પાસ અને જરૂરી દસ્તાવેજો વગર ખનન-પરિવહન કરતા તત્વો સામે કાર્યવાહી. ટ્રેક્ટર, જેસીબી મશીન અને મોરમ માટી સહિત રૂ. 19.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા વાહનો ધોરાજી તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

  • 17 May 2026 09:22 AM (IST)

    બનાસકાંઠાના ડીસામાં હરિઓમ સ્કૂલ નજીક સર્જાયો અકસ્માત, એકનુ મોત

    બનાસકાંઠાના ડીસામાં હરિઓમ સ્કૂલ નજીક સર્જાયો અકસ્માત. યુવક ટ્રક નીચે આવી જતા નિપજ્યું મોત. અકસ્માતમાં યુવકનું કમકમાટી ભર્યું નિપજ્યું મોત. ડીસા દક્ષિણ પોલીસને જાણ થતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

  • 17 May 2026 09:20 AM (IST)

    લીમખેડાની ધાનપુર ચોકડી પાસે કારમાંથી રૂપિયા 2 કરોડ 56 લાખ રોકડા મળ્યા, પંચની હાજરીમાં રોકડા રૂપિયા ગણીને ટ્રેઝરીમાં જમા લેવાયા

    લીમખેડાની ધાનપુર ચોકડી પાસે કારમાંથી કરોડોની બિન હિસાબી રોકડ ઝડપાઈ. રૂટીન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે અર્ટિગા કાર માંથી ₹2.56 કરોડથી વધુની રકમ જપ્ત કરી. પોલીસ તપાસમાં કારમાંથી મળી આવ્યા શંકાસ્પદ ત્રણ પાર્સલ, પંચોની હાજરીમાં કરાઈ ગણતરી. પાર્સલ માંથી કુલ ₹ 2,56,80,500ની ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો. દાહોદની આંગડિયા પેઢીમાંથી આ માતબર રકમ વડોદરા લઈ જવાતી હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. મોટી રકમ અંગે કાર ચાલક રાજુભાઈ નીનામા કોઈ પણ કાયદેસરના આધાર-પુરાવા રજૂ ન કરી શક્યા. દાહોદના ભરત ચોપડાએ આ નાણાં વડોદરા પહોંચાડવા આપ્યા હોવાની વાહન ચાલકની કબૂલાત. લીમખેડા પોલીસે તમામ રોકડ રકમ BNSSની કલમ હેઠળ સીઝ કરી ટ્રેઝરીમાં જમા કરાવી. પોલીસે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરી સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને સત્તાવાર જાણ કરી.

  • 17 May 2026 07:53 AM (IST)

    વલસાડના અતુલ ખાતે એક મહિલાનો બાંધેલી હાલતમાં કહોવાયેલો મૃતદેહ

    વલસાડના અતુલ ખાતે એક મહિલાનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.  અતુલમાં રેલવે ટ્રેક નજીક વાડીથી અજાણી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મળ્યો મૃતદેહ. હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ.
    હત્યાની આશંકા વલસાડ રૂલર અને LCB પોલીસે અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પી.આઈ, DYSP, LCB સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં છે. મહિલાની ઓળખ કરવા સહિત ડોગસ્ક્વોડ, એફ.એસ.એલ સહિતની ટીમોએ હાથ ધરી તપાસ.

  • 17 May 2026 07:14 AM (IST)

    કોર્ટના હુકમનો અનાદર બદલ PI ને જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલવા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજનો આદેશ, DYSP સહિતના પોલીસ અધિકારીની વિનંતીથી પી.આઈનો શરતી જામીન પર છુટકારો

    બોરસદના પી.આઈ અને અગાઉ ભાવનગરમાં પી.આઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા પી.બી.જાદવ સામે કોર્ટના હુકમના અનાદર અંગે એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ રોષે ભરાયા. અગાઉ પાલીતાણામાં ફરજ બજાવી ચૂકેલા પી.આઈને વારંવાર સમન્સ આપવા છતાં હાજર ના રહેતા જજ રોષે ભરાયા. એટ્રોસિટીના કેસમાં પી.આઈ વિરુદ્ધ NBW વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જેમાં પી.આઈ હાજર ના રહેતા પી.આઈને જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલવા કર્યો આદેશ. પી.આઈને કસ્ટડીમાં મોકલવાના આદેશને લઈ DYSP સહિતના પોલીસ અધિકારીઓ કોર્ટમાં દોડી આવ્યા. ભારે વિનંતી અને કલાકો બાદ જજ એ બોરસદ પી.આઈને શરતી જામીન ઉપર મુક્ત કર્યા. જજ એ ભાવનગર સીટીના તમામ પોલીસ અધિકારીઓને કોર્ટના આદેશનું ચુસ્ત પાલન કરવા માટે આપ્યા આદેશ.

Published On - 7:14 am, Sun, 17 May 26

Follow Us