17 મેના મહત્વના સમાચાર : ઓપરેશન સિંદૂર પર ગાંધીનગરમાં બોલ્યા અમિત શાહ, અમે ન્યૂક્લિયર ધમકીથી નથી ડરતા, પાકિસ્તાનને 100 કિલોમીટર સુધી અંદર જઈને પહલગામનો બદલો લીધો

આજે 17 મે 2025ને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 મેના મહત્વના સમાચાર : ઓપરેશન સિંદૂર પર ગાંધીનગરમાં બોલ્યા અમિત શાહ, અમે ન્યૂક્લિયર ધમકીથી નથી ડરતા, પાકિસ્તાનને 100 કિલોમીટર સુધી અંદર જઈને પહલગામનો બદલો લીધો
| Edited By: | Updated on: May 17, 2025 | 8:46 PM

આજે 17 મે 2025ને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 May 2025 07:41 PM (IST)

    પહલગામનો બદલો આતંકીઓના હેડક્વાર્ટરને નેસ્તનાબૂદ કરીને લેવામાં આવ્યો

    અમિત શાહે ઓપરેશન સિંદૂર વિશે બોલતા જણાવ્યુ કે ભારતીય સેનાએ પહલગામ હુમલાનો બદલો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરીને લીધો. આજે સમગ્ર વિશ્વમાં ભારતની આ કાર્યવાહીની ચર્ચા થઈ રહી છે. દુનિયાભરના સંરક્ષણના નિષ્ણાંતો ભારતે પાકિસ્તાનને પહોંચાડેલા નુકસાનની જ ચર્ચા કરી રહ્યા છે. ભારતે પાકિસ્તાનન ઍરબેઝ ધ્વસ્ત કર્યા, તેમની જનતાને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિન પાકિસ્તાનના ઍરબેઝને ધ્વસ્ત કરી દીધા. તેમના સૌથી મોટા નૂરખાન ઍરબેઝ સહિતના 9 થી વધુ ઍરબેઝને તબાહ કરી દીધા.  અત્યાર સુધી જે એટમ બોમ્બની ધમકી આપતા હતા તેમને આપણી ત્રણેય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું કામ કર્યુ. આજે સમગ્ર દુનિયા આપણી સેનાઓની મારકક્ષમતામી સટિક્તા, સેનાનો સંયમ અને આપણા પીએમની પ્રશંસા કરી રહી છે.

     

  • 17 May 2025 06:33 PM (IST)

    મહેસાણામાં લગ્નના વરઘોડામાં પથ્થરમારો કરાયો

    મહેસાણા જિલ્લામાં વરઘોડા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કડીના ઝાલોડા ગામમાં ઠાકોર સમાજની દીકરીના લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં બબાલ થઈ. જમીન વિવાદમાં પોલીસ ફરિયાદથી નારાજ લોકોએ વરઘોડા પર પથ્થરમારો અને હુમલો કર્ય હતો. આ હુમલાથી પાંચ લોકોને ઈજા પહોંચી છે. પોલીસે 15 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


  • 17 May 2025 06:33 PM (IST)

    સુરતમાં જાહેરમાં તલવારથી કેક કાપનારા 3 શખ્સોની ધરપકડ

    સુરતના ભેસ્તાન વિસ્તારમાં તલવારથી કેક કાપીને જાહેરમાં રોલા પાડનારા 3 શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ જાહેરમાં તલવારથી કેક કાપીને જાહેરનામાનો ભંગ કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું છે.

  • 17 May 2025 06:32 PM (IST)

    NAAC માટે પ્રોફેસરોને પ્રોત્સાહન રાશિ આપતા ગુજ.યુનિ. સામે અપાયા તપાસના આદેશ

    પ્રોફેસરોને કામગીરી માટે પ્રોત્સાહન રાશી અપાયાનો વિવાદ વકર્યો છે. રાજ્યપાલે શિક્ષણ વિભાગને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ગુજરાત યુનિવર્સિટીએ NAAC ટીમની મુલાકાત દરમિયાન કેટલાક પ્રોફેસરોને પ્રોત્સાહન રૂપે કુલ 50લાખની રકમ ચુકવાઇ હતી. અલગ અલગ કર્મચારીઓને 10હજારથી લઈને 5 લાખ રૂપિયા ચુકવાયા હતા. NSUIએ આ મામલે સખત વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના ફીના રૂપિયા પ્રોત્સાહન તરીકે ન આપી શકાય તેવો NSUIએ દાવો કર્યો હતો. સમગ્ર મામલે NSUIએ રાજ્યપાલને પત્ર લખતા રાજ્યપાલે શિક્ષણ વિભાગને તપાસના આદેશ આપ્યા છે.

  • 17 May 2025 06:30 PM (IST)

    સિરામિક ઉદ્યોગકારોએ તુર્કીય અને અઝરબૈઝાન સાથે વ્યાપાર બંધ કરવાની બતાવી તૈયારી

    ભારત-પાકિસ્તાનના સંઘર્ષ વખતે તુર્કી અને અજરબેજાનના ભારત વિરોધી વલણના કારણે મોરબી સિરામિક ઉદ્યોગે મહત્વનો નિર્ણય લીધો છે. સિરામિક ઉદ્યોગકારોએ તુર્કી અને અજરબેજાન સાથે વ્યાપાર બંધ કરવાની તૈયારી દર્શાવી છે. મોરબીથી તુર્કી અને અઝરબૈજાનમાં વર્ષે 100 કરોડ રૂપિયાની સીરામીક પ્રોડ્કટની નિકાસ થતી હોય છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ દેશહિતમાં બંન્ને દેશમાં નિકાસ ન કરવા નિર્ણય લેશે. પાકિસ્તાનને ટેકો આપનારા બંને દેશો સાથે વેપારનો બહિષ્કાર કરવા ઉદ્યોગકારો વિચારણા કરી રહ્યા છે

  • 17 May 2025 06:29 PM (IST)

    દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત

    દેવભૂમિ દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. દેવભૂમિ દ્વારકામાં યાત્રાળુઓમાં આખલાનાં આતંકથી ભયનો માહોલ છે. હોટેલનો દરવાજો તોડી આખલો હોટેલમાં ઘુસ્યો હતો. શહેરમાં દિનપ્રતિદિન ઢોરના ત્રાસથી લોકોમાં ભારે રોષ છે. યાત્રાળુથી ધમધમતા શહેરમાં રખડતા ઢોર જીવલેણ સાબિત થઇ રહ્યા છે. દર અઠવાડિયે રખડતા ઢોરની કનડગતનાં કિસ્સા સામે આવતા હોવા છતાં પાલિકા તંત્રની બેદરકારીને લઈ નગરજનોમાં નારાજગી છે.

  • 17 May 2025 06:28 PM (IST)

    વડોદરામાં પાકિસ્તાન પ્રેમી યુવક ઝડપાયો

    વડોદરાના પાદરામાં વધુ એક પાકિસ્તાન પ્રેમી ઝડપાયો છે. યુવકે ભારતીય સેના અને દેશના વડાપ્રધાન મોદી વિરૂદ્ધ વિવાદિત પોસ્ટ કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. યુવકે સોશિયલ મીડિયામાં ભારતને પાકિસ્તાન સામે ઉતરતું બતાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે પાદરા પોલીસે આ યુવક સિદ્દીક મલેકની ધરપકડ કરી.પાકિસ્તાન પ્રેમી યુવકને પાઠ ભણાવ્યો હતો.

  • 17 May 2025 05:07 PM (IST)

    પાકિસ્તાનને ટેકો આપનારા તુર્કીય, અઝરબૈજાનના બોયકોટની વિચારણા

    • પાકિસ્તાનને ટેકો આપનારા તુર્કી, અઝરબૈજાનના બોયકોટની વિચારણા
    • મોરબી સિરામક ઉદ્યોગનો બંને દેશ સાથે વ્યાપાર બંધ કરવાનો નિર્ણય
    • સિરામિક ઉદ્યોગનું 100 કરોડનું વર્ષે થાય છે એકસપર્ટ
    • બંને દેશોમાં એસોશિએશન ટાઈલ્સ મોકલવાનું કરશે બંધ
    • ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં તુર્કીએ પાકિસ્તાનને આપ્યો હતો ટેકો

      ભારત વિરોધી વલણના કારણે મોરબી સિરામિક ઉદ્યોગે તુર્કી અને અજરબેજાન સાથે વ્યાપાર બંધ કરવાની તૈયારી દર્શાવી છે. મોરબીથી તુર્કી અને અઝરબૈઝાનમાં વર્ષે 100 કરોડ રૂપિયાની સીરામીક પ્રોડ્કટની નિકાસ થતી હોય છે. સીરામીક એસોસિએશનના પ્રમુખ દેશહિતમાં બંન્ને દેશમાં નિકાસ ન કરવા નિર્ણય લેશે.

  • 17 May 2025 04:53 PM (IST)

    પાટણઃ રાધનપુર નજીક પોલીસ લખેલી ગાડીએ સર્જ્યો અકસ્માત

    • પાટણઃ રાધનપુર નજીક પોલીસ લખેલી ગાડીએ સર્જ્યો અકસ્માત
    • નશામાં ધૂત નબીરાએ બાઈક ચાલકને લીધો અડફેટે
    • અકસ્માત સર્જનાર ગાડીમાં મળ્યો દારૂ અને પોલીસનું બોર્ડ
    • પોલીસકર્મીના પુત્રએ નશામાં અકસ્માત સર્જો હોવાનો દાવો
    • લોકોએ પોલીસ પુત્ર અને મિત્રને ઝડપી પોલિસ હવાલે કર્યો
    • ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
    • રાધનપુર પોલીસે સમગ્ર મામલે શરુ કરી તપાસ
  • 17 May 2025 04:41 PM (IST)

    અમદાવાદઃ સંકલન બેઠકમાં અધિકારીઓના વર્તનથી અકળાયા કોંગ્રેસના ધારાસભ્ય

    • અમદાવાદઃ સંકલન બેઠકમાં અધિકારીઓના વર્તનથી અકળાયા ધારાસભ્ય
    • સંકલન બેઠક અધવચ્ચે છોડી નીકળી ગયા MLA ઇમરાન ખેડાવાલા
    • દરેક બેઠકમાં એકના એક મુદ્દે જ ચર્ચા થતી હોવાનો આરોપ
    • રજૂઆત બાદ પણ પ્રશ્નોનું નથી આવતું નિરાકરણઃ ખેડાવાલા
    • “પ્રશ્ન ઉકેલાતો જ ન હોય તો બેઠક બોલાવાનો શું અર્થ?”
    • “ભાજપના નેતાઓ પણ અધિકારી રાજથી હેરાન પરેશાન છે”

      તો ઇમરાન ખેડાવાલાના આરોપોને અમિત ઠાકરે ફગાવ્યા. ધારાસભ્ય અમિત ઠાકરે કહ્યું કે, માત્ર સંકલન બેઠકમાં જ દરેક મુદ્દાના ઉકેલનો હઠાગ્રહ ન રાખવો જોઇએ. અન્ય સમયમાં પણ તેઓ પોતાના કામોનું ફોલોઅપ લઇ શકે છે.

  • 17 May 2025 04:39 PM (IST)

    અમદાવાદ: ચંડોળામાં ડિમોલિશનની કાર્યવાહીનો ફેઝ-2 ટૂંક સમયમાં થશે શરૂ

    • અમદાવાદ: ચંડોળામાં ડિમોલિશનની કાર્યવાહીનો મામલો
    • ડિમોલિશનના ફેઝ 2ની ટૂંક સમયમાં થશે શરૂઆત
    • દબાણો દૂર કરવાના બીજા તબક્કા માટે માપણી કરવામાં આવી
    • AMC અને DLR દ્વારા લગાવવામાં આવ્યા ખૂંટ
    • ફેઝ-2ના પ્રથમ તબક્કામાં ખૂંટની અંદરના મકાનો તોડી પડાશે
    • બીજા તબક્કામાં તળાવની આસપાસના ગેરકાયદે એકમો તોડાશે
    • 3 ભાગમાં વહેંચાયેલા તળાવ પરથી દબાણો હટાવી એક કરાશે

    ચંડોળા તળાવના દબાણો બાબતે ડ્રોનથી સર્વે કરાયો હતો. સર્વેમાં અત્યાર સુધીમાં 1.5 લાખ ચો. મીટર દબાણ દૂર કરાયાનું જણાઈ રહ્યું છે. જો કે હજુ પણ આ વિસ્તારમાં અનેક દબાણો છે. તેની સામે પણ કાર્યવાહી કરાશે. જો કે મનપાએ આપેલી નોટિસોને પગલે અનેક લોકો સ્વેચ્છાએ જ જગ્યા છોડીને જતા રહ્યા છે. તો જ્યાંથી દબાણો દૂર કરાયા છે.  ત્યાં ફરી દબાણો ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

    ચંડોળાની સેટેલાઈટ તસવીર જોતાં સમજાય છે કે ચંડોળામાં હાલ જે હદે દબાણો છે. તેની સામે હજુ સુધી માત્ર 20 ટકા જ કાર્યવાહી થઈ છે. હજુ પણ ચંડોળાના 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો છે. અને દબાણોને લીધે જ  અત્યંત વિશાળ ચંડોળા તળાવ હાલ ત્રણ ભાગમાં વહેંચાયેલું દેખાઈ રહ્યું છે.

  • 17 May 2025 02:53 PM (IST)

    ડાંગ: ભવાડી ગામમાં પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યો

    ડાંગ: ભવાડી ગામમાં પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યો. પારિવારિક ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો. આરોપીએ હત્યા કર્યા બાદ દીકરીને જાણ કરી હતી. દીકરીએ સવારે ઉઠીને ઘરમાં જોતા પિતા ન મળ્યા. તપાસ કરતાં ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો.

  • 17 May 2025 02:27 PM (IST)

    અમદાવાદઃ સંકલન બેઠકમાં અધિકારીઓના વર્તનથી રોષમાં ધારાસભ્ય

    અમદાવાદઃ સંકલન બેઠકમાં અધિકારીઓના વર્તનથી  ધારાસભ્ય રોષે ભરાયા છે. MLA ઇમરાન ખેડાવાલા સંકલન બેઠક અધવચ્ચે છોડી નીકળી ગયા. દરેક બેઠકમાં એકના એક મુદ્દે જ ચર્ચા થતી હોવાનો આરોપ છે. તેમણે કહ્યુ કે રજૂઆત બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. પ્રશ્ન ઉકેલાતો જ ન હોય તો બેઠક બોલાવાનો શું અર્થ?. ભાજપના નેતાઓ પણ અધિકારી રાજથી હેરાન પરેશાન છે.

  • 17 May 2025 02:24 PM (IST)

    વડોદરાઃ દેશ વિરુદ્ધ પોસ્ટ કરનારા શખ્સની ધરપકડ

    વડોદરાઃ દેશ વિરુદ્ધ પોસ્ટ કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પાદરાના શખ્સે સેના અને PM વિરુદ્ધ પોસ્ટ કરી હતી. પોસ્ટમાં પાકિસ્તાનના ગુણગાન ગાઈને ભારતને નીચે બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સિદ્દીકી મલેકની ધરપકડ કરવામાં આવી.

  • 17 May 2025 01:41 PM (IST)

    મહેસાણા: વડનગર પાસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

    મહેસાણા: વડનગર પાસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. બાદરપુર રોડ પર રિક્ષામાંથી ગાંજો મળ્યો. 17 કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો. રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ. બાતમીના આધારે SOGએ દરોડા પાડીને ગાંજો ઝડપ્યો.

  • 17 May 2025 01:16 PM (IST)

    અમદાવાદ : ગેસ લીક થવાના કારણે ત્રણ શ્રમિકોના મોતના ઘટનામાં નવા ખુલાસા

    અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા એમ.કે.ક્રિએશન કંપનીમાં ગેસ લીક થવાના કારણે ત્રણ શ્રમિકોના મોતના ઘટનામાં નવા ખુલાસા થયા છે. ગઈકાલે company’s ટાંકીની સફાઈ દરમિયાન એક યુવક પડી ગયો હતો અને તેને બચાવવા માટે ગયા બે યુવકો પણ ગેસના اثرમાં આવી ગયા, જેના કારણે ત્રણેના મોત નિપજ્યા હતા. ઘટનાને લઈને પોલીસે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે. ઘટના બાદ પોલીસે ફેક્ટરી માલિક નૌશાદ શેખ અને કોન્ટ્રાક્ટર જીગ્નેશ પુરબિયાની ધરપકડ કરી છે. મોતનું ચોક્કસ કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.

  • 17 May 2025 12:33 PM (IST)

    સુરત: એક કાર ચાલકની નફ્ફટાઇ આવી સામે

    સુરત: એક કાર ચાલકની નફ્ફટાઇ સામે આવી છે. કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઇડ ન આપી. ભેસ્તાનથી ઉન વચ્ચેના BRTS રૂટ પર ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી હતી. એમ્બ્યુલન્સે વારંવાર સાયરન વગાડ્યા છતાં કાર ચાલક બેદરકાર બન્યો. એમ્બ્યુલન્સને સાઇડ નહીં આપતા દર્દીને મુશ્કેલી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ.

  • 17 May 2025 11:32 AM (IST)

    પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ

    દાહોદઃ મનરેગા કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. TDO દર્શન પટેલની પણ પોલીસે ધરપકડ કરી. બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ હજૂ પોલીસ પકડથી દૂર છે.

  • 17 May 2025 11:30 AM (IST)

    મહેસાણા:કડીના ઝાલોડા ગામમાં વરઘોડા પર પથ્થમારો

    મહેસાણા:કડીના ઝાલોડા ગામમાં વરઘોડા પર પથ્થમારો થયો. ઠાકોર સમાજની દીકરીના લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં બબાલ થઇ. જમીન વિવાદમાં પોલીસ ફરિયાદથી નારાજ લોકોએ હુમલો કર્યો. ઘટનામાં પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસે 15 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

  • 17 May 2025 09:15 AM (IST)

    નવસારીમાં ઈમ્પોર્ટેડ ફ્રૂટના વેપારીએ તુર્કીયેના 13 મણ સફરજનનો નાશ કર્યો

    નવસારીમાં ઈમ્પોર્ટેડ ફ્રૂટના વેપારીએ તુર્કીયેના 13 મણ સફરજનનો નાશ કર્યો. વેપારીએ તુર્કીએના સફરજનને કચરાપેટીમાં નાખી વિરોધ દર્શાવ્યો. ભારત પાકિસ્તાન તણાવમાં તુર્કીયે પાકિસ્તાનની મદદ કરતા રોષ. આગામી સમયમાં પણ તુર્કીયેના સફરજનનો બહિષ્કારનો નિર્ણય લીધો.

  • 17 May 2025 07:46 AM (IST)

    સુરેન્દ્રનગર: થાનગઢનાં નળખંભા ગામે ખનીજ ચોરી પર દરોડા

    સુરેન્દ્રનગર: થાનગઢનાં નળખંભા ગામે ખનીજ ચોરી પર દરોડા નાખવામાં આવ્યા છે. ચોટીલા પ્રાત અધિકારીએ 11 શ્રમિકનું રેસ્ક્યુ કર્યુ. દરોડામાં કાર્બોસેલનાં 3 કુવા ઝડપાયા. 15 ટન કાર્બોસેલ સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. બાજૂની સરકારી જમીનમાં પણ સુરંગ બનાવી ખોદકામ કરવામાં આવ્યુ. પ્રાત અધિકારીએ દંડ વસુલાત અને જમીન સરકાર હસ્તે કરવાની કાર્યવાહી હાથ ધરી.

  • 17 May 2025 07:29 AM (IST)

    હોંગકોંગ, સિંગાપોરમાં ફરી કોરોનાએ ઉંચક્યું માથું

    હોંગકોંગ, સિંગાપોરમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. થાઈલેન્ડમાં પણ એકાએક કોરોનાના કેસમાં ઉછાળો થયો છે. હોંગકોંગમાં છેલ્લા અઠવાડિયામાં 31 લોકોના મોત થયા છે. કોરોનાના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી છે. હોંગકોંગ, સિંગાપુરમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી. હોંગકોંગમાં કોરોના કેસોની ટકાવારી એક વર્ષની ટોચે છે. સિંગાપોરમાં કોરોના કેસની સંખ્યામાં 28 ટકાનો વધારો થયો છે. અન્ય એશિયાઈ દેશોમાં કોરોનાને લઈ ખતરો ઉભો થયો છે.

  • 17 May 2025 07:28 AM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે..આજે અને આવતીકાલે અમિત શાહ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે..અમિત શાહના કાર્યક્રમ પર નજર કરીએ. તો  આજે સાંજે 4:30 કલાકે અમિત શાહ ગાંધીનગરમાં વાવોલ ખાતે નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ ગાંધીનગરના સેક્ટર-21 અને સેક્ટર 22ને જોડતા બ્રિજનું લોકાર્પણ કરશે. સાંજે 5 કલાકે ગાંધીનગર મનપા નિર્મિત પેથાપુર આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. સાંજે 5:20 કલાકે ગાંધીનગરના કોલવડા તળાવનું લોકાર્પણ કરશે. સાંજે 5:30 કલાકે ગાંધીનગર મનપા અને પોસ્ટ વિભાગના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે.

Published On - 7:26 am, Sat, 17 May 25