17 ડિસેમ્બરના મહત્વના સમાચાર: અમદાવાદની સાથે ગાંધીનગરની કેટલીક સ્કૂલને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આજે 17 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 ડિસેમ્બરના મહત્વના સમાચાર: અમદાવાદની સાથે ગાંધીનગરની કેટલીક સ્કૂલને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
| Edited By: | Updated on: Dec 17, 2025 | 12:24 PM

LIVE NEWS & UPDATES

  • 17 Dec 2025 12:24 PM (IST)

    શાળાઓને મળેલા ધમકીભર્યા ઇમેલમાં અમિત શાહ, લોરેન્સ બિશ્નોઇના નામનો ઉલ્લેખ

    પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે ધમકીભર્યો ઈ-મેઈલ ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા ગ્રુપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ ઇમેઇલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ લોરેન્સ બિશ્નોઇના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈ-મેઈલ શાળાઓને સવારે 8:33 મિનિટે મળ્યો હતો અને ત્યારબાદ બપોરે 1.11 કલાકે બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ સુરક્ષા વધારીને તપાસ ચાલી રહી છે.

  • 17 Dec 2025 12:24 PM (IST)

    ગાંધીનગરની પણ અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    અમદાવાદ બાદ હવે ગાંધીનગરની પણ કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ તમામ શાળાઓ ખૂબ જ ખ્યાતનામ હોવાનું સામે આવ્યુ છે. ગાંધીનગરની શાળાઓને મળેલા ઈ-મેઈલમાં સ્પષ્ટ લખાયું છે કે બપોરે 1.11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાના જોખમ સાથે શાળાઓને ઉડાવી દેવાની યોજના છે. ગાંધીનગરમાં કલોલની આવિષ્કાર, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ શાળાઓને મળી છે.


  • 17 Dec 2025 11:56 AM (IST)

    ગાંધીનગરની કેટલીક સ્કૂલને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા હલચલ મચી ગઈ છે. ઈ-મેઈલમાં બપોરે 1.30 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં કલોલની આવિષ્કાર શાળા, ખોરજની જેમ્સ અને જેનેસિસ શાળાઓને પણ ધમકી મળી હતી. ધમકી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સુરક્ષા બળોને તાત્કાલિક કાર્યવાહી માટે નિયુક્ત કરી. શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે તરત જ સંચાલકોએ જરૂરી પગલાં લીધા છે અને મામલે તપાસ ચાલુ છે.

  • 17 Dec 2025 11:46 AM (IST)

    અમદાવાદ શહેરની 8 સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી

    અમદાવાદમાં મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત કુલ 8 સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળતા હલચલ મચી ગઈ છે. ધમકી મળતાં સ્કૂલ સંચાલકોએ તરત જ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પગલાં લીધાં અને સ્કૂલોને થોડીવાર માટે બંધ રાખી હતી. પોલીસ વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGની ટીમો દ્વારા સ્કૂલની તપાસ શરૂ કરી. સાઇબર ક્રાઇમ વિભાગે પણ ઇમેઇલની વિગતો એકત્ર કરી તપાસ હાથ ધરી છે. ધમકીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બપોરે 1.30 કલાકે સ્કૂલોમાં બ્લાસ્ટ કરવાની યોજના છે. આ પગલાંને ધ્યાનમાં રાખી સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રજા આપી હતી. હાલ પોલીસ અને સલામતી બળો સુરક્ષાનું પૂરું આયોજન કરીને સ્કૂલ મોનિટરિંગ કરી રહ્યા છે અને સંબંધિત તપાસ ચાલુ છે.

  • 17 Dec 2025 11:24 AM (IST)

    આણંદ: વહેરખાડી ગામના પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ

    આણંદના વહેરખાડી ગામમાં એક પ્રેમી જોડીએ આપઘાતનો પ્રયાસ કર્યો. બંને પ્રેમીઓ મહીસાગર નદીમાં બ્રીજ પરથી પડવાનું મુક્યા હતા. ઘટના સ્થળે હાજર સ્થાનિક નાવડી વાળાએ સમયસર હસ્તક્ષેપ કરીને યુવક અને યુવતીને રેસ્ક્યુ કર્યું. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

  • 17 Dec 2025 09:33 AM (IST)

    પાટણ: રાધનપુરમાં ભડકે બળ્યું શોપિંગ સેન્ટર

    પાટણ જિલ્લાના રાધનપુરમાં હાઈવે પર આવેલા ખાનગી શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે શોપિંગ સેન્ટરમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • 17 Dec 2025 09:33 AM (IST)

    વડોદરા: સમા તળાવ પાસે ગમખ્વાર અકસ્માતમાં સગીરનું મોત

    વડોદરાના સમા તળાવ પાસે નવીન નિર્માણાધીન બ્રીજની બાજુના સર્વીસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 15 વર્ષીય સગીરનું ઘટના સ્થળે જ મોત થયું. પોલીસને ઘટનાની જાણ થતાં સગીરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. હાલ અકસ્માતનું સાચું કારણ શોધવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

  • 17 Dec 2025 09:04 AM (IST)

    ગાંધીનગર: આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

    ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવાની છે, જેમાં લગ્ન નોંધણી સંદર્ભે નવા ડ્રાફ્ટ નિયમો કેબિનેટ સમક્ષ મુકાઈ શકે છે. સાથે સાથે આગામી વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે, જ્યારે અંબાજીમાં વન વિભાગ અને પોલીસ પર થયેલા હુમલાના મામલે સમીક્ષા પણ હાથ ધરાશે. બેઠકમાં રાજ્યમાં થયેલી SIRની કામગીરી, મગફળી ખરીદી તેમજ રાહત સહાય પેકેજની ચૂકવણી અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય વિવિધ કાર્યક્રમો અને નીતિગત વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.

  • 17 Dec 2025 07:46 AM (IST)

    નૌસેનાને મળશે MH-60R ‘રોમિયો હેલિકોપ્ટરોનું બીજું સ્કવોડ્રન

    ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે કારણ કે નૌસેનાને MH-60R ‘રોમિયો’ હેલિકોપ્ટરોનું બીજું સ્કવોડ્રન મળવાનું છે, જેને ગોવામાં INS હંસા ખાતે નૌસેનાને સમર્પિત કરવામાં આવશે; આ સાથે ભારતીય નૌકાદળની એકંદર ઉડ્ડયન ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે અને દરિયામાં છુપાયેલી સબમરીનને શોધીને નષ્ટ કરવા સક્ષમ એવા અદ્યતન શસ્ત્રો, સેન્સર અને એવિઓનિક્સ સિસ્ટમ્સથી સજ્જ આ હેલિકોપ્ટર નૌસેનાં માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

  • 17 Dec 2025 07:31 AM (IST)

    છત્તીસગઢઃ શરાબ કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી

    છત્તીસગઢના શરાબ કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરતાં પૂર્વ CM ભૂપેશ બઘેલની પૂર્વ સેક્રેટરી સૌમ્યા ચૌરસિયાની ધરપકડ કરી છે; કલાકોની લાંબી પૂછપરછ બાદ EDએ આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે અને 3200 કરોડના શરાબ ગોટાળામાં સંડોવણીના આરોપ સાથે સૌમ્યાને આજે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  • 17 Dec 2025 07:30 AM (IST)

    ઇથિયોપિયાના 2 દિવસના પ્રવાસે વડાપ્રધાન મોદી

    ઇથિયોપિયાના 2 દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીનું ઇથિયોપિયાના નેશનલ પેલેસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા; આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં PM મોદીએ કહ્યું કે પ્રાચીન સભ્યતા દ્વારા મળેલું આ સન્માન ગૌરવની બાબત છે અને “આ માત્ર મારું નહીં પરંતુ અખંડ ભારતનું સન્માન છે.”

Gujarat Live Updates : આજે 17 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:29 am, Wed, 17 December 25