16 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના જુહાપુરામાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ,‘ઑપરેશન સિન્થેટિક ડ્રગ્સ’ હેઠળ NCBની મોટી કાર્યવાહી

આજે 16 નવેમ્બર સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

16 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના જુહાપુરામાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ,‘ઑપરેશન સિન્થેટિક ડ્રગ્સ’ હેઠળ NCBની મોટી કાર્યવાહી
| Edited By: | Updated on: Nov 16, 2026 | 7:53 AM

LIVE NEWS & UPDATES

  • 16 Nov 2026 07:53 AM (IST)

    ગુજરાતમાં ત્રણ દિવસમાં ઠંડીનો ચમકારો વધશે, તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા

    ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાનમાં આવી રહેલા ફેરફારને પગલે રાજ્યના તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે, જે આગામી ત્રણ દિવસમાં ઘટીને 17 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યના અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મહુવામાં 16.9 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે પહોંચી જતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. ખાસ કરીને વહેલી સવારે બહાર નીકળતા લોકોએ ઠંડીથી બચવા માટે સાવચેતી રાખવી પડશે.

  • 16 Nov 2026 07:35 AM (IST)

    અમદાવાદના જુહાપુરામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, NCBનું મોટું ઓપરેશન

    અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ‘ઓપરેશન સિન્થેટિક ડ્રગ્સ’ હેઠળ NCB અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુહાપુરાની લબ્બૈક પાર્ક-2 સોસાયટીમાં આવેલી એક રહેણાક ઇમારતના બેઝમેન્ટમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ધમધમતી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ 25 પ્રકારનાં કેમિકલ સહિત અંદાજે 130 કિલો રસાયણો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી મુદ્દસર પઠાણના ડ્રોવરમાંથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ઘરમાં રાખેલી કાચની શીશીમાંથી 26.85 ગ્રામ MD ડ્રગ્સ, જ્યારે પાવડર સ્વરૂપમાં 0.70 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સના કાળા કારોબારનું મધ્યપ્રદેશ કનેક્શન પણ સામે આવ્યું છે. સમગ્ર નેટવર્કની તપાસને વધુ વેગ આપવા માટે ગુજરાત ATSની પણ મદદ લેવામાં આવશે. NCB દ્વારા હવે ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, સપ્લાય નેટવર્ક અને આ કાળા કારોબાર સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે.


આજે 16 નવેમ્બર સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:34 am, Mon, 16 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.