સુરત:કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું. હરિયાલ નજીક કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા. કેનાલના અંદરના ભાગે ગાબડું પડતા સિંચાઈ વિભાગ દોડતું થયું. સિંચાઈ વિભાગ ગાબડું રીપેર કરવાની કામગીરી હાથ ધરી.
સુરત: હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્પલેટ વાયરલ થઇ રહ્યા છે. ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરતા ક્લાસીસના પોસ્ટર વાયરલ. આરોપી સસરા સરકારી શાળામાં પ્રિન્સિપાલ છે. જેના પર કોમી એકતા જોખમાય તેવું કૃત્ય કરવાનો આરોપ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો.
ઝાંસી: મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના બની છે. બાળકોના વોર્ડમાં મોડી રાત્રે લાગેલી આગથી 10 નવજાતના મોત થયા છે. NICUમાં તમામ બાળકો દાખલ હતા. મોડી રાતે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. 37 બાળકોને બારીના કાચ તોડી બચાવાયા છે. 16ની હાલત ગંભીર છે. NICUમાં કુલ 54 બાળકો દાખલ હતા. મૃતક બાળકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરાઇ છે. તો ઈજાગ્રસ્તોને 50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદઃ બોપલ ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાંલાગેલી આગમાં એકનું મોત થયુ છે.ગઈ કાલે રાતે 8માં માળે લાગેલી આગ 22 માં માળ સુધી પ્રસરી હતી. ફાયર બ્રિગેડની 12 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. 23 સ્થાનિકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આણંદના પણસોરા ગામે વાનરનો આતંક જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં 10થી વધુ લોકોને બચકા ભર્યા. માર્ગ પર જતા આવતા રાહદારી પર હુમલો કરી વાનર પલાયન થઇ જતો હતો. ઘર પાસે કામ કરતી મહિલા પર વાનરે બચકા ભરતા 30 ટાંકા આવ્યા હતા. ઇજાગ્રસ્તોએ પણસોરા સરકારી હોસ્પીટલમાં સારવાર અપાઇ.
દેવ દેવાળીએ જ રાજ્યના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં અનુભવાયો આંચકો. પાલનપુર, અંબાજી અને પાટણ, માઉન્ટ આબુ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 4.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 18થી 20 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં શાહ હાજરી આપશે. 18મીએ ઘાટલોડિયામાં આયોજીત સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ 19 નવેમ્બરે સાબર ડેરીની મુલાકાત લેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ હાજર રહેશે. IPS રાજીવકુમાર, CBI ડાયરેક્ટર પ્રવીણ સુદ હાજર રહેશે.
PM મોદી ત્રણ દેશોના પ્રવાસે જશે. નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની લેશે મુલાકાત. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત G20 સમિટમાં આપશે હાજરી. સહમતિ છતાં સગીર પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે. બોમ્બે હાઈકોર્ટે આપ્યો સૌથી મહત્ત્વપૂર્ણ ચુકાદો. રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના શહેરોમાં ધરા ધ્રૂજી. ભયભીત લોકો ઘરની બહાર નીકળ્યા. પાકિસ્તાનનું લાહોર બન્યુ વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર. લાહોરનો AQI 1900ને પાર પહોંચ્યો. લગ્ન પર ત્રણ મહિના માટે પ્રતિબંધ મૂકાયો. આદિવાસી ગૌરવ દિવસે PM મોદીની બિહારને 6,640 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી. PM મોદીએ બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. ‘બટોંગે તો કટોંગે’ના નારા પર મહારાષ્ટ્રમાં મહાસંગ્રામ.. મહાયુતિના બે દિગ્ગજ નેતાઓના વિરોધાભાસી નિવેદન. ફડણવીસે સૂત્રને ગણાવી હકીકત, તો અજીત પવારે નોંધાવ્યો વિરોધ.