Gujarati NewsGujaratGujarat latest live news and samachar today 16 February 2026 politics weather updates daily breaking news national news International News Sports T20 Cricket World Cup 2026 Business top headlines in gujarati
આજે 16 ફેબ્રુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
આજે 16 ફેબ્રુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય અને ગીર વિસ્તારમાં ભૂકંપનો આંચકો. ધાવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયો ભૂકંપનો જોરદાર ઝટકો. ગામના લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં અનેક આંચકાઓથી તાલાલાની ધરા ધ્રુજી રહી છે. વધુ એક આંચકો અનુભવાયો.
ટીમ ઈન્ડિયા ITC નર્મદા હોટલ પહોંચી. વિજયી ભાવના સાથે ચેક-ઇન કર્યું. ટીમના ખેલાડીઓએ તાજેતરની જીત પછી “ચેમ્પિયન્સ બેક હોમ”ના ભાવ સાથે હોટલમાં ચેક-ઇન કર્યું. ITC નર્મદાએ ટીમને ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું. સ્ટ્રેન્થ, ફોકસ અને વિનિંગ એનર્જી સાથે ચેક-ઇન. ગુજરાતી આતિથ્ય અને રિસ્પોન્સિબલ લક્ઝરી સાથે ટીમને શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવશે. ખેલાડીઓને સ્પેશિયલ ટ્રીટ્સ જેમ કે રુબી ચોકલેટ ફજ, તુર્મેરિક પિસ્તા ફજ, ડાર્ક ચોકલેટ અને અન્ય ગુજરાતી મીઠાઈઓ આપવામાં આવી હતી.
સુરતના બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. કેસમાં ઉમરા પોલીસ અને જી-ડિવિઝન એસીપી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવા પામ્યા છે. પોલીસ તપાસમાં તુષારભાઈના પરિવાર અને કર્મચારીઓના નિવેદનો બાદ બે મુખ્ય કારણો સામે આવ્યા. પૂનમબેન નામની મહિલા દ્વારા તુષારભાઈને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હતા. તુષારભાઈ અને પૂનમબેન ‘બ્લૂ પેપિલોન’ નામની સ્કૂલમાં ભાગીદાર હતા, જેમાં નાણાકીય લેવડદેવડ અને ભાગીદારીને લઈને વિવાદ ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તુષારભાઈ સતત તણાવમાં હતા કારણ કે પૂનમબેન તેમને હેરાન કરી રહ્યા હતા અને સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પરિવારના સભ્યો, એકાઉન્ટન્ટ અને ડ્રાઈવર સહિત કુલ 6 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. હવે પૂનમબેન અને તેમના અન્ય સહયોગીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમામ પુરાવાઓ એકત્રિત કર્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
16 Feb 2026 07:40 PM (IST)
પીએમ અને લોકસભા અધ્યક્ષના AI દ્વારા જનરેટેડ વીડિયો અંગે કોંગ્રેસના 9 નેતાઓને નોટિસ
કોંગ્રેસ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા પીએમ મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના AI દ્વારા જનરેટેડ વીડિયો અંગે કોંગ્રેસના નવ નેતાઓને વિશેષાધિકાર ભંગની નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં જયરામ રમેશ, પવન ખેરા, સુપ્રિયા શ્રીનેત અને સંજીવ સિંહનો સમાવેશ થાય છે. તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
16 Feb 2026 07:29 PM (IST)
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. એ પી ભટ્ટને સસ્પેન્ડ કરી દેવાયા
સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. એપી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. સ્વચ્છતા અભિયાન-2026′ અંતર્ગત કમિશનરના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અધિકારી અને સફાઈ સ્ટાફ સ્થળ પર ગેરહાજર મળ્યા હતા. ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીનું સુપરવિઝન ના કરવા બદલ તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારી વિરુદ્ધ શિસ્તભંગ અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ વિભાગીય તપાસ શરૂ કરવાની વિચારણા. સસ્પેન્શન સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી વગર શહેર છોડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. સસ્પેન્ડ થયેલ અધિકારીને નિયમ મુજબ સબસીસ્ટન્સ એલાઉન્સ મળશે, પરંતુ તેઓ કોઈ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં.
16 Feb 2026 07:25 PM (IST)
ગુજરાત વિધાનસભામાં 17મી ફેબ્રુઆરીએ બે સરકારી વિધેયક રજૂ કરાશે
આવતીકાલે ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રનો બીજો દિવસ રહેશે. બપોરે 12 કલાકે તારાંકિત પ્રશ્નોત્તરીથી ગૃહની શરૂઆત થશે. જેમાં મુખ્યત્વે જળસંપતિ, પાણી પુરવઠા, મહિલા અને બાળ વિકાસ, સામાન્ય વહીવટ વિભાગના પ્રશ્નોની થશે ચર્ચા. પ્રશ્નોત્તરી બાદ બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના નવમાં અહેવાલને રજૂ કરવામાં આવશે. આવતીકાલ મંગળવારના રોજ કુલ 2 સરકારી વિધેયક ગૃહમાં કરાશે રજૂ. ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વિધેયક રજૂ કરાશે. તો બીજી વિધેયક છે, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયક. આ બન્ને પર ગૃહમાં થશે ચર્ચા.
16 Feb 2026 06:30 PM (IST)
AMCનો મોટો નિર્ણય, દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક 100 કિલો પકડાશે તો 10 દિવસ, જો ફેકટરી પકડાશે તો 15 દિવસ સીલ લગાવાશે
પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી સામે થશે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય એએમસીએ કર્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે હાઇકોર્ટ ની ટકોર બાદ AMC નો મોટો નિર્ણય. AMCની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટી માં લેવાયો નિર્ણય. AMC હદમાં આવતી ફેક્ટરીઓ સામે થશે કાર્યવાહી. ફેક્ટરીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટી પકડાશે થી 15 દિવસ ફેક્ટરી થશે સીલ. રિટેલ વેચાણ કરતા હોય તેના ત્યાં 100 કિલોથી વધુ પકડાય તો 10 દિવસ સીલ કરાશે. અત્યાર સુધી માત્રા લારી ફેરિયાઓ સામે જ થતી હતી કાર્યવાહી.
અમદાવાદ શહેરમાં આજે 16મી ફેબ્રુઆરીને સોમવારના રોજ, સોના ચાંદીના ભાવ સવારે ઘટાડા બાદ થોડો વધારો નોંધાયો છે. 10 ગ્રામ સોના ભાવ 1,59,250 પહોંચ્યા છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવ 2.47 લાખ પહોંચ્યો છે.
પોરબંદર ચેમ્બર કોમર્સના વિવાદમાં માત્ર 24 કલાકમાં નવો વણાંક આવ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સની ચાવી નવા કે જૂના કોઈ ટ્રસ્ટી પ્રમુખો પાસે નહીં, પોલીસ કબજામાં રહેશે ઓફિસની ચાવી. વિવાદિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારિયા અને નલિન કાનાણી પહોચ્યા પોલીસ મથકે. પોલીસ સાથે ખાનગી મીટિંગ બાદ બંને ચેમ્બર ઓફ કોમર્સ પહોચ્યા સાથે પોલીસ પણ ચેમ્બર ઓફ કોમર્સમાં પહોચી. જીજ્ઞેશ કારિયાને જરૂરી દસ્તાવેજો અને કીમતી સામાન કાઢી આપવા આખરે થયું નક્કી. નલિન કાનાણી કીમતી સામાન કાઢી આપવા થયા સહમત. કીમતી સામાન કાઢી આપ્યા બાદ ચેમ્બર ઓફ કોમર્સની કચેરીની ચાવી પોલીસ અધિકારીને સોંપી દેવા જીજ્ઞેશ કારિયા અને નલિન કાનાણી થયા સહમત. ગઈકાલે ગેરકાયદે કબજો જમાવી બેઠેલા જીજ્ઞેશ કારિયા સામે રોષ સાથે નલિન કાનાણી જૂથે ચેમ્બર ઓફ કોમર્શિયલ તાળા તોડી ચેમ્બર ઓફ કોમર્સનો કબજો મેળવી લીધો હતો. આજે અચાનક નવો વણાંક આવ્યો અને બંને સાથે ચેમ્બર ઓફ કોમર્સમાં કિંમતી સામાન કાઢવા પહોચ્યા.
ગાંધીનગરના દહેગામના સાંપા નજીક તળાવમાં માછલીઓના મોત થયા છે. લીહોડા ગ્રામ પંચાયતની હદમાં બની ઘટના. કોલ્ડ સ્ટોરેજમાંથી તળાવમાં ગંદુ પાણી છોડાયુ હોવાનુ ગ્રામજનોનો આક્ષેપ. હજારો માછલીઓના મોતનો ગ્રામજનો આક્ષેપ લગાવ્યો છે. તળાવ આસપાસ દુર્ગંધથી ગ્રામજનો પરેશાન. સાત ખેડૂતોને ખેતીમાં નુકસાન પહોંચ્યું હોવાની પણ વાત. તલાટીએ ઘટના સ્થળની લીધી મુલાકાત. સ્થળ પંચનામું કરી રિપોર્ટ તૈયાર કરાયો. તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ મોકલાયો. લખાના મુવાડા સરપંચે સફાઈ માંગ કરી. ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરાઈ હોવાનો દાવો. જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ.
16 Feb 2026 04:59 PM (IST)
વડોદરામાં પ્રોફેસરોના ત્રાસથી મેડિકલ સ્ટુડન્ટે કરેલા આત્મહત્યાના પ્રયાસ અંગે ડો. ઋષિકેશ અને ડો. કોમલ સામે નોંધાઈ ફરિયાદ
પ્રોફેસરોના ત્રાસથી મેડિકલ સ્ટુડન્ટનો આત્મહત્યાના પ્રયાસ અંગે બે પ્રોફેસર સામે કેસ નોંધાયો છે. વડોદરાની પાયોનિયર કોલેજના ત્રીજા માળેથી મેડિકલ સ્ટુડન્ટે પડતું મૂક્યું હતું. કોલેજના બે પ્રોફેસર ડો. ઋષિકેશ અને ડો. કોમલ સામે નોંધાઈ ફરિયાદ. કોલેજ તરફથી પણ બંને પ્રોફેસરોને ત્રણ દિવસમાં ખુલાસો આપવા ફટકારવામાં આવી નોટિસ. તો પોલીસ વિભાગ દ્વારા કોલેજ પર તપાસ શરૂ કરવામાં આવી છે. 80 વિદ્યાર્થીઓ અને આક્ષેપિત પ્રોફેસરો ના પણ નિવેદનો લેવામાં આવશે. તો વિદ્યાર્થી એ ક્યારેય ફરિયાદ નહીં કરી હોવાનો સંચાલકોનું નિવેદન. પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.
16 Feb 2026 04:55 PM (IST)
સુરતમાં ભારતી ફેશનના માલિક અને વહીવટકર્તા દ્વારા રૂપિયા 4.90 કરોડથી વધુની છેતરપિંડી !
સુરતમા સિટી લાઈટના ગોયલ પરિવાર પર રૂપિયા 4.90 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઈકો શેલ) એ 2 મહિલા સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી છે. સ્ક્રેપના વેપારી સાથે આચરી છેતરપિંડી. એડવાન્સમાં સ્ક્રેપની ડિલિવરી ના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી. કરોડો રૂપિયા લીધા બાદ ડિલિવરી કરવાના નામે નનૈયો ભણ્યો હતો. એસ.ડી.ફેશનના માલિક વિનીત નવનીત શરાફ બન્યા છેતરપિંડીનો ભોગ.
ભારતી ફેશનના માલિક અને વહીવટકર્તા દ્વારા ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
16 Feb 2026 02:35 PM (IST)
ખેડા: સેવાલિયામાં પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો
ખેડાના સેવાલિયામાં પરણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. તપાસમાં ખુલ્યું કે પ્રેમી જ પરણીતાની હત્યા કરનાર હતો. આરોપીએ પરણીતાને ધક્કો મારી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી, જેના કારણે ઘટના સ્થળે જ તેનો અવસાન થઈ ગયો. બચવા માટે પ્રેમીએ કાવતરું રચ્યું અને મૃતદેહ કારમાં લઈ જઈ હાઈવે પર ફેંકી દીધો. પોલીસે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી.
16 Feb 2026 02:24 PM (IST)
મહેસાણા: કડીમાં મહિલા પર છરી વડે હુમલો થતાં ચકચાર
મહેસાણાના કડીમાં મહિલા પર છરી વડે હુમલો થયા બાદ ચકચાર મચી ગઈ છે. વાહન અકસ્માતને લઈને થયેલા ઝઘડામાં જોડાયેલા અજાણ્યા શખ્સોએ અનમોલ વિલામાં મોડી રાત્રે ઘૂસીને મહિલાને હુમલો કર્યો હતો. આરોપીઓએ પુત્રના અકસ્માતને લઈને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી અને છરીના ઘા મારી ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે CCTVના આધારે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
16 Feb 2026 02:16 PM (IST)
રાજકોટઃ કોટડા સાંગાણી વિસ્તારમાં ભેદી ધડાકા સાથે ધરતી ધ્રુજી
રાજકોટના કોટડા સાંગાણી વિસ્તારમાં ભેદી ધડાકા સાથે ધરતી ધ્રુજીનો અનુભવ થયો છે. કોટડા સાંગાણી સહિત આસપાસના અરડોઈ, સોળીયા અને સોળીયા રીબડા પંથકમાં ધરતી ધ્રુજી અનુભવાઈ છે. આ ધ્રુજી બપોરના 12:36 મિનિટે આવ્યો હતો અને ભેદી અવાજના કારણે સ્થાનિક લોકો ડરથી બહાર દોડી આવ્યા હતા.
16 Feb 2026 02:06 PM (IST)
48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં થશે વધારો
ગુજરાતમાં હવે ગરમી માટે તૈયાર થવાનો સમય આવી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ઠંડીનું જોર ધીમે ધીમે ઘટતા ક્રમશઃ ગરમીની શરૂઆત થશે. ડીસામાં સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે અને લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાવાની પણ શક્યતા છે.
16 Feb 2026 01:54 PM (IST)
સુરત: કતારગામમાં બાંધકામ સાઈટ પર દુર્ઘટનામાં શ્રમિકનું મોત
સુરત: કતારગામમાં બાંધકામ સાઈટ પર દુર્ઘટનામાં શ્રમિકનું મોત થયુ છે. શ્રમિકે બિલ્ડિંગના કામ દરમિયાન સંતુલન ગુમાવતા નીચે પટકાયો. જમીન પર પડતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સારવાર દરમિયાન તબીબે શ્રમિકને મૃત જાહેર કર્યો. પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. શ્રમિકે સુરક્ષાના સાધનો પહેર્યા હતા કે નહીં તે અંગે તપાસ શરૂ કરી.
16 Feb 2026 01:15 PM (IST)
ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટે થયું મતદાન, પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત
વિધાનસભા ઉપાધ્યક્ષ શૈલેષ પરમારને બનાવવા કોંગ્રેસ પ્રસ્તાવ લાવ્યું, તો બીજી તરફ ભાજપ તરફથી જિતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ રજૂ કર્યો. જે પછી ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું. પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા. પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા. જે પછી પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યું.
16 Feb 2026 12:56 PM (IST)
રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કરનાર શૂટરની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કેસમાં રાજસ્થાનથી વધુ એક શંકાસ્પદની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં છ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે.
16 Feb 2026 12:54 PM (IST)
રાજ્યપાલના અભિભાષણ દરમિયાન કોંગ્રેસનો શાબ્દિક વિરોધ
રાજ્યપાલના અભિભાષણ દરમિયાન કોંગ્રેસ દ્વારા શાબ્દિક વિરોધ નોંધાયો હતો. ભાષણ ચાલું હોય ત્યારે કોંગ્રેસના સભ્યો પોતાના સ્થાને બેઠા બેઠા ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે ગણગણાટ શરૂ કર્યો હતો. ગૃહમાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો, તેમ છતાં રાજ્યપાલે વિરોધને નજરઅંદાજ કરી પોતાનું પ્રવચન યથાવત્ ચાલુ રાખ્યું હતું.
16 Feb 2026 12:53 PM (IST)
રાજ્યપાલનું ગૃહમાં અભિભાષણ
રાજ્યપાલે વિધાનસભા ગૃહમાં અભિભાષણ આપતાં સોમનાથ સ્વાભિમાન પર્વના ઉલ્લેખ સાથે પોતાના પ્રવચનની શરૂઆત કરી હતી. 9થી 15 જાન્યુઆરી દરમિયાન સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ સરદાર વલ્લભભાઇ પટેલ અને બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હોવાની માહિતી આપી. સરદાર પટેલના જન્મસ્થળથી કેવડિયા સુધી યુનિટી માર્ચ યાત્રા યોજાઈ હતી, જ્યારે વર્ષ 2025ને જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ઉજવી બિરસા મુંડાની જન્મજયંતિ મનાવવામાં આવી. અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સલર પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી અને સીએમ ડેશબોર્ડ મારફતે વિવિધ વિભાગોની કામગીરીનું મોનિટરિંગ કરી ગવર્નન્સને મજબૂત બનાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું.
સુરતમાં ચિરાગ ગોટીની કરતૂતોના પર્દાફાશ વચ્ચે તેના ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય વિનુ મોરડિયા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. માથાભારે ચિરાગ ગોટી નેતાઓ સાથે ફોટા પડાવી લોકોમાં દહેશત ફેલાવતો હોવાનો આરોપ છે. જણાવાય છે કે તે આવા ફોટાનો ઉપયોગ કરીને લોકોને ધમકાવતો હતો અને પોલીસ સાથે ઓળખાણ હોવાનું કહી આતંક મચાવતો હતો.
16 Feb 2026 12:22 PM (IST)
સુરત: માથાભારે ચિરાગ ગોટી સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ
Suratમાં માથાભારે ચિરાગ ગોટી સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદો સરથાણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ચિરાગ ગોટીએ ફરિયાદી પાસેથી લાખોના હીરા પડાવ્યાનો આરોપ લગાવ્યો છે, જેમાં બંને ફરિયાદીઓ પાસેથી રૂ. 42 લાખ અને 5 લાખના હીરા પડાવ્યા હોવાનું કહેવાય છે. ચિરાગ ગોટી સાથે વેડરોડ, ડભોલી અને કતારગામના અન્ય લોકો પણ સંપર્કમાં હતા. તપાસ દરમિયાન બીજા માથાભારે શખ્સોના નામ સામે આવવાની શક્યતા છે.
16 Feb 2026 11:43 AM (IST)
ટ્રેડ ડીલ મુદ્દે ગોપાલ ઇટાલિયાનું નિવેદન
Gopal Italiaએ ટ્રેડ ડીલને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતની સરકારે અમેરિકા સરકારના દબાણમાં આવીને ટ્રેડ ડીલ કરી છે, જે દેશના ખેડૂતો અને પશુપાલકોને નુકશાન પહોંચાડી શકે છે. અગાઉ આ પર 0% ટેક્સ લાગતો હતો, હવે 18% જેટલો ટેક્સ લાગ્યો છે, જેમાં કૃષિ અને તેલિયા પર ટેક્સ શામેલ છે. અમેરિકા ના ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય મળે છે, જ્યારે ભારતના ખેડૂતોને કોઈ મદદ મળતી નથી. જો અમેરિકા થી કપાસ અને તેલિયા આયાત થશે તો દેશના ઉત્પાદન પર શું અસર થશે તે સવાલ ઊભો થાય છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તેઓ આ ડીલનો સંપૂર્ણ વિરોધ કરે છે અને આજે વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ પણ લાવવામાં આવશે.
16 Feb 2026 11:41 AM (IST)
ઉપાધ્યક્ષની ચૂંટણી લડવા કોંગ્રેસ મક્કમ
ઉપાધ્યક્ષની ચૂંટણી લડવા Congress મક્કમ છે. શૈલેષ પરમારને ઉપાધ્યક્ષ બનાવવાની દરખાસ્ત કોંગ્રેસ પરત નહીં ખેંચશે. કોંગ્રેસ પાસે પૂરતા સંખ્યાબળનો અભાવ છે. શૈલેષ પરમારને ઉપાધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ દિનેશ ઠાકોર મૂકશે.
16 Feb 2026 11:23 AM (IST)
સુરત: અકસ્માતમાં ચમત્કારિક બચાવનો કિસ્સો આવ્યો બહાર
સુરતના દાંડી રોડ પર ચમત્કારિક બચાવનો કિસ્સો સામે આવ્યો છે. ઓલપાડના નરથાણ ગામ તરફ જઈ રહેલી કાર બેલેન્સ ગુમાવતાં પલટી ખાઈને નહેરમાં ખાબકી ગઈ હતી. કુકણી ગામના લોકોએ દંપતી અને તેમના બે માસૂમ પુત્રોને સુરક્ષિત રીતે બહાર કઢ્યા. રાઠોડ પરિવારના ચારેય સભ્યોને બચાવતા લોકો ચકિત રહી ગયા. સદનસીબે કોઈને પણ ગંભીર ઈજા ન થઈ હતી અને બધા સુરક્ષિત રહ્યાં.
16 Feb 2026 10:56 AM (IST)
ઉપાધ્યક્ષની ચૂંટણીમાં AAP ના સભ્યો મતદાનથી અળગા રહેશે
ઉપાધ્યક્ષની ચૂંટણીમાં AAPના સભ્યો મતદાનથી અળગા રહેશે. પરિણામ સ્પષ્ટ હોવાથી મતદાન નહીં કરવા આ નિર્ણય લેવાયો છે. AAPના ચારમાંથી એકપણ ધારાસભ્ય મતદાન નહીં કરશે. ભાજપ અને કોંગ્રેસના સંખ્યાબળને ધ્યાનમાં રાખતા ભાજપની જીત નિશ્ચિત જણાઈ રહી છે. આ નિર્ણય ગુજરાત પ્રદેશની આમ આદમી પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે.
16 Feb 2026 10:42 AM (IST)
સુરત: માથાભારે ચિરાગ ગોટી મામલે આગેવાનો એકઠા થયા
સુરતમાં માથાભારે ચિરાગ ગોટી મામલે ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના આગેવાનો એકઠા થયા છે. સમાજ દ્વારા ચિરાગ ગોટીનો વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે તે સમાજના અગ્રણી MLAને ટાર્ગેટ કરતો હોવાનું કહેવાય છે. આ વિવાદમાં MLAના સમર્થનમાં ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના આગેવાનો આગળ આવ્યા છે. ધારાસભ્યની ઝીરો ટોલરન્સ નીતને વખાણવામાં આવી છે અને લોકોએ આવા કિસ્સાઓમાં રાજકારણ ન લાવી એકજૂથ રહેવા હાકલ આપવામાં આવી છે.
16 Feb 2026 09:37 AM (IST)
Stock Market : આજે નિફ્ટીની શક્ય દિશા – ઉપર તરફ રહેશે
આજે નિફ્ટીની શક્ય દિશા – ઉપર તરફ [આજે બંધ થવાના સમયે દોજી મીણબત્તી બની શકે છે.]
16 Feb 2026 09:17 AM (IST)
વડોદરા: અણખોલ ગામ પાસે ગટરની કામગીરી દરમિયાન મોતનો મામલો, પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી
વડોદરાની અણખોલ ગામ નજીક ગટરના કામ દરમિયાન બે કર્મચારીઓનું મોત થયાની ઘટના બની છે. અકસ્માત દરમિયાન કર્મચારીઓને કોઈપણ પ્રકારની સલામતી ઉપાયો આપવામાં આવ્યા ન હતા, જેના કારણે મૃતક શ્રમિકના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી છે. પ્રોજેક્ટ મેનેજર અને લાઈનમેન ગટર કામગીરી દરમિયાન ડ્રેનેજના ખાડામાં ખાબક્યા અને ઝેરી ગેસથી મોત પામ્યા હતા. પોલીસએ માનવ વધના ગુનાનો કેસ દાખલ કરીને તપાસની કામગીરી શરૂ કરી છે.
16 Feb 2026 09:01 AM (IST)
જૂનાગઢઃ આસ્થાના મિની મહાકુંભમાં વિવાદોની હારમાળા
જૂનાગઢમાં આસ્થાના મિની મહાકુંભ સમાન મેળામાં વિવાદોની હારમાળા ચાલુ રહી છે. કીર્તિ પટેલ બાદ હવે મૃગી કુંડમાં સ્નાન મુદ્દે વધુ એક વિવાદ ઉભો થયો છે. સાધુ-સંતો માટે નિર્ધારિત સ્નાન દરમિયાન PI વરીયાએ બેરિકેડિંગ તોડીને મૃગી કુંડમાં ડૂબકી લગાવ્યાનો આક્ષેપ થતાં સવાલો ઊભા થયા છે. માત્ર સાધુ-સંતોને જ સ્નાનની મંજૂરી હોવા છતાં PI વરીયાને એન્ટ્રી કેવી રીતે મળી તે મુદ્દે ચર્ચા તેજ બની છે.
જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મહામેળાની વિધિવત પૂર્ણાહુતિ મૃગીકુંડમાં સાધુઓના પવિત્ર સ્નાન સાથે થઈ હતી. પાંચ દિવસ દરમિયાન 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવ ટેમ્પલ ખાતે ઉમટ્યા હતા. મૃગીકુંડમાં સ્નાન પહેલાં ભવનાથ વિસ્તારમાં સાધુઓની ભવ્ય રવેડી નીકળી હતી, જેમાં વિવિધ અખાડાના સાધુઓએ અદભૂત કરતબો દર્શાવતા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.
16 Feb 2026 08:00 AM (IST)
રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની થઈ શરૂઆત
ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને 12 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પશ્ચિમી વિક્ષેપના અસરથી સવારે હજી પણ હળવી ઠંડીનો અહેસાસ થાય છે. સૌથી વધુ તાપમાન ડીસામાં 35.8 ડિગ્રી નોંધાયું છે. આગાહી મુજબ આવતા થોડા દિવસોમાં અમદાવાદનું તાપમાન પણ 35 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે.
16 Feb 2026 07:45 AM (IST)
અભિનેત્રી તમન્ના ભાટિયા અને સારા અર્જુને મહાશિવરાત્રીની ઉજવણીમાં હાજરી આપી
અભિનેત્રી તમન્ના ભાટિયા અને સારા અર્જુને તમિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રી 2026ની ઉજવણીમાં ભાગ લીધો હતો.
#WATCH | Actors Tamannaah Bhatia, Sara Arjun attended the Mahashivratri 2026 celebrations at the Isha Yoga Centre in Coimbatore, Tamil Nadu pic.twitter.com/Vw6QE75Drt
અમદાવાદ શહેરના મણિનગર નજીક ગોરના કુવા વિસ્તારમાં બેકાબૂ બનેલી લક્ઝરી બસ અચાનક દુકાનમાં ઘૂસી જતાં ભારે અફરાતફરી મચી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ દુકાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. બસ કેવી રીતે બેકાબૂ બની તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
16 Feb 2026 07:41 AM (IST)
પીએમ મોદી આજે AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે
પીએમ મોદી આજે AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. ભારત મંડપમ ખાતે યોજાનારી આ સમિટમાં ભારત અને વિશ્વની અનેક અગ્રણી હસ્તીઓ ભાગ લેશે અને AI ની અસર પર ચર્ચા કરશે.
16 Feb 2026 07:32 AM (IST)
ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. સત્રની શરૂઆત બપોરે 12 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે.. જે બાદ ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે.. ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી થશે.