દક્ષિણ ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાનો સીલસીલો યથાવત છે. સુરતના હજીરામાંથી ચરસના વધુ 2 પેકેટ મળ્યા છે. તો જલાલપોર દરિયા કાંઠેથી ડ્રગ્સના 50 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. કચ્છના આદિપુરમાં 2 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. નર્મદા કેનાલમાં નહાવા જતા 2 બાળકો ડૂબ્યા છે. સુરતમાં નકલી પોલીસના અસલી ખેલ સામે આવ્યા છે. કામરેજમાં નકલી IPSએ કરી 43 લાખની છેતરપિંડી કરી , તો વરાછામાં નકલી પોલીસ દરોડા પાડી 1લાખ 73હજાર પડાવ્યા છે. સુરતના મેટ્રો બ્રિજ સ્પાન તૂટવા મામલે તમામ 11 સેગમેન્ટ ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ 11 સેગમેન્ટ ક્ષતિગ્રસ્ત થયાથી આ નિર્ણય લેવાયો. કોલકાતામાં ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસમાં વધુ 3 ઝડપાયેલા આરોપી 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર રહેશે, અત્યાર સુધી 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ISRO આજે શ્રી હરિકોટના સતિશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરશે. અંતરિક્ષમાં તરતો મુકાશે અર્થ ઓબ્ઝરવેશન સેટેલાઇટ EOS-8
રાજસ્થાનના ઉદયપુર શહેરમાં વિદ્યાર્થી પર છરીથી કરાયેલા હુમલાની ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઘાયલ થયો છે. શહેરમાં અનેક જગ્યાએ આગચંપી થઈ છે. બજારો બંધ કરી દેવામાં આવી છે. અનેક જગ્યાએ તોડફોડના બનાવો બન્યા છે. આરોપીના ઘર પર બુલડોઝ મારવાની માંગ સાથે હિન્દુ સંગઠનો હોસ્પિટલ પહોંચ્યા છે. મામલાની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટરે કલમ 144 લગાવી દીધી છે.
ગુજરાત પોલીસના સાયબર સેલે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાંઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે.
આ નિર્ણયથી જે લોકો સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની યુકિતમાં ફસાઈને ડિજીટલ પેમેન્ટ સ્વીકારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની ટ્રેપમાં ફસાઈ ગયા હતા તેવા લોકોને રાહત મળશે. આ નિર્ણાયક પગલું નાગરિકોના નાણાકીય સુરક્ષાની ખાતરી અને અસરગ્રસ્ત લોકોને ન્યાય અપાવવાની દ્રઢ વચનબદ્ધતા દર્શાવે છે.
ગુજરાત પોલીસની ડેડીકેટેડ સાયબર સેલ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને શોધી કાઢવા અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો માટે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. એટલું જ નહિ, રાજ્યના પ્રત્યેક નાગરિક માટે ડિજિટલ સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા માટે સાયબર સેલ સક્રિય છે.
મોરબીમાં 15 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા 6 અધિકારીઓને કલેકટરે નોટિસ ફટકારી છે.
ગેરહાજર રહેનારા અધિકારીઓને કારણ દર્શક નોટિસ ફટકારાઈ છે. કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહયા છે તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાના (1) જિલ્લા રજીસ્ટાર મોરબી, (2) કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન 6/1, મોરબી, (3) કાર્યપાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન 5/2 ધ્રાંગધ્રા કેનાલ, મોરબી, (4) કાર્યપાલ ઇજનેર સિંચાઈ (સ્ટેટ), મોરબી, (5) બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ મોરબી, (6) મત્સ્યોદ્યોગ અધિકારી ,મોરબી કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આગામી 23મી ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજીત ન્યાય યાત્રાના સમાપન કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે હાજરી આપશે. અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત ન્યાય યાત્રાનું સમાપન થશે. યાત્રાના સમાપનમાં મલ્લિકાર્જુન ખડગે જાહેરસભાને સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈએ મોરબી ખાતેથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી.
વડોદરા શહેરમાં મારામારી કરી રહેલાને છોડાવવા ગયેલાની ચાકુના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. નવા યાર્ડ છાણી રોડ પર શાકમાર્કેટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો. નૂર હસન નામનો ઈસમ અન્ય વ્યક્તિ સાથે મારામારી કરતો હતો. આ દરમિયાન છોડાવવા હજરત નામના વ્યક્તિ વચ્ચે પડતા ચાકુના ઘા તેને વાગ્યા હતા. ઈજાગ્રસ્ત હજરતને સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં આરોપી નૂર હસન સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફતેહગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે, પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેમણે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરી. વર્તમાન પરિસ્થિતિ અંગે વિચારોની આપ-લે કરી. લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા, સુરક્ષા અને રક્ષણની ખાતરી પણ આપી હતી.
ચોટીલા ગેસ્ટ હાઉસમાં ડોક્ટરે ગળાફાંસો ખાઇ લેતા મોત થયું છે. ચોટીલા હાઇવે પર આવેલ એક ખાનગી હોટલોમાં રોકાયેલા ડોક્ટરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે. હોટલના રૂમમાં ફાસો ખાઇ લીધો હોવાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળેપહોચી હતી. જ્યા તપાસ કરતા, મૃતક તબીબ, સાવરકુંડલાના જયંતિભાઇ ઉનાવા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી
ગાંધીનગર SMCની ડભોડા વિસ્તારમાં બીજીવાર દરોડા પાડીને, દારુની 972 બોટલ ઝડપી પાડી છે. અગાઉ ગાંધીનગર SMCએ ચિલોડા બ્રિજ નજીક દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ હિંમતનગર હાઇવે પર આવેલ લીબડીયા ગામ ખાતે ફરી SMCએ કરી દરોડા પાડીને વિદેશી દારુની 972 બોટલ ઝડપી પાડી છે. SMCએ વિદેશી દારૂ, એક કાર સાથે એક આરોપી સુરેશકુમારની ધરપકડ કરી છે. જ્યારે દારુના ધંધામાં સંડોવાયેલા 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે.
70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં, ગુજરાતી ફિલ્મ કલાકાર માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. માનસી પારેખની સાથોસાથ નિત્યા મેનનને પણ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નેશનલ એવોર્ડની જાહેરાત કરાઈ છે.
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે. આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહીંવત છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. નોર્થ-વેસ્ટ રાજસ્થાનમાં સાક્યક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. રાજ્યમાં કોઇ સિસ્ટમ સક્રિય નહીં થતા 6 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 22 ટકા વધુ વરસાદ નોંધાયો છે, અન્ય જિલ્લામાં ઓછો
અમદાવાદ જિલ્લા કરતા શહેરમાં વરસાદ ઓછો છે.
સુરતના કાપોદ્રામાં બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા. બાળ મજૂરોને સમોસા બનાવવા સુરત લાવવામાં આવ્યા હતા. મદનલાલ ડાંગી નામના આરોપીની ધરપકડ કરી છે. 4 બાળકોને મુક્ત કરાવી કતારગામ બાલાશ્રમ ખાતે મુકવામાં આવ્યા છે.
અમદાવાદ ભાજપમાં મોટા ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે. એક નનામા પત્રથી ખળભળાટ મચ્યો છે. મણિનગર વિધાનસભાના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરને નનામો પત્ર મળ્યો છે. ભાજપના કાર્યકર્તાના નામે લખાયેલા પત્રમાં ચાર નેતાઓ સામે ગંભીર આક્ષેપ છે. પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ વિરુદ્ધ પત્રમાં ઉલ્લેખ છે. દંડકના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવકના નામનો પણ ઉલ્લેખ છે. પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે પત્રમાં લંપટસ્વામી શબ્દનો ઉલ્લેખ, ધર્મેન્દ્ર શાહ AMTSમાં, કચરા ઉપાડવાની ગાડીઓમાં કોન્ટ્રાકટ ધરાવતા હોવાના આક્ષેપ છે. ધારાસભ્ય અમૂલ ભટ્ટ માટે લાળપાડુ જેવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિપુલ સેવક હાલમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજમાં છે. આગળ વધુ ખુલાસા કરવામાં આવશે તેવી પત્રમાં ચીમકી અપાઇ છે.
મહેસાણા: પોલીસ પર હુમલાના આરોપી પાસે જાહેરમાં માફી મગાવાઈ છે. આરોપીએ કડી પોલીસકર્મી ઉપર હુમલો કર્યો હતો. આરોપીને ઝડપીને કાન પકડાવી જાહેરમાં માફી મંગાવાઈ છે. પોલીસ કોન્સ્ટેબલ કોર્ટ વોરંટમાં હત્યાના ગુનામાં આરોપીને પકડવા ગયા હતા. કોન્સ્ટેબલ પર હુમલો કરી આરોપીએ ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપી ઈરફાન ગીરીને પોલીસે દબોચી લીધો હતો.
જાહેરમાં કાન પકડાવી આરોપી પાસે માફી મંગાવવામાં આવી.
અમદાવાદ: કોલકાતા દુષ્કર્મ કેસના ગુજરાતમાં પડઘા પડ્યા છે. સરકારી હોસ્પિટલમાં OPD અને વોર્ડ સેવા બંધ છે. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવશે. માત્ર ઈમરજન્સી સેવામાં જ કામ કરાશે.
ચૂંટણી પંચ આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ અંગે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. આ વર્ષના અંતમાં જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે માત્ર જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે અને બાકીના મહારાષ્ટ્ર અને ઝારખંડની તારીખો પછી જાહેર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે. 9 ઓગસ્ટના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેમની ટીમ સાથે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે આયોગ અહીં વહેલી તકે ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે.
આંધ્રપ્રદેશ: ઈસરો દ્વારા નવા સેટેલાઈટનું લોન્ચિંગ કરાશે. સેટેલાઈટ EOS-8ને SSLV-D3 રોકેટની મદદથી લોન્ચ કરાશે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રોકેટ ઉડાન ભરશે. ધરતીથી 475 કિ.મી.ની ઊંચાઈ પર સેટેલાઈટ ચક્કર લગાવશે. કુદરતી આફતોનું એલર્ટ આપશે નવો સેટેલાઈટ. મિની, માઈક્રો અને નૈનો સેટેલાઈટના લોન્ચિંગ માટે SSLVનો ઉપયોગ કરવામાં આવશે. લોન્ચિંગ સફળ રહેશે તો SSLV દેશનું ત્રીજું સૌથી શાનદાર રોકેટ બનશે. SR-0 DemoSAT નામના નાના સેટેલાઈટને પણ છોડાશે.
કોલકાતામાં ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મ, હત્યા કેસમાં રેસિડેન્ટ ડૉક્ટરો આવતીકાલે વિરોધ નોંધાવશે. બી.જે.મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરો વિરોધ કરશે. ડૉક્ટરો OPD સેવાથી દૂર રહેશે. બી.જે.મેડિકલ કોલેજમાં ઈમરજન્સી સેવા ચાલુ રહેશે.
પીએમ મોદી ‘સદૈવ અટલ’ પહોંચ્યા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત ભાજપના ઘણા નેતાઓએ પૂર્વ પીએમને ‘હંમેશા અટલ’ પર શ્રદ્ધાંજલિ આપી.
#WATCH | Delhi | Prime Minister Narendra Modi pays tribute to former PM Atal Bihari Vajpayee on his death anniversary at his memorial ‘Sadaiv Atal’. pic.twitter.com/iMJOdkxIhG
— ANI (@ANI) August 16, 2024
જામનગર: શ્રાવણી મેળાના સ્થળ પર માટીની ચકાસણીની કામગીરી કરવામાં આવી. રાજ્યમાં પ્રથમવાર સોઇલ બેરિંગ કેપેસિટી અંગેની તપાસ કરવામાં આવી છે. રાઈડ્સની જગ્યાએ 20 ફુટ નીચેની માટીના નમૂના લેવાયા. મેળાના સ્થળોએ રાઇડ માટે સિવિલ ફિટનેસ અને મેકેનિકલ ફિટનેસ સર્ટીફિકેટ ફરજીયાત બનાવાયા છે. હવે માટીની વજન ખમી શકવાની ક્ષમતાને માપવા સોઈલ બેરીંગ કેપેસિટી રીપોર્ટ પણ જરૂરી બન્યો છે. આના કારણે ખર્ચ વધશે પરંતુ સલામતી વધશે જેથી રાઇડ સંચાલકો કોઇ દુર્ઘટનાનું જોખમ લેવા નથી માગતા. મેળાનાં મુલાકાતીઓ નિશ્ચિત થઇને મનભરીને મેળો માણે તેવી જ તેમની આશા છે.
હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ લાગ્યું છે. ડાયમંડની ચમક મંદીમાં ઝાંખી પડી છે. સતત મંદીના મારના કારણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ, દલાલો અને રત્નકલાકારોની સ્થિતિ કફડી બની છે. બોટાદ શહેરમાં નાના-મોટા 1500 હીરાના કરખાના આવેલા છે. જેમાં 70 હજાર જેટલા લોકો રોજગાર મેળવે છે.પરંતુ મંદીના મારના કારણે આમાથી પાંચાસ ટકા કારખાના બંધ કરવાની નોબત આવી છે. હીરા ઉદ્યોગમાં મંદીથી રત્નકલાકારોની મુશ્કેલી વધી છે.
કચ્છઃ ભુજ ST પોર્ટમાં મહિલા સાથે ચેનચાળા કરવાનો કેસમાં નલિયા ડેપોના બસ ડ્રાઇવર ફરજ મોકૂફ કરાયા છે. જાહેરમાં ડ્રાઈવરે મહિલા સાથે ચેનચાળા કર્યા હતા. ડ્રાઈવરની હરકતનો વીડિયો વાયરલ થયો હતો.
અમદાવાદ: SG હાઈવે YMCA કલબ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે એક રાહદારીને ટક્કર મારતા રાહદારીનું મોત થયુ છે. રસ્તો ઓળંગતા સમયે કારચાલકે ટક્કર મારી હતી. ટ્રાફિક પોલીસે કારચાલક પાર્થ તન્નાની ધરપકડ કરી છે. કારચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published On - 7:27 am, Fri, 16 August 24