
આજે 15 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ઈરાન અમેરિકા યુદ્ધની અસર હવે પાણી ઉદ્યોગ પર પણ વર્તાઈ રહી છછે. રાજકોટ: પાણીની બોટલના ઉદ્યોગ પર પણ યુદ્ધના વાદળો ઘેરાયા છે.
પાણીની બોટલ બનાવવાના દાણા ગલ્ફ દેશોથી આવતા મુશ્કેલીમાં વધારો થયો છે. પ્લાસ્ટિકના દાણાના ભાવમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. પ્લાસ્ટિકના દાણાનો ભાવ 110થી વધીને રૂ. 200 પર પહોંચ્યો છે. પાણીની બોટલના કેરેટનો ભાવ પણ 15 રૂપિયા વધીને રૂ.75 થયો છે. યુદ્ધની સ્થિતિ યથાવત રહેશે તો રાજકોટના તમામ યુનિટ પર અસર થશે. આગામી સમયમાં પાણીની બોટલના 15 યુનિટ બંધ થવાની આશંકા છે. યુદ્ધ વચ્ચે પાણીની બોટલોના ભાવ ઉંચકાય તેવી પણ શક્યતા છે.
જુનાગઢઃ કેશોદ નજીકથી નશાકારક કફ સીરપ ઝડપાઈ. કેશોદ નજીક હાઈવે પર કારનો અકસ્માત સર્જાયો. કારમાંથી 599 પ્રતિબંધિત કફ સિરપની બોટલ મળી આવી છે. ફુડ એન્ડ ડ્રગ્સ તેમજ FSLની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. કારમાં સવાર અજાણ્યા ત્રણ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થયા છ. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ:સ્ટેટ ઇન્ટેલીજન્સના સિનિયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા. એસીબીએ કેતન દવેને 80 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા. ફરિયાદીએ પોતાને મળેલા પોલીસ પ્રોટેક્શન રિન્યુ કરવા અરજી કરી હતી. અરજીમાં પોઝિટિવ અભિપ્રાય મોકલવા 80 હજારની લાંચ માંગી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવી 80 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા. એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
વડોદરા: નેશનલ હાઈવે-48 પર અકસ્માતમાં 2નાં મોત થયા છે. ફાજલપુર બ્રિજ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. ટ્રકના ટાયર નીચે કચડાતા બંને યુવકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક મહિલા સારવાર હેઠળ છે. વાસદનાં કાઠલાપુર ગામનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે.
ગણતરીના કલાકોમાં દેશને ગુજરાતથી મળશે ગુડ ન્યુઝ. હોર્મુઝની ખાડીમાં પસાર થયેલા બે LPG ટેન્કર શિવાલિક અને નંદાદેવી ગુજરાત આવશે. આવતીકાલે શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચશે. જે બાદ મંગળવારે નંદાદેવી જહાજ કંડલા પોર્ટ પર આવશે. ભારતીય નૌસેના દ્વારા બંને ટેન્કરને એસ્કોર્ટ કરાઈ રહ્યા છે. બંને ટેન્કરમાં કુલ 92 હજાર 700 મેટ્રિક ટન LPG છે. બંને ટેન્કર ભારત આવતા LPG કટોકટી ખતમ થવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે યુદ્ધની સ્થિતિમાં વિકટ મનાતું આ ઑપરેશન ભારતીય નૌસેનાના જહાજની દેખરેખ હેઠળ ચલાવવામાં આવ્યું. જ્યારે આ બંને જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નૌસેના અને દેશની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ સહિત તમામ સુરક્ષા દ્વારા તેમના પર બાજનજર રાખવામાં આવી અને જ્યાં સુધી સુરક્ષિત રીતે દેશમાં પરત ન ફરે ત્યાં સુધી જહાજને એસ્કોર્ટ કરવામાં આવી રહ્યા છે.
કિંજલ રબારી બાદ અન્ય એક દીકરીનો વિવાદ સામે આવ્યો છે. વાવ થરાદના ભાભરની રૂનીની દીકરીનો વિવાદ સામે આવ્યો છે. જેમા ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી ગયાનો દાવો દીકરીના માતા કરી રહ્યા છે. દીકરીના માતા પિતાએ રબારી સમાજ પાસે મદદ માગી છે. દીકરીને પરત આપવા દીકરીના માતા-પિતાએ માગ કરી છે. 3 વર્ષ પહેલા યુવક ભગાડી ગયો હોવાનો દાવો કરાયો છે. યુવતીને એક સંતાન હોવાનો સ્થાનિકોનો દાવો છે. દીકરીને પરત લાવવા સમાજ અને તંત્ર પાસે માગ કરી છે.
બોટાદ: રાણપુરમાં સવારથી LPG મેળવવા લાંબી ભીડ જામી છે. લોકોએ ડરના લીધે ગેસ લેવા પડાપડી કરી છે. જે લોકોએ નોંધણી કરાવી છે તેમને સમયસર બોટલ મળશે. ભીડ નિયંત્રિત કરવા માટે કર્મચારીઓની મદદ લેવાઈ છે. લોકોને પેનિક ન કરવા ગેસ એજન્સીએ અપીલ કરી છે.
નવસારીઃ છાપરા રોડ પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો. કારચાલકે ટુ-વ્હીલર સવાર યુવકને ટક્કર મારી ફરાર થયો હતો. કાર સવાર શખ્સોએ કારમાં થયેલા નુકસાન બદલ નાણાની માગ કરી. યુવકને નુકસાનની ભરપાઈ કરવાનું કહી માર માર્યો હતો. યુવકને અપશબ્દો કહી મોબાઈલ પડાવી બંને શખ્સો ફરાર થયા હતા. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ: નિકોલમાં પટેલ સિવાયના લોકોને મકાન નહીં આપવાનો વિવાદ સામે આવ્યો છે. વધુ રૂપિયા આપવા છતા પરપ્રાંતિયને ઘર ન આપતા વિવાદ છેડાયો છે. એક નોનગુજરતી મહિલાએ વીડિયો બનાવી આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. 8 વર્ષથ બંગલો લેવાનો પ્રયત્ન કરતા હોવાનો દાવો કરાયો છે. છતા પરપ્રાંતિય નોનગુજરાતની મકાન વેચતા વ હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. મહિલાના પરિવારજનો 3 પેઢીથી અમદાવાદમાં રહેતા હોવા છતા ઘર આપવાનો ઈનકાર કરી રહ્યા છે. મહિલાએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી સમગ્ર આપવિતી જણાવી છે.
આ મામલે અમદાવાદ બિલ્ડર અને બિલ્ડર એસો.ના પૂર્વ પ્રમુખે જણાવ્યું કે અમે દરેક જ્ઞાતિને મકાન આપીએ છીએ. સર્વજ્ઞાતિમા માનવાવાળા છીએ. ઘણી વખત લોકોજ પુછતા હોય છે કે કઈ જ્ઞાતિને મકાન આપો છો અને આગ્રહ હોય છે કે ગુજરાતીઓને મકાન આપવામાં આવે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગામના જ 60 વર્ષીય વૃદ્ધ એ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આ દરમિયાન સગીરાએ બાળકીને જન્મ આપ્યો છે. સમગ્ર ઘટના સામે આવતા પાટડી પોલીસ માં ફરીયાદ દાખલ કરવામાં આવતા તાત્કાલિક આરોપી વૃદ્ધ ને ઝડપી પાડયો હતો અને જેલના સળીયા પાછળ ધકેલાયો છે.
હાઈવે પર વારંવાર મુસાફરી કરનારા ડ્રાઈવરો માટે એક નવા અપડેટ છે. હવે 1 એપ્રિલ 2026થી NHAIનો FASTag એન્યુઅલ પાસ ₹3000માંથી વધીને ₹3075 થઈ જશે. આ નવી કિંમત 2026-27ના નાણાકીય વર્ષ માટે લાગુ થશે, જેમાં પ્રાઈવેટ એટલે કે નોન-કમર્શિયલ વાહનો માટે એક વર્ષ અથવા 200 ટોલ ક્રોસિંગ બેમાંથી જે પહેલું પૂરું થાય ત્યાં સુધી અમર્યાદિત મળશે. માત્ર ₹75નો આ હળવો વધારો મુખ્યત્વે મોંઘવારી અને વાર્ષિક રિવ્યૂને કારણે છે, પરંતુ આ પાસ હજુ પણ વારંવાર ટ્રાવેલ કરનારાઓ માટે સૌથી સસ્તો અને સરળ વિકલ્પ રહેશે.
અમરેલીના સાવરકુંડલામાં પણ અકસ્માતની ઘટના બની. મહુવા રોડ પર બોલેરો કારમાં પાછળ ઉભા રહેલો યુવાન રેલવેના પોલ સાથે અથડાયો. જેના કારણે યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. અકસ્માતના રૂંવાડા ઉભા કરતા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં યુવકનું માથું રેલવેના પોલ સાથે જોરદાર રીતે અથડાતું જોવા મળી રહ્યું છે
જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારા દરમિયાન દારૂ પાર્ટી અને નોનવેજ પાર્ટીનો કથિત વીડિયો વાયરલ થતા SDM ચરણસિંહ ગોહીલ ગિરનાર પહોંચ્યા હતા. મંદિરના 26 કર્મચારીઓને બોલાવી નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરી. પૂજારી સહિતના લોકો સાથે SDM અને તેમની ટીમે ચર્ચા કરી. જે સ્થળે પાર્ટી થઇ હતી તેની પણ ટીમે મુલાકાત લીધી. માં અંબાના શક્તિપીઠ ખાતે સઘન તપાસ હાથ ધરાઇ છે. CCTV ચેક કરી વાયરલ વીડિયો મુદ્દે પણ તપાસ હાથ ધરાઈ છે. સમગ્ર મામલે તપાસ કરી કલેક્ટરને અહેવાલ સોંપાશે.
સુરતઃ ઉમરપાડામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મથી ચકચાર મચી. લગ્ન પ્રસંગ દરમિયાન ચાર શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું. નરાધમોએ સગીરાને અવાવરૂં જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય કર્યુ. ચાર આરોપીઓ પૈકી એક સગીર હોવાનું ખૂલ્યુ
ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 23 એપ્રિલે ઉમરેઠ બેઠકની ચૂંટણી યોજાશે. 4 મેએ મતગણતરી થશે. ગોવિંદભાઈ પરમારના નિધન બાદ બેઠક ખાલી થઈ હતી
કેન્દ્રીય ચૂંટણી પંચે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. બંગાળમાં 23 એપ્રિલે પ્રથમ ફેજનું મતદાન અને 29 એપ્રિલે બીજા ફેઝનું મતદાન થશે. કેરળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં એક તબક્કામાં ચૂંટણી થશે. કેરળ, અસામ અને પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન છે. તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન થશે. તમામ 5 રાજ્યો માટે 4 મે એ મત ગણતરી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે તારીખોનું એલાન કર્યુ છે.
ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 23 એપ્રિલે ઉમરેઠ બેઠકની ચૂંટણી યોજાશે. 4 મેએ મતગણતરી થશે. ગોવિંદભાઈ પરમારના નિધન બાદ બેઠક ખાલી થઈ હતી
સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર ગાંજો પકડાયો છે. 1656.07 grams ગાંજો કસ્ટમ વિભાગે જપ્ત કર્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સીટ નીચેથી ગાંજાના 4 પેકેટ જપ્ત કરાયા છે. એર ઈન્ડિયાની ફ્લાઈટની સીટ નંબર 12E અને 12F નીચેથી ગાંજાના પેકેટ્સ મળ્યા હતા. કસ્ટમ વિભાગે 12E અને 12F માં કોણ બેઠુ હતું તેને લઈને આગળની તપાસ શરૂ કરી છે.
ખેડા જિલ્લાના લસુન્દ્રાની યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે વાતાવરણની સાથેસાથે હવે રાજકારણ ગરમાયું છે. આ લગ્નથી પટેલ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામની પટેલ સમાજની યુવતીએ, મહેમદાવાદના રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા વિવાદ વકર્યો છે. આ મામલે હવે સામાજિક સંગઠનો મેદાનમાં આવ્યા છે. યુવતીની માતાની હૃદયદ્રાવક અપીલ બાદ હવે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ અને પટેલ સમાજના અગ્રણીઓએ આક્રમક નિવેદન જાહેર કર્યું છે. સરદાર પટેલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષે જણાવ્યું છે કે, બંને સમાજ વચ્ચે વર્ષોથી સુમેળભર્યા સંબંધો છે. આ સંબંધો જાળવી રાખવા રબારી સમાજના આગેવાનોએ આગળ આવવું જોઈએ. પટેલ સમાજના અગ્રણીનું સ્પષ્ટ નિવેદન છે કે, રબારી સમાજના આગેવાનોએ હસ્તક્ષેપ કરી પટેલ સમાજની દીકરીને તેના પરિવાર પાસે પરત મોકલવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં બિન પટેલ ઘર નહીં આપવાને લઈ વિવાદ સર્જાયો છે. માતાપિતા વધુ રૂપિયા આપવા તૈયાર હોવા છતાં, પરપ્રાંતીય હોવાથી ઘર ના મળતું હોવાનો એક બિન ગુજરાતી પરિવારે દાવો કર્યો છે. આ અંગે ડિમ્પલ ભદોરિયાએ એક વીડિયો બનાવીને નિકોલમાં બિન પટેલ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવા અંગે રોષ વ્યક્ત કરાયો છે. છેલ્લા 8 વર્ષથી નિકોલમાં બંગલો લેવા પ્રયત્ન કરી રહ્યા હોવાનો દાવો તે વીડિયોમાં કરાયો છે. પરપ્રાંતીય લોકોને પટેલોની સોસાયટીમાં ઘર ના અપાતું હોવાનો દાવો. તેમના પિતા બજારભાવ કરતા વધુ કિંમત આપવા તૈયાર હોવા છતાં મકાન નથી મળી રહ્યું. મોઢા પર કહી દેવાય છે કે પરપ્રાંતીય હોવાથી પટેલની સોસાયટીમાં ઘર નહીં મળે. અમે ત્રણ પેઢીથી અમદાવાદમાં રહીએ છીએ, શું અમે આતંકવાદી છીએ ? તેમ એક યુવતીએ એ વીડિયોમાં કોમેન્ટ કરી છે. વીડિયો બનાવ્યા બાદ પણ અનેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે તમને ના અપાય તેવુ આ યુવતી જણાવી રહી છે. પરપ્રાંતિય તરીકે મહારાષ્ટ્ર જેવો અનુભવ ગુજરાતમાં પ્રથમવાર થયો હોવાનો દાવો આ વીડિયોમાં કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર સબ જેલમાં મોડી રાત્રે કેદીઓ વચ્ચે મારામારી ઝપાઝપી થવા પામી હતી. આ મારામારી અને ઝપાઝપીમાં ચાર કેદીઓને ઇજા થતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સબજેલ સુરેન્દ્રનગરમાં બેરેકમાં રહેલા કેદીઓ વચ્ચે કોઇ બાબતે વિવાદ થતા મારામારી થવા પામી હતી. જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થતા, ચાર કેદીઓને ઇજાઓ થતા જેલ તંત્રે કેદીઓને સારવાર માટે શહેરની સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ જેલમાં થયેલ મારામારીની ઘટના અંગે એ. ડીવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર સબ જેલમાં 197 કેદીની સમતા સામે 250 થી વધુ કેદીઓ હોઇ અવાર નવાર જેલ વિવાદમાં આવે છે.
સાબરકાંઠાના પ્રાંતિજના સાદોલીયા પુલના છેડે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં બેના મોત થયા છે. રાત્રી દરમિયાન રેતી હેરફેર કરતા ત્રણ ડમ્પર ટ્રકો વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. બાબરીયા વીરના મંદીર નજીક સર્જાયો અકસ્માત. ભારે વાહનોની અવરજવર બંધ કરાવવા લગાવેલ લોખંડના હેવી ગડર સાથે અકસ્માત થયો હતો. હેવી ગડર સાથે અથડાતા ડમ્પર ચાલક અને ક્લીનરનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. બીજા બે ડમ્પર ટ્રક તેની પાછળ અથડાતા સર્જાયો વિચિત્ર અકસ્માત. ભારે વાહનોની ગેરકાયદે અવરજવર રોકવા માટે લગાવેલા હેવી ગડર ફ્રેમને તોડી નાંખી હતી. અર્ધ તૂટેલી લોખંડની હેવી ગડર જ ભારે વાહન માટે મોતનું કારણ બની હતી.
અમદાવાદમાં બાંઘકામ સાઈટ બિનોરી એરિસ્ટોલા પર દુર્ઘટના સર્જાતા બિલ્ડર, કોન્ટ્રાકટર સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બિનોરી એરિસ્ટોલાની ત્રીજા માળેથી શ્રમિક પટકાતા મોત થયું હતું. સેફ્ટી સાધનો ના આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડર, કોન્ટ્રાકટર સહિત 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેદરકારી બદલ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ગાંધીનગરના પેથાપુરમાંથી ઝડપાયો હાઇપ્રોફાઇલ જુગાર. ખુલ્લા ખેતરમાં જુગાર રમતા ઇસમોની LCBએ કરી ધરપકડ. ફતેપુરા ત્રણ રસ્તા પાસે ખુલ્લા ખેતરમાં રમાતો હતો જુગાર. મોંઘીદાટ ગાડીઓ સહિત 21 જુગારી રંગેહાથ ઝડપાયા છે. કુલ 2 લાખ રોકડ સહિત 21 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 5 હજાર લઇને ખેતરમાં જુગાર રમાડતો હતો ખેતર માલિક. LCBએ મુખ્ય સૂત્રધાર ગુડુ ભદોરીયાની હાથ ધરી તપાસ.
ગીર સોમનાથના ગીર ગઢડાના બોડીદર ગામની સીમમાં ગઇકાલે બપોરે યુવક પર સિંહણે હુમલો કર્યો હતો. જશાધાર વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પુરવામાં આવી છે. મોડી રાત્રે સિંહણ પાંજરે પુરતા વન વિભાગે હાશકારો લીધો છે. જો કે બે સિંહણ અને સિંહ બાળ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સિંહણ પાંજરે પુરાઈ છે જ્યારે બીજી સિંહણને પાંજરે પુરવા વધુ પાંજરા ગોઠવાયા છે. સિંહણના મળ દાંત, નખ સહિતના સેમ્પલના નમુના લઈ તેનું લેબ પરીક્ષણ કરવામાં આવશે. જે રિપોર્ટમાં બહાર આવશે કે આ સિંહણે યુવક પર હુમલો કર્યો હતો કે અન્ય સિંહણે. હાલ તો એક સિંહણ પકડાતા વન વિભાગ અને ખેડૂતો એ હાશકારો અનુભવ્યો. સિંહણને જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવી છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સે રવિવારે UAE જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરી નાખી છે. એરલાઇન્સે રદ કરાયેલ ફ્લાઇટ્સ અંગે વિગતો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શેર કરી છે.
एयर इंडिया ने एक अपडेट जारी किया है – UAE हवाई अड्डा अधिकारियों के निर्देशों का पालन करते हुए, एयर इंडिया और एयर इंडिया एक्सप्रेस को 15 मार्च 2026 के लिए अपने एड-हॉक ऑपरेशन (अस्थायी उड़ानों) में कटौती करने के लिए मजबूर होना पड़ा है।
एयर इंडिया: दिल्ली-दुबई की एक वापसी उड़ान… pic.twitter.com/gQRRAuzFoF
— ANI_HindiNews (@AHindinews) March 15, 2026
સાબરકાંઠાના વિજયનગરના ચીઠોડા પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. ચીઠોડા પોલીસ સ્ટેશન ઓફિસરની બેદરકારીથી આરોપી ફરાર થઈ ગયો છે. આરોપીને રૂમમાં પુરેલો હોવા છતા લોકઅપને તાળું માર્યું નહીં. દારુની હેરાફેરીનો આરોપી મોકો જોઈને લોકઅપ રૂમની સ્ટોપર ખોલી ફરાર થઈ ગયો. ચીઠોડા પોલીસે પીએસઓ અને વાયરલેસ ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધ્યો. ફરજમાં બેદરકારી બદલ બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. ફરાર આરોપી વિરુદ્ધ પણ જેલમાંથી ફરાર થવાનો ગુનો નોંધાયો. પીએસઓ રમણ બુવળ અને વાયરલેસ ઓપરેટર રીટા ડોડીયાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. બન્નેને સસ્પેન્ડ કરાશે.
રાજકોટમાંથી ગેસ સંકટ વચ્ચે પારડીમાંથી LPG સિલિન્ડરની કાળાબજારી અને રિફિલિંગ કરતા બે શખ્સો ઝડપાયા છે. ચુલા રીપેરીંગની આડમાં સોનું ગેસ એજન્સીમાંથી ગેરકાયદે ગેસનું રિફિલિંગ અને ગેસના બાટલા વેચવાનું કારસ્તાન ઝડપાયું. શાપર પોલીસે 87 સિલિન્ડર સાથે બે શખ્સોની કરી ધરપકડ. મૂળ બિહારના બે ભાઈઓ રવિરંજન બિંદ અને રાજીવકુમાર બિંદ નામના શખ્સોની કરવામાં આવી ધરપકડ..
AAP નેતા યુવરાજસિંહે દુધનું ટેન્કર ઝડપ્યું છે. નકલી દુધ હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે. થોડા દિવસ પહેલા આપ નેતા યુવરાજસિંહને બાતમી મળી હતી કે જૂનાગઢ જિલ્લામાં નકલી દુધનો બેફામ કારોબાર ચાલે છે. આ વિગતો મળ્યા બાદ, વોચ રાખતા લેરિયાથી નકલી દુધ જુનાગઢ આવે છે આ દુધ કેમીકલ યુક્ત અને શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરાયો છે. દુધની ડેરીમાં પણ ના હોય તેટલુ દુધ લેરિયા ગામમાં ક્યાંથી આવ્યું તેવો સવાલ કર્યો છે. આ દુધ ગીરનાર સોરઠ ડેરીમાં ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહે કર્યો છે. હાલ આ શંકાસ્પદ દુધના સેમ્પલ fsl માં મોકલી તપાસ કરવામાં આવશે.
અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી અલગ અલગ 2 રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો છે. ખાંભા પોલીસ અને ફૂડ સેફટી ઓફીસર સાથે રહેણાંક મકાનમાં મોડી રાતે દરોડો પાડ્યો હતો. શંકાસ્પદ બનાવટી દૂધ 220 લીટર, દૂધ બનાવવાનો પાઉડર 214 કિલો, દૂધ બનાવવા માટે નું વનસ્પતિ તેલ 43.4 કિલો મળી આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લીધા છે, જે FSLમાં મોકલશે. દૂધના જથ્થાનો રાતે જ નાશ કર્યો ખાંભા પોલીસ સ્ટેશનમા જાણવાજોગ નોંધ કરી છે.
વાવ થરાદ જિલ્લાના ખેડૂતો માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ખેડુતોના હિતમાં આપ્યું નિવેદન. આજે 15 માર્ચે થનાર કેનાલમાં પાણી બંધ આજે નહીં થાય. સરકારના નિયમ અનુસાર 15 માર્ચથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવે છે, માઇનોર અને ડિસ્ટિબ્યુટર કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવે છે. ખેડૂતોના હિતમાં આગામી 30મી એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવશે. ઉનાળા ની શરૂઆતમાં ખેડૂતોને હાલાકી ના પડે તે માટે સરકાર લીધો ખેડૂતોના હિતમાં નિર્ણય. થરાદ નગર પાલિકા વિસ્તારમાં પ્રથમવાર સમાવિષ્ટ કરાયેલ સોસાયટીઓનાં વિકાસના કામોના ખાતમુર્હુત સમયે આપ્યું નિવેદન
સુરેન્દ્રનગર પોલીસ દ્રારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગમાં અરજી મેળો યોજીને અરજદારોને એક જ જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા. અરજદારોની વ્યથા સાભળી અને સમજીને અરજી લેવામાં આવી હતી. પોલીસ વિભાગને લગતી અરજીઓ લઇ તાત્કાલિક નિકાલ કરવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. જેમા મોટી સંખ્યામાં અરજદારો હાજર રહી પોતાની અરજીઓ આપી હતી.
જામનગર SOG પોલીસે સપાટો બોલાવ્યો છે. જામનગર આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે. જામનગર નજીક સચાણામાંથી મૂળ પશ્ચિમ બંગાળનો મધુમંગલ અનંતભાઈ બિશ્વાસ નામના શખ્સને દબોચ્યો છે. જામનગર નજીક દરેડમાંથી જગદીશ હમીરભાઈ મકવાણા નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. લાલપુરના મેઘપર ગામમાંથી મૂળ પશ્ચીમ બંગાળના મીલટન રતનભાઈ બિશ્વાસને દબોચ્યો છે. લાલપુરના મેઘપર ગામેથી અન્ય એક મૂળ પશ્ચીમ બંગાળના પ્રોવાસ નિત્યાનંદા વિશ્વાસ નામના શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ બોગસ ડોક્ટરો પાસેથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના સાધનો જપ્ત કર્યા છે. તમામ સામે પોલીસ મથકોમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઇઝરાયલે મધ્ય ઇરાની શહેર ઇસ્ફહાનને લક્ષ્ય બનાવીને મોટો મિસાઇલ હુમલો કર્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે, આ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. આ કાર્યવાહી દરમિયાન, IRGC એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અહેવાલો સૂચવે છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ હવે સક્રિયપણે ઇરાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવી રહ્યા છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, અમેરિકાએ સરકારી કર્મચારીઓને ઓમાન છોડવાનો આદેશ આપ્યો છે. “સુરક્ષા જોખમો”ને ટાંકીને, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તમામ બિન-કટોકટી સરકારી કર્મચારીઓ તેમજ તેના તમામ કર્મચારીઓના પરિવારના સભ્યોને ઓમાન છોડવાનો નિર્દેશ આપ્યો છે. અહેવાલો સૂચવે છે કે, આ નિર્દેશને અનુસરીને, ઓમાનમાં યુએસ દૂતાવાસના સરકારી કર્મચારીઓ – અન્ય અમેરિકન નાગરિકો સાથે – દેશ છોડવાનું શરૂ કરી દીધું છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને પગલે, ભારતીય નૌકાદળે પર્સિયન ગલ્ફ નજીક તેના યુદ્ધ જહાજો તહેનાત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જરૂર પડ્યે ભારત જનારા વેપારી જહાજોને સુરક્ષા સહાય પૂરી પાડવા માટે આ યુદ્ધ જહાજોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. સૂત્રોને ટાંકીને ANIના એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોને ચોક્કસ હેતુ માટે પર્સિયન ગલ્ફ નજીક તહેનાત કરવામાં આવ્યા છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જાહેરાત કરી હતી કે, શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. વધુમાં, જો કોઈ વ્યક્તિ સુરક્ષા કર્મચારીઓ સાથે આવે છે, તો તેને સંકુલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરિસરમાં લાઇસન્સ પ્રાપ્ત રિવોલ્વર, તલવાર અથવા બંદૂક જેવા શસ્ત્રો પણ પ્રતિબંધિત છે. જો કે, શીખ ભાઈઓના અધિકારો અનુસાર, ફક્ત એક નાનું કિરપાણ – જે કાયદેસર રીતે લઈ જઈ શકાય છે, તે લઈ જવા દેવાશે.
અરવલ્લી જિલ્લાના ધનસુરાના રમોસ નજીક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ લિકેજની ઘટના બની છે. કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયો છે. મોડાસા પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કોલ્ડ સ્ટોરેજમાં ગેસનો વાલ્વ બંધ કરવા ફાયર ટીમે કવાયત હાથ ધરી છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને એમોનિયા ગેસની અસર ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Published On - 7:21 am, Sun, 15 March 26