14 મેના મહત્વના સમાચાર : સુરતના પાંડેસરામાં એકસાથે 16 બોગસ ડૉક્ટર ઝડપાયા, SOG અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહી

આજે 14 ઓક્ટોબરને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

14 મેના મહત્વના સમાચાર : સુરતના પાંડેસરામાં એકસાથે 16 બોગસ ડૉક્ટર ઝડપાયા, SOG અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહી
| Edited By: | Updated on: Oct 14, 2026 | 9:00 AM

LIVE NEWS & UPDATES

  • 14 Oct 2026 09:00 AM (IST)

    દિલ્હીમાં CJPના ત્રણ નેતાઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર, જંતર-મંતર વિરોધ પ્રદર્શન મામલે કાર્યવાહી

    દિલ્હીના જંતર-મંતર ખાતે CJPના વિરોધ પ્રદર્શનના મામલે દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી છે. CJPના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રંકા અને અજિંક્ય શિંદેની વહેલી પરોઢે ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય નેતાઓના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્રણેય નેતાઓ સામે ટ્રેસપાસિંગ એટલે કે અનધિકૃત પ્રવેશ અને બોન્ડની શરતોનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જંતર-મંતર ખાતેના વિરોધ પ્રદર્શનને લઈને થયેલી આ કાર્યવાહીથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.

  • 14 Oct 2026 08:40 AM (IST)

    દિલ્હીના જાફરાબાદમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા લોકોએ લગાવ્યા કુદકા

    દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગથી બચવા માટે રેસ્ટોરન્ટમાં હાજર લોકોમાં નાસભાગ મચી હતી. જીવ બચાવવા માટે કેટલાક લોકોએ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળવા કુદકા લગાવ્યા હતા. આગની ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તો અંગેની વિગતો હજી સ્પષ્ટ થઈ નથી.


  • 14 Oct 2026 07:58 AM (IST)

    ગુજરાતમાં ગરમીએ પકડ્યું જોર, અમદાવાદમાં ઓક્ટોબરની ગરમીએ 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો

    ગુજરાતના શહેરોમાં આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જ્યારે રાજ્યના 13 શહેરોમાં સરેરાશ તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 39.8 ડિગ્રી તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, જ્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે. બીજી તરફ, અમદાવાદમાં ઓક્ટોબર મહિનાની ગરમીએ છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઓક્ટોબર મહિનામાં જ ઉનાળા જેવી ગરમી અનુભવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. તાપમાનમાં સતત વધારાને કારણે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.

  • 14 Oct 2026 07:37 AM (IST)

    દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન મામલે કાર્યવાહી, ત્રણ નેતાઓની ધરપકડ

    દિલ્હીના જંતર-મંતર ખાતે CJP દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના મામલે દિલ્હી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે CJPના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રંકા અને અજિંક્ય શિંદેની વહેલી પરોઢે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ત્રણેય નેતાઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ મામલે દિલ્હી પોલીસ આજે ત્રણેય નેતાઓને કોર્ટમાં રજૂ કરશે. જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનને લઈને પોલીસની આ કાર્યવાહીથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.

  • 14 Oct 2026 07:35 AM (IST)

    સુરતના પાંડેસરામાં 16 બોગસ ડૉક્ટર ઝડપાયા, SOG અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહી

    સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ ડૉક્ટરો સામે SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. બંને વિભાગની ટીમોએ એકસાથે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 16 બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓ અગાઉ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ ડૉક્ટર તરીકે સારવાર આપતા હતા. દરોડા દરમિયાન તેમની પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે તમામ 16 આરોપીઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બોગસ ડૉક્ટરોની પ્રવૃત્તિ સામે થયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી છે.

આજે 14 ઓક્ટોબરને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:34 am, Wed, 14 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.