
આવતીકાલથી વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસે જશે. PM મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે.PM મોદી અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર 15-16 ડિસેમ્બરે જોર્ડનની મુલાકાત લેશે. જોર્ડનનો પ્રવાસ પૂર્ણ કરી PM મોદી 16 ડિસેમ્બરે ઇથોપિયા જશે તેઓ ઈથોપિયાના PM અબીય અલી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 17 ડિસેમ્બરે PM ઓમાન પ્રવાસે જશે તેઓ ઓમાનના સુલતાન કાબૂસ બિન સૈયદ સાથે બેઠક યોજશે.
ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ એકમને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા. ભાજપના મંત્રી પિયુષ ગોયલે પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી. ગોરખપુરના વરિષ્ઠ ભાજપ નેતા પંકજ ચૌધરીને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી હતી.
દિલ્લી પ્રવાસે ગયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો, જે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી. આ બેઠકમાં પ્રદેશ ભાજપના સંગઠનના નવા માળખા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ઉપમુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે પ્રદેશ પ્રમુખની વરણીને લગભગ બે મહિના થઈ ગયા હોવા છતાં હજી સુધી નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત થઈ નથી. વડાપ્રધાન સાથેની આ બેઠકમાં સંગઠનના નવા માળખા ઉપરાંત રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને રાજ્યની સામાજિક તથા રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોટી રીતે જન્મ- મરણના પ્રમાણપત્ર મેળવવા માટે બનાવટી કોર્ટના હુકમો રજૂ કર્યાની માહિતી મળતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વર્ષ 2025 ના લગભગ 238 કોર્ટ હુકમો વેરિફાય કરતા ગાયકવાડ હવેલી પોલીસને કોર્ટના 9 હુકમો ખોટા હોવાની હકીકત જાણવા મળી હતી. એટલું જ નહીં પરંતુ આ ખોટા ઓર્ડર થકી ડુપ્લીકેટ મરણ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને પગલે ગાયકવાડ હવેલી પોલીસે ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવનાર 3 આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલા ત્રણેય આરોપીઓ અરજણ ભરવાડ ,શબ્બીર શેખ ,અલ્લાઉદીન શેખ ની હાલમાં ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા મિલ્કત હડફી લેવા આ પ્રકારે ખોટા મરણ પ્રમાણપત્ર લેવાની જરૂરિયાત પડતા વકીલ પાસે રૂપિયા 50 હજારમાં એક પ્રમાણપત્ર બનાવતા હોવાનું સામે આવ્યું હતું, મહત્વનું છે કે અગાઉ ઇમરાન કાઝી નામના વકીલે કોર્ટના ખોટા ઓર્ડર બનાવ્યા કેસમાં ગાયકવાડ હવેલી પોલીસે જ તેની ધરપકડ કરી હતી અને આરોપી ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરાયો છે.
ભારતીય ટીમ અંડર-19 એશિયા કપ 2025 માં પાકિસ્તાન સામેની મેચમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આનો અર્થ એ થયો કે પાકિસ્તાન અંડર-19 ને જીતવા માટે હવે 49 ઓવરમાં 241 રન બનાવવા પડશે. ભારત તરફથી એરોન જ્યોર્જે સૌથી વધુ 85 રન બનાવ્યા.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર ગોળીબાર 10 લોકોના મોત, 7 ઘાયલ
“ઓપરેશન મ્યુલહન્ટ” અંતર્ગત જુનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે 253 કરોડ રૂપિયાના વિશાળ સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હાલ જેલમાં હોવાથી તેની ધરપકડ બાકી છે.
ભારતની ટીમ અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં અડધી આઉટ થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે, તેમણે પોતાના પાંચ બેટ્સમેન ગુમાવ્યા છે. આ પાંચ વિકેટો 173 રનમાં પડી ગઈ.
ગાંધીધામની ગળપાદર જેલમાંથી પ્રતિબંધિત 3 મોબાઇલ ઝડપાયા છે.ગળપાદર જેલના 2, 8 અને 11 બેરેકના શૌચાલયમાં છુપાયેલ 3 મોબાઈલ મળી આવ્યા
શહેરના અલથાણ વિસ્તારમાં 17 વર્ષી કિશોરી આપધાત કરવા જતા ફાયર જવાનો દ્વારા બચાવી લેવામાં આવી.11 માળે થી યુવતી ને ક્રેન મારફતે બચાવી લેવામાં આવી.
આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી મુંબઈ એરપોર્ટથી રવાના થયા. તેઓ તેમના GOAT ટૂર ઈન્ડિયા 2025 માટે મુંબઈમાં હતા.
#WATCH | Maharashtra: Argentine footballer Lionel Messi leaves from Mumbai airport.
Lionel Messi is in Mumbai for his G.O.A.T. Tour India 2025. pic.twitter.com/Z7nfxDgmZ0
— ANI (@ANI) December 14, 2025
અમદાવાદના બ્રિજ પર ભારે વાહન પ્રતિબંધના બોર્ડ લાગ્યા, 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાના નિર્ણય બાદ પ્રતિબંધ, મહાત્મા ગાંધી બ્રિજ સહિત અમદાવાદના 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવાશે. અમદાવાદ શહેરના 16 બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે.
હીરા ઉદ્યોગની મંદીએ વધુ એકનો લીધો ભોગ.સુરતના કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું.એપાર્ટમેન્ટ ઉપરથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. છેલ્લા 6 મહિનાથી બેરોજગાર હતા રત્નકલાકાર બેરોજગારી અને બીમારીના કારણે આપઘાત કર્યાનું અનુમાન છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી આપઘાતના કારણની તપાસ શરુ કરી.
અમરેલીના વિઠલપુર સિમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે મજૂર પર હુમલો કર્યો,વાડીમાં પાણી વાળવા જતા સિંહ ઓચિંતા સામે આવી જતા હુમલો કર્યો હતો.મજૂરને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સાયલા ચોટીલા હાઇવે પર મોલડી નજીક ચાર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો, 2 ટ્રક અને 2 કાર વચ્ચે અકસ્માત થયો છે,એક કારમાં ફસાયેલા પરિવારનુ રેસ્ક્યુ કરવામાં આવ્યું,ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
2025ના અંડર-19 એશિયા કપમાં ભારતને પાકિસ્તાન સામે બીજો ઝટકો લાગ્યો. આયુષ મ્હાત્રે 38 રન બનાવીને આઉટ થયો. મ્હાત્રેની વિકેટ પણ મોહમ્મદ સૈયમે લીધી, જેમણે વૈભવને આઉટ કર્યો હતો.
મહેસાણામાં SMCનો સપાટો લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું,પાલનપુર હાઈવે પર તરેટી ગામ નજીકથી ડ્રગ્સ પકડાયું છે.રામદેવપીર મંદિર પાસેથી વોચમાં રહેલી ટીમે આરોપીને દબોચ્યો,SMCએ કુલ 9.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સુરતમાં ગેરકાયદે પક્ષી વેચાણ મુદ્દે ફોરેસ્ટ વિભાગના દરોડા,ગેરકાયદે પોપટને પાંજરામાં રાખી વેચાણ કરતા કાર્યવાહી,નવસારી બજારમાં “વિશાલ પેટ શોપ” વિરૂદ્ધ કાર્યવાહી એક શખ્સને ઝડપી 4 જેટલા પોપટને મુક્ત કરાવાયા,25 હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરાઈ.વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયો ગુનો.
પાકિસ્તાનની અંડર-19 ટીમ સામે, આયુષ મ્હાત્રેએ મોહમ્મદ સૈયમની પહેલી જ ઓવરમાં 15 રન બનાવ્યા.
પોલીસથી ભાગવા જતા કારચાલકે બાઇકને અડફેટે લીધું હતુ. રેસકોર્સ પાસે આવેલ પટેલ આઇસ્કીમ નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો.કોઇક કારણોસર પોલીસથી ભાગવા જતા બાઇકને અડફેટે લીધું,બાઈક સવાર દંપતિને ઠોકરે લઈ કાર ચાલક ફરાર,પોલીસ પણ તેનો પીછો કરતી હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ,જ્યારે ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.
અંબાજી ગામ પોલીસે છાવણીમાં ફેરવાયુ છે.1000 થી વધુ પોલીસ અને જિલ્લા ના તમામ પી આઈ પી. એસ આઈ કક્ષા ના અધિકારી અંબાજી પહોંચ્યા છે.ગઈ કાલે થયેલ ઘટના ને લઈને થઇ શકે છે મોટી કાર્યવાહી, તમને જણાવી દઈએ કે,ગઈ કાલે પોલીસ ઉપર કરવામાં આવ્યો હતો પથ્થરમારો,પથ્થરમારાં ને લઈને 45 થી વધુ પોલીસ્કર્મીઓને ઈજા થઇ હતી.
અંડર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પોર્ટુગલ જવા નીકળેલા પરિવારને લિબિયામાં ગોંધી રખાયો છે.પરિવારને મુક્ત કરવા ૨ કરોડની ખંડણી માંગવામાં આવી છે.એજન્ટે મેલ દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરીકલેક્ટર કક્ષાએ થી ઈ મેઇલ ની વિગતો પોલીસને સોંપાઈ, વિદેશ મંત્રાલય હાલમાં લીબિયા સરકાર સાથે સંપર્ક કરી રહી હોવાની માહિતી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ મેચમાં વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો છે. ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બીજી મેચ છે.
ખટોદરામાં આરોપીઓએ ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં આગ લગાવી,રાત્રિ દરમિયાન બે ઈસમો આવી વાહનોમાં આગ લગાવી ફરાર થયા. આગની ઘટનામાં વાહન બળીને ખાખ થયા છે.મોપેટ માલિકે ખડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ખડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ત્રણ ઇસમોની અટકાયત કરી છે.આરોપીઓએ જૂની અદાવત રાખી વાહનોમાં આગ લગાવી હતી.પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
અંબાજી નજીક પાડલીયા ગામે જમીન પરના દબાણો દૂર કરવા મામલે મોટું ઘર્ષણ સર્જાયું હતું ,જેમાં 47 જેટલા પોલીસ કર્મીઓ અને વન વિભાગના કર્મચારીઓ ઘવાયા હતા.સમગ્ર મામલે વન વિભાગના આર એફ ઓએ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.લગભગ 1000 જેટલા ટોળા સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
વડોદરા શહેરમાં વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો બનાવ બન્યો છે.નશામાં ધૂત કાર ચાલકે રાત્રે અકસ્માત સર્જ્યો હતો.નશામાં ધૂત કાર ચાલકે ટુ વ્હીલર ચાલક દંપત્તિને અડફેટે લીધા હતા.હેવમોર સર્કલ પાસે ટુ વહીલર ચાલકને અડફેટે લીધા બાદ વાસણા રોડ પર કાર ચાલકને ઝડપી પડાયો હતો.અકસ્માતમા કોઈ મોટી જાનહાની થઈ નથી.પોલીસે કારચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ભાજપના નવા સંગઠન અંગે આજે દિલ્હીમાં મોટી બેઠક યોજાશે, પીએમ મોદી પણ હાજરી આપશે
ભારત-પાકિસ્તાન અંડર-19 એશિયા કપ 2025 મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક વહેલો, સવારે 10 : 00 વાગ્યે થશે. ભારતમાં, આ હાઇ-વોલ્ટેજ મેચનું સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ચાહકો સોનીલીવ એપ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ માણી શકશે.
સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે.મુન્ના એજન્સી વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે.તાજું જન્મેલું શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. નવજાત શિશુને કોણે અને શા માટે ફેંક્યું તેની પોલીસ તપાસ ચાલુ છે.
વાવ પોલીસે સાયબર ફ્રોડમા સાંડવાયેલા મ્યુલ બેંક એકાઉન્ટના આધારે તપાસ કરી ગૂનો નોંઘ્યો છે.અલગ અલગ રાજ્યોના લોકો સાથે ફ્રોડ કરનાર બેંક ખાતા વિરુદ્ધ સાયબર ફરિયાદો નોંધાઈ હતી. 33 લાખ થી વધુ નાણાં ઓનલાઈન મેળવી ફ્રોડ કરી વાવ ના માડકા અને બીયોક ગામના ઇસમોના ખાતામાં નાખતો હતો.વાવ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના અણીયારા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે.1.11 કરોડની કિંમતના ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે.64 છોડ મળી કુલ 60 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો છે.ઘઉં, તુવેરદાળના પાક વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું,ગાંજાનું વાવેતર કરનાર વાડી માલિકની ધરપકડ કરવામાં આવી છે.
સુરત જિલ્લા LCB ની ટીમે ચોરીનો માલ વેચવા નીકળેલી આ ગેંગને અરેઠના તડકેશ્વર નજીકથી ઝડપી લીધી છે. આ ગેંગ લૂંટ,વાહન ચોરી,ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી,અલગ અલગ ચોરીમાં ભેગો કરેલ મુદામાલ ગેંગ વેચવા જઈ રહી હતી તે દરમિયાન પોલીસે પકડી લીધી છે.એક સગીર સહિત બે ની ધરપકડ કરી 10 ગુનાનો ભેદ ઉકેલી પોલીસ દ્વારા કુલ 4.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અંડર-19 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર આજે 14 ડિસેમ્બરના રોજ મેચ રમાશે,જેમાં વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ટીમ ઈન્ડિયાની સૌથી મોટી આશા બનશે.
સીરિયામાં ISIS એ અમેરિકી દળો પર હુમલો કર્યો, જેમાં બે સૈનિકો અને એક નાગરિકનું મોત થયું. આ હુમલાથી ગુસ્સે ભરાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ISIS ને કડક જવાબ આપવા અને તેનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે આ હુમલાની નિંદા કરી અને તેમના ટ્રુથઆઉટ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં ત્રણ અમેરિકનોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.
અમદાવાદ: નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગથી 2 લોકોનાં મોત થયા છે. જ્યારે એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
મકાનનાં પહેલા માળે ગેસ સિલિન્ડરમાં ગેસ લિકેજને કારણે આગ લાગ્યા બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
વાયુ પ્રદુષણનું સંકટ જોતા દિલ્લીમાં ગ્રેપ-4 લાગૂ, અનેક વિસ્તારોમાં AQI 400ને પાર પહોંચ્યો છે.આનંદ વિહારમાં 491 અને અશોક વિહારમાં 493 AQI,બાવાનામાં 498, રોહિણીમાં 499, વિવેક વિહારમાં 495 AQIઆ વર્ષે ચોથી વખત દિલ્લીમાં AQI ગંભીર શ્રેણીમાં પહોંચ્યો છે.સરકારી કચેરીઓમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમનો આદેશ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝની ત્રીજી મેચ આજે (14 ડિસેમ્બર 2025) ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
નારણપુરા ત્રણ રસ્તા નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે.કારની અડફેટે એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે.પૂર ઝડપે વાહન ચલાવતા ચાલકે યુવકનો જીવ લીધો છે.20 વર્ષીય વેદાંત મોદીનું માર્ગ અકસ્માતમાં મોત થયું , અજાણ્યા વાહનચાલક સામે પોલીસ તપાસ શરૂ કરી છે.
ખેંગાર નામના ગુનાહિત ઇતિહાસ ધરાવનારની કરાઇ હત્યા, અંગત અદાવત ને કારણે થયેલી બબાલ બાદ હત્યા કરવામાં આવી છે.સમગ્ર મામલે કલોલ શહેર પોલીસ ઘટનાં સ્થળે પહોંચી છે.
આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.
કોંગ્રેસની વોટ ચોર રેલી આજે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કહ્યું, “અમે દેશને સંદેશ આપવા માંગીએ છીએ કે તમે મતદારોના અધિકારો છીનવી ન શકો.” તેમણે ઉમેર્યું, “આપણે બધા લોકશાહી અને બંધારણને બચાવવા માટે લડી રહ્યા છીએ.”
કોંગ્રેસની વોટ ચોર રેલી આજે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાશે.આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.અમદાવાદમાં રહેણાંક મકાનમાં આગથી 2 લોકોનાં મોત થયા છે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે, અંડર-19 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર આજે 14 ડિસેમ્બરના રોજ મેચ રમાશે.સુરત જિલ્લા LCB ની ટીમે ચોરીનો માલ વેચવા નીકળેલી ગેંગને પોલીસે ઝડપી લીધી છે.
Published On - 7:26 am, Sun, 14 December 25