અમેરિકા-યુરોપનો પ્રવાસ જોખમી સાબિત થઇ શકે. રશિયાની પોતાના નાગરિકોને ચેતવણી આપવામાં આવી. વિદેશ મંત્રાલયે કહ્યું, વોશિંગ્ટન સાથેના સંબંધોમાં તણાવ છે. અમેરિકી જેલમાં બંધ 1500 કેદીઓને બાઇડને મોટી રાહત આપી. 39 કેદીઓની સજા સંપૂર્ણ માફ. તો અન્યની સજામાં ઘટાડો. 4 ભારતીય મૂળના અમેરિકનનોને પણ રાહત. ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન. ભારત સહિત 158 દેશોનું પ્રસ્તાવને સમર્થન. તો ઈઝરાયેલ-અમેરિકા સહિત 9 દેશોએ કર્યું વિરૂદ્ધમાં મતદાન. આવતીકાલે લોકસભામાં PM મોદી બંધારણ પર ચર્ચાનો આપશે જવાબ. તો 16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં થશે ચર્ચા. ગૃહ પ્રધાન અમિત શાહ કરશે સંબોધન. દિલ્લીની 4 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. તો RBIના ગવર્નરને પણ મળ્યો ધમકીભર્યો ઈમેલ. રશિયન ભાષામાં મળેલી ધમકી મુદ્દે તપાસનો ધમધમાટ. સુરતમાં વરાછામાંથી ઝડપાયા વધુ 2 બોગસ ડૉક્ટર. ધોરણ.12 પાસ બંને બોગસ તબીબો સગા ભાઇ હોવાનો ખુલાસો. ડિગ્રી વગર કરતા હતા પ્રેક્ટિસ..
પીએમ મોદીએ કહ્યું કે બંધારણ આપણને માર્ગદર્શિકા આપે છે. એક શબ્દ આપણા કોંગ્રેસના સાથીઓને બહુ પ્રિય છે. એ શબ્દ છે જુમલા. કોંગ્રેસના અમારા સાથીઓએ રાત-દિવસ નારા લગાવ્યા, પરંતુ દેશ જાણે છે કે દેશમાં જો કોઈ સૌથી મોટો જુમલો હતો તો તે ‘ગરીબી હટાવો’ હતો. આ એક એવો જુમલો હતો કે તેમની રાજનીતિનો રોટલો શેકાઈ ગયા. પણ ગરીબો તેમા પીસાતા રહ્યા. તમે ટીવીમાં ગરીબ અને ગરીબી જોઈ હશે. તમે તેની પરિસ્થિતિ વિશે કંઈ જાણતા નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે વિવાદોનો એપી સેન્ટર બની ગઈ હોય.. તેમ એક પછી એક વિવાદો સામે આવે છે અને રાજકારણ ગરમાય છે.. ત્યારે હવે કોન્વોકેશન સેન્ટર હોલની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપો કરવામાં આવી રહ્યાં છે.. વર્ષ 2017માં સી.યુ.શાહના દાનથી કોન્વોકેશન સેન્ટર હોલ બનાવવા માટેની કામગીરી શરુ કરવામાં આવી હતી. જોકે આજે પણ આ કોન્વોકેશન સેન્ટર ખંઢેર હાલતમાં છે. જેને લઈ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને પૂર્વ કુલપતિ કમલેશ જોશીપૂરા સામે ગંભીર આરોપો લગાવ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપૂરાએ ભ્રષ્ટાચારનો આરોપો ફગાવતા જણાવ્યુ કે હોલના બાંધકામની 50% રકમ સી.યુ.શાહ નામના દાતા દ્વારા અપાઈ હતી અને યુનિવર્સિટીની પ્રણાલી છે કે જે 50 ટકા દાન આપે તેમનો જ કોન્ટ્રાક્ટર કામ કરે. વર્ષ 2011 બાદ જવાબદારી પૂર્ણ થતા. હવે સરકારના સૂચન મુજબ કામ કરાશે.
સુરતમાં ફરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા છે. પોલીસે બે નકલી ડોક્ટર અને એક કંપાઉન્ડરની ધરપકડ કરી છે. મૂળ બંગાળના જુગલ બિશ્વાસ અને મિલન બિશ્વાસની પોલીસે કરી ધરપકડ. બન્ને સગા ભાઈ કોઈ પણ ડિગ્રી વગર દવાખાના ખોલીને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા હતા. જુગલ બિશ્વાસ સુરભી કોમ્પ્લેક્ષમાં દવાખાનું ખોલી દવા આપતો હતો. તો મિલન વિશ્વાસ નેચરો હર્બલ ક્લિનિકનાં નામે ક્લિનિક ખોલી રોગ નિદાન કરતો હતો. બંને નકલી ડોક્ટર માત્ર 12 પાસ હોવાનું ખુલ્યું હતું.. પોલીસે સ્થળ પરથી દવાનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.
BZ ગ્રુપ કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકોને કરાશે ઘરભેગા. આ નિવેદન આપ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે. કરોડોના કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી સામે આવતા, હવે શિક્ષણ વિભાગે પણ બેદરકાર શિક્ષકો વિરૂદ્ધ તપાસના ગાળીયો કસ્યો છે. શિક્ષણમંત્રીનો દાવો છે કે પ્રાથમિક તપાસમાં 4 શિક્ષકોની સંડોવણી સામે આવતા તેમને નોટિસ ફટકારીને જવાબ માગવામાં આવ્યો છે. સાથે જ ડિંડોરે હુંકાર ભર્યો છે કે શિક્ષકો વિરૂદ્ધ કાયદો કાયદાનું કામ કરશે અને વિભાગ આવા શિક્ષકોને જરાય નહીં છાવશે.
સંવિધાન પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સંસ્થાઓ કબજે કરવામાં આવી છે. દેશમાં રાજકીય સમાનતા ખતમ થઈ ગઈ છે. અમારું પ્રથમ પગલું જાતિની વસ્તી ગણતરી હશે. આ પછી નવી રીતે રાજનીતિ થશે. 50 ટકા અનામતની દિવાલ તોડી નાખશું
અમદાવાદ: ગેરકાયદે હથિયારો સાથે બે આરોપીની ધરપકડ કરી છે. ATSએ બે આરોપી પાસેથી 2 પિસ્તોલ અને 6 કારતૂસ જપ્ત કર્યા. શાહિબાગ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી બન્ને આરોપી ઝડપાયા. ભાઈની હત્યાનો બદલો લેવા હથિયારો સાથે રાખતા હોવાની કબૂલાત કરી છે. સિરાજ ડોન અને અફઝલ નામના શખ્સે આરોપીના ભાઈની હત્યા કરી હતી. હત્યા કેસમાં આરોપી પણ ઈજાગ્રસ્ત થયો હતો. બન્ને આરોપી પર અગાઉ પણ ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે.એક આરોપી પર 6 અને અન્ય આરોપી પર 9 ગુના અગાઉથી જ દાખલ છે.
અમદાવાદ: નકલી ED અધિકારી મામલે રાજકારણ ગરમાયુ છે. હર્ષ સંઘવીના ટ્વીટ બાદ AAPના ઈસુદાન ગઢવીએ વળતો પ્રહાર કર્યો છે. મુખ્ય આરોપીનો ભાજપ સાંસદ વિનોદ ચાવડા સાથેનો ફોટો ટ્વીટ કર્યો. અને કહ્યુ આરોપીના ભાજપના સાંસદ સાથે શું સબંધ છે ? મુખ્ય આરોપી સત્તારે 2023માં જ AAPમાંથી રાજીનામું આપ્યું હતું. તો આ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ પ્રતિ આક્ષેપ કર્યો. નકલી ED આપના નેતાને ભાગ આપતો હોવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસે મનુસ્મૃતિને બંધારણ કરતા સારી ગણાવી હતી. સાવરકરે કહ્યું હતું કે મનુસ્મૃતિ બંધારણથી ઉપર છે. રાહુલે કહ્યું કે તમે જેની પૂજા કરો છો તેણે કહ્યું હતું કે બંધારણમાં ભારતીય કંઈ નથી. રાહુલે કહ્યું કે અમને બંધારણમાં બાબાસાહેબના આદર્શો દેખાય છે.
સંવિધાન પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ અભય મુદ્દાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આપણું બંધારણ વિચારોનો સમૂહ છે. બંધારણ એ જીવનની ફિલસૂફી છે. આપણી સંસ્કૃતિના વિચારો બંધારણમાં પ્રતિબિંબિત થાય છે. બંધારણમાં પ્રાચીન વારસો સમાયેલો છે.
ઉત્તર પ્રદેશ: સંભલમાં 46 વર્ષ જૂનું મંદિર મળી આવ્યુ છે. વીજળી ચોરીની તપાસ દરમિયાન આ ખુલાસો થયો. દીપા રાય વિસ્તારમાં પોલીસે તપાસ કરી હતી. જ્યાં વર્ષ 1978ના હુલ્લડો બાદ મંદિર બંધ થયું હતું. મંદિરની અંદર હનુમાનજી, શિવલિંગ, નંદીની મૂર્તિ મળી આવી છે. 1978ના હુલ્લડો બાદ હિંદુઓએ આ વિસ્તાર છોડ્યો હતો.
અમદાવાદઃ ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા આપી છે. હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ થઇ છે. રાજ શ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે.
ગીરસોમનાથમાં નવાબંદરની ફીસીગ બોટ દરીયામાં ડૂબી. હરીઓમ નામની બોટ 12 નોટીકલ માઈલ દૂર દરીયામાં ભારે પવનના કારણે ડૂબી હોવાનું સામે આવ્યુ છે. બોટમાં રહેલા 8 ખલાસીઓને અન્ય બોટે બચાવી લીધા છે.
સુરત: અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં ચોરી થઇ છે. 5થી વધુ યાત્રિકોના સામાનની થઈ ચોરી. લાખો રૂપિયાની કિંમતના સામાનની ચોરી થયાનો મુસાફરોનો આરોપ છે. RPFના જવાનોએ સ્થળ પર ફરિયાદ ન લેતા યાત્રિકોનો હોબાળો થયો. યાત્રિકોને ઓનલાઈન ફરિયાદ કરવા RPFએ જણાવ્યું. યાત્રિકોએ હોબાળો મચાવતા RPF અને GRPએ નોંધી ફરિયાદ.
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીને કુંભમેળામાં સંશોધન કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગોના 40 વિદ્યાર્થીઓ કુંભ મેળામાં જઈ કુંભ મેળાના આયોજન અને વ્યવસ્થાપન અંગે અભ્યાસ કરશે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આયોજિત કુંભ મેળામાં વિદ્યાર્થીઓ ફિલ્ડ વિઝીટ કરી રિસર્ચ કરશે.
સુરેન્દ્રનગરઃ લખતરમાં લોકોને પીવાનું પાણી ન મળતા વિવાદ સર્જાયો છે. તપાસ માટે ગયેલ ટીમ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ છે. મફતીયાપરા, ભૈરવપરા સહિતના અનેક વિસ્તારોમાં પાણીના ફાંફાં છે. લોકોને પીવાનું પાણી ઘર સુધી ન મળતા હાલાકી થઇ રહી છે. પંચાયતે પાણીની નવી લાઇન નાખ્યા છતાં પાણી નથી મળતું. અધિકારીઓ સ્થળ પર જતા લોકોએ ઊધડો લીધો.
સુરત: કામરેજ ટોલનાકાએ AAPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. ટોલ ટેક્સમાં વધારાને લઈને AAPના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. લોકલ વાહન ટોલ મુક્ત કરો, NHAI શરમ કરોના પ્લેકાર્ડ બતાવ્યા હતા. AAPના કાર્યકરોએ NHAI અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
રાજ્યમાં શિયાળાની જમાવટ થઇ છે. કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર છે. ડીસામાં 9.1 ડિગ્રી, રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે છે. અમદાવાદ સહિત અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદમાં દિવસ દરમિયાન 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો છે. શીતલહેર વચ્ચે દિવસે પણ ભારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.
સુરત: ઉમરપાડા રેફરલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ડૉક્ટરો સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં ન આવતા દર્દીઓ પરેશાન થયા છે. કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલી મહિલાઓને હાલાકી થઇ રહી છે. હોસ્પિટલે આવેલા મહિલા અને બાળકો ભુખ્યા-તરસ્યા રહેતા હેરાન થઇ રહ્યા છે. હોસ્પિટલે આવેલા દર્દીઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા ન કરાઇ. સરકારી રેફરલ હોસ્પિટલનો વહીવટ ખાડે હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અમેરિકામાં 18 હજાર ભારતીયો પર સંકટ તોળાઇ રહ્યુ છે. ગેરકાયદે ઈમિગ્રન્ટસ વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવ્યુ છે. ગેરકાયદે રહેતા ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવા લિસ્ટ તૈયાર કરાયુ છે. 18 હજાર ભારતીય સહિત 15 લાખ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે કોઈ દેશમાં ગેરકાયદે ઘુસવું આક્રમણ સમાન છે.
લોકસભામાં સંવિધાન પર ચર્ચાના બીજા દિવસે આજે સાંજે 5 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણના 75 વર્ષ પરની ચર્ચાનો જવાબ આપશે.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન જેલમાંથી મુક્ત થયા છે. તે આજે સવારે 6.44 કલાકે ચંચલગુડા જેલમાંથી બહાર આવ્યા હતા. સંધ્યા થિયેટર કેસમાં ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી નીચલી કોર્ટે તેને 14 દિવસ માટે જેલમાં મોકલી દીધા. આ પછી તેલંગાણા હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. તેને તેલંગાણા હાઈકોર્ટમાંથી 4 અઠવાડિયાના વચગાળાના જામીન મળ્યા છે.
Hyderabad, Telangana: Actor Allu Arjun released from jail.
He was taken to Chanchalguda Central Jail yesterday after a Court sent him to a 14-day remand. Later, he was granted interim bail by Telangana High Court on a personal bond of Rs 50,000.#AlluArjunArrested #AlluArjun… pic.twitter.com/szwW2CrgUD
— Tv9 Gujarati (@tv9gujarati) December 14, 2024
Published On - 7:54 am, Sat, 14 December 24