13 નવેમ્બરના મહત્વના સમાચાર : દિલ્હીની હવા ગૂંગળામણભરી, આનંદ વિહારથી ITO સુધી AQI 400 થી વધુ

આજે 13 નવેમ્બર શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

13 નવેમ્બરના મહત્વના સમાચાર : દિલ્હીની હવા ગૂંગળામણભરી, આનંદ વિહારથી ITO સુધી AQI 400 થી વધુ
| Edited By: | Updated on: Nov 13, 2026 | 8:08 AM

LIVE NEWS & UPDATES

  • 13 Nov 2026 08:08 AM (IST)

    અમદાવાદમાં ફટાકડા ફોડવા મુદ્દે વિવાદ, PSI અને સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ

    અમદાવાદના અખબારનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ફટાકડા ફોડવા મુદ્દે વિવાદ સર્જાયો છે. રોકેટ ફટાકડાના કારણે ગાંધીનગર રેલવે પોલીસમાં ફરજ બજાવતાં PSI કલ્પના ચુડાસમાની કારને નુકસાન થતાં PSI અને સોસાયટીના રહીશો વચ્ચે વિવાદ વકર્યો હતો. રહીશોના જણાવ્યા અનુસાર, કારને થયેલા નુકસાનનો ખર્ચ ચૂકવવાની તૈયારી દર્શાવવા છતાં વિવાદ યથાવત્ રહ્યો છે. આ મામલે એક મહિલાએ પોલીસકર્મી અને તેમના પરિવારજનો પર ધમકી આપવાનો તેમજ અપશબ્દો બોલવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, મહિલાએ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે સોસાયટીના CCTV ફૂટેજ તપાસીને નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. હાલ આ મામલે વાડજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 13 Nov 2026 08:04 AM (IST)

    અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક અંધાધૂંધ ગોળીબાર, 2નાં મોત અને 5 ઘાયલ

    અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. એક હુમલાખોરે જિમમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરતાં 2 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરે પોતાની જાતને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.


  • 13 Nov 2026 07:58 AM (IST)

    દિલ્હીની હવા ગૂંગળામણભરી, આનંદ વિહારથી ITO સુધી AQI 400 થી વધુ

    દિલ્હીમાં પ્રદૂષણથી કોઈ રાહત મળતી નથી. દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 402 નોંધવામાં આવ્યો હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. IIT દિલ્હીમાં AQI 487 નોંધવામાં આવ્યો હતો, જ્યારે ચાંદની ચોક અને ઉત્તર કેમ્પસમાં 476 નોંધવામાં આવ્યો હતો. દરમિયાન, ITOમાં AQI 453, જહાંગીરપુરીમાં 427, વઝીરપુરમાં 425, આનંદ વિહારમાં 417 અને બાવાના અને રોહિણીમાં 411 નોંધવામાં આવ્યો હતો. IGI એરપોર્ટ ટર્મિનલ 3 પર AQI 402, બુરારી અને ઓખલા ફેઝ 2 પર 399, દ્વારકા સેક્ટર 8 અને નરેલામાં 369 અને લોધી રોડ પર AQI 341 નોંધવામાં આવ્યો હતો.

આજે 13 નવેમ્બર શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:54 am, Fri, 13 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.