13 જાન્યુઆરીના મહત્વના સમાચાર : “કબજો કરો, મદદ આવી રહી છે…” ટ્રમ્પની પોસ્ટે મચાવી સનસનાટી; શું ઈરાન પર હુમલો કરવા જઈ રહ્યું છે અમેરિકા ?

આજે 13 જાન્યુઆરીના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

13 જાન્યુઆરીના મહત્વના સમાચાર : કબજો કરો, મદદ આવી રહી છે... ટ્રમ્પની પોસ્ટે મચાવી સનસનાટી; શું ઈરાન પર હુમલો કરવા જઈ રહ્યું છે અમેરિકા ?
| Edited By: | Updated on: Jan 13, 2026 | 9:29 PM

આજે 13 જાન્યુઆરીને મંગળવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Jan 2026 09:27 PM (IST)

    “કબજો કરો, મદદ આવી રહી છે…” ટ્રમ્પની પોસ્ટે મચાવી સનસનાટી; શું ઈરાન પર હુમલો કરવા જઈ રહ્યું છે અમેરિકા ?

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચાવી છે. તેમણે ઈરાની વિરોધીઓને વિરોધ ચાલુ રાખવા વિનંતી કરી અને કહ્યું, “મદદ આવી રહી છે.” આ પોસ્ટથી એવી અટકળો શરૂ થઈ છે કે, અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે છે. ટ્રમ્પે ઈરાની અધિકારીઓ સાથેની બેઠકો રદ કરી છે અને ઈરાન સાથે વેપાર કરતા દેશો પર વધુ ટેરિફ લાદવાની ધમકી ઉચ્ચારી છે.

  • 13 Jan 2026 09:19 PM (IST)

    ચીન-પાકિસ્તાન સામે મજબૂત થવા, ફ્રાન્સ પાસેથી ભારત ખરીદશે વધુ 114 રાફેલ

    ભારત ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ જેટ ખરીદશે. આનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થશે. આ સોદા હેઠળ, મોટાભાગના રાફેલ ભારતમાં જ બનાવવામાં આવશે. આનાથી સંરક્ષણ ઉત્પાદનમાં વધુ વધારો થશે. આ બાબતે સંરક્ષણ મંત્રાલયમાં આ અઠવાડિયે એક મોટી બેઠક યોજાશે.


  • 13 Jan 2026 08:49 PM (IST)

    સુરેન્દ્રનગરના લીંબડી જુના બસ સ્ટેન્ડ નજીક બજારમાં સરેઆમ યુવકની કરાઈ હત્યા

    સુરેન્દ્રનગરના લીંબડી જુના બસ સ્ટેન્ડ નજીક બજારમાં સરેઆમ યુવકની હત્યા કરવામાં આવી છે. યુવક પર પાંચથી છ લોકોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. મૃતદેહ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
    ભર બજારમાં યુવકની હત્યા થતા પોલીસએ વેપારીઓના CCTV ચેક કરીને હત્યારાઓની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે.

  • 13 Jan 2026 06:41 PM (IST)

    સુરત પોલીસે દાલ ચાવલ, લસ્સી, બીડીની ધરપકડ કરીને GUJCTOK લગાવ્યો

    સુરતની “દાલ ચાવલ “ગેંગ વિરુદ્ધ GUJCTOK હેઠળ કાર્યવાહી કરી છે. સુરતના ભેસ્તાન પોલીસે આકાર્યવાહી કરી છે. ગેંગ વિરુદ્ધ અનેક ગુન્હા પોલીસ ચોપડે રજીસ્ટર થયા છે. સામાન્ય નાગરિકો પર હુમલો કરવો, લોકોની મિલકત પચાવી પાડવી, લોકોને જાનથી મારી નાંખવાની ધમકી આપવી જેવા ગંભીર ગુન્હા આરોપીઓએ આચર્યા છે. આ કુખ્યાત ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ કરીને GUJCTOK હેઠળ કાર્યવાહી કરી છે. સુરતની ભેસ્તાન પોલીસે પકડેલા આરોપીઓમાં 1.ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ, 2.સલમાન ઉર્ફે લસ્સી સલીમ મિર્ઝા, 3.શાહરુખ મજીદ અંસારી 4.અરબાઝ ઉર્ફે બાબા પઠાણ અને 5.સોહેબ ઉર્ફે બીડી પઠાણનો સમાવેશ થાય છે.

  • 13 Jan 2026 06:16 PM (IST)

    તાપીના ઉચ્છલ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો

    તાપીના ઉચ્છલ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. ઝરમરિયા કમોસમી વરસાદને પગલે ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ. વ્યારા, સોનગઢ, વાલોડ સહિતના વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ઉચ્છલ તાલુકામાં ધીમી ધારે પડેલા વરસાદથી તુવેર અને કઠોળ પાકમાં નુકશાની થવાની ભીતિ.

  • 13 Jan 2026 05:03 PM (IST)

    રૂપિયાની લેવડ દેવડ અને મહિલા સાથે લફરાના એંગલથી સુરતના કતારગામમાં બિલ્ડરની હત્યા કેસની હાથ ધરાઈ તપાસ

    કતારગામ પોલીસે, બિલ્ડરની હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મહિલાને લઈને ઝગડા બાબતે બિલ્ડરની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી અશ્વિન સોલંકી, હિતેશ સોલંકી અને પ્રફુલ સોલંકીની ધરપકડ. આરોપીઓમાં એક આરોપી એડવોકેટ તરીકે ફરજ બજાવતો હતો. બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણીની હત્યા કરાઈ હતી. પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી. ઘટના સ્થળે લઇ જઈ ઘટનાનું  રિ કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટ્યું હતું. હત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા પાછળ રૂપિયાની લેવડ દેવડ અને મહિલાના અફેરના એગલથી તપાસ કરવામાં આવી રહી છે.

     

     

  • 13 Jan 2026 03:27 PM (IST)

    ગાંધીજીના નામથી એલર્જી ધરાવતુ ભાજપ, ગાંધી વિચાર ખતમ કરવા માંગે છે, કોંગ્રેસ વિધાનસભાનો કરશે ઘેરાવ

    G RAM G ને લઈ કોંગ્રેસ વિધાનસભાનો  કરશે. મનરેગાને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવા કોંગ્રેસે માંગ કરી છે. 25 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ મનરેગા જાગૃતિ અને G RAM G નો વિરોધ કરતા કાર્યક્રમો કરશે. મનરેગા અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન કર્યું છે કે, વિશ્વમાં સૌથી વધુ રોજગાર આપનાર યોજના મનરેગા હતી. કોરોનામાં 70 લાખથી વધુ લોકોને 100 દિવસથી વધુની રોજગારી આપી છે. મનરેગાના કારણે 26 ટકા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 2014 બાદ ભાજપ સરકારે રોજગારી નથી આપી પરંતુ રોજગારીનો કાયદાકીય અધિકાર છીનવાયો છે. ગુજરાતના ગાંધીજીનું નામ યોજનામાંથી હટાવવામાં આવ્યું છે. ભાજપને ગાંધીજીના નામથી એલર્જી છે. ગાંધીજીના વિચારોને ખતમ કરવા માંગે છે. કોઈપણ રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવામાં આવ્યો છે.  રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ સારી નહીં હોય તો રોજગારનો અધિકાર છીનવાઈ જશે. ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં મનરેગા હેઠળ માત્ર 42 થી 46 દિવસ જ રોજગાર અપાયો હતો.

     

  • 13 Jan 2026 03:15 PM (IST)

    દાહોદમાં પોલીસની દારુની ખેપ, પોલીસે જ પકડી પાડી, 3 પોલીસ કર્મી ફરાર

    દાહોદ પોલીસના ત્રણ જવાનો દારૂની હેરાફેરીમાં ઝડપાયા. ચાકલીયા પોલીસ મથકના 3 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરાયો છે. એક હેડ કોન્સ્ટેબલ દારૂ ભરેલી ગાડી ચલાવતો હતો, તો બે કોન્સ્ટેબલ કરી રહ્યા હતા પાયલોટિંગ. દાહોદ LCB અને સ્થાનિક પોલીસે પીછો કર્યો, દારૂ ભરેલી કાર ખાડામાં ઉતરી ગઈ અને ખાખીધારીઓ ફરાર થયા.  પોલીસે ₹66,000 થી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો. ખાખી વર્દીની આડમાં ચાલતું હતું કાળું કામ. રાજસ્થાનથી લીમડી સુધી ‘સેફ રૂટ’ બનાવી પોલીસ જ લાવતી હતી દારૂ. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા, અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અલ્ટો ગાડીમાં દારૂની પાયલોટિંગ કરતા હતા. હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડ દારૂ ભરેલી ગાડી રાજસ્થાનથી લઈ લીમડી તરફ આવતો હતો. દારૂ ભરેલી ગાડી ખાડામાંઉતરી જતા ગાડી મુકી ખાખી વર્દીધારી પોલીસ કોન્સ્ટેબલો ફરાર થઈ ગયા હતા. દાહોદ LCB ઝાલોદ પોલીસ અને ચાકલીયા પોલીસની ટીમોએ ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ચાકલીયા ત્રણેય પોલીસ કર્મીઓ ઉપર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • 13 Jan 2026 03:07 PM (IST)

    PM મોદીની ડિગ્રીને લઈને કરાયેલ ટિપ્પ્ણી અંગેના કેસમાં અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંહને હાઈકોર્ટનો ઝટકો

    PM નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને અભદ્ર ટિપ્પણી કરવા મામલે હાઇકોર્ટે, આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંહને આપ્યો ઝટકો. કેસથી અલગ કરવાની કેજરીવાલની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કરેલી અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બંને નેતાઓ પર કરાયો છે બદનક્ષીનો દાવો. હાઈકોર્ટના ચુકાદા બાદ ટ્રાયલ આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે.

  • 13 Jan 2026 02:52 PM (IST)

    PM નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ટિપ્પણી કરવા મામલે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

    PM નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ટિપ્પણી કરવા મામલે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. AAP સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંહને હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે. કેસથી અલગ કરવાની કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી. AAP નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બંને નેતાઓ પર બદનક્ષીનો દાવો કરાયો છે.

  • 13 Jan 2026 02:27 PM (IST)

    સાબરકાંઠા: પ્રાંતિજમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં અફરા-તફરી

    સાબરકાંઠા: પ્રાંતિજમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં અફરા-તફરી સર્જાઇ. ભાંખરિયા વિસ્તારમાં ફુગ્ગા વેચનાર ફેરિયાની ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો. ભીડભાડ વાળા વિસ્તારમાં ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નાસભાગ મચી. ફાયરની ટીમે ગેસની બોટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો. બ્લાસ્ટ બાદ પાલિકાની ટીમે 2 બોટલ કબ્જે કરી.

  • 13 Jan 2026 02:25 PM (IST)

    વડોદરા: વાઘોડિયા તાલુકાના અનેક ગામમાં દીપડાની દહેશત

    વડોદરા: વાઘોડિયા તાલુકાના અનેક ગામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. એક જ રાતમાં વિવિધ ગામમાં દીપડાએ પશુઓનું મારણ કર્યું. તવરા, ઝવેરપુરા, વેડપુર સહિતના ગામમાં પશુઓનું મારણ કર્યુ. અનેક દિવસથી શિકારની શોધમાં દીપડાના સતત આંટાફેરા જોવા મળી રહ્યા છે. દીપડાના આંટાફેરાને લીધે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. પશુપાલકો પશુઓની સુરક્ષા માટે ચિંતિત છે, ખેડૂતો ખેતરે જતા ભયભીત છે. વન વિભાગ સત્વરે પગલા લેવી તેવી ગ્રામજનોની માગ છે.

  • 13 Jan 2026 01:40 PM (IST)

    રાજકોટઃ જેતપુર-પોરબંદર હાઇવે પર અકસ્માતની ઘટના

    રાજકોટઃ જેતપુર-પોરબંદર હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. જેતપુરના મોટા ગુંદાળા ગામ નજીક હાઇવે પર અકસ્માત થયો. કારનું ટાયર ફાટતા કાર વૃક્ષ સાથે અથડાઈ. પતિ – પત્ની અને અન્ય એક વ્યક્તિ કારમાં સવાર હતા. અકસ્માતમાં પત્નીનું મોત થયું, પતિને ગંભીર ઈજા પહોંચી છે. ધોરાજીનો પરિવાર કામકાજ પતાવીને પરત ફરતી સમયે અકસ્માત થયો.

  • 13 Jan 2026 12:45 PM (IST)

    સુરત: ગેસ સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

    સુરતમાં ગેસ સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનો પર્દાફાશ થયો છે. ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની તપાસ દરમિયાન તેમાંમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં એ પણ ખુલાસો થયો કે વાહનની નંબર પ્લેટ ખોટી હતી, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ છુપાવી શકાય. પોલીસે દારૂ સહિત કુલ રૂ. 7.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

  • 13 Jan 2026 11:59 AM (IST)

    સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ.120નો વધારો નોંધાયો

    રાજકોટ: ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ.120નો વધારો નોંધાયો. સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2,725એ પહોંચ્યો. મગફળીનું મોટાપાયે ઉત્પાદન, મબલખ આવક છતાં ભાવ વધારો થયો છે. સટોડિયાઓના કારણે સિંગતેલના ભાવ ઉચકાયાની ચર્ચા છે. હજુ પણ ખાદ્યતેલના ભાવમાં તેજી આવે તેવી શક્યતા છે.

  • 13 Jan 2026 11:13 AM (IST)

    કચ્છ: ગેરકાયદે મસ્જિદ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર

    કચ્છ: ગેરકાયદે મસ્જિદ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર ફર્યુ. આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં ગેરકાયદે મસ્જિદ હતી. ગેરકાયદે મસ્જિદનું 5 હજાર ચોરસ ફૂટ બાંધકામ જમીનદોસ્ત થયુ. અંદાજે 4થી સાડા 4 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત થઇ. ગાંધીધામ મનપા અને પૂર્વ કચ્છ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી. પોલીસ કાફલાને તૈનાત કરી ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કર્યુ. JCB સહિતના સાધનો વડે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

  • 13 Jan 2026 10:55 AM (IST)

    સુરતઃ ઉત્તરાયણના તહેવારોમાં બસની સેવામાં કાપ

    સુરતઃ ઉત્તરાયણના તહેવારોમાં બસની સેવામાં કાપ મુકાયો. BRTSની બસોની સેવામાં કાપનો નિર્ણય લેવાયો. 14 તારીખે 30 ટકા અને 15 તારીખે 50 ટકા જ બસો દોડશે. તમામ 367 બસો રોડ પર નહીં દેખાય. BRTS કોરિડોરમાં પતંગ લૂંટવા લોકો દોડતા હોવાથી નિર્ણય લેવાયો.

  • 13 Jan 2026 09:55 AM (IST)

    સુરત: સરથાણામાં બાળકી સાથે આધેડે આચર્યું દુષ્કર્મ

    સુરતના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક આધેડ વ્યક્તિએ નાબાલિક બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી તેના ભાઈ અને દાદા સાથે દુકાને આવી હતી, પરંતુ પૌત્ર રડતી હોવાથી દાદા થોડા સમય માટે તેને દુકાને મૂકીને ચાલ્યા ગયા હતા. આ દરમિયાન આરોપીએ તકનો લાભ લઈને દુકાન પાછળની લેબમાં બાળકી સાથે વિકૃત હરકત કરી હતી. બાદમાં આરોપી ફરી બાળકીના ઘર પાસે પહોંચતા બાળકી ડરી ગઈ અને તેણે સમગ્ર ઘટના દાદાને કહી હતી. ઘટનાની જાણ થતાં પોલીસને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તાત્કાલિક આણંદ વિનોદ ગૃહના માલિક એવા આરોપીની ધરપકડ કરી છે.

  • 13 Jan 2026 09:30 AM (IST)

    અમદાવાદઃ ઉત્તરાયણ પહેલા કરુણા અભિયાનનો પ્રારંભ

    અમદાવાદઃ ઉત્તરાયણ પહેલા કરુણા અભિયાનનો પ્રારંભ થયો છે. વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે કરુણા અભિયાનનો પ્રારંભ થયો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ભૂપેેન્દ્ર પટેલે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી. ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરશે. ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ સેન્ટર પર પહોચાડવામાં આવશે.

  • 13 Jan 2026 08:56 AM (IST)

    કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો

    કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો અનુભવાયો. 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 41 km દૂર નોંધાયું. વહેલી સવારે 3:05 મિનિટ ભૂકંપનો આંચકો આવ્યો.

  • 13 Jan 2026 08:43 AM (IST)

    ઉત્તરાયણે રાજ્યમાં વર્તાઈ શકે ઠંડીનો ચમકારો

    ઉત્તરાયણે રાજ્યમાં વર્તાઈ શકે ઠંડીનો ચમકારો. અમદાવાદમાં તાપમાન નીચું રહેવાની હવામાન નિષ્ણાતોની આગાહી છે. અમદાવાદમાં તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચી શકે.અનેક જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતા છે.

  • 13 Jan 2026 07:42 AM (IST)

    મોરબીઃ PCR વાને કાર અને રિક્ષાને લીધા અડફેટે

    મોરબીઃ PCR વાને કાર અને રિક્ષાને  અડફેટે લીધા. PCR વાનનો ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ છે. રિક્ષામાં સવાર પાંચ લોકો ઇજાગ્રસ્ત. PCR વાનના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

  • 13 Jan 2026 07:40 AM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 3 દિવસીય ગુજરાત મુલાકાતે

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 3 દિવસીય ગુજરાત મુલાકાતે છે. રાજ્યના નાગરિકોનો વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. માણસાની કોલેજમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. પેથાપુરમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ કરશે. સનાથલમાં ગ્લોબલ એક્સેલન્સ ફાર્માસ્યુટિકલ એકેડેમીનો શિલાન્યાસ કરશે. આણંદમાં ચરોતર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે.

Published On - 7:39 am, Tue, 13 January 26