The liveblog has ended.
-
13 Feb 2026 08:29 PM (IST)
અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે વિદેશી કરન્સી જપ્ત કરી
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશી કરન્સી જપ્ત કરી છે. કુલ 28,800 US ડોલરની 288 ચલણી નોટ હતી. 100 રૂપિયાની મૂલ્યની આ કરન્સીની ભારતીય કિંમત 25,81,920 થાય છે. અમદાવાદથી દુબઈની ફ્લાઈટમાં આવેલા યાત્રી પાસેથી જપ્ત કરાઈ વિદેશી કરન્સી. યાત્રીની ટ્રોલી બેગ, કેરી બેગ અને પેન્ટના ખિસ્સામાંથી વિદેશી કરન્સી મળી આવી છે.
-
13 Feb 2026 07:57 PM (IST)
DGCA એ એર ઇન્ડિયાને ફટકાર્યો રૂપિયા 1 કરોડનો દંડ
નવેમ્બરમાં, એર ઇન્ડિયાએ આઠ વખત એરવર્થનેસ સર્ટિફિકેટ વિના તેના વિમાનો ઉડાવ્યા હતા, જેને DGCA એ નિયમોના ઉલ્લંઘન તરીકે વર્ગીકૃત કર્યું છે. DGCA એ એર ઇન્ડિયા પર રૂપિયા 1 કરોડનો દંડ ફટકાર્યો છે.
-
-
13 Feb 2026 07:50 PM (IST)
લોકગાયક માયાભાઈનો પુત્ર જયરાજ આહીરે સર્જયો વધુ એક વિવાદ, વાહન લઈને જુના અખાડે પહોંચ્યો, કલેકટરે આપ્યા તપાસના આદેશ
લોકગાયક માયાભાઈનો પુત્ર જયરાજ આહીર વધુ એક વિવાદમાં આવ્યો છે. જયરાજ આહીર ખાનગી બસ લઈને ભવનાથના મેળામાં પહોંચ્યો હતો. ભવનાથમાં મેળા દરમ્યાન વાહનો પર સંપૂર્ણપણે છે પ્રતિબંધ. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા, મેળામાં આવવા અને જવા માટે 40 જેટલી બસ ભાડે રાખવામાં આવી છે. શું આ બસમાં જયરાજ આહીર આવ્યો હતો કે તે ખાનગી બસ લઈને ભવનાથ સુધી આવ્યો હતો તે તપાસનો વિષય હોવાનું કહેવાય છે. દરેક લોકોને ચાલીને જ આવવાનો નિયમ હોવા છતાં જયરાજ આહીર જુના અખાડા સુધી બસમાં કેવી રીતે પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે. જયરાજ આહીર બસમાં બેસી ભવનાથ આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. સમગ્ર ઘટના મુદ્દે કલેકટરે આપ્યા તપાસના આદેશ. વહીવટી તંત્રની મીઠી નજર વગર કેવી રીતે બસ ભવનાથ તળેટી સુધી પહોંચી તે એક સવાલ ચર્ચાઈ રહ્યો છે. ખુદ વહીવટી તંત્ર જ આવ્યું શંકાના દાયરામાં. હવે તપાસમાં શું સામે આવે છે તે મહત્વનું છે.
-
13 Feb 2026 07:43 PM (IST)
કચ્છના રાપરમાં આજે આવ્યો ભૂકંપનો હળવો આંચકો
સિસ્મેક ઝોન 5માં આવતા કચ્છના રાપરમાં આજે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. ભૂકંપના હળવા આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 2.7 ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 9 km દૂર નોંધાયું છે.
-
13 Feb 2026 07:38 PM (IST)
સુરત ભાજપના પ્રમુખે, શહેર ભાજપ માટે જાહેર કર્યા 22 હોદ્દેદારો
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ તેમજ પ્રદેશ ભાજપના મોવડીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ, સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે સુરત મહાનગગરના 8 ઉપ પ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, 1 કોષાધ્યક્ષ, 1 સહ કોષાધ્યક્ષ અને 1 કાર્યાલય મંત્રી સહિત કુલ 22 સભ્યોની નિમણૂંક કરી છે. આ ઉપરાંત વિવિધ મોરચા અને સેલના હોદેદારોની નિમણૂંક કરી છે.
-
13 Feb 2026 06:35 PM (IST)
દિલ્હીની જૂની સરકારી કચેરીઓને મ્યુઝિયમમાં ફેરવી નાખવા મોદી સરકારનો નિર્ણય
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકારી કચેરીના ભાડાનો ખર્ચ 1.5 હજાર કરોડનો ખર્ચ થાય છે. સરકારી કર્મચારીઓને એક કચેરીથી બીજી કચેરીમાં જવાનો ખર્ચ તો અલગ. હવે સમય અને ખર્ચ બન્નેનો બચાવ થશે. જૂના ભવનમાં વિતાવેલ વર્ષોની સ્મૃતિ આપણી સાથે રહેશે. કઈ કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા છે. સુધારાઓ કરાયા છે. એ પરિસર, ઈમારત ભારતના ઇતિહાસનો અમર હિસ્સો છે. આથી આ સ્થળે સમર્પિત મ્યુઝ્યિમ બનાવવાનો નિર્ણય કર્યો છે.
-
13 Feb 2026 06:31 PM (IST)
સેવા તીર્થ – કર્તવ્ય ભવન ભારતીયોની આકાંક્ષા પૂરી કરવા માટે બનાવ્યા છેઃ પીએમ મોદી
સેવાતીર્થ કર્તવ્ય ભવન ભારતીયોની આંકાક્ષા પૂરી કરવા માટે બનેલા છે. અહીથી લેવાતા નિર્ણયો 140 કરોડ ભારતીયોની આગળ વધારવા માટે હશે. સેવા તીર્થ કર્તવ્ય ભવન ભારતીયોને સમર્પિત કરી રહ્યો છુ તેમ જણાવીને વડાપ્રધાને કહ્યું કે, વિકસીત ભારતની આપણી કલ્પના કેવળ નીતી અને યોજના નહીં, જગ્યા પ્રભાવી અને પ્રેરણાદાયી પણ હોવી જરૂરી છે.
-
13 Feb 2026 06:28 PM (IST)
સાઉથ બ્લોક-નોર્થ બ્લોક બ્રિટીશ સામ્રાજ્યના ભાગ રૂપે બનાવેલ હતુંઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવાતીર્થમાં સ્થળાંતર થયા બાદ, સાંજે કરેલ સંબોધનમાં જણાવ્યું કે, સાઉથ બ્લોક-નોર્થ બ્લોકમાંથી દેશ માટે અનેક મહત્વના નિર્ણય લેવાયા. નીતિ બનાવાઈ હતી. પરંતુ આ બન્ને બ્રિટીશ સામ્રાજ્યના ભાગ રૂપે બનાવેલ હતા અને ગુલામી પ્રથાની યાદ અપાવતા હતા.
-
13 Feb 2026 06:04 PM (IST)
અદાણી ગ્રુપ કચ્છના કોટેશ્વરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવશે
ગુજરાતના જાણીતા ઔદ્યોગિક ગૃહ અદાણી ગ્રુપ, રાજ્યમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવશે. આ અંગે અદાણી જૂથના રાજેશ અદાણીએ આજે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. અદાણી જૂથને કચ્છના કોટેશ્વર ખાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવી છે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને અદાણી જૂથના રાજેશ અદાણી સાથેની બેઠકમાં, ઉદ્યોગ અગ્ર સચિવ સહિતના અધિકારી હાજર રહ્યાં હતા.
-
13 Feb 2026 05:54 PM (IST)
મહેસાણાના ઉણાદ નજીક બસ અને ટ્ર્ક વચ્ચે સર્જાયો અકસ્માત
મહેસાણાના ઉણાદ નજીક બસ અને ટ્ર્ક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 5થી 6 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. ઘાયલોને વડનગર સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લવાયા છે. અક્સ્માતને પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવીને બચાવ અને રાહત કામગીરી ત્વરીત હાથ ધરી હતી.
-
13 Feb 2026 05:43 PM (IST)
ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટકની નિમણૂંક
ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટકની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત સરકારે ઉદય કોટકને GIFT City ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. ડૉ. હસમુખ અઢિયાને સ્થાને ઉદય કોટકની નિમણૂંક કરવામાં આવી છે. આ અંગે ગુજરાતના શહેરી વિકાસ વિભાગે સત્તાવાર ઠરાવ બહાર પાડી દીધો છે.
-
13 Feb 2026 04:16 PM (IST)
ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામના જંગલમાંથી માનવ હાડપિંજર મળ્યું
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલા, ગોપાલગઢ ગામના જંગલમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માનવ કંકાલ અંદાજિત 30 થી 35 વર્ષના યુવાનનું હોવાનું પ્રાથમિક તારણ
ગોપાલગઢ ગામના ચાર કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યું માનવ કંકાલ. ઘટના સ્થળેથી પોલીસે ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ અને તમાકુનું પેકેટ પણ તપાસ અર્થે કબજે લીધું છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કંકાલનો કબજો મેળવી અને રાજકોટ એફએસએલમાં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગોપાલગઢ ગામની સીમ વિસ્તારના જંગલમાંથી કંકાલ મળી આવતા પોલીસે કંકાલ કોનું છે તે દિશામાં તપાસ આદરી છે.
-
13 Feb 2026 04:03 PM (IST)
અમદાવાદમાં RTI એક્ટિવિસ્ટ AMCના અધિકારીઓને બ્લેકમેઈલ કરતા હોવાની ACB, CP, CM, હાઈકોર્ટને કરાઈ લેખિત ફરિયાદ
AMC ના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો ચોંકાવનારો પત્ર. દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે ACB ને લખ્યો પત્ર. RTI એક્ટિવિસ્ટ થકી થતી હેરાનગતિ મામલે લખ્યો ACB ડાયરેક્ટરને પત્ર.
શહેર પોલીસ કમિશનર, DCP, CM, PM અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ મોકલી પત્રની નકલ. ગેરકાયદે બાંધકામો અને તેની સામે AMC ની કાર્યવાહી મામલે ચોક્કસ વ્યક્તિઓ હેરાન કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. વોટ્સએપ, ફોન કોલ અને ઇમેઇલથી સતત બ્લેકમેલિંગ કરતા હોવાની પત્રમાં ફરિયાદ કરાઈ છે. કયા એક્ટિવિસ્ટે કેટલી અરજીઓ કરી એનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. ગેરકાયદે બાંધકામો મામલે AMC નિયમ મુજબ કાર્યવાહી કરતી હોવા છતા RTI થકી હેરાન કરાય છે. એક્ટિવિસ્ટો ACB માં ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. પત્રની સાથે RTI એક્ટિવિસ્ટોનું લિસ્ટ પણ આવ્યું સામે. પત્રમાં ભાજપ-કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના નામ સામેલ છે. લિસ્ટમાં કોંગ્રેસના રાજેશ સોની, આકાશ સરકારના નામ પણ છે.
-
13 Feb 2026 03:41 PM (IST)
સાબરમતી આશ્રમના નવીનીકરણમાં 98 હજાર જેટલા નાના-મોટા ઝાડ-છોડનું કરાયું પ્લાન્ટેશન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક નાયબ મુખ્યમંત્રી અને કાઉન્સિલના વાઈસ ચેરમેન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. સાબરમતી આશ્રમના આ નવીનીકરણમાં ગ્રીન ગ્રોથને અગ્રતા આપવાના વડાપ્રધાનના દિશાનિર્દેશો અનુસાર અત્યાર સુધીમાં 98 હજાર જેટલા નાના-મોટા ઝાડ-છોડનું પ્લાન્ટેશન થઈ ગયું છે. માર્ચ-26 સુધીમાં વધુ 16 હજાર પ્લાન્ટેશનની કાર્યવાહી થઈ રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 28 જેટલા મકાનોના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાંથી 22નું કામ પૂર્ણ થઈ ગયું છે અને સમગ્ર રિસ્ટોરેશન કામગીરી માર્ચ-26 સુધીમાં પૂર્ણ કરવા
-
13 Feb 2026 02:41 PM (IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાત પ્રવાસે આવશે
નિતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવશે. તેઓ 20થી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં રહેશે અને કાર્યકર્તાઓ, ભાજપના હોદ્દેદારો અને જન પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે. પ્રવાસ દરમિયાન અમદાવાદમાં જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
-
13 Feb 2026 02:34 PM (IST)
વડોદરાઃ વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
વડોદરાની વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો. વિદ્યાર્થી મિત પટેલે યુનિવર્સિટીના ટાગોર ભવન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો અને એન્જિનિયરિંગના બીજા વર્ષમાં હતો. પંખાના હૂક સાથે કપડાંનો ઉપયોગ કરીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. હાલમાં આપઘાતનું કારણ સ્પષ્ટ નથી અને વાઘોડિયા પોલીસે સ્થળે જઈ વધુ તપાસ શરૂ કરી છે.
-
13 Feb 2026 02:31 PM (IST)
મહેસાણાઃ કડીના જાસલપુર રોડ પર આગની ઘટના
મહેસાણાઃ કડીના જાસલપુર રોડ પર આગની ઘટના બની છે. કચરાના ઢગલા અને ઝાડી ઝાંખરામાં આગ લાગી. આગની ચપેટમાં ઝાડ અને કેબિન આવ્યા. દૂર દૂર સુધી જોવા મળ્યા વિકરાળ આગના ગોટે ગોટા જોવા મળ્યા. પાલિકાની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો.
-
13 Feb 2026 01:58 PM (IST)
અમદાવાદઃ આનંદનગરની રાજ લાયબ્રેરીમાં ચોરીનો બનાવ
અમદાવાદઃ આનંદનગરની રાજ લાયબ્રેરીમાં ચોરીનો બનાવ બન્યો છે. લાયબ્રેરીના કર્મચારીએ લેપટોપની ચોરી કરી. હરીદાસ નામના કર્મચારીએ ચોરી કરી હોવાની ફરિયાદ થઇ છે. આનંદનગર પોલીસે CCTV આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી.
-
13 Feb 2026 01:56 PM (IST)
અમદાવાદઃ પોલીસકર્મી પર કાર ચઢાવવાનો હિચકારો પ્રયાસ
અમદાવાદઃ પોલીસકર્મી પર કાર ચઢાવવાનો હિચકારો પ્રયાસ થયો છે. થલેતજ મેટ્રો સ્ટેશન નીચે કાર ચાલક યશ સોની નામના યુવાને પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો. કાર ચાલક યશ સોની નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. બંને બાજુ રસ્તો બંધ હતો ત્યારે ઘટના બની.
-
13 Feb 2026 01:45 PM (IST)
રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રી નોંધાયું
રાજ્યમાં ધીમે ધીમે ઉનાળાની અસર શરૂ થઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રી નોંધાયું. શહેરના મોટાભાગના શહેરોનો પારો 30 ઉપર પહોંચ્યો. જો કે હજી સવારે ઠંડીનો અનુભવ થાય છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 14.3 ડીગ્રી નોંધાયું.
-
13 Feb 2026 01:23 PM (IST)
ભારે હોબાળા બાદ લોકસભા 9 માર્ચ સુધી સ્થગિત
ભારે હોબાળા બાદ લોકસભા 9 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે બજેટ સત્રના પ્રથમ તબક્કાનો અંતિમ દિવસ હતો, જે હંગામાથી ભરેલો હતો. ગૃહમાં સતત હોબાળાને પગલે, કાર્યવાહી 9 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી.
-
13 Feb 2026 01:19 PM (IST)
જામનગર : આજે ફરી મહાનગર પાલિકાની કચેરીએ ઘેરાવ
જામનગરમાં મહાનગર પાલિકા કચેરી પર આજે ફરી ઘેરાવ કરવામાં આવ્યો. રેલ્વે વિભાગની સાત દિવસની નોટિસના વિરુદ્ધ હનુમાન ટેકરી વિસ્તારના લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. વોર્ડ નં. 6ના કોર્પોરેટર દ્વારા પાલિકા અધિકારીઓને રજૂઆત કરવાની માંગ કરવામાં આવી. ઘટનાસ્થળે પોલીસ દોડતી થઈ અને રાહુલ બોરીચા સહિત 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી.
-
13 Feb 2026 12:26 PM (IST)
સુરત: BRTS બસ પર વાહન પરિવહન ચેરમેનની લાલઆંખ
સુરતમાં BRTS બસ સેવાને લઈને વાહન પરિવહન ચેરમેન દ્વારા લાલઆંખ દાખવવામાં આવી છે. સોસ્યો સર્કલ સહિતના વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા યુનિફોર્મ અને આઈ-કાર્ડ વગર ફરજ બજાવતા 9 કંડક્ટરો ઝડપાયા હતા. આ તમામ કંડક્ટરો આકાર એજન્સી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરિવહન ચેરમેન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કામમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવાશે નહીં અને નિયમોનું કડક પાલન કરાશે.
-
13 Feb 2026 12:24 PM (IST)
વિધાનસભાના ઉપાધ્યક્ષ ચૂંટણી : ભાજપમાંથી પૂર્ણેશ મોદી અને કોંગ્રેસમાંથી શૈલેષ પરમાર
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાનાર છે. ભાજપ તરફથી પૂર્ણેશ મોદીને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે અને તેમણે ઉપાધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ચૂંટણી મેદાનમાં છે. બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે કટોકટીનો જંગ જોવા મળશે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી 16મી તારીખે યોજાશે.
-
13 Feb 2026 11:43 AM (IST)
વડોદરા : વેરા વસૂલાત માટે પાલિકાની સઘન કામગીરી
વડોદરામાં વેરા વસૂલાત માટે પાલિકાએ સઘન કામગીરી શરૂ કરી છે. ચાલુ વર્ષમાં વેરા વસૂલાતમાં ગતિ લાવવા માટે નિષ્કાળજી દાખવનારા સામે સિલીંગની કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાનું વાર્ષિક અંદાજિત લક્ષ્ય ₹1250 કરોડ છે, જેમાં અત્યાર સુધી ₹500 કરોડથી વધુનો વેરો વસૂલાયો છે અને આશરે ₹730 કરોડની વસૂલાત હજુ બાકી છે. વોર્ડ દીઠ અલગ અલગ ટીમો બનાવીને વેરા વસૂલાતની કામગીરી હાથ ધરાઈ રહી છે અને આગળ વધુ સિલીંગ અને કડક પગલાં લેવામાં આવશે.
-
13 Feb 2026 11:06 AM (IST)
સુરેન્દ્રનગર : જિલ્લાભરમાં ઠેકઠેકાણે આંદોલનથી ચક્કાજામ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, બેચરાજી અને વિરમગામ માલવણ હાઇવે પર આંદોલનકારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા SIRની કામગીરીના વિરોધમાં ટાયરો અને લાકડાઓ સળગાવી રસ્તા અવરોધિત કર્યા. ઘટના સ્થળે પોલીસ દોડતી થઇ અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શક કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
-
13 Feb 2026 10:59 AM (IST)
સુરતઃ જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની બોટલમાં બ્લાસ્ટ
સુરતમાં રૂઢનાથપુરામાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો. ધડાકા સાથે બારણા અને બારીના કાચ તૂટી ગયા, મશીન, ટેબલ અને ખુરશી સહિતના સામાનને નુકસાન થયું. સાદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી.
-
13 Feb 2026 10:40 AM (IST)
કચ્છ: માંડવીમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત
કચ્છ: માંડવીમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. આસંબિયા જખણિયા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા કાર ઝાડીઓમાં ઘૂસી. અકસ્માત બાદ કારમાં આગ ભભૂકતા લોકોના ટોળેટોળા ભેગા થયા. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
-
13 Feb 2026 10:04 AM (IST)
ભારતીય શેરબજારમાં ભારે કડાકો
ભારતીય શેરબજારમાં આજે ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 831 પોઈન્ટ સુધીનો ઘટાડો નોંધાયો અને તે 83 હજારના લેવલની નીચે આવી ગયો. નિફ્ટીમાં પણ 260 પોઈન્ટનું કોટ ઘટાડો નોંધાયો અને તે 25,550ના સ્તર પર પહોંચી ગયો. IT સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી, જેમાં IT ઈન્ડેક્સ લગભગ 5 ટકા ઘટ્યો. વૈશ્વિક બજારોમાં વેચવાલીની અસર ભારતીય બજારમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.
-
13 Feb 2026 09:32 AM (IST)
સુરત: APMC માર્કેટ બહાર જ હપ્તાખોરી
સુરત શહેરમાં APMC માર્કેટ બહાર હપ્તાખોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માલિયા ગેંગની ખુલ્લી લુખ્ખાગીરીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. શાકભાજી વેચતા ફેરિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. માલિયા ગેંગની ટોળકી દંડા સાથે ખુલ્લેઆમ ફેરિયાઓને ધમકાવી નાણાં વસૂલતી જોવા મળી રહી છે. હપ્તાખોરીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
-
13 Feb 2026 08:55 AM (IST)
અમદાવાદ: વટવા રિંગ રોડ પર ટ્રકમાં લાગી આગ
અમદાવાદ શહેરમાં વટવા રિંગ રોડ પર નાયરા પેટ્રોલ પંપ નજીક ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. સમય સૂચકતા દાખવી ડ્રાયવરે તરત જ ટ્રકમાંથી બહાર નીકળી પોતાનો બચાવ કર્યો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાના કારણોની વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
13 Feb 2026 08:30 AM (IST)
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારી જિલ્લાના અમલસાડ ગામે લગ્ન પ્રસંગે જમણવાર બાદ જાનૈયાઓમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. અંદાજે એક હજાર લોકોએ ભોજન લીધું હતું, જેમાંથી 70થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થતાં હાહાકાર મચ્યો હતો. વરરાજા સહિત 12 જાનૈયાઓની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા, જ્યારે અન્ય 10 લોકોને સારવાર અપાઈ. તમામ અસરગ્રસ્તોને Jalalpore Community Health Centre ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ જિલ્લા આરોગ્ય વિભાગે 40 આરોગ્યકર્મીઓની ટીમ ઉતારી તપાસ અને સારવારની કામગીરી હાથ ધરી છે.
-
13 Feb 2026 07:47 AM (IST)
અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલ કરશે 15 નવી સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે. સાથે જ 100 શાળાઓને ‘શતાબ્દી શાળા’ પુરસ્કાર સાથે રૂ. 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવશે. 5000 શિક્ષકોમાંથી પસંદ કરાયેલા 100 શિક્ષકોને ‘સદીનાં સિતારા’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાની 80 ટકા શાળાઓ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ બની ગઈ હોવાનું જણાવાયું છે.
-
13 Feb 2026 07:32 AM (IST)
“ઈરાન માટે આ ખૂબ જ ભયાનક પરિસ્થિતિ હશે” :ડોનાલ્ડ ટ્રમ્પ
“આપણે એક સોદો કરવો પડશે, નહીં તો ઈરાન માટે તે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ હશે, અને હું એવું ઇચ્છતો નથી. જો તેઓ કોઈ સોદો નહીં કરે, તો પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ હશે. ગઈકાલે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે અમારી ખૂબ જ સારી મુલાકાત થઈ.” (વિડિઓ સ્ત્રોત: વ્હાઇટ હાઉસ)
-
13 Feb 2026 07:30 AM (IST)
PMO હવે ‘સેવા તીર્થ’ થી કાર્યરત થશે
પીએમઓ હવે ‘સેવા તીર્થ’ થી કાર્યરત થશે, પીએમ મોદી આજે તેનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ૧૩ ફેબ્રુઆરીના રોજ સેવા તીર્થ, કર્તવ્ય ભવન-૧ અને કર્તવ્ય ભવન-૨નું ઉદ્ઘાટન કરશે.