
આજે 13 ફેબુઆરી ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સરખેજમાં આવેલા રાજીવનગરમાં સામાજિક પ્રસંગ દરમ્યાન આરોપી મુસ્તાકે ઈલિયાસ સુમરાની હત્યા કરી દીધી. આરોપી ખેરાલુથી અમદાવાદમાં સામાજિક પ્રસંગમાં આવ્યો હતો ત્યારે બુલેટ લઈને પોતાની પૂર્વ પ્રેમિકાના ઘરની બહાર ચક્કર લગાવીને હોર્ન મારી રહ્યો હતો. આરોપીની હરકત જોઈને પ્રેમિકાના કાકાએ તેને બોલાવીને ઠપકો આપ્યો અને ઘરની નજીક અવર-જવર નહિ કરવાની સૂચના આપી હતી. જેથી બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે આરોપીએ છરી કાઢીને ઈલિયાસ પર હુમલો કર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો ઈલિયાસને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને આરોપી મુસ્તાક સુમરાની ધરપકડ કરી છે.
વિતેલા વર્ષોમાં વડોદરામાં હરણીબોટ કાંડ અને અમદાવાદનાં કાંકરીયામાં રાઇડ તૂટ્યાના ઘા હજી તાજા છે. સરકારે નિયમ બનાવ્યા છતાં પણ આવા પાર્ક બેફામ ધમધમી રહ્યાનું સામે આવ્યું છે. ભરૂચના હાંસોટમાં આવેલા સૂણેવ ગામે ચાલતા યુહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્કમાં તંત્રની ટીમે પોલીસ કાફલો સાથે રાખી તપાસ કરી. હાંસોટ મામલતદારે તાત્કાલિક અસરથી યુહુ એડવેન્ચર પાર્કને સિલ કર્યો છે. એડવેન્ચર પાર્કમાં ચાલતી ઇલેક્ટ્રિક રાઇડ અને ગેમિંગ ઝોન અંગે માલિક પાસેથી યોગ્ય મંજૂરી અને દસ્તાવેજો માંગતા ભાંડો ફૂટ્યો હતો. કોઇપણ પ્રકારની પરવાનગી વગર આ પ્રકારની રાઇડો બેફામ ચાલતી હતી અને લોકોની જિંદગી સાથે રમત રમાતી હતી
લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે તે માટે સુરતમાં પોલીસે રેલીનું આયોજન કર્યું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત લીલીઝંડી આપી રેલી પ્રસ્થાન કરાવ્યું હતું. સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરતા કહ્યું કે..ટુ વ્હિલરચાલક અચુક હેલમેટ પહેરે. હાલ પોલીસ લોકોને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમથી સમજાવી રહી છે. પરંતુ 15 ફેબ્રુઆરી બાદ હેલમેટ ન પહેરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
ગીર સોમનાથના ઉનામાં વાસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીની છત અચાનક ધરાશાયી થઈ જતાં પ્રાર્થના કરવા બેઠેલા 10 જેટલા બાળકને ઈજા પહોંચી હતી. ધોરણ 4 અને 5ના બાળકો ઘાયલ થતાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે નવાઈની વાત એ છે કે આ શાળા જર્જરિત હોવાથી ડીજેના અવાજથી પોપડા પડ્યાનું અનુમાન કરાઈ રહ્યું છે.
વાત ગીર સોમનાથના ઉનામાં આવેલી એક શાળાની કરીએ. વાસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીની છત અચાનક ધરાશાયી થઈ જતાં પ્રાર્થના કરવા બેઠેલા 10 જેટલા બાળકને ઈજા પહોંચી હતી. ધોરણ 4 અને 5ના બાળકો ઘાયલ થતાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે નવાઈની વાત એ છે કે આ શાળા જર્જરિત હોવાથી ડીજેના અવાજથી પોપડા પડ્યાનું અનુમાન કરાઈ રહ્યું છે.
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક આજે નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય માટે પ્રસ્તાવિત UCCના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાની કાલોલ નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે ત્યારે કાલોલ નગરપાલિકા માં કુલ સાત વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે. હાલમાં 28 બેઠકો પૈકી સાત બેઠકો બિનહરીફ થતા ભાજપ એ સાત બેઠકો પર ચૂંટણી યોજાય તે પહેલાં સત્તા મેળવી છે. જ્યારે બાકી રહેલી 21 બેઠકો ઉપર ચૂંટણી યોજવાની છે. જેમાં કુલ 56 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે જેમાં 17 ભાજપના, 34 અપક્ષ, 6 કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે.
વલસાડમાં વલસાડ જિલ્લામાં IT વિભાગે દરોડા પાડયા છે. ઇન્વેસ્ટિગેશન વિંગની 16 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના મોટા બિલ્ડર્સ, આર્કિટેક્ટ અને વકીલોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. વલસાડ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી રેડ હોવાની માહિતી છે.
ગીર સોમનાથ: ગીરમાં ગોળના રાબડાઓ પર SOGએ દરોડા પાડ્યા છે. ઓર્ગેનિકના નામે કેમિકલ વાપરતા રાબડા પર તપાસ હાથ ધરાઇ છે. ગોળમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. તાલાલાના અનેક જગ્યાએ SOG દ્વારા તપાસ હાથ ધરાઈ. સોડિયમ હાઈડ્રોસલ્ફાઈટ અને સફોલાઈટ નામના કેમિકલનો જથ્થો ઝડપાયો છે. દરોડામાં ઇન્ડસ્ટ્રીયલ એસિડનો જથ્થો પણ ઝડપાયો. કેમિકલ, એસિડ સહિતનો 1.15 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગોળ અને કેમિકલના સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા.
સુરત યુનિવર્સિટી ખાતે ABVPનો વિરોધ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટીના મેઈન ગેટ પર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. લો ફેકલ્ટીના એડમિશન બંધ કર્યા તે શરૂ કરવાની માગ કરવામાં આવી. મેનેજમેન્ટ કોટાના STના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ચાલુ કરવામાં આવે. મોટી સંખ્યામા ABVP ના વિદ્યર્થિઓએ વિરોધ નોંધાવ્યો.
લોકસભામાં આજે નવું ઈન્કમટેક્સ બિલ રજૂ થશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બિલ રજૂ કરશે. નવા બિલનો ડ્રાફ્ટ પણ જાહેર કરી દેવાયો છે.વર્ષ 1961ના ઈન્કમટેક્સ કાયદાની જગ્યા લેશે નવો કાયદો. 1 એપ્રિલ, 2026થી નવો કાયદો લાગૂ થવાની શક્યતા છે.
ફ્રાન્સના પ્રવાસ બાદ હવે વડાપ્રધાન મોદી અમેરિકાની બે દિવસીય યાત્રા પર પહોંચ્યા છે. ત્યારે વોશિંગ્ટન ડીસી પહોંચેલા PM મોદીનું એરપોર્ટ પર ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે અમેરિકાના ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અમેરિકન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ પરથી વડાપ્રધાન મોદી બ્લેઅર હાઉસ પહોંચ્યા હતા.
સુરત: અડાજણમાં ડમ્પરની અડફેટે યુવતીનું મોત થયુ છે. મનપાનાં કચરાનાં ડમ્પરે યુવતીનો ભોગ લીધો છે. અકસ્માત બાદ ડમ્પરચાલકનો ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હોવાનો આરોપ છે. પોલીસ આવ્યા બાદ મૃતદેહ લઈ જવાનું 108એ જણાવ્યું. કલાકો સુધી રસ્તા પર મૃતદેહ પડ્યો રહ્યો.
દાહોદઃ ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર પોલીસે કાર્યવાહી કરી છે. 108 કિલો ચાંદી સહિત 2.19 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાઇ. કારમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં ચાંદી છુપાવી હતી. રોકડ અને 75 લાખની ચાંદી ઝાંસીથી રાજકોટ લઈ જવાતી હતી. કુરિયર કંપનીની કારના ડ્રાઈવર સહિત 3ની અટકાયત કરાઇ. હ
Published On - 7:34 am, Thu, 13 February 25