13 ડિસેમ્બરના મહત્વના સમાચાર : બેંકની સમયસુચકતાથી સાયબર ક્રાઈમે અમદાવાદની એક વૃદ્ધાના 33.35 લાખ રૂપિયાનો ફ્રોડ થતા અટકાવ્યો

Gujarat Live Updates : આજ 13 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

13 ડિસેમ્બરના મહત્વના સમાચાર : બેંકની સમયસુચકતાથી સાયબર ક્રાઈમે અમદાવાદની એક વૃદ્ધાના 33.35 લાખ રૂપિયાનો ફ્રોડ થતા અટકાવ્યો
| Edited By: | Updated on: Dec 13, 2025 | 8:49 PM

Gujarat Live Updates : આજ 13 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Dec 2025 08:36 PM (IST)

    નકલી ઘીથી સાવધાન! ભેળસેળીયાઓ થઇ ગયા છે ‘બેફામ’

    બનાસકાંઠામાં ભેળસેળીયાઓ બેફામ થયા છે. ભેળસેળીયાઓને કાયદાનો કોઇ ડર નથી અને ના તો કોઈ કાર્યવાહીનો ભય છે. વાત એમ છે કે, થોડા જ મહિનાઓમાં ફરી એકવાર મોટી સંખ્યામાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે. હજુ દિવાળી પહેલા જ 35 લાખનું ઘી ઝડપાયું હતું અને ફરી એકવાર લાખોની સંખ્યામાં નકલી ઘી ઝડપાયું છે. ત્યારે સવાલ એ છે કે, આખરે તંત્ર કેવી કામગીરી કરી રહ્યું છે?

  • 13 Dec 2025 07:59 PM (IST)

    મોબાઈલ સ્નેચિંગના રીઢા આરોપીઓ સકંજામાં

    સુરતના ઉત્રાણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બે રીઢા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે સતત 15 દિવસ સુધી CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે. આરોપીઓ પાસેથી 1 બાઈક અને 6 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે.

    આરોપીઓ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના મોબાઈલ ઝૂંટવીને બાઈક પર ફરાર થઈ જતા હતા. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને તપાસ દરમિયાન બીજા ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


  • 13 Dec 2025 07:18 PM (IST)

    BU પરમિશન ન ધરાવતી શાળાઓ પર તવાઈ! અત્યાર સુધીમાં 35 પ્રિ-સ્કૂલને કરવામાં આવી સીલ

    અમદાવાદમાં AMC દ્વારા BU પરમિશન ન ધરાવતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. BU પરમિશનના અભાવે કુલ 35 શાળાઓને સીલ કરવામાં આવી હતી, જેના કારણે પ્રિ-સ્કૂલ એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે.

    એસોસિએશનનું કહેવું છે કે, પ્રિ-સ્કૂલ બંધ થવાથી બાળકોના અભ્યાસને નુકસાન પહોંચશે. આ મામલે પ્રિ-સ્કૂલ એસોસિએશને ચાલુ સત્ર દરમિયાન સીલ ન મારવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી છે તેમજ વેકેશન દરમિયાન કાર્યવાહી કરવા મનપાને રજૂઆત કરી છે.

  • 13 Dec 2025 07:05 PM (IST)

    સાયબર ગઠિયાઓનો નવો પેંતરો! ફોન પર અજાણ્યા દસ્તાવેજ આવે તો ચેતી જજો

    અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. સાયબર ગઠિયાઓએ સિનિયર સિટીઝન મહિલાને નિશાન બનાવી તેની પાસેથી 33.35 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.

    ગઠિયાઓએ વૃદ્ધાના ફોનમાં અલગ-અલગ દસ્તાવેજો મોકલ્યા અને બેંકની તમામ ડિપોઝિટ એક જ બેંક ખાતામાં જમા કરવા માટે ફોસલાવ્યા હતા. આ દરમિયાન બેંકના અધિકારીને સમગ્ર મામલે શંકા જતા તાત્કાલિક સાયબર ક્રાઈમને જાણ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરીને વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ થવાથી બચાવી હતી.

  • 13 Dec 2025 06:35 PM (IST)

    પેલેડિયમ બિઝનેસ હબમાં આવેલ થાઈ સ્પામાં લાગી ‘આગ’

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આવેલ મલબેરી થાઈ સ્પામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કે, હવે આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

    ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોમ્પ્લેક્સમાં કાર્યરત ફાયર સેફ્ટી સિસ્ટમના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું છે.

  • 13 Dec 2025 04:59 PM (IST)

    બેંકની સમયસુચકતાથી સાયબર ક્રાઈમે અમદાવાદની એક વૃદ્ધાના 33.35 લાખ રૂપિયાનો ફ્રોડ થતા અટકાવ્યો

    અમદાવાદના એક સિનિયર સિટીઝન મહિલા સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના ઘટી હતી. વૃદ્ધા પાસેથી 33.35 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરાયો હતો. વૃદ્ધાના ફોનમાં ગઠિયાઓએ અલગ અલગ દસ્તાવેજો મોકલ્યા હતા. વૃદ્ધાને બેંકમાંથી તમામ ડિપોઝિટ ઉપાડી એક બેંક ખાતામાં જમા કરવા જણાવ્યું હતું. બેંકના અધિકારીઓને શંકા જતા સાયબર ક્રાઈમને કરી હતી જાણ. મણિનગરમાં રહેતા વૃદ્ધાના ઘરે સાયબર ક્રાઈમ પહોંચી. વૃદ્ધા સાથે વાતચીત કરતા સમગ્ર મામલો સામે આવ્યો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પ્રયાસને નિષ્ફળ બનાવી વૃદ્ધાને રેસ્ક્યુ કર્યા.

  • 13 Dec 2025 04:07 PM (IST)

    કચ્છમાં બપોરના સમયે આવ્યો ભૂકંપ, રિકટર સ્કેલ પર 3.9ની નોંધાઈ તીવ્રતા

    ગુજરાતના સિસ્મેક ઝોન-5માં સમાવેશ થતા કચ્છમાં આજે બપોરના સમયે ભૂકંપ આવ્યો હતો. કચ્છના ગઢશીશામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 2:47 વાગ્યે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિકટરસ્કેલ પર 3.9 ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઢશીશાથી 13 km દૂર નોંધાયું છે.

  • 13 Dec 2025 03:31 PM (IST)

    લીબિયામાં અપહૃત પરિવારને મુક્ત કરાવવા માટે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે વિદેશ પ્રધાનને કરી રજૂઆત

    મહેસાણાના બાદલપુર ગામના એક પરિવારનું લીબિયામાં અપહરણના કરાયું હોવાના મુદ્દે, રાજ્યસભાના સાંસદ મયંક નાયકે વિદેશ પ્રધાનને કરી રજૂઆત.  લીબિયા માં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી, અપહૃત પરિવારને મદદ કરવા રજુઆત કરી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી મારફત સંપર્ક કરી મદદ માટે રજુઆત કરવામાં આવી છે. પોર્ટુગલ જવા નીકળેલો પરિવારને દુબઈથી લીબિયા મોકલી બંધક બનાવાયો છે. કિસ્મતસિંહ ચાવડા, તેમના પત્ની અને 3 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ થતા પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યસભા સાંસદ મયંક નાયકે વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખી મદદ માંગી. પીડિત પરિવાર માટે સરકાર પાસે સુરક્ષિત વાપસીની માંગ.

  • 13 Dec 2025 03:05 PM (IST)

    સાંઢવાયાની ગૌશાળામાં ગાયોના મોત અંગે સરકાર ગંભીર, ગૌશાળામાંથી સેમ્પલ લઈ FSLમાં મોકલાયા

    રાજકોટ-કોટડાસાંગાણીના સાંઢવાયાની ગૌશાળાની ઘટના અંગે રાજ્ય સરકારે હાથ ધરી છે કાર્યવાહી. પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. જીતુભાઈ વાઘાણીની સૂચનાથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. તાત્કાલિક અસરથી સમગ્ર પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા સૂચના આપી હતી. ગાયોને અપાયેલા ઘાસચારા, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ એકત્ર કરાયા છે. મૃત્યુના સાચા કારણની પુષ્ટિ કરવા સેમ્પલ રાજકોટ FSLમાં મોકલાયા છે. ગાયોને અપાયેલા દાણથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન. હાલમાં ગૌશાળાની બાકીની ગાયોને સુરક્ષિત રાખવા નિવારાત્મક પગલાં લેવાયા છે. 16 નિષ્ણાત પશુ ચિકિત્સક ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક અપાઈ રહી છે સારવાર.

  • 13 Dec 2025 12:58 PM (IST)

    વડોદરાઃ વીમો પકવવા યુવતીની હત્યાનો મામલો,પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યુ રિકન્સ્ટ્રક્શન

    વડોદરામાં વીમો પકવવા યુવતીની હત્યાનો મામલામાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ છે. પુરાવા એકઠા કરવા આરોપીને હત્યા સ્થળે લઈ જવાયો હતો. મૃતકની બહેને 40 લાખનો વીમો પકવવા કાવતરૂ રચ્યું હતું. આરોપી ફિરોજાબાનુએ સગી બહેનની હત્યા કરાવી હતી.  મૃતકની બહેનને સાથે રાખી કરાયું રિકન્સ્ટ્રક્શન.

  • 13 Dec 2025 12:29 PM (IST)

    કોલકાતામાં મેસીના કાર્યક્રમમાં ચાહકો ગુસ્સે થયા, સ્ટેડિયમમાં ફેંકી ખાલી બોટલો

    કોલકાતામાં મેસ્સીના કાર્યક્રમમાં ચાહકો ગુસ્સે થયા છે. કોલકાતામાં મેસીના ના કાર્યક્રમમાં ચાહકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો. તેમણે સ્ટેડિયમમાં ખાલી બોટલો ફેંકી દીધી. નબળી વ્યવસ્થાથી તેઓ ગુસ્સે ભરાયા. કલાકો સુધી રાહ જોયા છતાં મેસીની ઝલક ન જોવા મળતા ફેન્સે વિરોધ કર્યો છે.  ખુરશીઓ ફેંકીને ફેન્સે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ઈન્ટરનેશનલ ફૂટબોલરને જોવા માટે લોકો ઉમટ્યા હતા. VVIP લોકોનો ઘેરાવો હોવાથી મેસીની ઝલક ન જોવા મળ્યાનો આરોપ લગાવ્યો હતો.  2 કલાકથી રાહ જોયા છતાં મેસીની ઝલક ન જોવા મળતા લોકોમાં આક્રોશ
    માત્ર 10 મિનીટમાં ફૂટબોલર આવીને જતો રહ્યો હોવાનો લોકોનો આરોપ છે.

  • 13 Dec 2025 12:25 PM (IST)

    ગીર સોમનાથમાં પત્નીની હત્યા બાદ પતિએ પણ ટૂંકાવ્યુ જીવન,

    ગીર સોમનાથમાં પત્નીની હત્યા બાદ પતિએ પણ જીવન ટૂંકાવ્યુ  છે.  ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યો છે.

  • 13 Dec 2025 11:53 AM (IST)

    મહેસાણાના બાદલાપુરાથી યુરોપ જવા નીકળેલો પરિવાર લીબિયામાં ફસાયો

    મહેસાણાના બાદલપુરાના પરિવારને લીબિયામાં બંધક બનાવવાની ઘટના સામે આવી છે. બાદલપુરામાં રહેતા સ્વજનો અને ગ્રામજનોમાં ચિંતાની લહેર જોવા મળી છે. બંધકોની મુક્તિ માટે પરિવારના સભ્યોની ગાંધીનગરમાં રજૂઆત કરી છે. પોર્ટુગલ જવા માટે લગભગ 6 દિવસ પહેલા પરિવાર નીકળ્યો હતો. એજન્ટે દગો દેતા લીબિયામાં પરિવારને બંધક બનાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  સરકાર આ મુદ્દે ધ્યાન આપે તેવી પરિવારજનોની રજૂઆત

  • 13 Dec 2025 10:43 AM (IST)

    થોળ પક્ષી અભયારણ્ય બન્યું છે ફ્લેમિંગોનું નવું સરનામું, યાયાવર પક્ષીઓની સંખ્યામાં વિક્રમી વધારો

    મહેસાણાનું ગૌરવ ગણાતું થોળ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના કલરવથી ગુંજી ઉઠ્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ હજારો માઈલ દૂરથી યાયાવર પક્ષીઓ અહીં આવી પહોંચ્યા છે. છેલ્લા બે દાયકામાં થોળમાં આવતા પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે.  વર્ષ 2004ની સરખામણીએ 2025માં પક્ષીઓની સંખ્યા વધી ત્રણ ગણી થઈ છે. 2004માં 18 હજાર જેટલા પક્ષીઓ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે આ સંખ્યા વધી 55 હજારને પાર પહોંચી છે. જેમાં સૌથી ચોંકાવનારો બદલાવ ફ્લેમિંગો અને કુંજ પક્ષીની સંખ્યામાં જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૪માં થોળમાં ફ્લેમિંગો નહોતા આવતા. પરંતુ આ વર્ષે 12 હજારથી વધુ ફ્લેમિંગોએ થોળમાં ધામા નાખ્યા છે.

  • 13 Dec 2025 10:28 AM (IST)

    સુરત: જન્મદિવસની ઉજવણી બાદ લુખ્ખા તત્વોની દાદાગીરી, CCTVના આધારે પોલીસે 5ની ધરપકડ કરી

    સુરતમાં જન્મદિવસની ઉજવણી બાદ લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી છે. વેલંજામાં જાહેરમાં લુખ્ખા તત્વોએ સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો.  પોલીસે આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.  આરોપીઓએ MTC મોલ ખાતે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. સિક્યોરિટી ગાર્ડે બહાર જવાનું કહેતા આરોપીઓએ માર માર્યો હતો.  પોલીસે CCTVના આધારે  પાંચેય આરોપીની  ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસે  માફી મગાવી છે.

  • 13 Dec 2025 10:15 AM (IST)

    સુરત: SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો, ટેક્સટાઈલ કાપડ વેપારીના પુત્રની ધરપકડ

    સુરતના SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો છે. ટેક્સટાઈલ કાપડ વેપારીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સપ્લાયર થાઈલેન્ડથી કુરિયર મારફતે ગાંજો મંગાવતો હતો. શાળા-કોલેજના વિદ્યાર્થીઓને છૂટકમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. અઠવાડિયા અગાઉ 13 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો હતો. ગાંજાની ડિલિવરી કરવા આવેલા આરોપીની ધરપકડ કરી હતી.

  • 13 Dec 2025 10:10 AM (IST)

    સુરત જિલ્લામાં ફરી રખડતા શ્વાનનો આતંક, વૃદ્ધા પર જંગલી શ્વાનોનો હુમલો

    સુરત જિલ્લામાં ફરી રખડતા શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે.  માંડવીના કાટકુવા ગામે વૃદ્ધા પર જંગલી શ્વાનોનો હુમલો કર્યો છે. જંગલ વિસ્તાર નજીક વૃદ્ધાને 5 જેટલા શ્વાનોએ  બચકાં ભર્યાં હતા. ખેતરમાં ચારો લેવા જઈ રહી હતી વૃદ્ધા ત્યારે ઘટના બની છે.  અન્ય યુવકે શ્વાનોને ભગાડી વૃદ્ધાને બચાવ્યાં છે.  શરીરમાં ગંભીર ઈજા થતા વૃદ્ધા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. તેમજ રખડતા શ્વાનોને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.

  • 13 Dec 2025 09:40 AM (IST)

    વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત

    વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે ચાલતા આઈસર ટ્રકે બાઈકને અડફેટે લીધું હતું. એક સગીર અનેક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. વિરમગામ હાઈવે પર રામછાપરી-વિઠ્ઠલાપરા ગામ વચ્ચે આ ઘટના બની હતી.  મોડી રાત્રે રોન્ગ સાઈડમાં આવતી આઈસર ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. જો કે  અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

  • 13 Dec 2025 09:04 AM (IST)

    ટ્રમ્પે ભારત પર લગાવેલો ટેરિફ દૂર કરવાની અમેરિકન સંસદમાં માગ

    ટ્રમ્પે ભારત પર લગાવેલો ટેરિફ દૂર કરવાની અમેરિકન સંસદમાં માગ કરવામાં આવી છે. ત્રણ ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પના ટેરિફના નિર્ણય સામે પ્રસ્તાવ રજૂ કર્યો છે.

  • 13 Dec 2025 08:51 AM (IST)

    પશ્ચિમ બંગાળથી સુરત સુધી ફેલાયેલું નકલી ચલણી નોટ કૌભાંડ ઝડપાયુ

    પશ્ચિમ બંગાળથી સુરત સુધી ફેલાયેલું નકલી ચલણી નોટ કૌભાંડ ઝડપાયુ છે. લિંબાયત પોલીસે 3.84 લાખની નકલી નોટો સાથે 3ની આરોપીની ધરપકડ કરી છે.

  • 13 Dec 2025 08:20 AM (IST)

    દિલ્લીમાં પ્રદૂષણ અતિભયાનક સ્તરે, 18 વિસ્તારમાં AQI 400ને પાર

    દિલ્લીમાં પ્રદૂષણ અતિભયાનક સ્તરે પહોંચ્યો છે. જેમાં 18 વિસ્તારમાં AQI 400ને પાર પહોંચ્યો છે. વઝીરપુરમાં AQI સૌથી વધુ 443 નોંધાયો છે.  તેમજ દિલ્લીનો સરેરાશ AQI 387 નોંધાયો. આ ઉપરાંત દિલ્લીના 22 વિસ્તારો રેડ ઝોનમાં છે. 22 વિસ્તારમાં AQI 300થી 400ની વચ્ચે નોંધાયો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં AQI 422 નોંધાયો છે.

  • 13 Dec 2025 08:13 AM (IST)

    રાજકોટ: કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે 15થી વધુ ગાયોના મોત, 20થી વધુ ગાય સારવાર હેઠળ

    રાજકોટના કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે 15થી વધુ ગાયોના મોત થયા છે. શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગાયોના મોત થયા છે. જ્યારે ફૂડ પોઇઝનિંગની અસરથી મોત થયાનુ પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. અન્ય 20થી વધુ અસરગ્રસ્ત ગાયોની સારવાર શરૂ કરાઈ છે.  રાજકોટ અને ગોંડલથી પશુ ચિકિત્સકોને બોલાવામાં આવ્યા છે.

  • 13 Dec 2025 07:57 AM (IST)

    જામકંડોરણામાં હનીટ્રેપ કરી રૂપિયા પડાવતી ગેંગ સકંજામાં, 5 પુરુષ સહિત 2 મહિલાની ધરપકડ

    હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી આ ગેંગના દરેક સભ્યો અલગ અલગ ટાસ્ક સાથે જોડાયેલા હતા. જેમાં પુરુષોનો નંબર મેળવીને તેમને સૂમસામ જગ્યા પર બોલાવવામાં આવતા હતા. જ્યાં ગેંગની મહિલા સભ્ય ભોગ બનનાર પુરુષોને મારપીટ સહિતના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા. જે બાદ તેમના પાસેથી રૂપિયા પડાવતા હતા. જો કે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે 5 પુરુષો અને 2 મહિલાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 13 Dec 2025 07:38 AM (IST)

    દાહોદ-છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘના ધામા

    છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘની એન્ટ્રી થઈ છે.  વન વિભાગે વાઘની એન્ટ્રીની વાતને સમર્થન આપ્યું છે. દાહોદ-છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘએ ધામા નાખ્યા છે.  રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ છોટાઉદેપુર સુધી પહોંચ્યો છે. વાઘના પગના નિશાન આધારે વન વિભાગનો દાવો છે.  જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમોની તૈનાતી કરી છે.

Published On - 7:37 am, Sat, 13 December 25