રાજકોટના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે 58 વર્ષીય વૃદ્ધાની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ મહિલાને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાની આશંકા છે. વાડીમાં કામ કરતા શ્રમિકોએ જ મહિલાની હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીઓએ મહિલાના માથાના ભાગે જીવલેણ હુમલો કરી હત્યા કર્યા બાદ મૃતદેહને પાકમાં સંતાડી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મહિલાની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્પેનમાં વધતી મોંઘવારીને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોંઘવારીના વિરોધમાં સ્પેનના બે સૌથી મોટા મજૂર સંગઠનો દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળના સમર્થનમાં લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા 14 વર્ષમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં નાગરિકો હડતાળમાં જોડાયા છે. વધતી જતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચ સામે લોકોનો આ વિરોધ સ્પેનમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આજે 12 નવેમ્બર ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 8:03 am, Thu, 12 November 26