
આજે 12 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પાંડોહ ડેમ નજીક ભૂસ્ખલન થયું. જેના પગલે ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંને બાજુથી બંધ. અહીં સેંકડો વાહનો ફસાયેલા છે. હવામાન વિભાગે 17 જુલાઈ સુધી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને 13 જુલાઈએ ઓરેન્જ એલર્ટ જારી કર્યું.
ચીને વિશ્વને પોતાની લશ્કરી તાકાત બતાવી…ચીને DF-5B નામની લાંબા અંતરની મિસાઇલ રજૂ કરી છે, જે અનેક પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ…આ મિસાઇલ 12 હજાર કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે, જેનો અર્થ એ છે કે જો તેને બેઇજિંગથી લોન્ચ કરવામાં આવે તો તે ન્યૂ યોર્ક પહોંચી શકે છે…DF-5B એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે.
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 14 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે.. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આ માહિતી આપી. શુભાંશુ સહિત ચાર ક્રૂ સભ્યો એક્સિયમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પહોંચ્યા હતા. અગાઉ 10 જુલાઈના રોજ સ્પેસ સ્ટેશનથી પરત ફરવાનું હતું..હવે અવકાશયાત્રીઓના પાછા ફરવામાં ચાર દિવસનો વિલંબ થશે.
રાજસ્થાનના સીકરમાં ખાટુશ્યામ મંદિર ફરી ચર્ચામાં આવ્યું…ખાટુશ્યામ મંદિર પાસે ભક્તો અને દુકાનદારો વચ્ચે મારામારી..અહીં બંને પક્ષોએ એકબીજા પર ડંડાથી હુમલો કર્યો..ઘટનામાં મહિલાઓને પણ ડંડા મારવામાં આવ્યા છે..ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો… મહિલાઓ પર પણ ડંડાથી હુમલો કરવા આવ્યો હોવાનું જોવ મળી રહ્યું છે.
ઉત્તરપ્રદેશના જાલૌનમાં પોલીસકર્મીને દાદાગીરી ભારે પડી….સ્કૂટીસવાર યુવક અને તેની બહેન સાથે દુર્વ્યહાર કરવા બદલ SPએ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યો…ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો..જેમાં પેટ્રોલપંપ પર પોલીસકર્મી શિવ પ્રસાદ દુબેએ યુવાનને નિર્દયતાથી માર માર્યો..યુવકની બહેન સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો..
અમદાવાદમાં 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા યોજાયો આભાર વિધિ કાર્યક્રમ..પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના અધિકારીઓ રહ્યા હાજર..રથયાત્રામાં જોડાયેલા અધિકારી અને રાજકીય નેતાઓ તેમજ વિવિધ સમાજના લોકોનું અભિવાદન કરાયું..દર વર્ષે રથયાત્રા પૂર્ણ થયાના થોડા દિવસ બાદ યોજાય છે આભાર વિધિ કાર્યક્રમ.
દાહોદ: શાળામાં માસૂમ બાળકો પાસે કામ કરાવવાનો વીડિયો વાયરલ થયો છે. લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળાની ઘટના હોવાનો દાવો છે. બાળકોને ભણાવવાને બદલે શિક્ષિકો દ્વારા મજૂરી કામ કરાવાયું. વીડિયો વાયરલ થતાં શાળા તંત્ર હાલ સવાલોના ઘેરામાં છે. આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા છે. વાલીઓ અને સ્થાનિકોની શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ છે. શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે શ્રદ્ધાંજલિ અપાઈ. AI ના સ્ટાફ દ્વારા પ્લેનનો ફોટો મૂકીને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા. મૃતકોની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરવામાં આવી.
અમદાવાદમાં AUDA દ્વારા તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન. વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયુ છે. સરદાર પટેલ રિંગ રોડ પર કુલ 15 મોટા ઓવરબ્રિજની તપાસ કરાશે. ભાટ ગામ પાસે સાબરમતી નદીના બ્રિજની તપાસ કરાઈ. AUDA રેપિડ વિઝ્યુઅલ સેફ્ટી એસેસમેન્ટ કરશે. પ્રથમ તબક્કામાં બ્રિજની બહારની સાઈડમાં તપાસ. AUDAના સિનિયર એન્જિનિયર અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અંબાજી પાસે કાર પર પથ્થરમારો, એક મહિલાને ઇજા થઇ છે. રાજસ્થાનની હદમાં જાંબુડી પાસે આ ઘટના બની છે. હુમલામાં કારની આગળના કાચ તૂટ્યા છે. કારમાં સવાર એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત છે. મહિલાને અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડાઇ છે. કાર સવાર પરિવાર અમદાવાદના બાપુનગરના રહેવાસી છે.
જૂનાગઢ: ઓઝત નદી પરના પુલની દીવાલ ધસી પડી. માણાવદરના બાલાગામ આંબલીયા રસ્તે જતા પુલની દીવાલ ધસી. એક તરફનો ભાગ નદીમાં ધસી પડતા તંત્ર હરકતમાં આવ્યુ. બન્ને તરફ દીવાલ ચણી રસ્તો બંધ કરવામાં આવ્યો. કેશોદ-માણાવદરને પુલ જોડે છે. અગાઉ પણ જર્જરિત દીવાલ ધસી પડતા સમારકામ કરાયુ હતુ.
રાજ્યમાં વરસાદને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. રાજ્યભરમાં આગામી 72 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. 13થી 18 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.
ભરૂચ: વાલિયામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ થયો છે. ઘર કંકાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પતિએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા પત્નીનું મોત થયું હતુ. મૃતદેહને કોંઢ ગામ નજીક નાળામાં ફેંકીને આરોપી ફરાર થયો હતો. પ્રથમ પત્નીનું અવસાન થતા આરોપીએ બીજા લગ્ન કર્યા હતા. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ક્રેશ થવાની ઘટનામાં દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો 15 પાનાનો રિપોર્ટ સામે આવ્યો છે. AAIBના પ્રાથમિક રિપોર્ટમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે. ટેકઓફની થોડી જ સેકંડમાં વિમાનના બન્ને એન્જિન બંધ થઈ ગયા હતા. એન્જિનોને ઈંધણનો પુરવઠો મળતો બંધ થયો હતો. એન્જિન બંધ થતા વિમાનની સ્પીડ ઘટી અને વિમાન ક્રેશ થયું. બન્ને પાયલોટ વચ્ચેની અંતિમ વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે. એક પાયલોટે પૂછ્યું, “તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું ?” બીજા પાયલોટનો જવાબ, “મેં એવું નથી કર્યું !” વાતચીતની થોડી જ ક્ષણોમાં વિમાન મેડિકલ કોલેજની ઈમારત સાથે અથડાયું હતુ.
ભરૂચ: યુવકનો પોતાનું ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો. યુવકનાં પરિવાર અને પાડોશી વચ્ચે મિલકતનો વિવાદ ચાલતો હતો. દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ મિલકત બાબતે વિવાદ થયો હતો. યુવકનાં પરિવારનો આરોપ છે કે તેમની પૈતૃક મિલકતનાં મકાન જર્જરિત થતા તેનું ફરી બાંધકામ કરાવતા પાડોશીઓ તેમનાં પર ખોટા કેસ કરીને હેરાન કરી રહ્યા છે. એક કેસ પુરો થાય ત્યાં બીજો કેસ કરીને પરિવારને ધમકીઓ અપાઇ રહી છે. બપોરે ઘેર એકલો હતો ત્યારે ચેતન પટેલ નામનાં યુવકે પોતાનું ગળું કાપ્યું …લોહીલુહાણ હાલતમાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો.
Published On - 7:38 am, Sat, 12 July 25