12 ડિસેમ્બરના મહત્વના સમાચાર : પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનું નિધન, મહારાષ્ટ્રનાં લાતૂરમાં લીધા અંતિમ શ્વાસ

Gujarat Live Updates : આજ 12 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

12 ડિસેમ્બરના મહત્વના સમાચાર : પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનું નિધન, મહારાષ્ટ્રનાં લાતૂરમાં લીધા અંતિમ શ્વાસ
| Edited By: | Updated on: Dec 12, 2025 | 10:12 AM

LIVE NEWS & UPDATES

  • 12 Dec 2025 10:10 AM (IST)

    ભરૂચ: બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

    ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. અકસ્માત બાદ બન્ને વાહનમાં આગ લાગતા મહિલા જીવતી ભૂંજાઈ ગઈ છે.  અંકલેશ્વરના વાલિયા રોડ પર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. અન્ય 4 લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.  ફાયર વિભાગે સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે.  અકસ્માત બાદ કોસમડી ગામ નજીક ટ્રાફિક જામ થયો હતો.

  • 12 Dec 2025 09:42 AM (IST)

    વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 જેટલા મજૂરો દબાયા

    વલસાડ ના ઔરંગા નદીના બ્રિજ ઉપર બની ઘટના બની છે.  કૈલાશ રોડ પર આવેલ ઔરંગ નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ઘટના બની છે. બ્રિજના સ્લેબ ધરાશાઈ થતા 4 જેટલા મજૂરો દબાયા છે.  સ્થાનિકો દ્રારા તાત્કાલિક દોડી આવી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે.  તમામને સારવાર અર્થે વલસાડ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


  • 12 Dec 2025 09:35 AM (IST)

    જાપાન: 6.5 ની તીવ્રતાનો ભૂકંપ, 34 લોકો ઇજાગ્રસ્ત

    જાપાનના દરિયાકાંઠે 6.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. તંત્રએ હાલ સુનામીની ચેતવણી જાહેર કરી છે. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ આપેલી માહિતી મુજબ. ઓછામાં ઓછા 34 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. વડા પ્રધાન સનાઈ તકાઈચીએ જણાવ્યું હતું કે સ્થિતિની સમીક્ષા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક કટોકટી કાર્ય દળની રચના કરાઇ છે.

  • 12 Dec 2025 09:25 AM (IST)

    રાજકોટઃ પોલીસ કમિશનર કચેરીના ગેટ પર SRP જવાને કર્યો આપઘાત

    રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીના ગેટ પર SRP જવાને આપઘાત કર્યો છે. ગજુભા રાઠોડ નામના SRP જવાને છાતીના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હતો. રાત્રે ત્રણેક વાગ્યા આસપાસ ફરજ દરમિયાન જ આપઘાત કર્યા હતો. કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સ્પષ્ટ નહીં. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

  • 12 Dec 2025 09:23 AM (IST)

    અમેરિકાના વોશિંગ્ટનમાં પૂરની ભયાનક સ્થિતિ, 1 લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર

    યુ.એસ.ના પેસિફિક નોર્થવેસ્ટ અને પશ્ચિમ કેનેડામાં કેટલાક દિવસોના ભારે વરસાદને કારણે સંખ્યાબંધ નદીઓ અને ઉપનદીઓમાં પૂર આવ્યું છે. નેશનલ વોટર સેન્ટરે વોશિંગ્ટનમાં સ્કેગીટ અને સ્નોહોમિશ નદીઓમાં ભારે પૂરની સ્થિતિ છે. આ સાથે કેનેડામાં, પૂર, કાટમાળ તણાઇ આવવો અને હિમપ્રપાતનું જોખમ વધ્યુ છે. જેથી વાનકુવરનો મુખ્ય હાઇવે બંધ કરાયો છે. જેના પગલે 1 લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર છે.

  • 12 Dec 2025 09:09 AM (IST)

    મહીસાગર: બાલાસિનોરમાં 2.37 કરોડનો ગાંજો ઝડપાયો

    મહીસાગરના બાલાસિનોરમાં 2.37 કરોડનો ગાંજો ઝડપાયો છે.  રત્નજીના મુવાડા ગામે એરંડાની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ છે. પોલીસના દરોડા દરમિયાન ગાંજાના 258 છોડ મળી આવ્યાં છે.  2 કરોડ 37 લાખની કિંમતનો 473 કિલો ગાંજો જપ્ત કર્યો છે.  પોલીસે ગાંજાનું વાવેતર કરનારા આરોપીની ધરપકડ કરી છે.

  • 12 Dec 2025 08:49 AM (IST)

    પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનું નિધન, મહારાષ્ટ્રનાં લાતૂરમાં લીધા અંતિમ શ્વાસ

    પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનું નિધન થયું છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રનાં લાતૂરમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે.  લાંબી માંદગી બાદ 91 વર્ષની ઉંમરે નિધન થયું છે.

  • 12 Dec 2025 08:32 AM (IST)

    અમદાવાદ: સ્વામી વિવેકાનંદ કોલેજને મનપાની ટીમે કરી સીલ,ફાયર NOC મુદ્દે હવે કોલેજો સામે પણ કાર્યવાહી

    અમદાવાદમાં  ફાયર NOC મુદ્દે હવે કોલેજો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  સ્વામી વિવેકાનંદ કોલેજને મનપાની ટીમે સીલ કરી છે. ફાયર NOC અને વપરાશ પરવાનગી ન હોવાથી કાર્યવાહી કરી છે.  ફાયર NOC રિન્યુ ન કરતા  અનેક નોટિસ અપાઈ હતી. શાળાઓ બાદ કોલેજો સામે પણ મનપાએ કાર્યવાહી શરૂ કરી છે.

  • 12 Dec 2025 08:08 AM (IST)

    આંધ્રપ્રદેશ: ચિતૂર જિલ્લામાં બસને નડ્યો અકસ્માત, 9ના મોત

    આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લામાં બસને અકસ્માત નડ્યો છે.  ઘાટ પાસે બસ ખીણમાં ખાબકી હતી.  ઘાટવાળા રસ્તા પણ બસ ખીણમાં ખાબકતા 9ના મોત નિપજ્યાં છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 9 લોકોને ભદ્રાચલમ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

     

  • 12 Dec 2025 07:52 AM (IST)

    સાયબર ક્રાઈમ સેલે 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો

    કચ્છમાં સાયબર ક્રાઈમ સેલે 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. બેંક ખાતા ખોલી તેમાથી છેતરપિંડીથી મેળવતા હતા નાણા. જમા કરેલા નાણા ચેકથી ઉપાડી છેતરપિંડી આચરતા હતા.  3 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 105 કરોડથી વધુ નાણા મેળવી કમિશન મેળવતા હતા. પોલીસે 3 બેંકના કર્મચારીઓ સામે પણ ફરિયાદ નોંધી છે. શુભમ ડાભી નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ

  • 12 Dec 2025 07:31 AM (IST)

    રાજ્યની તમામ 182 વિધાનસભામાં 100 ટકા કામગીરી પૂર્ણ

    ગુજરાતમાં SIR પ્રક્રિયા વચ્ચે મોટા સમાચાર આવી રહ્યાં છે. રાજ્યની તમામ 182 વિધાનસભામાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેની ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે પણ  જાહેરાત કરી છે.  SIR પ્રક્રિયામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન હોવાનો ચૂંટણી પંચનો દાવો છે.  હજુ પણ યાદીમાં નામ ન હોય તો મતદારો 14 ડિસેમ્બર સુધી BLOનો સંપર્ક કરી શકાશે. 27 ઓક્ટોબરથી રાજ્યમાં શરૂ કરાઇ હતી SIR કામગીરી. SIR દરમિયાન 18,03,730 મૃતકોના નામ મતદાર યાદીમાં ચાલુ હોવાનું સામે આવ્યું છે.

Gujarat Live Updates : આજ 12 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:29 am, Fri, 12 December 25