મોરબીના નેશનલ હાઈવે-27 પર એક અજાણ્યા યુવકે હાઈવોલ્ટેજ ડ્રામા કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવક અચાનક હાઈવેની વચ્ચે જઈને સૂઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. યુવકની આ જોખમી હરકતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. યુવકે હાઈવે પર જોખમી હરકત કરીને પોતાનો તેમજ અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં યુવક બાંકડા પર આરામ ફરમાવતો પણ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
ગુજરાત સરકારે ભાડાના મકાન અને કોમર્શિયલ મિલકતોને લગતા દાયકાઓ જૂના કાયદામાં મોટા ફેરફારની તૈયારી કરી છે. શહેરી વિકાસ પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં ‘ગુજરાત રેન્ટ બિલ 2026’ રજૂ કરવાની દરખાસ્ત કરી છે. નવા કાયદા મુજબ ભાડા કરાર લેખિતમાં કરવો ફરજિયાત બનશે. સાથે જ મકાન માલિક ભાડૂઆત પાસેથી ત્રણ મહિનાથી વધુનું સિકયુરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં. ભાડૂઆત મકાન ખાલી કરે બાદ જરૂરી કપાત કરીને બાકીનું ડિપોઝિટ એક મહિનાની અંદર પરત કરવું પડશે. નવા બિલમાં રેન્ટ ઓથોરિટીની રચના કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. મકાન ભાડે આપતી વખતે ભાડા કરાર અને સંબંધિત વિગતો રેન્ટ ઓથોરિટીને આપવાની રહેશે. નવા કાયદાથી ભાડૂઆત અને મકાન માલિક વચ્ચેના સંબંધોને વધુ નિયમબદ્ધ કરવાની સરકારની તૈયારી છે.
અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ સામે પોલીસ અને AMC દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન કુલ 146 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, જેમાં 74 બાળકો અને 72 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. રેસ્ક્યૂ કરાયેલા બાળકોમાંથી 8 બાળકોને ચાઈલ્ડ હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બાળકોને તેમના માતા-પિતાને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભિક્ષાવૃત્તિ વિરુદ્ધની આ કામગીરી દરમિયાન પોલીસે 22 જેટલી FIR નોંધાવી છે. ખાસ કરીને બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવનાર લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અને AMCએ ભિક્ષાવૃત્તિમાં બાળકોનો ઉપયોગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
આજે 10 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:27 am, Thu, 10 September 26