દાહોદના દેવગઢ બારીયાના મેન્દ્રા ચોકડી પાસે મોડી રાત્રે ST બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરાથી દેવગઢ બારીઆ તરફ આવતી સરકારી ST બસમાં અચાનક લાગી આગ. એસટી બસમાં આગ લાગતા જ ડ્રાઇવર સહિત કંડકટર તેમજ અન્ય પેસેન્જર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા. જોત જોતા માં બસમાંથી આગના ગોટેગોટા નીકળતા ભયનો માહોલ સર્જાયો. આગની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે. ફાયર પહોંચ તે પહેલા જ બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ. એસટી બસમાં આગ લાગવાના બનાવને લઈ પોલીસ તંત્ર તેમજ એસટી વિભાગ ઘટના સ્થળે
આગની ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ જેવા દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં ડેપો મેનેજર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. St બસ માં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે આગ ની ઘટના માં કોઈ જાન હાનિ નહીં
રાજકોટ ભાવનગર હાઈવે પર કાળીપાટ નજીક કાર અને બાઇક વરચે સર્જાયો અક્સ્માત. સ્થાનિકોએ જણાવ્યા મુજબ એક કારે, બાઇકને ટક્કર મારતા બાઇક બીજા બાઇક સાથે અથડાયું. કાર અને બાઇક વરચે અક્સ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) દ્વારા આજે વિરોધ પ્રદર્શન યથાવત રાખવાની જાહેરાત કરી છે. આ બન્ને સંગઠનોએ સંગઠનોએ જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવાની જાહેરાત
વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે મારામારીની ઘટના થવા પામી હતી. શ્રી રામ ટમટમ નજીક પાર્કિંગ મુદ્દે થયો ઉગ્ર વિવાદ. સામાન્ય બોલાચાલી બાદ એક વ્યક્તિને ઢોર માર માર્યાનો આક્ષેપ. ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી ટીમ તાત્કાલિક દોડી આવી. મારામારીના બનાવથી વિસ્તારમાં ભય અને રોષનો માહોલ. પોલીસ દ્વારા તપાસ શરૂ, સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી.
ગુજરાતના પાટનગર ગાંધીનગર, મહાનગર પાલિકાની આજે ચૂંટણી યોજાનાર છે. ગાંધીનગર મ્યુનિસપલ કોર્પોરેશનની સાથોસાથ થરા અને ઓખા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાનાર છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતદાન યોજાશે. આગામી 13 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર કરાશે.
જામનગર શહેરના અંધાશ્રમ ફાટક નજીક ટ્રેનની અડફેટે આવી જતાં બે પુરુષોના મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી. મૃતદેહોને પંચનામા અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતકોની ઓળખ અને ઘટનાની વધુ વિગતો અંગે સત્તાવાર માહિતી તપાસના અંતે આવશે સામે.
આજે 11 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:12 am, Sun, 11 October 26