11 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર શારજાહથી આવેલા મુસાફર પાસેથી રૂ. 60 લાખનું સોનું પકડાયું

આજે 11 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

11 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર શારજાહથી આવેલા મુસાફર પાસેથી રૂ. 60 લાખનું સોનું પકડાયું
| Edited By: | Updated on: Jun 11, 2026 | 8:59 PM

આજે 11 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Jun 2026 08:19 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ પર શારજાહથી આવેલા મુસાફર પાસેથી રૂ. 60 લાખનું સોનું પકડાયું

    અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે રૂપિયા 60 લાખની કિંમતનું સોનુ ઝડપી પાડ્યું છે. યાત્રીની બેગમાંથી 600 ગ્રામ સોનું મળી આવ્યું હતું. 18K (750 purity) અને 14K(585 purity) નું સોનું જપ્ત કરાયું છે.
    શારજાહથી આવેલા યાત્રી સામે કસ્ટમ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

  • 11 Jun 2026 08:02 PM (IST)

    મહેસાણાના કડીના અણખોલ ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા

    મહેસાણાના કડીના અણખોલ ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરાઈ છે. દુવા રિસાયકલિંગ કંપનીની લેબર કોલોનીમાં બની ઘટના. જમતી વખતે અપશબ્દો બોલવા બાબતે થઈ હતી બબાલ. છોડાવવા ગયેલા ઈન્દ્રજીતના માથામાં લાકડું વાગતાં મોત. કૌટુંબિક ભાઈ આકાશ નિશાદે લાકડાનો ફટકો માર્યાની રાવ. કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • 11 Jun 2026 08:00 PM (IST)

    પંચમહાલના કાલોલમાં લગ્નેત્તર સંબંધમાં પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા

    કાલોલમાં લગ્નેત્તર સંબંધમાં પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા. કૌટુંબિક દિયર ધર્મેન્દ્રના પ્રેમમાં પડેલી પત્ની શિલ્પાએ પતિની કરી હત્યા. પ્રેમી ધર્મેન્દ્રે મૃતક રાજેશને અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર્યો માર. માથાના ભાગે જીવલેણ હુમલો કરીને કરવામાં આવી રાજેશની હત્યા. પુરાવાનો નાશ કરવા આરોપીએ હાથ પગ કાપી મૃતદેહ દાટી દિધો. શરૂઆતમાં પરિવારે પોલીસમાં રાજેશ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. શંકાના આધારે ધર્મેન્દ્રની કડકાઈથી પૂછપરછ કરતાં ગુનો કબૂલ્યો. પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 11 Jun 2026 06:10 PM (IST)

    ગીર સોમનાથના તલાલાના માલજીજવા ગામે કુવામાં સફાઈ કરતા 2 મજૂરના મોત

    ગીર સોમનાથના તલાલાના માલજીજવા ગામે કુવામાં સફાઈ કરતા 2 મજૂરના મોત થયા છે. કૂવામાં સફાઇ કામગીરી દરમિયાન પથ્થર પડતા 2 મજૂર દટાયા હતા. માલજીજવા ગામે સાત વડલી વાડી વિસ્તારની ઘટના. 1 નુ મોત , 1 વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. પથ્થર અને માટી ઘસી પડતા બે મજૂરને ગંભીર ઇજા પહોંચી હતી. રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થયું. મૂળ રાજસ્થાનના વતની જગદીશભાઈ મારવાડી (40) અને સુખદેવભાઈ મારવાડી (45)ને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજા થઇ હતી.

  • 11 Jun 2026 06:08 PM (IST)

    મહેસાણા ફ્રૂટ માર્કેટમાં લાગી ભીષણ આગ, 2 ટ્રક પણ આવી ઝપેટમાં

    મહેસાણા ફ્રૂટ માર્કેટમાં લાગી ભીષણ આગ. એક સાથે 6 પેઢીના શેડમાં લાગી આગ. પેઢીના શેડમાં પડેલ બે ટ્રક પણ આગની લપેટમાં આવી. પેઢીમાં પડેલ ખાલી કેરેટ અને ફ્રૂટમાં મોટું નુકસાન. અગમ્ય કારણોસર લાગેલ આગમાં વહેપારીઓને મોટું નુકસાન. મહેસાણા મનપાના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લીધી.

  • 11 Jun 2026 04:57 PM (IST)

    રાજ્યસભા માટે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર

    ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારા ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા. આજે 11 જૂનના રોજ ભરાયેલા ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો દિવસ હતો. નિયત સમયગાળા સુધી ભરાયેલા ચાર ઉમેદવારી પત્રમાંથી એક પણ ઉમેદવારી પાછી ના ખેંચાતા, રાજયસભાના ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ રીતે ચૂંટાયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી બિન હરીફ ચૂંટાવવા બદલ પ્રમાણપત્ર પણ આજે ઉમેદવારોને અપવામાં આવ્યા છે.

  • 11 Jun 2026 04:54 PM (IST)

    સુરતના ભૂતિયા ડિમોલીશન મામલે સુરત મહાનગરપાલિકાના તંત્રે કરી કબૂલાત !

    સુરતના નાસિર નગરમાં ડીમોલેશન નિવેદન બાદ મનપાની બેઠક મળી છે. સેન્ટ્રલ ઝોન ખાતે હાઇલેવલ બેઠક મળી. મનપા કમિશનર સાથે તમામ હોદ્દેદારો સાથે બેઠકમાં ઉપસ્થિત. 12 દિવસ બાદ કહ્યું કે આ ડીમોલેશન કાયદાકીય રીતે થયું છે. તો સવાલ અહીં એ થાય છે કે ડીમોલેશન પહેલા નોટિસ કેમ ના આપી.

  • 11 Jun 2026 04:51 PM (IST)

    સમી તાલુકા હેલ્થ કચેરીના આઉટ સોર્સિંગ ક્લાર્કે રુ. 27.19 લાખની કરી ઉચાપત

    પાટણના સમી તાલુકા હેલ્થ કચેરીના ક્લાર્કનું કૌભાંડ સામે આવ્યું છે. આઉટ સોર્સિંગ ક્લાર્ક સામે નોંધાઈ FIR. રુ.27.19 લાખની ઉચાપત કરી ક્લાર્ક ફરાર થઈ ગયો છે. સરકારી ચેક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી આચર્યું કૌભાંડ. સમગ્ર ગેરરીતિ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં. સમી હેલ્થ કચેરીના THO એ નોંધાવી ફરિયાદ. સમી પોલીસે ફરાર ક્લાર્કની શોધખોળ શરૂ કરી. તાલુકા હેલ્થ કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓના પગારના ચેક પર પોતાનું નામ લખી આઉટ સોસિંગ ક્લાર્ક ભરત પશાભાઈ નાનોડા આચરતો હતો કૌભાંડ. સમયાંતરે અલગ અલગ ચેક પર હિસાબી અધિકારીની સહીવાળા કોરા ચેક પર પોતાનું નામ લખી પોતાના ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરી આચરતો હતો કૌભાંડ. સમગ્ર કૌભાંડ જિલ્લા આરોગ્ય વિભાગને ધ્યાને આવતા ગેરરીતી બદલ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

  • 11 Jun 2026 02:58 PM (IST)

    તોછડો અને અભિમાની અભિષેક TMCમાં રહેશે તો હુ નહીં રહું, મમતા બેનર્જીને રોકડુ પરખાવતા કલ્યાણ બેનર્જી

    મમતાના ખાસ વ્યક્તિ કલ્યાણ બેનર્જીએ કહ્યું- અભિષેક બહુ અભિમાની અને તોછડો છે. જો તે ટીએમસીમાં હશે તો હુ હવે ટીએમસીમાં નહીં રહુ. અભિષેકના વર્તન અને વાણીને કારણે જ ટીએમસીની આજે આ હાલત છે. આજે આખી પાર્ટી ખતમ થઈ ગઈ છે.

  • 11 Jun 2026 02:47 PM (IST)

    અમદાવાદ: ખાડિયામાં મોન્ટુ નામદારની દાદાગીરી આવી સામે

    અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મોન્ટુ નામદારની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મોન્ટુ અને તેના સાગરિતો પોલીસકર્મી સાથે ઉગ્ર બોલાચાલી કરતા અને ગાળો આપતા દેખાય છે. પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હોવા છતાં મોન્ટુ દ્વારા ધમકીભર્યું વર્તન ચાલુ રાખ્યાનો આરોપ છે. ખાસ કરીને વીડિયો ઉતારી રહેલા પોલીસકર્મીને ધમકી આપવાના દૃશ્યો પણ વાયરલ વીડિયોમાં જોવા મળતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને વીડિયોની સત્યતા ચકાસી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી મળી રહી છે.

  • 11 Jun 2026 02:30 PM (IST)

    ભરૂચ: જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદ ગરમાયો

    ભરૂચમાં જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદ ગરમાયો છે. મામલે મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને મસ્જિદ હોવાના પુરાવા રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. મસ્જિદ ટ્રસ્ટના અબ્દુલ કામઠીએ જણાવ્યું કે જામા મસ્જિદ ભવિષ્યમાં પણ મસ્જિદ જ રહેશે, જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટાની હકીકત તપાસનો વિષય હોવાનું કહ્યું. સાથે જ અફવા ફેલાવનારાઓ અને ફોટા વાયરલ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. વિવાદ વચ્ચે મુસ્લિમ સમાજે પોતાનો પક્ષ રજૂ કરીને શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ સાથે પ્રશાસનને આવેદનપત્ર સોંપ્યું હ

  • 11 Jun 2026 12:22 PM (IST)

    સુરેન્દ્રનગર: સબજેલમાંથી મોબાઇલ મળતા ચકચાર

    સુરેન્દ્રનગર સબજેલમાં અમદાવાદની જડતી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી ઓચિંતી તપાસ દરમિયાન સીમકાર્ડ વગરના 5 મોબાઇલ ફોન મળી આવતા ચકચાર મચી ગઈ છે. જેલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. જડતી સ્ક્વોડે ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મોબાઇલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યા અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે અગાઉ પણ સુરેન્દ્રનગર સબજેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના બનાવો સામે આવ્યા હતા, જેના કારણે જેલ તંત્રની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે.

  • 11 Jun 2026 12:22 PM (IST)

    સુરતઃ આખરે 12 દિવસ બાદ ભૂતિયા ડિમોલિશનમાં સૌથી મોટા સમાચાર

    સુરતમાં ચર્ચાસ્પદ બનેલા કથિત “ભૂતિયા ડિમોલિશન” મામલે આખરે 12 દિવસ બાદ કોર્પોરેશન તરફથી મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. મનપાના એડિશનલ સિટી ઈજનેરે દાવો કર્યો છે કે આ કાર્યવાહી સંપૂર્ણપણે કાયદેસર હતી અને તેને ભૂતિયા ડિમોલિશન ગણાવવું યોગ્ય નથી. તેમના જણાવ્યા મુજબ મનપાની ટીમ ડીમાર્કેશન અને રસ્તો ખુલ્લો કરવાના હેતુથી સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર કાર્યવાહી કાયદાકીય જોગવાઈઓ મુજબ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે પોલીસને પણ અગાઉથી જાણ કરવામાં આવી હતી. કોર્પોરેશને તપાસ સમિતિને સંપૂર્ણ સહયોગ આપવાની વાત સાથે કેટલાક મીડિયા અહેવાલો એકતરફી અને ભ્રામક હોવાનું પણ જણાવ્યું છે.

  • 11 Jun 2026 10:33 AM (IST)

    મહેસાણાઃ 33 લાખનો શંકાસ્પદ બિયારણ અને ખાતરનો જથ્થો જપ્ત

    મહેસાણા જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાયેલી વિશેષ તપાસ દરમિયાન અંદાજે 33 લાખ રૂપિયાનો શંકાસ્પદ બિયારણ અને ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન શંકાસ્પદ બિયારણ અને ખાતરના કુલ 64 નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જિલ્લામાં 19 ઉત્પાદકો અને 89 વિક્રેતાઓના સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્ટોક જાળવણી અને રજિસ્ટ્રેશન સંબંધિત બેદરકારી સામે આવતા 8 વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત ગેરકાયદે યુરિયાના ઉપયોગ અંગે મહેસાણા, કડી અને વિજાપુર વિસ્તારમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 11 Jun 2026 09:15 AM (IST)

    સુરતઃ કોસંબાની SBI બેંકમાં યુવતીના પર્સની ચોરી

    સુરતના કોસંબા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં યુવતીના પર્સની ચોરીની ઘટના સામે આવી છે. યુવતી બેંકના કાઉન્ટર પર કામ માટે જતા પહેલા પોતાની બેગ ટેબલ પર મૂકી હતી. આ દરમિયાન સોફા પર બેઠેલા એક વૃદ્ધે તકનો લાભ લઈ બેગ ખોલી અંદર રહેલું પર્સ ચોરી લીધું હતું. પર્સમાં અંદાજે 10 હજાર રૂપિયા રોકડા તેમજ યુવતીના મહત્વના દસ્તાવેજો હતા. બાદમાં બેગમાં પર્સ ન દેખાતા યુવતીએ બેંકના CCTV ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં વૃદ્ધની સમગ્ર કરતૂત કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 11 Jun 2026 08:20 AM (IST)

    આણંદ: હોટેલ અને રેસ્ટોરન્ટોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ

    આણંદ શહેરમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અનેક સ્થળોએ સ્વચ્છતાનો અભાવ અને આરોગ્ય સંબંધિત નિયમોના ભંગના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેના પગલે લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ પાસેથી રૂ. 22 હજાર, સર્વોદય આઈસ્ક્રીમ પાસેથી રૂ. 20 હજાર તેમજ મસ્તી લસ્સી સેન્ટર પાસેથી રૂ. 1 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે ત્રણેય એકમોને ભવિષ્યમાં સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા કડક સૂચના પણ આપી છે.

  • 11 Jun 2026 08:08 AM (IST)

    જસદણમાં સગા મામાએ કરી ભાણેજની હત્યા

    જસદણમાં કૌટુંબિક મનદુઃખમાં  સગા મામાએ કરી ભાણેજની હત્યા. મોટા દડવા ગામમાં મામાએ 13 વર્ષના ભાણેજની હત્યા નીપજાવતા મચી ચકચાર છે. આ ઘટનાનું મૂળ કારણ પારિવારિક વિવાદ હતું. મૃતકની મોટી બહેનના લગ્ન તેમના મામા અરવિંદભાઈના પુત્ર સાથે થયા હતા. પરંતુ પતિ-પત્ની વચ્ચે મતભેદોને કારણે યુવતી પિયરમાં રહેતી હતી. આ મુદ્દે ભાઈ-બહેન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. તે જ અદાવતના કારણે આરોપીએ રસ્તામાં રોકી ઝઘડો શરૂ થયો હતો. મેઘપર ગામની સીમમાં આરોપી અરવિંદએ પોતાની બહેન અને બનેવીને પ્રશ્નો પૂછતાં ઉશ્કેરાટમાં આવી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ફેંકાયેલો મોટો પથ્થર સીધો 13 વર્ષીય ભાણેજ નરેન્દ્રને વાગ્યો અને તેનું મોત થયું. પોલીસે આરોપી મામા અરવિંદને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

  • 11 Jun 2026 08:07 AM (IST)

    ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા ભડક્યું અમેરિકા

    મધ્યપૂર્વમાં અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો છે. અમેરિકાના હુમલા બાદ ઇરાને કડક વલણ અપનાવતા હોર્મુઝની સામુદ્રધુની ફરી એકવાર સીલ કરવાની જાહેરાત કરી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર પર અસર થવાની આશંકા ઊભી થઈ છે. ઇરાનના આ નિર્ણયથી અમેરિકા ભડકી ઊઠ્યું છે અને તેના વિરોધમાં અમેરિકી સૈન્યએ ઇરાન પર જવાબી હુમલાઓ શરૂ કર્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષને કારણે સમગ્ર ગલ્ફ વિસ્તારમાં ચિંતા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે

  • 11 Jun 2026 08:06 AM (IST)

    અમદાવાદઃ સતત બીજા દિવસે શંકાસ્પદ ઘી અંગે તવાઈ

    અમદાવાદમાં સતત બીજા દિવસે શંકાસ્પદ ઘી બનાવતા એકમો સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. લાયસન્સ વિના ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરી સામે એક્શન લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન 452 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. કઠવાડા વિસ્તારમાં આવેલી માતંગી ડેરી પ્રોડક્ટ્સમાં સ્વચ્છતાના અભાવ સહિતની વિવિધ અનિયમિતતાઓ સામે આવતા ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરીને જરૂરી કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે.

  • 11 Jun 2026 07:52 AM (IST)

    આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શકયતા

    રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 10થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 14થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાનમાં થતા આ ફેરફારો વચ્ચે રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાનું આગમન થવાની શક્યતા વધુ મજબૂત બની રહી છે.

Published On - 7:52 am, Thu, 11 June 26

Follow Us