
આજે 10 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત, ટીમ ઈન્ડિયાએ UAEને 9 વિકેટથી હરાવ્યું, ભારતની મોટી જીત, શુભમન ગિલે વિજયી ચોગગો ફટકાર્યો. અભિષેક શર્માના 30 રન, શુભમન ગિલના 20 રન, સૂર્યાના 7 રન.
ભારતને પહેલો ઝટકો, અભિષેક શર્મા 16 બોલમાં 30 રન બનાવી થયો આઉટ, સિક્સર મારવા જતા કેચ આઉટ થયો. જુનૈદ સિદ્દીકએ લીધી વિકેટ.
2 ઓવરમાં ભારતનો સ્કોર 25 ને પાર, શુભમન-અભિષેકની તોફાની બેટિંગ, ચોગ્ગા છગ્ગાનો કર્યો વરસાદ
UAE 57 રનમાં ઓલઆઉટ, કુલદીપ યાદવની 4, શિવમ દુબેની 3 વિકેટ, ભારતને જીતવા માત્ર 58 રનનો ટાર્ગેટ
UAEને નવમો ઝટકો, શિવમ દુબેએ લીધી ત્રીજી વિકેટ, સૂર્યકુમાર યાદવનો મજબૂત કેચ
UAEને આઠમો ઝટકો, શિવમ દુબેએ પરાસરને કર્યો LBW આઉટ. UAEનું ખૂબ જ ખરાબ પ્રદર્શન.
અક્ષર પટેલે ભારતને અપાવી છઠ્ઠી સફળતા, સિમરનજીત સિંહ માત્ર 1 રન બનાવી આઉટ, LBW વિકેટ પર લીધો રિવ્યુ, અમ્પાયર્સ કોલ આવ્યો અને સિમરનજીત થયો આઉટ
શિવમ દુબેએ ભારતને અપાવી છઠ્ઠી સફળતા, સંજુ સેમસનનો શાનદાર કેચ, UAEની ખરાબ બેટિંગ
કુલદીપની એક જ ઓવરમાં 3 વિકેટ, 50 રનમાં UAEની અડધી ટીમ પોવેલિયન ભેગી, રાહુલ, વસીમ બાદ હર્ષિત કૌશિકને કર્યો આઉટ
UAE ને એક જ ઓવરમાં બે ઝટકા, કુલદીપે લીધી બેક ટુ બેક વિકેટ, કેપ્ટન મુહમ્મદ વસીમને કર્યો આઉટ
કુલદીપની સ્પિનમાં ફસાયો રાહુલ ચોપરા, યુએઈએ ત્રીજી વિકેટ ગુમાવી, ભારતને ત્રીજી સફળતા
UAE ને બીજો ઝટકો, વરુણ ચક્રવર્તીએ મુહમ્મદ ઝોહૈબને કર્યો આઉટ, ભારતને બીજી સફળતા મળી.
UAE ને પહેલો ઝટકો, બુમરાહે શરાફુને કર્યો ક્લીન બોલ્ડ કર્યો અને ભારતને પહેલી સફળતા અપાવી.
મુહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, મુહમ્મદ ઝોહૈબ, રાહુલ ચોપરા, આસિફ ખાન, હર્ષિત કૌશિક, હૈદર અલી, ધ્રુવ પરાશર, મુહમ્મદ રોહીદ ખાન, જુનેદ સિદ્દીકી, સિમરનજીત સિંહ.
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી
એશિયા કપ 2025ના પોતાના પહેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગરમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા અસરગ્રસ્તોની સંખ્યાં વધીને 40 થઈ છે. જેમાથી 20 લોકોને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. 11 લોકોને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કેશડોલ પહોંચાડવા માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અનેક ગામોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો હજુ પણ જોવા મળી રહ્યા છે. વાવ તાલુકામા ફ્રુડ અને પાણીની બોટલો અસગ્રસ્ત વિસ્તારોમાં તંત્રએ મોકલી છે. કેશડોલ, પશુ મૃત્યુ, મકાન નુકશાની સહિતના સર્વે માટે તમામ તલાટી કમ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. વીજ પુરવઠો ચાલુ કરવામાં માટે 14 ટીમો કામે લાગી છે. મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી ચાલુ કરાયો છે. વાવ તાલુકામાં બે વ્યક્તિઓના મોત થયા છે. એકનું ગભરામણના કારણે બીજાનું પાણીમાં લપસતા મોત થયું છે. બન્ને વ્યક્તિ વાવ તાલુકાના ગોલગામના હોવાનું સામે આવ્યું છે.
રશિયાએ 19 ડ્રોન વડે અચાનક પોલેન્ડની સરહદ પર હુમલો કર્યા સમાચાર છે. પોલેન્ડે રશિયાના ડ્રોન હુમલાને બીજા વિશ્વયુદ્ધ સાથે જોડ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જર્મનીએ પહેલા પોલેન્ડ પર હુમલો કર્યો હતો. દરમિયાન, રશિયાએ ડ્રોન વડે પોલેન્ડ પર હુમલો કર્યાના યોગ્ય પુરાવા ના મળે ત્યાં સુધી અમેરિકા અને નાટોએ સમગ્ર મામલે મૌન રહેવાનું પસંદ કર્યું છે.
આણંદમાં અમૂલ ડેરીના નિયામક મંડળ માટેની ચૂંટણી સંપન્ન થઈ છે. અમૂલ ડેરીના 8 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. સવારે 9 કલાકે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા બપોરે 3 કલાકે પૂર્ણ થઈ હતી, જેમાં અંદાજે 97 % મતદાન નોંધાયું છે. 8 બ્લોક બેઠકો પર 24 ઉમેદવારોનું ભાવી હવે મતપેટીમાં સીલ થયું છે. નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીની મતગણતરી આગામી 12મી સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે અમૂલ પરિસરમાં બે રાઉન્ડમાં યોજાશે.
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગરમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા, એકનુ મોત થયું છે, જ્યારે 12 લોકોને ગેસ ગળતરની અસર થવા પામી છે. રેફ્રિજેશન ગેસ બનાવવાના પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો. લીકેજને 15 મિનિટ જેટલા સમયમાં બંધ કરવામાં આવ્યું હતું. રેફ્રિજરેશન ગેસ બનાવતા પ્લાન્ટને તાત્કાલિક અસરથી કરાયો સટડાઉન. રેફ્રિજરેશન ગેસ બનાવતા પ્લાન્ટમાં લીકેજની ઘટનામાં 1નું મોત જ્યારે અન્ય 12 કામદારોને તબિયત બગડી હતી. ગેસ લીકેજ ની ઘટનામાં કંપની કમ્પાઉન્ડમાં આવેલ મંદિરના પૂજારીને ગંભીર અસર પહોંચતા તેમનુ મોત થયું છે. તમામ કામદારોને પ્રથમ સારવાર માટે કંપનીમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ હાલોલ અને વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા છે.
ભાવનગરના 43 જેટલા લોકો નેપાળમાં સર્જાયેલ અરાજકતામાં ફસાયા છે. ભગવાન પશુપતિનાથના દર્શન કરવા નેપાળમાં ગયા હતા. પશુપતિનાથના દર્શન કરવા ગયેલા ભાવનગરના 43 લોકો હિંસાગ્રસ્ત નેપાળમાં ફસાયા છે. હાલ નેપાળ માં સરકાર ના વિરોધ માં ચાલી રહ્યું છે આંદોલન.
ભાવનગરના યાત્રીકોએ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘણી સમક્ષ મદદની અપેક્ષા રાખતો વીડિઓ સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં ભાવનગર યાત્રિકોનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ. હાલ તમમ યાત્રિકો નેપાળના પોખરામાં આવેલ ગેસ્ટહાઉસમાં સુરક્ષિત હોવાનું તંત્રે જણાવ્યું છે.
જોકે ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ પ્રવાસીઓ સાથે વીડિયો કોલમાં વાત કરી હતી. તમામ યાત્રીકોને કહ્યું કે તમે જ્યા છો ત્યાં સુરક્ષિત છો ટૂંક સમય માં સરકાર તમારો સંપર્ક કરશે. તમામને સહી સલામત અને સુરક્ષિત રીતે ભારત પરત પહોંચાડવાના પ્રયત્ન કરાઈ રહ્યાં છે.
નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવાઈ રહી છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઈવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મપરિવર્તન ની કામગીરી ચલાવતી હોવાનો આરોપ.નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના પછાત લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઈબલનું જ્ઞાન આપવામાં આવતું હોવાના આરોપ. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા માટે કરી માંગ.
હિંસક પ્રદર્શનના કારણે નેપાળમાં 300થી વધુ ગુજરાતીઓ ફસાયા છે. ટુર ઓપરેટરોના દાવા મુજબ આ પ્રવાસીઓ કૈલાસ માનસરોવર યાત્રા માટે ગયા હતા અને યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અટવાયા છે. હિંસક સ્થિતિ વચ્ચે સ્થાનિક સુરક્ષા બંદોબસ્તથી પ્રવાસીઓને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તમામ ફસાયેલા પ્રવાસીઓ હાલ હોટલમાં રોકાયા છે.
વડોદરા: સાવલી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 1.8થી 2ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો. સવારે 10થી 11 વાગ્યામાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા. પરથમપુરા, ડુંગરાપુરા, તાડીયાપુરામાં ભૂકંપ અનુભવાયો. ભૂકંપ અનુભવાતા કેટલીક શાળાના બાળકોને રજા અપાઈ. કેટલીક શાળાના બાળકોને મેદાનમાં બેસાડી અભ્યાસ કરાવ્યો.
ગુજરાતના ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નેપાળમાં હાલની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. તેમણે જણાવ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને લઈને સતત કાળજી લેવામાં આવી રહી છે. જીતુ વાઘાણીએ ઉમેર્યું કે ભાવનગર અને શિહોરના તેમના પરિચિત લોકો પણ નેપાળમાં ફસાયા હતા, પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર એ તમામ નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારનું તંત્ર પણ આ મુદ્દે સક્રિય રીતે કામ કરી રહ્યું છે અને મદદ માટે ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભારત સરકારે નેપાળની આર્મી સાથે પણ સંપર્કમાં રહીને તાત્કાલિક મદદ માટે પગલાં લીધા છે.
નેપાળમાં ચાલી રહેલી હિંસાની ઘટનામાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી આકૃતિ સોસાયટીના ત્રણ પરિવારો ફસાઈ ગયા હતા. આ પરિવારોએ કુલ 37 પ્રવાસીઓ સાથે મળી નેપાળ પ્રવાસ માટે નીકળ્યા હતા. હિંસાની સ્થિતિ વચ્ચે નેપાળમાં ઈન્ટરનેટ સેવા બંધ થતાં છેલ્લા બે દિવસથી તેમના પરિજનો સાથે સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે પરિવારજનોમાં ચિંતા વધી હતી. હાલમાં વીડિયોકોલ દ્વારા સંપર્ક થઈ શક્યો છે, જેનાથી થોડા હદે ચિંતાને રાહ મળી છે. મળતી માહિતી મુજબ, ફસાયેલા ગુજરાતીઓનું ગ્રુપ નેપાળના એક વૃદ્ધાશ્રમમાં રોકાયું છે. હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને બપોર બાદ તેઓ નેપાળ બોર્ડર તરફ આગળ વધશે. પરિવારજનો હવે તેમના સ્વજનોના હેમખેમ પરત ફેરાની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી કે કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે ખેત સાધનોની ખરીદીની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. ટ્રેક્ટર સહિતના ખેત સાધનો ખરીદવા માટેનો સમયગાળો હવે વધારી દેવામાં આવ્યો છે જેથી ખેડૂતોને નવા GST દરનો લાભ મળી શકે. 22 સપ્ટેમ્બરથી નવા GST દરો અમલમાં આવશે, જેના કારણે આગામી 30 દિવસ સુધી આ સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી એક લાખથી વધુ ખેડૂતોને રૂ. 45,000 સુધીનો નાણાકીય લાભ મળી શકે છે. સરકારના આ પગલાથી ખેડૂતોને ન માત્ર વ્યવસ્થિત ટેકનિકલ સાધનો મળશે, પરંતુ આર્થિક બચત પણ થશે.
ભીમફેડી જેલમાંથી કુલ 260 કેદીઓ ભાગી ગયા છે, જ્યાં કેદીઓ અને નેપાળી સેના વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ દરમિયાન 200 રાઉન્ડથી વધુ ફાયરિંગ હવામાં કરવામાં આવ્યું હતું. અત્રે જ રૌતહટ જેલમાંથી 233 કેદીઓ, મહોત્તરીની જલેશ્વર જેલમાંથી 572 કેદીઓ તથા પોખરા જેલમાંથી આશરે 900 કેદીઓ ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, પૂર્વ નેપાળ સ્થિત ઝુમકા જેલમાંથી પણ ઘણા કેદીઓના ભાગી જવાની ઘટના સામે આવી છે. હિંસક પ્રદર્શનકારીઓ અને જેલમાં રહેલા કેદીઓએ મળીને અનેક સ્થળે જેલની દિવાલ તોડી નાંખી, જેના કારણે મોટા પાયે કેદીઓ ફરાર થયા છે. આ ઘટનાઓને પગલે દેશની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ બગડતી જાય છે.
10 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આવતીકાલે સવારે 6 કલાક સુધી નેપાળમાં કર્ફ્યૂ રહેશે. નેપાળની સેના દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓથી વેપાર તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેના વેપાર તણાવને ઉકેલવા માટે વાતચીત કરશે. ટ્રમ્પના આ નિવેદન પછી, પીએમ મોદીનું એક નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે અમારી વેપાર વાતચીત ભારત-અમેરિકા ભાગીદારીની અપાર શક્યતાઓ ખોલવાનો માર્ગ મોકળો કરશે.
ગાંધીનગર: આજે વિધાનસભા સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે ગૃહમાં ત્રણ સરકારી બિલ રજૂ કરવામાં આવશે, જેમાં “ગુજરાત કારખાના સુધારા વિધેયક બિલ” અને “ગુજરાત ચિકિત્સા સંસ્થાઓનું રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા બિલ” પણ શામેલ છે. સત્ર દરમિયાન આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. ઉપરાંત કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સંબંધિત પ્રશ્નો પર પણ ચર્ચા થવાની છે.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ વિસ્તારોમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં હાલ પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર ટ્રેક્ટર અને બોટના સહારે લોકોને મળવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. સુઈગામના 12 ગામો સાથે સંપર્ક સાધી જરૂરી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ઉભી કરાઈ છે. કલેક્ટરે CHC ખાતે મહિલાઓ અને બાળકો સાથે મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. તેમજ, નડાબેટ ઝીરો પોઇન્ટના માર્ગ પર તૂટેલા નાળાનું નિરીક્ષણ કરીને યોગ્ય સૂચનાઓ આપી. અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પીવાના પાણીના પાઉચનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
મહેસાણા: ધરોઈ ડેમની જળસપાટી હાલ 619.91 ફૂટ પર પહોંચી છે. વધતી આવકને ધ્યાનમાં રાખીને ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી બે દરવાજા પાંચ ફૂટ અને એક દરવાજો ત્રણ ફૂટ સુધી ખોલાયો છે. હાલ ડેમમાં 17,865 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલી જ જાવક પણ કરવામાં આવી રહી છે. ડેમમાં હાલમાં કુલ 91.77 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારમાં હાલ પણ પરિસ્થિતિ ગંભીર છે. ભરડવા ગામનો અન્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટ્યો છે અને ગામ સંબંધ વિહોણું બની ગયું છે. ક્ષેત્રમાં સેંકડો પરિવારો હજુ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. લીંબોળી ગામ બાદ આસપાસના વિસ્તારોમાં પાણીનું લેવલ અત્યંત ઊંચું નોંધાયું છે. મોબાઈલ નેટવર્ક સેવા હજુ પણ બંધ છે, જેના કારણે સંચાર વ્યવસ્થા ખોરવાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી અનેક ગામોમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. શિવનગરના રહેવાસીઓએ જાતે જ ચાલીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવું પડ્યું હતું. તેમણે આરોપ મૂક્યો છે કે તેમને માટે જમવાની કે પીવાના પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.
નેપાળમાં વ્યાપક વિરોધ પ્રદર્શનોને કારણે, ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક સહિત તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. સેંકડો મુસાફરો ફસાયેલા છે. ભારત સરકારે નેપાળની મુસાફરી માટે સલાહકાર જારી કર્યો છે. નેપાળી સેનાએ સુરક્ષા સંભાળી લીધી છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર છે. હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. નેપાળના વડા પ્રધાને રાજીનામું આપ્યું છે.
Published On - 7:45 am, Wed, 10 September 25