
ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા. પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો. તો હિમવર્ષાને પગલે ઉત્તર ભારતમાં ફરી વળી શીતલહેર. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં એકાએક પારો 3થી વધુ ડિગ્રી ગગડ્યો. તો વડોદરામાં પણ 7.5 ડિગ્રીમાં લોકો ઠુંઠવાયા. વડોદરામાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ. પાણીગેટ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈન તૂટી, લોકોના ઘરમાં પણ ઘૂસ્યા પાણી. રાજ્યના 25 IPSની બદલીનો ગૃહ વિભાગનો નિર્ણય. રાજકુમાર પાંડિયનની ADGP કાયદો વ્યયવસ્થામાં બદલી. તો અજય ચૌધરીને મહિલા સેલના ADGP બનાવાયા. મુંબઈના કુર્લા વિસ્તારમાં બેફામ બસ ડ્રાઈવરે રોડ કર્યું મોતનું તાંડવ., અકસ્માતમાં 6 લોકોના મોત. 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત. TV9 આયોજીત ઇમર્જિંગ ગુજરાત કોન્કલેવમાં CM ભૂપેન્દ્ર પટેલે વિકસીત ગુજરાત પર મૂક્યો ભાર..કહ્યું, ઉદ્યોગકારોને ફરિયાદ કરવાની છૂટ, અમે લાવીશું ઉકેલ.
સ્ટેટ વિજિલન્સની ટીમે કામરેજ પોલીસની હદમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બે કન્ટેનરમાંથી મળી આવેલ વિદેશી દારૂના જથ્થાની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. 77 લાખની કિંમતની કુલ 32,916 વિદેશી દારૂની બોટલો જપ્ત કરાઈ છે. સ્ટેટ વિજિલન્સની ટીમે રોકડ, મોબાઈલ, બે કન્ટેનર મળી કુલ 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. એક ઇસમને ઝડપી પાડીને સ્ટેટ વિજિલન્સની ટીમે 6 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. દમણથી સૌરાષ્ટ્ર તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો. 31ડિસેમ્બર પહેલા સ્ટેટ વિજિલન્સ ટીમે મોટી કાર્યવાહી કરતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બોડકદેવમાં દારૂની હેરાફેરી કરતા બે બુટલેગર ઝડપાયા છે. બોલેરો પિકઅસ ગાડીમાં દારૂની હેરાફેરી કરતા હતા. દારૂની બોટલ ઉપર મોજા પહેરાવીને હેરાફેરી કરતા હતા. બોલેરો ગાડીમાં છૂપું ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરાતી હતી. કાચની દારૂની બોટલનો અવાજ આવે નહીં તેના માટે બોટલ ઉપર મોજા પહેરાવવામાં આવતા હતા. બોડકદેવ પોલીસે 3.39 લાખના દારૂની બોટલ સહિત 8 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
ભાજપના 3 જૂથ વચ્ચે ઊંઝા APMC નો ચૂંટણી જંગ ખેલાશે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ બિન હરીફ ડિરેક્ટર બન્યા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવાર મેદાનમાં છે. વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાનમાં છે. ખરીદ વેચાણ મંડળીની બેઠક બિન હરીફ જાહેર થઈ છે.
ધૂળેટીની રજાને લઈ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયો પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. ધૂળેટી ની રજા 13 માર્ચે હોઇ પરીક્ષા તારીખમાં ફેરફાર કરાયો છે. ભૂગોળની પરીક્ષા 7 માર્ચનાં સ્થાને 12 માર્ચ યોજાશે. સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ અગ્રિકલચર સહિતના વિષય પરીક્ષા 12 માર્ચની જગ્યાએ 15 માર્ચે યોજાશે. 13 તારીખે યોજાનાર ફારસી સંસ્કૃત અરબી પ્રકૃતની પરીક્ષા હવે 17 માર્ચે યોજાશે.
રાજ્યમાં ચકચારી BZ પોન્ઝી સ્કીમ કેસમાં પકડાયેલા આરોપી મયૂર દરજીએ કોર્ટમાં પોતે પણ છેતરાયો હોવાની રજૂઆત કરીને જામીન માગ્યા છે. મયુર દરજીના વકીલે દલીલ કરી હતી કે, અમે એજન્ટો પણ છેતરાયા છીએ. આરોપી મયુર દરજીની નિયમિત જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન રજૂઆત કરતા કહ્યું કે, મયુર દરજીએ કુલ 1 કરોડ 09 લાખનું રોકાણ કરાવ્યું છે પણ એમાંથી 27 લાખ જેટલી રકમ મારા પરિવારની જ છે. બહેન અને પત્નીના 10-10 લાખ, માતા-પિતા સહિતના પરિવારજનોએ 28 લાખ જેટલી રકમ રોકેલી છે. મારા ખાતામાં જે 15 લાખ જેટલી રકમ આવેલી છે તે એજન્ટ તરીકે મળેલા કમિશનની છે તેમ મયુરના વકીલે જણાવ્યું હતું.
સુરત: હીરા મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી છે. મોટાભાગના રત્નકલાકારોના બાળકોએ શાળા છોડી છે. દિવાળી વેકેશન બાદ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શાળા છોડી છે. 603 વિદ્યાર્થીઓએ LC લઇને શાળા છોડી દીધી. સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ છે. મફત શિક્ષણ આપતી શાળા છોડી દેતા અનેક સવાલ સર્જાયા છે. શિક્ષણ સમિતિએ તપાસ કરતા હીરા મંદીનું કારણ સામે આવ્યું છે.
અમદાવાદ: સોલા વિસ્તારમાં PCBએ જુગાર ઝડપ્યો છે. જુગાર રમતા 16 આરોપીઓને પોલીસે ઝડપ્યા. 7 લાખથી વધુની રોકડ સહિત 23.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલીપ પટેલ નામના વ્યક્તિના બંગલામાં જુગાર રમાતો હતો. પોલીસે સંચાલક દિલીપ પટેલની પણ ધરપકડ કરી.
ગાંધીનગરઃ વાવના વિધાનસભાના ધારાસભ્ય આજે શપથ લેશેૉ. વાવ બેઠક પર ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોર આજે બપોરે 3 વાગે ધારાસભ્ય તરીકે લેશે શપથ. વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસમાં શપથ લેશે. મુખ્યપ્રધાન સહિત અન્ય સિનિયર પ્રધાનો પણ હાજરી આપશે.
12 વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. મહાકુંભમાં જવા ગુજરાતવાસીઓને ફ્લાઈટની સુવિધા મળશે. અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઈટ શરૂ થશે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન છે. ગુજરાતના અન્ય શહેરોથી પણ પ્રયાગરાજ જવા વિશેષ ટ્રેન દોડાવાશે.
જામનગર: સરકારી જી.જી.હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ઈમર્જન્સી વોર્ડના તબીબોની બેદરકારી સામે આવી છે. ફરજ પર હાજર હોસ્પિટલનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો છે. ટેબલ અને ખુરશી પર આરામ કરતા નજરે પડયા. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 17 થી વધુ શહેરોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયુ છે. માત્ર 24 કલાકમાં નલિયાનો પારો 3.2 ડિગ્રી ગગડ્યો. નલિયામાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી, મહુવામાં 9.1 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. શહેરોના મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. કચ્છ, ભાવનગરમાં આજે કોલ્ડવેવની આગાહી છે.
Published On - 8:53 am, Tue, 10 December 24