ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9માં આગ લાગી હતી. બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આગ લાગી હતી. બેઝમેન્ટમાં રહેલા તમામ રેકોર્ડ બળીને ખાક થઈ ગયો છે. ફાયરની ટીમનો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ.
રાજકોટ SOGએ 400 કિલો એનાલોગ પનીર, 150 કિલો ચીઝનો જથ્થો પકડી પાડ્યો છે. અણીયારા ગામ નજીક આવેલા ડી. કે. ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાંથી ગોવાલિયા નામની પેઢીમાંથી પકડી પાડ્યો જથ્થો. 400 કિલો એનાલોગ ચીઝ અને 150 કિલો એનાલોગ પનીરનો જથ્થો પકડી પાડ્યો. આરોગ્ય વિભાગને સાથે રાખીને પોલીસે જથ્થાનો નાશ કર્યો.
બનાસકાંઠાના ડીસા તાલુકાના નવા ગામે દૂધ મંડળીમાં તસ્કરોનો તરખાટ. નવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મધરાત્રે દૂધ ચોરીની ઘટના બની છે. તસ્કરોએ ટેન્કર અને ઈકો કારમાં અંદાજે 336 લીટર દૂધ, કિંમત રૂ.15,200ની ચોરી કરવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનોની સતર્કતાથી ચોરીનો પર્દાફાશ થતાં તસ્કરો વાહનો સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા. ટેન્કર અને ઈકો કારમાંથી દૂધ ભરેલા કેન મળી આવ્યા. મંડળીના ચેરમેન દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના કલ્યાણમાં, સંદીપ હોટેલ અને ખડકપાડા વચ્ચેના વિસ્તારમાં એક રખડતા કૂતરાએ કથિત રીતે સાત કલાકના સમયગાળામાં આશરે 125-130 લોકોને બચકા ભરીને અથવા તો ન્હોર મારીને ઘાયલ કર્યા હતા. રુક્મિણીબાઈ હોસ્પિટલના ડૉ. મોહમ્મદ અનીસે જણાવ્યું હતું કે, તેમને 9 ઓગસ્ટના રોજ કૂતરા કરડવાના 48 કેસ મળ્યા હતા. અન્ય કેસ ખાનગી હોસ્પિટલોમાં ગયા હોવાની શક્યતા છે. આમાંના મોટાભાગના દર્દીઓ કલ્યાણ પશ્ચિમના ચિકઘર, ગોદરેજ હિલ, આધારવાડી અને રેતી બંદર વિસ્તારના છે. કેટલાકની હાલત ગંભીર છે. ખાસ કરીને, ઊંડા ઘાવાળા નાના બાળકોને સાયન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં બાળરોગ સર્જનો દ્વારા તેમની સારવાર કરવામાં આવશે.
સાગબારાના 12 ગામના ખેડૂતોનો મુદ્દો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ અચાનક દિલ્હી જવાનું ટાળીને ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાંસદ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી. સાંસદની રજુઆત મુખ્યમંત્રીએ સાંભળી કહ્યું કે, આ વન વિભાગનો મુદ્દો છે. પ્રાથમિક તબક્કામાં વન સમિતિનો અભિપ્રાય આવે તો નિકાલ આવી શકે છે. મનસુખ વાસવા હવે વનમંત્રી સાથે આ બાબતે મિટિંગ કરશે. સાંસદ વડોદરાથી સવારે દિલ્હી જવા રવાના થશે.
રવિવાર સવારના 6 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં ગુજરાતના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વઘુ વરસાદ છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં આશરે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રેસિડેન્ટ ડૉક્ટર આપઘાત મુદ્દે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ. 24 કલાકમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા આરોગ્ય મંત્રીની સૂચના. રેસિડેન્ટ ડૉક્ટર આપઘાત મામલે ઉચ્ચસ્તરીય તપાસ કમિટી રચાઈ. સિવિલના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચાઈ. ગાંધીનગર મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામકને દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. રેગિંગ કે માનસિક ત્રાસ જણાશે તો આકરી કાર્યવાહી કરાશે તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનખશેરીયાએ ચિમકી ઉચ્ચારી છે. હોસ્ટેલ અને હોસ્પિટલ પરિસરમાં રેગિંગ અંગે તપાસના આદેશ. સાથી વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. મૃતક ડોક્ટરના પિતા સાથે આરોગ્ય મંત્રીએ ફોન પર વાત કરી. દોષિતોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું.
યુવતી પર દુષ્કર્મ કરનાર આરોપીને ગોળી વાગી છે. આનંદનગર પોલીસ આરોપી ધર્મસિંહને લઈને પંચનામા માટે લઈ ગઈ હતી. હેબતપુર વિસ્તારમાં પંચનામા દરમ્યાન આરોપીએ, પોલીસ પર હુમલો કરીને ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે સ્વબચાવમાં છોડેલી ગોળી આરોપીને પગમાં વાગી હતી. એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો છે.
આજે 10 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:14 am, Mon, 10 August 26