આજે 09 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દેવભૂમિદ્વારકાના સલાયામાં 21 કિલોમીટરના દરિયામાં નો ફિશિગ ઝોન જાહેર કરવાની આશંકાએ, 6 ગામના માછીમારો આંદોલન કરવાના મૂડમાં. સલાયામાં ‘નો-ફિશિંગ ઝોન’ જાહેર થવાની આશંકા વચ્ચે માછીમારોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. એસ્સાર સલાયા જેટીના નિર્ણય સામે સલાયા ફિશરમેન્સ એસોસિએશને વ્યક્ત કર્યો વિરોધ. એસ્સાર કંપની દ્વારા 21 કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં ‘નો-ફિશિંગ ઝોન’ જાહેર કરવાની આશંકા સેવાઈ રહી છે. કંપનીના નિર્ણયથી 6 ગામોના હજારો માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ. સલાયા, ચુડેશ્વર, આંબલા, માંઢા, વાડીનાર અને ભરાણાના માછીમારોની આજીવિકા સામે સંકટ. માછીમારો એવો સવાલ કરી રહ્યાં છે કે, જો 21 કિ.મી.નો દરિયાઈ વિસ્તાર પ્રતિબંધિત થશે તો માછીમારી કરવા ક્યાં જવું? માછીમારીના વ્યવસાય પર નભતા 50 હજારથી વધુ લોકોના રોજગાર પર અસર થવાની આશંકા છે. ‘નો-ફિશિંગ ઝોન’ જાહેર કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવાની માછીમારોની માંગ. એસ્સાર કંપની નિર્ણય પરત નહીં ખેંચે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની માછીમારોની ચીમકી. કંપનીના નિર્ણય સામે 6 ગામોના માછીમારો એકજૂથ થઈ આગામી દિવસોમાં ઉગ્ર લડત આપવાની તૈયારી.
અમદાવાદ એરપોર્ટ પર 88 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ. કસ્ટમ વિભાગે 582 gram જેટલું સોનું જપ્ત કર્યું છે. પેસેન્જર પ્રોફાઇલના આધારે તપાસ કરતા મળી આવ્યું સોનું. 43 વર્ષીય ભરૂચના પેસેન્જરના પેન્ટના ખિસ્સામાં સંતાડ્યું હતું સોનું. કસ્ટમ વિભાગે પેસેન્જરની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી.
મુખ્ય ચૂંટણી કમિશનર, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પગલા ભરવાની મુખ્ય માંગણી સાથે ઈન્ડિયા ગઠબંધનના મુખ્ય 10 નેતાઓ, પગપાળા રાષ્ટ્રપતિને મળવા માટે નીકળ્યા છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખરગે, મમતા બેનર્જી. ઓમર અબ્દુલા, સુપ્રીયા સુલે વગેરેનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિને મળીને, આ નેતાઓ SIR અને CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પગલાં ભરવા માટે ફરિયાદ કરશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ, નંદીગ્રામ અને રેજીનગરમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો વિજયી બન્યા અને બંને બેઠકો પર મોટા અંતરથી જીત મેળવી. ખાસ કરીને નંદીગ્રામમાં, ભાજપના ઉમેદવાર હસીરાની રાથ, જેઓ સ્વર્ગસ્થ ચંદ્રનાથ રાથ (જેઓ સુવેન્દુ અધિકારીના પીએ (PA) તરીકે ફરજ બજાવતા હતા) ના માતા છે, તેમણે સુવેન્દુ અધિકારીનો અગાઉનો રેકોર્ડ તોડીને 1,22,000થી વધુ મતોના અંતરથી જીત મેળવી. બીજી તરફ, રેજીનનગર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શખારોવ સરકારે 72,710 મતોના અંતરથી વિજય મેળવ્યો.
નવી દિલ્હીમાં જનપથ-કર્તવ્ય પથ ક્રોસિંગની આસપાસ લગભગ ૪ કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ પગલાં માટે મંજૂરી આપી છે. જારી કરાયેલા આદેશ મુજબ, 9 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યાથી 10 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારની મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ રહેશે. દિલ્હી પોલીસે એરટેલ, વોડાફોન-આઈડિયા, જિયો અને એમટીએનએલ (MTNL) ને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ આદેશ ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023 અને ‘ટેલિકોમ સેવાઓના કામચલાઉ સ્થગિતકરણ અંગેના નિયમો, 2024’ હેઠળ જારી કરવામાં આવ્યો છે.
પંચમહાલના હાલોલના ગઢમહુડા ગામના તળાવમાંથી મળી આવેલી નવજાત બાળકીની લાશના મામલે મોટો ખુલાસો થયો છે. નવજાત બાળકીને તળાવમાં ડુબાડીને હત્યા કરવાના આરોપસર માતા-પિતા ઝડપાયાં. હાલોલ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો. ક્રૂર માતાપિતાએ પોતાને ત્રીજા સંતાન સ્વરૂપે દીકરી અવતરતા તેની ઠંડા કલેજે હત્યા કરી. તળાવમાં થેલીમાં ઈંટો સાથે બાંધેલી હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાલોલ રૂરલ અને રાજગઢ પોલીસ સ્ટેશનની પાંચ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ઘોઘંબા તાલુકાના પરોલી ગામના રહેવાસી સુરેશભાઈ રમણભાઈ રાઠવા અને તેમની પત્ની સંગીતાબેન રાઠવાની સંડોવણી સામે આવી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, દંપતીને અગાઉ એક દીકરો અને એક દીકરી હતાં
ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4A માં ગઈકાલે એક મહિલાની હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં રોહિત રમેશ ઠાકોર અને તેની પ્રેમિકા વર્ષાની પોલીસે અટકાયત કરી છે. મૃતક સંગીતા આરોપી રોહીત ઠાકોરની પત્ની છે. જ્યારે વર્ષા પ્રેમિકા. રોહિત રમેશ ઠાકોરને સેક્ટર 2 ની લાયબ્રેરીમાં જતા ત્યાં તેનો સંપર્ક વર્ષા સાથે થયો હતો. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. રોહિતની પત્ની સેક્ટર 4 A માં રહેવા આવી હતી તેને પ્રેમ સંબંધ ની ખબર પડી હતી. આથી રોહિત રમેશ ઠાકોર અને તેની પ્રેમિકા વર્ષા એ સાથે મળી સંગીતા બેન ની હત્યા કરી હતી.
અમદાવાદમાં કીર્તિદાન ગઢવીની પરંપરા નવરાત્રીનો ડોમ પડ્યો. પૂર્વ તૈયારી ચાલી રહી હતી એ સમયે જ ડોમનો કેટલીક ભાગ ધરાશાયી થયો. સદનસીબે ઘટનામાં કોઈને જાનહાનિ નહીં. એસી ડોમમાં કરવામાં આવ્યું છે આયોજન. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
રાજકોટના ગોંડલના સડક પીપળિયામાં અનિરુદ્ધસિંહના ભત્રીજા ધ્રુવરાજસિંહ જાડેજા દ્વારા ફાયરિંગ કરવાના કેસમાં LCB એ ધ્રુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. LCB ને બાતમી મળી કે ધ્રુવરાજસિંહ રીબડા ખાતે તેની વાડીએ આવ્યો છે, જ્યાંથી પોલીસે કરી ધરપકડ.
મહેસાણા કડીના ઇરાણા ગામમાં કેમિકલ કંપનીનો વિરોધ. અમુરા ઈન્ડસ્ટ્રીઝની પર્યાવરણીય લોકસુનાવણીમાં ભારે વિરોધ કરાયો હતો. ગ્રામજનો દ્વારા કેમિકલ ફેક્ટરીના પ્રદૂષણને લઈને ઉગ્ર રોષ વ્યક્ત કરાયો. આજુબાજુના ઈન્દ્રરાડ અને અણખોલ ગામના લોકોએ પણ ફેક્ટરીનો કર્યો વિરોધ. હવા અને પાણીના પ્રદૂષણથી ખેતી અને સ્વાસ્થ્યને નુકસાનની ભીતિ. ગ્રામજનોએ કલેક્ટર અને GPCB ને અગાઉથી જ અરજી કરી હોવાનો દાવો. કોઈપણ સંજોગોમાં કેમિકલ ફેક્ટરી શરૂ નહીં થવા દેવા ગ્રામજનો મક્કમ.
વલસાડની સ્ટેશન રોડ પર માનસરોવર હોટલમાં સુરતના યુવાનનો આપઘાત. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા ગૌરવ બજાજ નામના યુવાને કરી આત્મહત્યા. ગતરોજ બપોરે હોટલમાં આવેલ ગૌરવ બજાજે અગમ્ય કારણોસર કરી આત્મહત્યા. હોટલ સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદ ગ્રામ્ય SOGએ ધોળકા રોડ પરથી પોસ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 700 કિલો પોસ ડોડા ભરેલી ટ્રક પકડાઈ. પોસ ડોડાની કિંમત 1.04 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન. ટ્રક સહિત કુલ 1.54 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 37 કોથળામાં ભરેલો નશીલો જથ્થો મળી આવ્યો છે. મધ્ય પ્રદેશથી કચ્છ લઈ જવાતો હતો જથ્થો. રાજસ્થાનના ટ્રક માલિક ભેરારામ તરડની અટકાયત. જથ્થો મોકલનાર અને કચ્છમાં લેનારની તપાસ શરૂ કરાઈ છે.
ખેડાના કઠલાલમાં આવેલા પીઠાઈમાં પત્રકાર હોવાની ઓળખ આપી રૂપિયાની માંગણી કરતા 3ની ધરપકડ કરાઈ છે. ધ્રુવ ટ્રેડર્સના માલિકને સરકારી અનાજ વેચવાનો આરોપ લગાવી 40,000 રુપિયા માગવા આવેલા અમદાવાદના 2 પુરુષ અને 1 મહિલાની ધરપકડ કરાઈ છે. આ અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રૂપિયા આપવાનો ઇનકાર કરતાં મારામારીનો આક્ષેપ કરાયો છે. મોબાઇલ અને ખિસ્સામાંથી 2 હજાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો.
જાવેદભાઈ ચુવાણની ફરિયાદના આધારે અંકિત વ્યાસ, સંજય પાંડે અને મધુબેન સામે ફરિયાદ નોંધાઈ છે.
જામનગરમાં હાલ મચ્છરજન્ય રોગોનું જોખમ યથાવત્ છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 8 અને ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 28 કેસ નોંધાયા છે. બીજી તરફ, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે નાગરિકોએ પણ પાણીનો ભરાવો અટકાવી મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવી જરૂરી બની છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહિ કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા સિંચાઈનું પાણી પૂરું પાડવાનો કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે. ખેડા અને આણંદ તાલુકાના આશરે 80 હજાર હેક્ટરમાં ખરીફ પાકને કડાણા ડેમનું 198 મિલિયન ઘન મીટર પાણી અપાશે. 10/10/26 થી જ કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ થશે. મુખ્ય પ્રધાન આ સંવેદન સ્પર્શી નિર્ણયથી ખેડા અને આણંદના મહી કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળશે.
વડોદરાથી ખેલ મહાકુંભ 2026 નો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીનાં હસ્તે પ્રારંભ. ખેલ મહાકુંભ 2026 માં 76 લાખથી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન. ખેલ મહાકુંભની 39 રમતોમાં 9 થી 60 વર્ષનાં ખેલાડીઓનું રજીસ્ટ્રેશન. 45.43 લાખ પુરુષો અને 30.58 લાખ મહિલાઓનું રજીસ્ટ્રેશન. દિવ્યાંગ ખેલાડીઓ માટે 21 કેટેગરીમાં 25 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના બ્રિજ વિવાદ મામલે કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યાક્ષ ડો. હેમાંગ વસાવડાનું નિવેદન. બ્રિજ વિવાદમાં માત્ર ઈજનેરોનું સસ્પેન્શન પૂરતું નથી, કોન્ટ્રાક્ટર કંપની સામે પણ ક્રિમીનલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ. મુંજકા પાસે બની રહેલા બ્રિજના એલાયમેન્ટમાં વાંધા બાદ તપાસમાં ગંભીર ખામીઓ સામે આવ્યાનો દાવો. બ્રિજની મજબૂતી અને બાંધકામની ગુણવત્તા સામે સવાલો. કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની કોંગ્રેસની માગ. નવા 150 ફૂટ રિંગ રોડ પર ₹42 કરોડના ખર્ચે બની રહેલા 3 બ્રિજના બાંધકામને લઈને વિવાદ. તપાસમાં સળિયાનું અસ્તવ્યસ્ત જોઈન્ટિંગ અને 5 બોક્સ પિલરના કોપિંગમાં ખામી સામે આવી હોવાનો ખુલાસો. બ્રિજ વિવાદમાં જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ. માત્ર ઈજનેરો જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટર કંપની સામે પણ કાયદેસર પગલાં લેવા ઉઠી માગ.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દી હિતેશ રોહિતે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તાત્કાલિક સારવાર વિભાગના ચોથા માળેથી પડતું મૂક્યું. 33 વર્ષીય હિતેશે એક કલાકમાં બે વખત પ્રયાસ કર્યો. કિશનવાડીના શાસ્ત્રીનગરનો રહેવાસી છે હિતેશ રોહિત. ઘરે હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલ લાવી. સારવાર દરમિયાન દર્દી ભાગીને ચોથા માળે પહોંચ્યો. ચોથા માળેથી પડતાં હિતેશને ગંભીર ઇજા થઈ
નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર પડ્યો. એમ્બ્યુલન્સ ચાલકની કમરના મણકા તૂટ્યા, સારવાર ચાલુ. આપઘાતના પ્રયાસ પાછળનું કારણ અકબંધ. રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી.
નોબેલ સમિતિએ નવનેથેમ નવી પિલ્લઈને 2026 નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ પિલ્લઈને આ સન્માન આપવામાં આવશે.
ભરૂચની 14મી સદીની જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જૈન અરજદારોએ ભગવાન મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા માટે અરજી કરીને કોર્ટ પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે. અરજદારોએ મૂર્તિ નષ્ટ થવાની આશંકા વ્યક્ત કરતાં તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જૈન સમાજને પૂજા કરવાની મંજૂરી આપવા માગ કરી છે. આ મામલો ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક વારસા સાથે જોડાયેલો હોવાથી કાનૂની દૃષ્ટિએ પણ મહત્ત્વનો બન્યો છે. નોંધનીય છે કે વર્ષ 1909થી ભરૂચની જામા મસ્જિદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલી છે. હવે આ વિવાદમાં અરજદારોની માગ અને ઐતિહાસિક સ્મારકને લગતા કાનૂની પાસાં અંગે હાઈકોર્ટમાં થનારી સુનાવણી પર સૌની નજર રહેશે.
રાજકોટના રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજમાં ક્ષતિઓ સામે આવતાં રાજકોટ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. બ્રિજના બાંધકામમાં ખામીઓની તપાસ માટે સુરતની સરકારી કોલેજના પ્રોફેસરને બોલાવવામાં આવ્યા હતા. નિષ્ણાત દ્વારા બ્રિજની તપાસ કરવામાં આવ્યા બાદ બાંધકામ કરનાર બે એજન્સીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના સિટી ઇજનેરે જણાવ્યું હતું કે બ્રિજનું નિર્માણ કરનાર કંપની પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, બ્રિજમાં ક્ષતિઓને કારણે સમારકામ માટે થનારો વધારાનો ખર્ચ પણ સંબંધિત કંપની પાસેથી વસૂલવામાં આવશે. બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થતાં મહાનગરપાલિકા દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
ઉત્તર પ્રદેશની યોગી સરકારની કેબિનેટે જેવર એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટમાં પ્રસ્તાવ પાસ થયા બાદ હવે જેવર એરપોર્ટનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવાની પ્રક્રિયા આગળ વધશે. જો કે નામ બદલવાની અંતિમ ઔપચારિકતા હજુ પૂરી થવાની બાકી છે.
જામનગર જિલ્લામાં પોક્સો વિથ મર્ડર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી નિતિન ડોસાજી માણેક (ઉંમર 39 વર્ષ)ને ફાંસીની સજા ફટકારી છે. સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની ઘટના 12 જાન્યુઆરી, 2025ના રોજ બની હતી. કેસમાં ભોગ બનનાર મહિલા આરોપીની મામી હતી અને તેના ઘરે રહેતી હતી. ફરિયાદ મુજબ, મહિલા પર ગંભીર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા અને તેના શરીર પર અલગ-અલગ 23 ઈજાઓ થઈ હતી. કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે 23 સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી, જ્યારે 95 દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને ‘રેર ઓફ ધ રેરેસ્ટ’ શ્રેણીનો ગણાવી આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. આપેલી વિગતો મુજબ, જામનગર જિલ્લામાં પોક્સો વિથ મર્ડર કેસમાં ફાંસીની સજા ફટકારવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું કહેવાઈ રહ્યું છે.
કચ્છના ખાવડા વિસ્તારમાં RE પાર્ક નજીક પિકઅપ અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને મૃતકોની ઓળખ સહિતની વિગતો મેળવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સીમાડા સ્થિત સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની છત પર વયોવૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂએ તેમને લાફા માર્યા હોવાની ઘટના બની હતી. બાજુની ખાનગી બિલ્ડિંગમાંથી એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ સરથાણા પોલીસ દોડતી થઈ હતી અને ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, પુત્રવધૂએ સાસુ માનસિક રીતે અસ્વસ્થ હોવાને કારણે આવેશમાં આવીને માર માર્યો હોવાનું નિવેદન આપ્યું છે. જોકે, વયોવૃદ્ધ મહિલાની સાથે બનેલી આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં રવેડીના મેળા દરમિયાન જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. અપશબ્દો બોલવાની ના પાડતાં યુવક અને તેના મિત્રો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. નગરપાલિકાના ગેટ પાસે યુવકોને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે મયુર પારગી, રોહિત ખાંટ સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં ફેક્ટરીમાંથી ફેલાતા પ્રદૂષણ અને દુર્ગંધથી પરેશાન પાંચ ગામના ગ્રામજનોએ મહેસાણા-બહુચરાજી હાઇવે પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. મરેડા, સામેત્રા, ખારા, ગોકલગઢ અને લક્ષ્મીપુરા ગામના લોકો ખાનગી કંપનીમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ કરીને મુખ્ય હાઇવે પર એકઠા થયા હતા. આક્રોશિત ગ્રામજનોએ ટ્રેક્ટરની આડશ મૂકીને રસ્તો બંધ કરવાનો પ્રયાસ કરતાં વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે વાહનવ્યવહારને અન્ય માર્ગે ડાયવર્ટ કરવો પડ્યો હતો. જોકે, પોલીસ દ્વારા ગ્રામજનોના ચક્કાજામના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. ફેક્ટરીમાંથી ફેલાતી દુર્ગંધ અને પ્રદૂષણને કારણે પરેશાની ભોગવી રહેલા ગ્રામજનોએ આ મામલે તંત્ર સમક્ષ રજૂઆત કરી ન્યાયની માગ કરી છે.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલાં જ ગરમીએ લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે અને દિવસ દરમિયાન અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યનાં 10 શહેરોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. રાજકોટમાં સૌથી વધુ 39.6 ડિગ્રી તાપમાન નોંધાતાં શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. બીજી તરફ, અમદાવાદ અને વડોદરામાં 37.6 ડિગ્રી જ્યારે સુરતમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત પહેલાં વાતાવરણમાં ધીમે ધીમે ઠંડકનો અહેસાસ થતો હોય છે, પરંતુ આ વખતે ઊંચા તાપમાનને કારણે લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગરમાં આજે સવારે 10 વાગ્યે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સફરને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવશે. આ ઉપરાંત આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આગામી સપ્તાહે વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈને રાજ્ય સરકારના અધિકારીઓ અને મંત્રીઓ વિદેશ પ્રવાસે જવાના હોવાથી તેની તૈયારીઓની સમીક્ષા થઈ શકે છે. બીજી તરફ, મહેસૂલી કર્મચારીઓના આંદોલનને લઈને સરકારે લીધેલા પગલાં અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત સમાન નાગરિક સંહિતા (UCC)ના નિયમો, નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના બંદોબસ્ત સહિતના વિવિધ મહત્ત્વના મુદ્દાઓ બેઠકના એજન્ડામાં સામેલ થઈ શકે છે.
Published On - 7:42 am, Fri, 9 October 26