
આજે 09 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભરૂચ પોલીસના 2 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં જ બન્ને પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે બન્ને પોલીસકર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ડાંગ જિલ્લામાં 17 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ભાજપે દાવો કર્યો છે કે, સમરસ થયેલ ગ્રામ પંચાયત ભાજપ તરફી સરપંચ છે. જિલ્લાની રસાકસી વાળી બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ ભાજપ સફળ થયું છે. આહવા તાલુકાની 12 પંચાયત, સુબિર તાલુકાની 3 અને વઘઇ તાલુકાની 2 પંચાયત સમરસ થવા પામી છે.
ગુજરાતમાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા 235 કેસ નોંધાયા છે. આ નવા કેસની સાથે રાજ્યમાં કોરાનાના એકટિવ કેસની સંખ્યા વધીને 1109 ઉપર પહોંચી છે. જેમાંથી 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1076 દર્દીઓને ઓપીડી જેવી સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી 106 દર્દીઓને રજા આપવામાં આવી છે. સરકારની અખબારી યાદી અનુસાર, આજે 9 જૂનના રોજ ગુજરાતમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.
અમરેલીના રાજુલા નજીક કારખાનામાં લાગેલી આગને કાબૂમાં લેવા આસપાસની 6 ફાયર બ્રિગેડની ટીમને બોલાવાઈ છે. રાજુલા નજીક કારખાનામાં આગ લાગી છે. હિંડોરણા ડાઈપર બનાવવા કારખાનામાં આગ લાગી છે. આગમાં કારખાનાની દીવાલ થઇ ધરાશાયી થઈ છે. આગ બેકાબુ બની ચારે તરફ આગ. રાજુલા અને પીપાવાવ ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે હાજર. કારખાનામાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અમુમાંન. મામલતદાર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોચી છે. આગ કાબુમાં લેવા માટે આસપાસના વિસ્તાર ફાયર ટીમો બોલાવાઇ છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની, અલ્ટ્રાટેક કંપની સહિત 6 જેટલી ફાયર બ્રિગેડ બોલાવાઇ છે.
કચ્છના ભુજમાં આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયાં છે. કોરોનાના નવા દર્દીઓમાં ત્રણ સ્ત્રી અને ત્રણ પુરુષ દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કચ્છમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને 20 પર પહોચ્યો છે. તમામ દર્દીઓ હાલ હોમ આઈસોલેશનનમાં સારવાર અપાઈ રહી છે.
ક્રિપ્ટો કરન્સીના નામે મોરબીના વેપારી સાથે 1.51 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા છે. મોરબી સાયબર ક્રાઇમ પોલીસ 12 દિવસમાં વિવિધ ડેટા સર્ચ કરી ત્રણ આરોપીઓ સુધી પહોંચી છે. હાલોલના રાકેશ સોલંકી અને રાકેશ રાઠવા અને ગોધરાના અરવિંદ પરમાર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી એક લાખ રૂપિયામાં અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ભાડે રાખતા હોવાનો ખુલાસો થવા પામ્યો છે. છેતરપિંડી કર્યા બાદ રૂપિયાને સગેવગે કરવા અન્ય લોકોને એક લાખ રૂપિયા આપી એકાઉન્ટ ભાડે મેળવતા હતા.
અમદાવાદના વિરમગામ તાલુકા 6 ગ્રામ પંચાયત બિનહરીફ અને સમરસ જાહેર થઈ છે. આજે ગ્રામ પંચાયત ચૂંટણીઓમા ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. વિરમગામ તાલુકાના થોરીથાંભા, થોરી વડગાસ, કાલિયાણા, જાદવપુરા,
શિવપુરા અને ચંદ્રનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. આગામી 11 તારીખે ચિત્ર સ્પષ્ટ થશે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ 11 જૂન છે. વિરમગામ તાલુકાના થોરીથાંભા ગ્રામ પંચાયત 30 વર્ષ બાદ બિનહરીફ જાહેર થતા કચેરી બહાર ઉજવણી કરાઇ હતી. વિરમગામ તાલુકના કુલ 16 ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીઓ અને 17 પંચાયત વોર્ડની પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે.
અમદાવાદના ચાંગોદરના સરસ્વતીનગર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસેચાંગોદરના સરસ્વતીનગરમાંથી બોગસ ડોક્ટર પકડી પાડ્યો છે. ડિગ્રી વગરના આ ડોકટર લોકોની સારવાર કરતો હતો. શિવમ ક્લિનિક નામનું દવાખાનું ચલાવી કરતો હતો પ્રેક્ટિસ. હિતુ મંડળ નામનો બોગસ ડોક્ટર ચલાવતો હતો ક્લિનિક. ક્લિનિકમાંથી એલોપથી દવાઓ, ઇન્જેક્શન અને સાધનો મળી આવ્યા છે. પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી કાયવાહી હાથ ધરી હતી.
ગુજરાત હાઇકોર્ટને ધમકી મળતા સમગ્ર પરિસરને ખાલી કરવાનો આદેશ અપાયો છે. રજિસ્ટર જનરલ દ્વારા નોટિફિકેશન બહાર પાડી જાહેરાત કરાઈ છે. હાઇકોર્ટ પરિસરમાં હાજર તમામ લોકોને બહાર નીકળી જવા નિર્દેશ અપાયો છે. પરિસર ખાલી કરાવવાના પગલે હાઇકોર્ટના ગેટ પર ટ્રાફિક સર્જાયો છે. અંદાજિત 2 હજારથી વધુ કારધારકને પરિસર ખાલી કરવા આદેશ અપાયો છે. તમામ વકીલો, અરજદારો અને સ્ટાફ હાલ ખાલી કરી રહ્યા છે હાઈકોર્ટ પરિસર. હાઇકોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. રજિસ્ટર જનરલ દ્વારા નોટિફિકેશન બહાર પાડી કરાઈ જાહેરાત. હાઈકોર્ટ પરિસર ખાલી થયા બાદ પોલીસ ચેકિંગ હાથ ધરાશે.
શ્રીલંકાથી મુંબઈ જતા કન્ટેનર જહાજમાં આગ લાગી. મોટો ધડાકો થયા બાદ આગ લાગી. હાલમાં જહાજ કોચીથી 315 કિલોમીટર દૂર હતુ. ઘટનામાં 4 ક્રુ લાપતા, 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જહાજમાં કુલ 22 ક્રુ સવાર હતા. ધડાકાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.
ખેડા: કપડવંજ મોડાસા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 2 મોત થયા છે. ST બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત થયો, અકસ્માતમાં કંડક્ટર અને પેસેન્જરનું મોત થયુ છે. અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા છે.
અમદાવાદઃ ભગવાન જગન્નાથજી રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ થઇ છે. રથયાત્રાના રૂટ પર આજે બુલેટ માર્ચ યોજાશે. અધિકારીઓ અને પોલીસકર્મી બુલેટ માર્ચમાં જોડાશે. 100 જેટલા બુલેટ પર પોલીસકર્મી પેટ્રોલિંગ કરશે. દિલીપદાસજી મહારાજ બુલેટ માર્ચની શરૂઆત કરાવશે. જગન્નાથ મંદિરથી જમાલપુર સુધી બુલેટ માર્ચ કરવામાં આવશે.
બનાસકાંઠા: અમીરગઢના ખેમરાજિયામાં દીપડાએ હુમલો કર્યો. દીપડાએ ઘરમાં ઘૂસીને એક જ પરિવારના 3 લોકો પર હુમલો કર્યો. ત્રણેય લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. પાલનપુર સિવિલમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ.
નર્મદા: કરજણ ડેમમાં ડૂબી જવાથી કિશોરનું મોત થયુ છે. બાર વણઝાર કિનારે 16 વર્ષીય કિશોર ડૂબ્યો. કિશોરનો પગ લપસતાં ઊંડા પાણીમાં ગરકાવ થયો છે. મૃતક કિશોર વડોદરાના બિથલી ગામનો રહેવાસી છે. બાર વણઝાર પાસે સુરક્ષા વધારાઈ છે. પોલીસે પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો.
જૂનાગઢઃ ગોપાલ ઈટાલિયાની સભા બાદ હોબાળો થયો. વિસાવદરના જીવાપરામાં ચૂંટણીસભા યોજાઈ હતી. ભાજપના નગરસેવકના પુત્રએ પથ્થરમારો કર્યાનો AAPનો આરોપ છે. નગર સેવક કમલેશ રિબડીયાના પુત્રએ પથ્થરમારાનો પ્રયાસ કર્યો હોવાનું ગોપાસ ઈટાલિયાએ જણાવ્યુ. નગર સેવક રમીજ મેતરના ભાઈએ પથ્થરમારાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યુ. હોબાળા બાદ AAPના કાર્યકરો પોલીસ મથક પહોંચ્યા હતા અને પોલીસ મથકમાં અરજી આપી હતી.
સુરત: મહિધરપુરામાં બુટલેગરે જાહેરમાં મારામારી કરી. દારૂ પીવા બાબતે મનાઈ કરતા સ્થાનિકો પર હુમલો કર્યો. સ્થાનિક મહિલાઓ અને તેના પરિવારને માર માર્યો. આરોપી વિરુદ્ધ અગાઉ 26 જેટલા ગુના દાખલ થયેલા છે. પોલીસે આરોપી બુટલેગરની ધરપકડ કરી.
ગાંધીનગર: મેટ્રોના કેબલની ચોરી કરતી ખેકડા ગેંગના ચારેય આરોપીના 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ગત મોડી સાંજે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આંતરરાજ્ય ખેકડા ગેંગ દ્વારા ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે ગેંગના 4 આરોપીની ધરપકડ કરી હતી. બે કાર અને ચોરીના કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
શિલોંગમાં રાજા રઘુવંશીની હત્યા કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રાજા રઘુવંશીની પત્ની સોનમે જ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં હત્યારી સોનમે સરેન્ડર કર્યું. હત્યામાં સામેલ ત્રણ હુમલાખોરની પણ પોલીસે ધરપકડ કરી. મેઘાલય હનીમૂન દરમિયાન જ પતિની હત્યા કરાવી હતી.
સુરતઃ ટાપુ પર સંતાયેલો આરોપી ઝડપાયો. પોલીસથી બચવા આરોપીએ નદીમાં ઝંપલાવ્યું હતું. તાપી નદી વચ્ચે નાનકડા ટાપુ પર આરોપી સંતાયો હતો. પોલીસે આરોપીને પકડવા ડ્રોનની મદદ લીધી. ફાયર બ્રિગેડની ટીમ પણ કામગીરીમાં જોડાઈ હતી. ટાપુ પર સંતાયેલા આરોપીને પોલીસે ઝડપ્યો.
બનાસકાંઠા જિલ્લામાં રીંછના હુમલાની ઘટના સામે આવી છે. દાંતાના ગાજીપુર ગામમાં ખેડૂત પર રીંછે હુમલો કર્યો છે. ખેતરમાં કામ કરી રહેલો ખેડૂત રીંછના હુમલાનો ભોગ બન્યો. રીંછના હુમલામાં ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચી છે. ખેડૂતો બૂમાબૂમ કરતા રીંછ ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત ખેડૂતને દાંતાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રીંછના હુમલા બાદ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.
જૂનાગઢ જિલ્લા ના અમુક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રીકટર સ્કેલ પર 3. 4 ની તીવ્રતા નોંધાઇ. જૂનાગઢ શહેરમાં જમીનમાંથી અવાજ સંભળાયો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગિર સોમનાથના તાલાલા નજીક નોંધાયુ. કોઈ જાનહાનીના સમાચાર નહીં.
Published On - 7:37 am, Mon, 9 June 25