
આજે 09 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મહીસાગર નદીમાંથી વધુ એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. આની સાથે પુલ તુટી પડવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 14 થયો છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સામાજિક કાર્યકર લખન દરબારે પોલીસમાં અરજી કરી છે. પાદરા પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગણી કરી છે. સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવાની માંગણી કરી છે અરજીમાં. ગત ઓગસ્ટ 2022 ના રોજ અધિકારીને બ્રિજ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ પણ કોઈ પગલાં લેવાયા નહીં. અધિકારીઓની બેદરકારીને કારણે આજે 13 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જે કન્ટેનર નદીમાં પડ્યું હતું તેના ડ્રાઈવરનો હજુ સુધી કોઈ અતોપત્તો લાગ્યો નથી. મહીસાગર નદીમાં બચાવ અને રેસ્ક્યુનુ કામ કરતા તંત્રને હજુ સુધી ડ્રાઈવરની કોઈ ભાળ મળી નથી. જો કે રાતે પણ હવે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવશે. બ્રિજ દુર્ઘટનામાં જે કન્ટેનર નદીમાં પડ્યું હતું તેના ક્લીનરનો મૃતદેહ મળી ગયો છે.
પાદરા ગંભીરા મુજપુર બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 13 વ્યક્તિઓમાંથી, અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સરકારી વાહનમાં મૃત્યુ પામેલાના મૃતદેહ તેમના પરિવાર- સ્વજનના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. ઘટના સ્થળે હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તમામ વાહનો હજુ પણ નદીમાં જ ગરકાવ થયેલા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ઈલેક્ટ્રીકસીટી ની વ્યવસ્થા કરી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મહીસાગર નદીમાંથી વધુ એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે મહીસાગર બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 13 થઈ છે.
આણંદ બ્રિજ તુટવાની ઘટનાને લઈને, તંત્રે રાત્રે પણ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને સ્થળ પર 15 ફલડ લાઇટો લગાવવામાં આવી છે. જેથી કરીને રાત્રી દરમિયાન હાથ ધરાનાર રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ના સર્જાય.
મહીસાગર નદી પર ગંભીરા પુલ તુટી પડતા, ગેરીનાં નિષ્ણાત ઇજનેરોની ટીમ ઘટનાસ્થળે તપાસ અર્થે પહોંચી છે. તપાસ માટે R&B નાં છ સભ્યોની કમિટી બનાવાઈ છે. ગેરીનાં એન્જીનિયરોએ પહોંચી ટેસ્ટિંગની તૈયારી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કમિટી ના મદદ માટે ગેરિની ટીમને પણ આદેશ કર્યાં છે. ગેરીની ટીમ પણ સમગ્ર બાબતની તપાસ માટે આવી પહોચી છે. તપાસ શેની કરાશે, કયા ધારાધોરણથી કરાશે, અગાઉ કોઈ તપાસ કરાઈ હતી કે કેમ, સરકાર કે તંત્રને પુલ અંગે ફરિયાદ મળી હતી કે નહીં વગેરે જેવા અણીયારા પ્રશ્નોએ ડે.એન્જિનિયર યુ આર પટેલનો બોલવા ઈન્કાર કર્યો હતો.
સુરતના કતારગામ પોલીસે, લાખો રુપિયાના હીરાની ચોરીનો ભેદ ઉકેલી નાખીને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કતારગામ પોલીસે, બનાસકાંઠાના પાલનપુરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી અલગ અલગ કેરેટના રફ હીરાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેરામ મોરાની વાડી સ્થિત હરિ કૃષ્ણા બિલ્ડિંગમાં એસ.પી.ડાયમંડ ના ખાતામાં ચોરીની ઘટના બની હતી. હીરા વેપારી પરેશ ચીનુભાઈ ઝવેરીએ કતારગામ પોલીસ ચોપડે ફરિયાદ આપી હતી. cctv ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરીને આરોપીને પકડવામાં આવ્યા છે.
મહીસાગર નદી પર બનેલ પૂલ દુર્ઘટનામાં માર્યા ગયેલાનો આંક વધી રહ્યો છે. છેલ્લે સત્તાવાર જાહેર થયેલ આંક મુજબ આ ગમખ્વાર દુર્ઘટનામાં કુલ 12 લોકો મૃત્યું પામ્યા છે.
રાજસ્થાનના ચુરુમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયું. વિમાન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું. રતનગઢ વિસ્તારમાં ભાનુદા ગામમાં દુર્ઘટના બની. ક્રેશ થયેલા વિમાન પાસેથી એક મૃતદેહ મળી આવ્યો. દુર્ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો. પ્લેન ક્રેશ થયા બાદ ખેતરોમાં આગ ફાટી નીકળી.
દુર્ઘટના અંગે PMએ દુખ વ્યક્ત કર્યુ. મૃતકોના પરિવારને 2 લાખની સહાય જાહેરાત કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરાઈ. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ્ય થાય તેવી કામના કરી.
PM Expresses Grief on Vadodara Bridge Tragedy : ₹2 Lakh Aid Announced | Gujarat | TV9Gujarati#PMModi #VadodaraBridgeCollapse #ExGratia #BridgeTragedy #GujaratNews #PMRelief #BreakingNews #Vadodara #Gujarat #TV9Gujarati pic.twitter.com/yZWf7gUMYG
— Tv9 Gujarati (@tv9gujarati) July 9, 2025
PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી, ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ છે.
મહીસાગર નદી પર બનેલી ગમખ્વાર દુર્ઘટનામાં મુજપુર ગામના કેટલાક યુવાનો હજુ ગુમ હોવાની વાતોના પગલે ગામના લોકો દોડતા થયા છે, ગામના સરપંચ અને સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા છે. ગામની એક ગાડી જે અન્યત્ર જવા નીકળી હતી એ ગુમ હોવાની અને હજુ પણ મળી ન હોવાના કારણે ગામના લોકોમાં ગભરાહટ જોવા મળી રહી છે.
બ્રિજ તૂટવાની દુર્ઘટના અંગે CMએ દુ:ખ વ્યક્ત કર્યું. દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી. તેમણે જણાવ્યુ કે બચાવ અને રાહત કામગીરીમાં તંત્ર કાર્યરત છે. દુર્ઘટના અંગે માર્ગ-મકાન વિભાગને તપાસના આદેશ અપાયા છે.
CM Bhupendra Patel reacts to the Mahisagar River Bridge tragedy #MahisagarRiver #MahisagarRiverBridgeCollapse #MahisagarBridgeCollapse #BrideCollapse #GujaratBridgeCollapse #Gujarat #TV9Gujarati pic.twitter.com/eNqF0f3cKY
— Tv9 Gujarati (@tv9gujarati) July 9, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયાનું સામે આવ્યુ છે. હજુ પણ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે. 2 બાઇક પણ હજુ ફસાયા હોવાની વિગત મળી રહી છે.
બ્રિજ દુર્ઘટના બાદ કોંગ્રેસના તંત્ર પર ગંભીર આક્ષેપ છે. વર્ષ 2021માં કોંગ્રેસે જર્જરિત બ્રિજ બંધ કરવા માંગ કરી હતી. કોંગ્રેસ જણાવ્યુ કે વર્ષ 2022માં બ્રિજનો સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ છતાં કોઈ પગલાં ન લેવાયા.
વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા. 8 લોકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયા છે. ઘાયલોની પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. વડુના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
સુરત-મુંબઈ હાઈવે પર કામરેજ બ્રિજ અતિ બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઈવે નં-48 પર તાપી નદીના બ્રિજ પર મોટું ગાબડું છે. બ્રિજ પર મસમોટું ગાબડું છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી નહીં. બ્રિજના બે સ્લેબ વચ્ચે ગેપ હોવાથી લોખંડની પ્લેટ મુકવામાં આવી. અગાઉ શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયાએ પણ નોંધ લીધી હતી. હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સમારકામ અંગે સૂચના આપી હતી. 24 કલાકમાં 1 લાખથી વધુ વાહનો હાઈવે પરથી પસાર થાય છે.
ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઇ ગયા છે. તો અનેક લોકોનું હજુ પણ રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે.
વડોદરાના પાદરામાં આવેલા મહીસાગર નદીના બ્રિજ તૂટવાની ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. તો આરોગ્ય પ્રધાને જણાવ્યુ છે કે 4થી 5 વાહનો પાણીમાં ખાબક્યા હોવાનું જણાવ્યુ.
બ્રિજનો બે પીલર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં ખાબક્યો છે. બે ઈકોવાન, એક પીકઅપ વાન સહિત અન્ય વાહનો નદીમાં પડ્યા. નગર પાલિકા, ફાયર બ્રિગેડ, NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સ્થાનિક તરવૈયાઓ પણ રેસ્ક્યૂ ઑપરેશનમાં જોડાયા છે. 5 લોકોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે.
દુર્ઘટનામાં 2ના મોત, 3 ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી છે. દુર્ઘટના બાદ પણ તંત્ર ગંભીર નહીં. ઘટનાસ્થળ પર હજુ પણ બેરિકેડિંગ નથી કરાયું. સામાન્ય લોકોને બ્રિજ પર જતા રોકવા પ્રયાસ નહીં. દુર્ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા છે.
આણંદમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ઘટના બની છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો. ખુબ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો આ બ્રિજ. મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા છે.,
આજે ભારત બંધનું એલાન, અનેક રાજ્યોમાં અસર દેખાઈ. કામદાર અને ખેડૂત વિરોધી સરકારી નીતિઓ સામે વિરોધ માટે બંધનું એલાન કરવામાં આવ્યુ. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા બંધનું આહ્વાન કર્યુ. વિવિધ ક્ષેત્રના 25 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળ પર છે. બેંકથી લઈ પોસ્ટની સેવાઓ પણ આજે બંધ છે.
વડોદરાની M S યુનિ.માં વિદ્યાર્થીનીઓને ફુડ પોઇઝનિંગ થયુ. ફુડ પોઈઝનિંગથી 100 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી છે. રાત્રે મેસમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી. એમ.એસ.યુનિ.નાં ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં અફરાતફરી મચી છે. વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાઈ. SSG હોસ્પિ.માં બેડ ખુટી પડતાં ગોત્રી હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરાઈ. અન્ય વિદ્યાર્થીનીઓને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખસેડાઇ.
KG હોલ સહિત ચાર ગર્લ્સ હોસ્ટેલની 600 વિદ્યાર્થિનીઓએ ભોજન લીધું હતું.
અમદાવાદઃ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યુ. સરખેજ વિસ્તારમાં દબાણ હટાવવા AMCએ કાર્યવાહી કરીય પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા કામગીરી. નડતરૂપ ધાર્મિક દબાણો દૂર કરાયા.
SSG હોસ્પિટલમાં દાખલ બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા રોગથી મોત થયુ છે. હજુ પણ બે બાળકીની હાલત ગંભીર છે. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સેન્ડ ફ્લાયથી થતી બીમારીનો વધુ એક બાળકી ભોગ બની. શહેરના મકરપુરા વિસ્તારની 4 વર્ષીય બાળકીને કરવામાં દાખલ આવી. જો કે, અત્યારસુધી તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મકરપુરાની બાળકીના બ્લડની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા.
Published On - 7:19 am, Wed, 9 July 25