
આજે 09 ફેબ્રુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પાટણ: કોરડામાં સમાજના બંધારણ ભંગ મામલે 11 લાખનો દંડ ફટકારાયો. ઠાકોર સમાજે કોરડા ગામના સરપંચને 11 લાખનો દંડ ફટકાર્યો. કોરડા ગામે મળેલી આગેવાનોની બેઠકમાંં નિર્ણય લેવાયો. ગામના સરપંચે દીકરી અને દીકરાના લગ્નમાં રાસ ગરબા યોજ્યા હતા. રાસ ગરબા યોજી સમાજના બંધારણનું કર્યું હતું ઉલ્લંઘન. સમાજના બંધારણનુંઉલ્લંઘન થતા વિરોધ શરૂ થયો હતો. લવિંગજી ઠાકોર, ચંદનજી ઠાકોર , સહિતના ઠાકોર સમાજના આગેવાનો અને હજારોની સંખ્યામાં હાજર લોકો વચ્ચે સમાજે ફટકાર્યો દંડ.
અમદાવાદમાં સરકારી આવાસો અન્યને ભાડે આપી દેનારા લાભાર્થીઓ સામે કાર્યવાહીની સ્પષ્ટ સૂચના છે. છતાં પણ હાઉસિંગ કમિટીના અધિકારીઓને કોઇ જ રસ ન હોય તેમ કાર્યવાહીના નામે મીંડું છે. ત્યારે બેદરકાર સરકારી બાબૂઓ સામે હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલ લાલઘૂમ થયા છે. ચેરમેનનો આરોપ છે કે સૂચના બાદ પણ અધિકારી ચેકિંગ સહિતની કામગીરી નથી કરી રહ્યા. ત્યારે હવે સરકારી બાબૂઓની સાન ઠેકાણે લાવવા 5 ઝોનના તમામ અધિકારીઓને ઠપકા દરખાસ્ત માટે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના ખૂણેખાંચરે પણ ઈન્ટરનેટ સેવા પહોંચે તે માટે ગુજરાત સરકારે એલન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે હાથ મિલાવ્યા છે. આ કરારથી ગુજરાતમાં જ્યાં ઓછું નેટવર્ક આવે છે, અથવા જ્યાં કનેક્ટિવિટીની સમસ્યા છે ત્યાં સ્પેસએક્સની મદદ લેવાશે. રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં આ પગલું એક માઈલસ્ટોન સાબિત થશે. ગાંધીનગર ખાતે સ્ટારલિંગ ઓપરેશન સ્પેસ એક્સના વાઈસ પ્રેસિડન્ટ લોરેન ડ્રેયર વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં ડિજીટલ ભારતના સપનાને સાકાર કરવા માટે ગુજરાત સરકારે ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝ માટે અનોખી પહેલ કરી છે. જે આગામી સમયમાં ઘણું ફાયદાકારક સાબિત થઈ શકશે. આ કરારથી રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતી વિસ્તારોને ઈ-ગવર્નન્સ ફેસીલીટી કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન છે.
ગુજરાતમાં 20 એપ્રિલ થી વસ્તી ગણતરી શરૂ થશે. 19૯ મે સુધી ગુજરાતની હાઉસ લિસ્ટીંગ પ્રક્રિયા કરાશે. ગુજરાતમાં વસતિ ગણતરી 2027 માટે ગેઝેટ પ્રસિદ્ધ. ગુજરાત રાજ્યમાં પ્રક્રિયા માટે વિશેષ સમયગાળો નક્કી થયો. દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ 1 એપ્રિલ 2026 થી ૩30 સપ્ટેમ્બર ૨2026 દરમિયાન સમગ્ર દેશમાં હાઉસલિસ્ટિંગ કરાશે.
દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે. હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં 15 દિવસ માટે સ્વ-ગણતરી કરાશે. સ્વ ગણતરીમાં નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક મળશે. વસતિ ગણતરીને લઈને અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.
ગુજરાતમાં SIRને લઈને કામગીરી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે નામ કમી કરવાને લઈને વિરોધ કર્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ખોટી રીતે નામ કમી કરવાના ફોર્મ ભરવામાં આવ્યા છે . ફોર્મ કોણ આપી ગયું છે તેને લઈને પણ કોઈ નોંધ પાડવામાં આવી નથી.. આને લઈને હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન બનાવવાની ચિમકી આપી છે.
રાજકોટ: સેન્ટ્રલ GSTનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. વર્ગ 2નો કર્મચારી 5 હજારની લાંચ લેતા ઝડપાયો. ઇમ્પોર્ટ-એક્સપર્ટ કંપનીના કર્મચારી પાસે લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સર્ટિફિેકેટ માટે લાંચ મંગાવાનો આરોપ
રેસકોર્સ ગાર્ડન નજીક લાંચ લેતા ACBએ ઝડપ્યો છે. કર્મચારી ધર્મેન્દ્ર યાદવની રેસકોર્સ ગાર્ડન પાસેથી ધરપકડ કરાઈ છે.
જુનાગઢ શિવરાત્રી મેળા માટે ST વિભાગ દ્વારા આગોતરું આયોજન કરાયુ છે. 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન એક્સ્ટ્રા બસ સેવા શરૂ કરાઈ છે. ST વિભાગ 195 બસો અને 7800 એક્સ્ટ્રા ટ્રીપ્સ શરુ કરશે. 3.70 લાખ મુસાફરોને શિવરાત્રી મેળા દરમિયાન સેવા આપશે. જુનાગઢ-ગિરનાર-તળેટી માટે વિશેષ 80 મિની બસો ફાળવાઈ છે. મુસાફરોની ભીડને ધ્યાને લઈ 115 એક્સપ્રેસ બસો દોડાવશે. GPS દ્વારા બસ સંચાલન મોનિટર કરાશે. શિવરાત્રી મેળા માટે ST વિભાગનો ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાશે.
પોરબંદરઃ હથિયાર લઇને ફરતો ગેંગસ્ટર દાંડીયા રાસ રમતો જોવા મળ્યો. કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાનો દાંડિયા રાસ રમતો વીડિયો વાયરલ થયો છે. જેમા તેની સાથે પૂર્વ સાંસદ રમેશ ધડુક પણ જોવા મળી રહ્યા છે. પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક અને કુખ્યાત ગેંગસ્ટર એક સામાજિક પ્રસંગમાં સાથે રાસ રમતા જોવા મળ્યા અને આ વીડિયો પણ હાલ સોશિય મીડિયામાં વાયરલ થયા છે. પૂર્વ સાંસદ રમેશ ધડુક સામાન્ય રીતે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો માં જોવા મળે છે પરંતુ ભીમા દુલા સાથે દાંડિયા રાસ રમતા જોઈ લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા
અમદાવાદઃ DyCM હર્ષ સંઘવી દ્વારા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. ATS ખાતે નવી ઓફિસ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરાયુ. બોડકદેવ અર્બન પોલીસ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કરાયુ. અમરાઈવાડી ખાતે પોલીસ સ્ટાફ ક્વાર્ટર ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. કાગડાપીઠ પોલીસ સ્ટાફ ક્વાર્ટરનું ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.
અમદાવાદના 6 બ્રિજ રિપેરિંગ કરવામાં આવશે. 6 બ્રિજના બેરિંગ ખામીયુક્ત હોવાથી તેમનુ સમારકામ કરવામાં આવશે. ઈન્સ્પેક્શન દરમિયાન 6 બ્રિજ બેરિંગ રિપેરિંગ બાબતેરિપોર્ટ આપવામાં આવ્યો હતો.68 કરોડના ખર્ચે 6 બ્રિજમાં 12 મહિનામાં રિપેરિંગ કરાશે , કુલ 152 સ્પાન લિફ્ટિંગ કરીને 1746 બેરિંગ રિપ્લેસમેન્ટ કરાશે. હેવી વ્હિકલ બંધ કરીને બ્રીજ ચાલુ રાખીને રિપેરિંગ કામ કરવામાં આવશે. ગિરધરનગર બ્રીજ, ચામુંડા બ્રીજ, કેડિલા રેલવે બ્રીજ, નાથાલાલ ઝગડા બ્રિજનો સમાવેશ કરાયો છે. ચાંદલોડિયા અને ચીમભાઈ રેલવે ઓવરબ્રિજનું પણ રિપેરિંગ કરાશે.
જુનાગઢ: ગિરનાર પર્વત પર જૈન સંપ્રદાયની ધજા ફરકાવવાનો વિવાદમાં ધજા ફરકાવનારા 2 લોકો વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. સમગ્ર મામલે ગોરખનાથ ટૂંકના મહંત સોમનાથગીરી બાપુએ ફરિયાદ નોંધાવી છે. જૈન અનુયાયીઓ દ્વારા ઓઘડ શિખર પર અનઅધિકૃત હક સ્થાપિત કરવાનો આરોપ છે. ગોરખનાથ અને દત્તાત્રેય ટૂંક વચ્ચે આવેલા ઓઘડ ટૂંક પર ઘટના બની હતી. જૈન અને હિન્દુ ધર્મ વચ્ચે દ્વેષ ફેલાય તેવા પ્રયાસના આક્ષેપ ઉઠ્યા છે. મહાશિવરાત્રી સમયે બંને ધર્મ વચ્ચે દ્વેષ ન ફેલાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે. આ સાથે પાદુકા સાથે પણ છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું છે. સાથે જ હવે આ મામલે ઓઘડ ટૂંક પર પોલીસ દ્વારા પંચનામું પણ કરાયુ છે.
અમદાવાદઃ બેદરકાર અધિકારીઓ સામે હાઇકોર્ટ સખત નારાજગી વ્યવક્ત કરી છે. અધિકારીઓની બેદરકારીને કારણે રાજ્ય સરકારનું નામ ખરાબ થાય છે. પંચાયત વિભાગના અધિકારીને હાઇકોર્ટે મસમોટો દંડ ફટકાર્યો છે. બેદરકારી પૂર્વક અને નિયત સમયમાં સોગંદનામું ન દાખલ કરવા બદલ 25 હજારનો દંડ ફટકાર્યો છે. સરકારી તિજોરી નહીં પરંતુ અંગત રીતે દંડ ભરવા હાઇકોર્ટે ટકોર કરી છે. દર બીજી મેટરમાં અધિકારી આ પ્રકારે બેદરકારી દાખવતા હોવાનો પણ હાઇકોર્ટે રોષ વ્યક્ત કર્યો છે.
ગોગો પેપર સહિતની બાબતોના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ છે. આ અંગે રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં માહિતી આપવામાં આવી. તમામ જિલ્લા કલેક્ટર અને SP ને વ્યાપક સત્તા અપાઈ છે. નશાકારક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ વસ્તુઓ અંગે કાર્યવાહી કરવાની સત્તા સોંપવામાં આવી છે. 7 ફેબ્રુઆરી 2026 ના રોજ રાજ્યસરકારના ગૃહ વિભાગે નોટિફિકેશન આપ્યુ છે. છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર આ પ્રકારની કામગીરી સામે કડક કાર્યવાહી કરી રહી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા સમય આપ્યો છે. સોમવારે આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે.
દાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકને લઇને કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો. NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોડસે વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યા. જાહેર દિવાલ ઉપર ‘ગોડસે મુર્દાબાદ, ગાંધીજી અમર રહો’, ‘ગાંધીની ભૂમિ ઉપર ગોડસેનું નાટક નહીં ચલાવી લેવાય’ લખીને વિરોધ કરવામાં આવ્યો છે. NSUIના નેતાઓએ નાટક ન યોજવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગેલ આજે અમદાવાદમાં નહીં યોજાય નાટકનો શો..
અમદાવાદ: ક્રાઈમ બ્રાંચે મહા ઠગ ચાંદી ચોરની ધરપકડ કરી છે. ટોળકીએ રાજકોટમાં વેપારીના ઘરે ઘરફોડ ચોરી કરી હતી. અંદાજે 130 કિલો ચાંદીની ચોરી કરી આરોપી ફરાર થયો હતો. 40 કિલો ચાંદીના જથ્થા સાથે આરોપીને પકડી પડાયો છે.
આરોપી ચોરીનો મુદ્દામાલ મહેસાણામાં વેચવા માટે પહોચ્યો હતો . ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે.
મહત્વનું છે કે આરોપીઓએ રાજકોટમાં રણછોડનગરની શેરી નંબર-1ના મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. મોડી રાત્રે તસ્કરોએ વેપારીના ઘરે લૂંટ ચલાવીને અંદાજે 130 કિલો ચાંદીની લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના મહાનગરોમાં લૂંટ મચાવનાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આરોપીની બાતમી મળતાં 40 કિલો ચાંદીના જથ્થા સાથે એક આરોપીને પકડી પડાયો. સાથે જ ચોરીના મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ કરી છે.
પોરબંદરમાં મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જ ટોલ પ્લાઝા છે માત્ર 10 કિલોમીટરના સફર માટે ટોલ ટેક્સ ચૂકવવો પડે. છે. જ્યારથી પોરબંદરનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો ત્યારે વનાના ગામ પણ પોરબંદરમાં ઉમેરાયું અને ત્યારથી જ વનાના ટોલ પ્લાઝા દૂર કરવા માટેની માગ ઉઠી છે. ત્યારે હવે વનાના ટોલ પ્લાઝા દૂર કરવા માટે બહુજન સમાજવાદી પાર્ટી પણ મેદાને ઉતરી છે.. અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અનેક રજૂઆતો અનેક વખતના વિરોધ છતાં વનાના ટોલ પ્લાઝા દૂર ન થતાં લોકોમાં પણ રોષ ભભૂક્યો છે. ત્યારે સમગ્ર મામલે કમિશનરનું કહેવું છે કે વનાના ટોલ પ્લાઝા દૂર કરવા અંગે હાઈવે ઓથોરિટીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી. તેથી આગામી સમયમાં ટી પી સ્કીમ બનશે ત્યારે વાહન ચાલકો ટોલ પ્લાઝા પર પસાર થયા વિના જ અવર-જવર કરી શકે તે પ્રમાણેના નવા રસ્તા બનાવવામાં આવશે. જેના લીધે વાહન ચાલકોનું આર્થિક ભારણ પણ ઘટશે.
સુરત: શહેરના વિવિધ ઝોનમાં ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. અખાદ્ય ચીજવસ્તુઓ મુદ્દે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે લાલ આંખ કરી જાહેર આરોગ્ય મુદ્દે આકરા તેવર દાખવ્યા છે. પાલિકાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યુ છે.
ફૂડ વિભાગની રોજની કામગીરીનો રિપોર્ટ આપવા આદેશ કરાયો છે. આરોગ્ય વિભાગના વડાએ ફરજિયાત રિપોર્ટ આપવો પડશે. દર મહિને પરફોર્મન્સ રિપોર્ટ મનપા કમિશનર સમક્ષ રજૂ કરાશે
ગાંધીનગર: ખેતરોમાં વીજપોલ મામલે વીજ કંપનીઓ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ છે. ખેડૂતોની અનેક વીઘા જમીન વીજપોલના લીધે કપાતમાં જતી હોવાનો આરોપ છે. કપાત જમીન મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગ કરાઈ છે. સરકાર ખેડૂતોને વીજપોલ દીઠ ₹50 હજારનું ભાડુ આપે તેવી રજૂઆત કરાઈ છે. વીજ વાયર પેટે ₹1 કરોડના વળતર, ખેડૂતના એક કુટુંબીને નોકરીની માગ કરાઈ છે.
રજૂઆત સાંભળ્યા બાદ CM એ યોગ્ય મદદની ખાતરી આપી છે.
ડાયરા કલાકાર દેવાયત ખવડને હાઇકોર્ટથી હંગામી રાહત મળી છે. ચાંગોદરમાં થયેલી માથાકૂટ બાદ આગોતરા જામીન માટે કરેલી અરજીમાં હાઇકોર્ટે દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક 23 ફેબ્રુઆરી સુધી વધારી છે. આ મામલે 23 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ જિલ્લા સેશન્સ કોર્ટે દેવાયત ખવડની આગોતરા જામીન અરજી રદ કરી હતી. જામીન પર છૂટ્યા બાદ તાલાલામાં યુવક પર થયેલા હુમલા મામલે શરતોના ભંગ બદલ જિલ્લા સેશન્સ કોર્ટે તેમના જામીન પણ રદ કર્યા હતા.
વડોદરા શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે બે શાતિર ચોરોને ઝડપી પાડી 14 જાન્યુઆરીએ થયેલી ઘરચોરીનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરતા હતા. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ અને જોધપુર સુધી તપાસનો દોર વધાર્યો હતો અને અંતે આરોપીઓ વડોદરામાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી લીધા. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી આવી છે અને કુલ રૂ.75 લાખનો ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ વડોદરામાં રેકી કરી બંધ મકાનોને નિશાન બનાવતા હતા.
રાજ્યમાં હાલ બેવડી ઋતુની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા સવારના સમયે ઠંડીનો અહેસાસ રહેશે, જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાશે. પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.
રાજકોટ: શહેરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે માંગ વધી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખી ઇમિગ્રેશનની આખરી મંજૂરી આપવા અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા બે વખત સર્વે કરવામાં આવ્યા હતા, જ્યારે એરલાઇન્સ કંપનીએ દુબઈ અને બેંગકોક માટે ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ ગૃહ વિભાગની મંજૂરી ન મળવાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
અમદાવાદ: મેઘાણીનગરમાં મોડી રાત્રે પથ્થરમારીની ઘટના બની છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં લારી હટાવવા બાબતે થયેલા ઝઘડામાં બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું અને પથ્થરમારો શરૂ થઈ ગયો. ઘટના જોઈ લોકોના ટોળા એકઠા થયા અને આસપાસની વિસ્તારોમાં ફફડાટ મચી ગયો. સ્થાનિકો હવામાં ઉડતી પથ્થરથી ડરી ગયા અને પોલીસને જાણ કરી.
અમદાવાદ: કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે અંડરવેરમાં સોનાની હેરાફેરી પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 601.940 ગ્રામ સોનું, જેની કિંમત લગભગ ₹96 લાખ છે, જપ્ત કરવામાં આવ્યું. આરપીએ પાસે ખિસ્સામાં 3 લગડી સોનું છુપાવેલું હતું અને તપાસ દરમિયાન અંડરવેરમાં પણ સોનાની પેસ્ટ છુપાવી હોવાનું સામે આવ્યું. કસ્ટમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી સોનાનો મુદ્દામાલ કબજે કર્યો.
સુરત: ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાંજાના રેકેટનો પર્દાફાશ થયો છે. કસ્ટમ અને DRIની ટીમે કરોડોનો ગાંજો ઝડપી પાડ્યો. બેંગ્લોકથી આવતી ફ્લાઈટમાંથી 8 કિલો ગાંજો ઝડપાયો. સીટની નીચે અને કુશન કવરના પાછળના ભાગમાં ગાંજો સંતાડ્યો હતો. હરિયાણાા 3 અને ઉત્તરપ્રદેશના એક આરોપીની ધરપકડ કરવામાં આવી. 9 કરોડની કિંમતનો ગાંજો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ.
સુરત સ્ટેશન પર ટ્રેનમાં બિહાર જઈ રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો. ટ્રેનમાં ભારે ભીડ હોવાના કારણે યુવકને ધક્કો વાગતા અકસ્માત સર્જાયો હતો. સ્ટેશન પર બનેલા આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. યુવક હોળીના પર્વ નિમિત્તે પોતાના વતન તરફ જઈ રહ્યો હતો, ત્યારે ભીડના કારણે તેના પરિવારના કેટલાક સભ્યો સ્ટેશન પર જ છૂટી ગયા હતા. અકસ્માતની જાણ થતાં આરપીએફ દ્વારા તાત્કાલિક યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
OI માં તફાવત પણ સતત નેગેટિવમાં વધી રહ્યો છે અને હવે તે માઈનસ 15 મિલિયનને વટાવી ગયો છે. આનો અર્થ એ છે કે ઓપ્શન સેલર્સ દબાણ વધારી રહ્યા છે.
ઇન્ટ્રાડે ટ્રેન્ડમાં પણ, ઓપ્શન સિગ્નલે વેચાણનો સંકેત આપ્યો છે. Vwap સિગ્નલ સવારથી જ વેચવાલી કરી રહ્યું છે.
Nifty માં Red 0 Lineના નીચે. જેનો અર્થ એ છે કે નિફ્ટી પર દબાણ વધી રહ્યું છે અને તે નીચે જશે.
PSP ઇન્ડિયા VIx હાઇ લો પ્રિડિક્ટર સૂચક મુજબ, આજે નિફ્ટીનો ઉચ્ચતમ સ્તર 25,886 હોવો જોઈએ, અને નિફ્ટીએ બજાર ખુલ્યાના પ્રથમ મિનિટમાં જ આ ઉચ્ચ સ્તર બનાવ્યું. આનો અર્થ એ છે કે આજે તે આ સ્તરે પાછો ફરે તેવી શક્યતા નથી.
હવે, નિફ્ટી કાં તો નીચે તરફ વેપાર કરશે અથવા રેન્જ-બાઉન્ડ રહેશે.
નિફ્ટીની આજની સંભવિત દિશા ઉપર તરફ રહેશે
અમદાવાદ : સાઉથ બોપલમાં કારમાંથી પૈસાની ચોરી થઇ છે. બે અજાણ્યા લોકોએ કારમાં રહેલી બેગની ચોરી કરી. આંખના પલકારામાં કારના કાચ તોડી ચોરીને અંજામ આપ્યો. કારમાં રહેલી બેગમાં 2 લાખ રૂપિયા હોવાની ફરિયાદ નોંધાઈ. બોપલ પોલીસે CCTV આધારે તપાસ શરૂ કરી.
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતની તરફેણમાં અમેરિકન તંત્રએ અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ભારત પર પેનલ્ટી રૂપે લગાવાયેલ 25 ટકા ટેરિફની રકમ પરત કરવાનો નિર્ણય અમેરિકાએ કર્યો છે. અમેરિકામાં આયાત થયેલી જે ભારતીય વસ્તુઓ પર આ પેનલ્ટી લાગુ કરવામાં આવી હતી, તે તમામ પર હવે રિફંડ આપવામાં આવશે. આ નિર્ણયથી ભારતીય વેપારીઓને અંદાજે ₹40 હજાર કરોડની મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદના નારોલ એસપી રિંગ રોડ પર અસલાલી સર્કલ પાસે પોલીસએ હેલમેટની આડમાં દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ચંદીગઢથી જૂનાગઢ લઈ જવાતો દારૂ ભરેલો ટ્રક ઝડપાઈ આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી રૂ.63 લાખથી વધુની કિંમતની 10,749 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રક, હેલમેટ અને દારૂ સહિત કુલ રૂ.84 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે.
અમદાવાદ : હેલમેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. નારોલ એસપી રિંગ રોડ પર અસલાલી સર્કલ પાસે દારૂનો જથ્થો ઝડપાયો. ચંદીગઢથી જૂનાગઢ લઇ જવાતો હતો દારૂ. ટ્રકમાંથી 63 લાખથી વધુની કિંમતની 10749 દારૂની બોટલ જપ્ત કરાઇ. પોલીસે ટ્રક, હેલમેટ, દારૂ સહિત ૮૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “પરીક્ષા પે ચર્ચા” ના બીજા એપિસોડમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ સત્ર દરમિયાન, પ્રધાનમંત્રી બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી, તણાવ વ્યવસ્થાપન અને અન્ય પડકારોને કેવી રીતે દૂર કરવા તે અંગે સલાહ શેર કરશે. આ વર્ષે, “પરીક્ષા પે ચર્ચા” ના 9મા સંસ્કરણને 45 મિલિયનથી વધુ નોંધણીઓ મળી છે.
ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેનું વિરાર સ્થિત તેમના નિવાસસ્થાને આગમન થતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
જાપાનના વડા પ્રધાન સના તાકાચીએ રવિવારે ઐતિહાસિક જીત મેળવી. મતદાન પૂર્ણ થયાના બે કલાકથી પણ ઓછા સમયમાં તાકાચીના ગઠબંધને બહુમતી માટે જરૂરી 233 બેઠકોનો આંકડો પાર કરી લીધો. તેમની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ જબરદસ્ત વિજય મેળવ્યો, જે અત્યાર સુધીના તેમના શ્રેષ્ઠ પ્રદર્શનમાંનો એક માનવામાં આવે છે.
Published On - 7:33 am, Mon, 9 February 26