08 ઓક્ટોબરના મહત્વના સમાચાર : પુણેના ડોનજે ગામમાં થશે નાના પાટેકરના અંતિમ સંસ્કાર, નાના પાટેકરની હતી અંતિમ ઈચ્છા

આજે 08 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

08 ઓક્ટોબરના મહત્વના સમાચાર : પુણેના ડોનજે ગામમાં થશે નાના પાટેકરના અંતિમ સંસ્કાર, નાના પાટેકરની હતી અંતિમ ઈચ્છા
| Edited By: | Updated on: Oct 08, 2026 | 9:31 AM

LIVE NEWS & UPDATES

  • 08 Oct 2026 09:31 AM (IST)

    મોરબીના પંચાસર રોડ પર ગેરકાયદે દબાણો સામે તંત્રની મેગા કાર્યવાહી

    મોરબીના પંચાસર રોડ પર સાવરની પાળ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે મનપાના એસ્ટેટ વિભાગે મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. સાવર તળાવના બ્યુટીફિકેશન માટે પાંચ દાયકાથી ઉભા કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાર્યવાહી માટે 10 JCB, 4 હિટાચી, 10 ટ્રેક્ટર અને 6 ટીમ સહિત 150થી વધુનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. સાથે જ 4 DYSP, 7 PI, 17 PSI અને 250 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તંત્ર દ્વારા અંદાજે 180 જેટલા મકાનો દૂર કરી 25 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

  • 08 Oct 2026 09:06 AM (IST)

    નાના પાટેકરની હતી અંતિમ ઈચ્છા

    દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના અંતિમ સંસ્કાર પુણેના ડોનજે ગામમાં કરવામાં આવશે. ડોનજે ગામના ખેતરમાં તેમની અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવશે. પરિવારના જણાવ્યા મુજબ, ડોનજે ગામમાં જ અંતિમ સંસ્કાર કરવાની નાના પાટેકરની અંતિમ ઈચ્છા હતી. તેમના નિધનના સમાચારથી પરિવાર, ચાહકો અને ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.


  • 08 Oct 2026 09:04 AM (IST)

    દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન, બોલિવૂડમાં શોક

    બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે ગોવામાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. તેમને ઘરે બેભાન અવસ્થામાં મળ્યા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ 45 મિનિટ સુધી CPR આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મણિપાલ હોસ્પિટલમાં સવારે 5.20 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નાના પાટેકરના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી ફેલાઈ છે. અભિનય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા હતા, જ્યારે વર્ષ 2013માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • 08 Oct 2026 08:24 AM (IST)

    રાજકોટના જંગલેશ્વરમાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

    રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આધેડની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી બે આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે જોવા જેવી બાબતે ત્રણ શખ્સોએ આધેડ પર લોખંડની પાઈપ વડે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 08 Oct 2026 08:18 AM (IST)

    વડોદરાના વિકસિત ભારત સંકલ્પ ગરબાએ રચ્યો ઈતિહાસ

    વડોદરામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ ગરબાએ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ઈતિહાસ રચ્યો છે. રાત્રે 11 વાગ્યા બાદ ત્રણ તાલીના તાલે અંદાજે 50 હજાર લોકોએ એકસાથે ગરબા રમીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી મ્યુનિસિપલ કમિશનરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બાદ લોકગાયક અતુલ પુરોહિતે વર્લ્ડ રેકોર્ડ વડોદરાની જનતાને સમર્પિત કર્યો હતો.

  • 08 Oct 2026 07:54 AM (IST)

    GST કાઉન્સિલની આજે મહત્વપૂર્ણ બેઠક, ધરપકડની જોગવાઈમાં ફેરફારની શક્યતા

    દિલ્લીના ભારત મંડપમ ખાતે આજે GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં GST કાયદા હેઠળ ધરપકડની કડક જોગવાઈઓ દૂર કરવા અંગે પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. અત્યંત ગંભીર કેસોમાં કાનૂની કાર્યવાહી ચાલુ રાખવાની જોગવાઈ યથાવત રાખવામાં આવી શકે છે. સાથે જ કરની વસૂલાત, વ્યાજ અને દંડ પર વધુ ભાર મૂકવા તેમજ કેટલાક નાના ગુનાઓની શ્રેણી ઘટાડવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. બેઠકમાં GST સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

  • 08 Oct 2026 07:38 AM (IST)

    પાકિસ્તાનમાં લોટના ભાવ વધતા લોકો પર મોંઘવારીનો માર

    પાકિસ્તાનમાં ફરી એકવાર લોટની અછત અને વધતી મોંઘવારીથી લોકો પરેશાન થયા છે. 20 કિલોની લોટની થેલીનો ભાવ વધીને 3,300 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે રોટલીનો ભાવ પણ 20 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગયો છે. લોટના વધતા ભાવ વચ્ચે કેટલાક વેપારીઓ પર સંગ્રહખોરી કરવાનો પણ આરોપ લાગી રહ્યો છે. લોટ મોંઘો થતાં સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આજે 08 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:37 am, Thu, 8 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.