અંડર-19 વન-ડે એશિયા કપના ગ્રુપ A ના એક મહત્વપૂર્ણ મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે. બંને ટીમો તેમની અગાઉની મેચોમાં શાનદાર જીત મેળવ્યા બાદ આ મેચમાં ઉતરી રહી છે. શુક્રવારે ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને યજમાન UAE સામે આરામદાયક જીત મેળવી હતી.
અમદાવાદના વિરમગામમાં ફટાકડાં ફોડવા મુદ્દે બબાલ થઈ હતી. તીક્ષ્ણ હથિયારથી 2 લોકો પર કરાયો હુમલો. ભરવાડી દરવાજા પાસે ફટાકડા ન ફોડવા મુદ્દે થઈ હતી બોલાચાલી. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં 2 લોકો પર હુમલો. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને માથા અને છાતીના ભાગમાં ઈજાઓ. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. પ્રાથમિક સારવાર અપાયા બાદ અમદાવાદ ખસેડાયા. સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી.
જામનગરમાં દિવાળી પર્વે આતશબાજી વચ્ચે આગના બનાવ બન્યો છે. રામેશ્વરનગરમાં ફટાકડાના તણખાથી બંધ મકાનમાં આગ લાગી. મકાન માલિક ગેરહાજર હોવાથી મોટી જાનહાનિ ટળી. મકાનના ગાર્ડનમાં આગ લાગતાં ઘાસ બળીને ખાખ થયું. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી. તહેવારોમાં બેદરકારી વગર સલામત આતશબાજી કરવા તંત્રની અપીલ.
રવિવારે વહેલી સવારે મધ્ય જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દુકાનોની બારીઓના કાચ તૂટી ગયા, લોકોને ઈમારતોમાંથી બહાર નીકળી જવાની ફરજ પડી અને ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા. જાપાન હવામાન એજન્સીએ ભૂકંપની તીવ્રતા 5.7 અંદાજી છે, જ્યારે યુ.એસ. જિયોલોજિકલ સર્વેએ તેને 5.5 ગણાવી છે. મુખ્ય ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક્સ (હળવા આંચકા) પણ અનુભવાયા હતા.
આજે 08 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:21 am, Sun, 8 November 26