The liveblog has ended.
-
08 Feb 2026 08:23 PM (IST)
પાટણઃ ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો વિવાદ વકર્યો
પાટણના ઊંદરા ગામ ખાતે જોગણી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુનીલ ઠાકોરે DJ સાથે બંધારણને ગોળી મારો” ગીત ગાઈ ઠાકોર સમાજના બંધારણને જાહેરમાં છેદ ઉડાડ્યો હતો, એકબાદ એક કલાકારો ઠાકોર સમાજના બંધારણ મામલે કરી રહ્યા છે વિરોધ, અગાઉ વિક્રમ ઠાકોરે પણ મુદ્દો ઉઠાવ્યો હતો.
-
08 Feb 2026 08:22 PM (IST)
રાજકોટઃ જેતપુરના પીઠડીયા નજીકથી વિદેશી દારૂ ઝડપાયો
રાજકોટઃ જેતપુરના પીઠડીયા નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે. ટ્રોલી બેગના બોક્સ મુકી ટ્રકમાં દારૂ છુપાવ્યો હતો. રાજકોટથી જૂનાગઢ તરફ જતી ટ્રક LCBએ ઝડપી છે. 57 લાખ રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવરની ઝડપી પાડ્યો. દારૂ મંગાવનાર અને મોકલનારાની શોધખોળ
-
-
08 Feb 2026 06:51 PM (IST)
સિહોર રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી
ભાવનગર જિલ્લાના સિહોર રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી.બોટાદ–ભાવનગર પેસેન્જર ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક યુવતીએ ચાલતી ટ્રેને નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુવતીએ સંતુલન ગુમાવ્યું અને તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ. ટ્રેન ચાલુ હોવાથી યુવતીનો જીવ જોખમમાં હતો, પરંતુ દેવદૂત બનીને આવેલા પોઈન્ટ્સમેને અદભૂત ચપળતા અને સતર્કતા દાખવી યુવતીને તરત જ પ્લેટફોર્મ પર ખેંચી લીધી પોઈન્ટ્સમેનની સતર્કતા અને હિંમતના કારણે યુવતીનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ . વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાની જ હતી, પરંતુ પોઈન્ટ્સમેને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત દોડી તેને ખેંચી લીધી અને સલામત રીતે પ્લેટફોર્મ પર લઈ આવ્યા
-
08 Feb 2026 06:09 PM (IST)
કોડીનારમાં SIRને લઈને કોંગ્રેસે માંડ્યો મોરચો
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારમાં SIRને લઈને કોંગ્રેસનો મોરચો, કોંગ્રેસનો આક્ષેપ છે કે મતદારોની જાણ બહાર ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું ષડયંત્ર રચાયુ. કોડીનારમાં 47 લોકો 6 હજારથી વધુ મતદારોના નામ સામે વાંધા અરજી કરતા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યમાં એકઠા થઈ પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચ્યા, કોડીનાર કોંગ્રેસ શહેર પ્રમુખનું નામ પણ કમી કરવા માટે અરજી થયાનો કોંગ્રેસનો આક્ષેપ, ખોટી રીતે વાંધા અરજીઓ કરનારા સામે ફરિયાદ નોંધવા કોંગ્રેસની માગણી
-
08 Feb 2026 05:28 PM (IST)
અરવલ્લીઃ ભિલોડાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં યુવકની હત્યા
અરવલ્લીઃ ભિલોડાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો. હરિપુરા ગામમાં વરઘોડામાં ગયેલા બે યુવકો પર થયો હતો હુમલો. વરઘોડામાં ગયેલા બે યુવકો સાથે બબાલ બાદ સમાધાન થયું હતું, સમાધાન બાદ પણ બે યુવકો પર 8 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. બંને યુવકો પર પથ્થરમારો કરી હુમલો કરતા એકનું મોતન થયુ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. 18 વર્ષના હાર્દિક હોથી નામના યુવકનુ હુમલા દરમિયાન મોત થયુ છે. આઠ શખ્શો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.
-
08 Feb 2026 05:26 PM (IST)
સાબરકાંઠાઃ હિંમતનગરના કરણપુર પાટિયા પાસે અકસ્માત
સાબરકાંઠાઃ હિંમતનગરના કરણપુર પાટિયા પાસે અકસ્માત થયો. ડમ્પરે ડિવાઈડર ઓળંગી પાર્કિગમાં પડેલા વાહનને લીધા અડફેટે. 8 કાર સહિત અનેક વાહનને અડફેટે લીધા, આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
-
08 Feb 2026 05:25 PM (IST)
બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનો સરાજાહેર ભંગ
બનાસકાંઠામાં રાજપૂત સમાજના બંધારણના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. બંધારણનો મુદ્દો બાજુ પર રાખીએ તો પણ વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવું એ જાહેરનામાનો ભંગ મનાય છે. ત્યારે ઓગડ તાલુકાના ભલગામમાં વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં. ફિલ્મી ગીતો પર નોટોનો વરસાદ પણ કરવામાં આવ્યો.
રાજપૂત સમાજના બંધારણમાં ડીજે પર પ્રતિબંધ મુકાયો છે. છતાં વરઘોડામાં તેનું ઉલ્લંઘન કરાયું. તો વરઘોડામાં કેટલાંક પોલીસકર્મીઓ પણ હાજર હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે સવાલો ઊઠી રહ્યા છે કે શું. આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે ?
-
08 Feb 2026 05:24 PM (IST)
રાજકોટઃ મંગળા મેઇન રોડ પર સરાજાહેર ફાયરિંગ
રાજકોટઃ મંગળા મેઇન રોડ પર સરાજાહેર ફાયરિંગ કરાયુ. જેમા મુર્ગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીરની ધરપકડ કરવામાં આવી છે. ગત 29 ઓક્ટોબરે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે થયુ હતું ફાયરિંગ. આરોપી કડીમાં ફરતો હોવાની પોલીસને મળી હતી બાતમી. પોલીસથી બચવા માટે મહિલાના કપડાં પહેરીને ફરતો હતો આરોપી
-
08 Feb 2026 02:48 PM (IST)
અમદાવાદઃ 6 વર્ષથી મનપાના વર્કશોપમાં EV કાર પડી રહેવા મામલે ખુલાસો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના 6 વર્ષ જૂના EV કારના કરારમાં વિચિત્ર સ્થિતિ ઉભી થઈ છે. EV કાર, જેને 6 વર્ષ પહેલા આસિસ્ટન્ટ મ્યુનિ કમિશનર માટે કોન્ટ્રાક્ટ પર મેળવવામાં આવી હતી, હાલમાં મનપાના વર્કશોપમાં જ પડી છે. આ કાર માટે ભારત સરકારની કંપની સાથે 21 હજાર રૂપિયાનું માસિક ભાડું કરાયું હતું, અને તેની કિંમત આશરે 10 લાખ રૂપિયા હતી. પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં 6 મહિના થઈ ગયા, છતાં કંપનીએ આ કાર પાછી નથી લીધી. મ્યુનિસિપલ કોર્પોરેશનએ EV કારના ભાડામાં વધુ પૈસા ચૂકવ્યા છે, જે કારની મુલ્યના સરખામણીથી વધુ છે. મનપાએ હવે કંપનીને કાર લેવામાં અને આના માટે કાર્યક્ષમ નિર્દેશો આપ્યાં છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
-
08 Feb 2026 02:02 PM (IST)
અરવલ્લીઃ ભિલોડાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં યુવકની હત્યા
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હરિપુરા ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન હિંસક ઘટના બની હતી. વરઘોડામાં સામેલ બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. પહેલા બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને બબાલ થયા બાદ સમાધાન થયું હોવાનું જણાવાય છે, પરંતુ સમાધાન બાદ પણ આઠ લોકોની ટોળીએ બંને યુવકો પર ફરી હુમલો કર્યો. હુમલાખોરોએ પથ્થરમારો કરતા 18 વર્ષના હાર્દિક હોથા નામના યુવકનું મોત થયું હતું, જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાને લઈ પોલીસે આઠ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
-
08 Feb 2026 01:57 PM (IST)
સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અનુભવ
રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, જ્યાં સવારે ઠંડીનો અહેસાસ થશે તો બપોરે ગરમી અનુભવાશે. હવામાન વિભાગ મુજબ નલિયામાં લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન આશરે 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. હાલ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી અને આવનારા દિવસોમાં પણ આવું જ હવામાન યથાવત રહેશે.
-
08 Feb 2026 01:51 PM (IST)
રશિયન યુનિવર્સિટીમાં છરાબાજીની ઘટનામાં ચાર ભારતીય ઘાયલ
રશિયન રિપબ્લિક ઓફ બાશ્કોર્ટોસ્તાનમાં ઉફામાં એક મેડિકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી શયનગૃહમાં છરાબાજીના હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ અને બે પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તપાસ ચાલુ હોવાથી તે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.
-
08 Feb 2026 01:04 PM (IST)
રાજસ્થાન: બિકાનેરમાં સરહદ નજીક પાકિસ્તાની ફુગ્ગો મળી આવ્યો
બીકાનેરના ખજુવાલા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ફરી એકવાર પાકિસ્તાન સાથે જોડાયેલો ફુગ્ગો મળી આવ્યો છે. આ ફુગ્ગો પર “પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ”નું લેબલ હતું. ગામલોકોએ ફુગ્ગો જોયો અને તાત્કાલિક ઘટનાની જાણ કરી, જેના કારણે બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ ફુગ્ગો ખજુવાલા પોલીસ સ્ટેશન વિસ્તારના 6BGM અલાદ્દીન વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
-
08 Feb 2026 01:02 PM (IST)
અંબાજીઃ કોરિડોરના ખાતમુહૂર્ત બાદ ડિમોલિશન શરૂ
અંબાજીઃ કોરિડોરના ખાતમુહૂર્ત બાદ ડિમોલિશન શરૂ થયુ છે. અંબાજી નજીક ગબ્બર તળેટીમાં ડિમોલેશનની કામગીરી. 4 દુકાનોને વહેલી સવારથી જ તોડી પડાઈ. અગાઉ દુકાનોને કોર્ટમાંથી સ્ટે મળ્યો હતો.
-
08 Feb 2026 12:13 PM (IST)
દાહોદ : મુનિયા ફળિયાના અંડરપાસમાં ફસાઈ બોરવેલની ગાડી
દાહોદમાં મુનિયા ફળિયાના અંડરપાસમાં બોરવેલની એક ગાડી ફસાઈ જવાના કારણે ભારે તંગદિલી સર્જાઈ છે. આ અંડરપાસ ફુલપરીથી ઉસરા ગામને જોડતા નેશનલ હાઇવે પર બનાવવામાં આવ્યો હતો, જે ગામના Gramજન માટે ઉપયોગી છે. ગાડી ફસાતા અંડરપાસની ઉપરના છતના ભાગે નુકસાન થયાનું સામે આવ્યું છે. પરંતુ આ દુર્ઘટનાથી 2 કલાકથી વધુ સમય થયા છતાં કોઈ અધિકારી સ્થળે પહોંચ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. જિલ્લા વહીવટીતંત્ર સુધી રજૂઆત હોવા છતાં હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.
-
08 Feb 2026 11:34 AM (IST)
કોંગ્રેસના સોશિયલ મીડિયામાં ભડકો
રાજકોટમાં કોંગ્રેસના સોશિયલ મીડિયા પર ભડકો જોવા મળ્યા છે. વોર્ડ નંબર 15ના કોર્પોરેટરના પતિ પ્રવિણ સોરાણીએ કોંગ્રેસ કાર્યાલયના મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે જણાવ્યુ કે કાર્યાલય પર મિટીંગ કરવા માટે કોઈ રાજી નથી અને પ્રમુખ પર સખત ટિપ્પણી કરી. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અંગે પ્રવિણ સોરાણીએ આરોપ લગાવ્યો કે તેઓ કોંગ્રેસને પોતાની પેઢી સમજી રહ્યા છે. તેમણે કહ્યું કે જો એવું ન હોય તો પ્રમુખ પદ છોડી દેવું જોઈએ. હાલમાં કોંગ્રેસ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની માલિકીની જગ્યા પર સ્થિત છે, અને આ મુદ્દે રાજકીય તણાવ કાયમ છે.
-
08 Feb 2026 11:01 AM (IST)
અમદાવાદઃ રોડ કટ બંધ કરાતા હિલ્લોક ચાર રસ્તા પાસે લોકો થયા ભેગા
અમદાવાદના હિલ્લોક ચાર રસ્તા પાસે રોડ કટ બંધ કરવામાં આવવાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. રોડ બ્લોકને કારણે હજારો લોકો પિચ એવર દરમિયાન ટ્રાફિક સમસ્યામાં ફસાયા હતા. નાગરિકોએ રોડ ખોલવા માટે સહી કરાવતી સિગ્નેચર કેમ્પેન ચલાવી હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ થયા. નરહરિ અમીનના જણાવ્યા મુજબ, 25 અરજીઓ મળવા પર રોડ બંધ કરાયો હતો. સ્થાનિકો અનુસાર, રોડ બ્લોકના કારણે લગભગ 2 લાખ લોકોની રોજિંદી જિંદગી પર અસર પડી છે અને પીક અવર્સમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે.
-
08 Feb 2026 10:43 AM (IST)
સુરત : શેર બજારમાં એકાઉન્ટ ખોલવાના બહાને છેતરપિંડી
સુરતમાં શેર બજારમાં એકાઉન્ટ ખોલવાના બહાને ઠગબાજી સામે સાયબર ક્રાઇમ સેલે કાર્યવાહી કરી છે. અમદાવાદ અને મુંબઈથી બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પોતાના એકાઉન્ટ કમિશન માટે ટ્રાન્જેક્શન કરાવતા હોવાનું ખુલાસો થયો છે. તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલે તેના અન્ય શખ્સો સાથે સંકળાયેલા હોવાના સંકેતો પણ મેળવ્યા છે.
-
08 Feb 2026 10:34 AM (IST)
જૂનાગઢ : સહકારી મંડળીના પૂર્વ મંત્રીએ કરી ઉચાપત
જૂનાગઢમાં સહકારી મંડળીના પૂર્વ મંત્રીએ મોટા પાયે ઉચાપત કરવાનો કેસ સામે આવ્યો છે. મંડળીના પ્રમુખ દેવશીભાઈ કનેરીયાએ કાંતીભાઈ નરસીભાઈ હિંગરાજીયાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શીખવાયેલી માહિતી અનુસાર, 2 કરોડથી વધુની ઉચાપત કરવામાં આવી છે અને ખોટા હિસાબો લખી મંડળીના અનેક ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે. કાંતીભાઈ 2009 થી 2014 સુધી મંત્રી પદ પર હતા અને હાલમાં પૂર્વમંત્રી તરીકે ભૂગર્ભમાં છે.
-
08 Feb 2026 09:41 AM (IST)
અમદાવાદ: વિશાલા-પિરાણા રોડ પરનો શાસ્ત્રી બ્રિજ ફરી એકવાર બંધ
અમદાવાદ: વિશાલા-પિરાણા રોડ પરનો શાસ્ત્રી બ્રિજ ફરી એકવાર બંધ કરવામાં આવ્યો. મોટા, ભારે અને મધ્યમ વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો. આવતીકાલથી 8 જાન્યુઆરી 2027 સુધી સમારકામ ચાલશે. બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત હોવાથી સમારકામ ચાલશે. શાસ્ત્રી બ્રિજ આગામી 11 મહિના મહિના માટે બંધ રહેશે.
-
08 Feb 2026 09:16 AM (IST)
સુરતઃ ટેક્ષટાઈલ માર્કેટમાં ફરી લાગી આગ
સુરતના સરોલી વિસ્તારમાં આવેલી નિધી ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાની સાથે જ સમગ્ર માર્કેટમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો જોરદાર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગના કારણો હજુ સ્પષ્ટ થયા નથી અને નુકસાનના અંદાજ માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
-
08 Feb 2026 08:27 AM (IST)
આણંદઃ બોરસદ ચોકડી પાસે કોસમોસ વેલીનું લોકાર્પણ
આણંદઃ બોરસદ ચોકડી પાસે કોસમોસ વેલીનું લોકાર્પણ કર્યુ. કોસમોસ વેલીમાં અનેક પ્રકારના ફુલો ઉછેરાયા. બોરસદ ચોકડી ઓવરબ્રિજ નીચે પડેલી વિશાળ જગ્યામા આયોજન કરવામાં આવ્યુ. 20 રૂપિયા ખર્ચીને પાર્કની લઈ મુલાકાત કરી શકાશે.
-
08 Feb 2026 08:07 AM (IST)
મહેસાણા: બહુચરાજીમાં કુટણખાનાનો પર્દાફાશ
મહેસાણા: બહુચરાજીમાં કુટણખાનાનો પર્દાફાશ થયો છે. શક્તિ લેન્ડમાર્કમાં સ્પાની આડમાં કુટણખાનુ ચાલતું હતું. સ્પા પાર્લરના બહાને સેક્સ રેકેટ ચલાવાતું હતું. પરપ્રાંતિય યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો. પોલીસે સ્પા સંચાલક રાજુ ચૌધરીની ધરપકડ કરી. ગ્રાહક દીઠ રૂ. 1હજાર વસૂલીને સંચાલક વેપલો કરાતો હતો.
-
08 Feb 2026 07:53 AM (IST)
ભાજપ મહિલા મોરચાનાં કાર્યક્રમમાં અંજલિ રૂપાણીએ આપી હાજરી.
રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન દિવંગત વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ ભાજપનાં કાર્યક્રમમાં હાજરી આપી. વિજય રૂપાણીના નિધન બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા અંજલિ રૂપાણી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારનાં પ્રધન રીવાબા જાડેજા પણ હાજર રહ્યા હતા. રીવાબા જાડેજાએ દર્શકો વચ્ચે બેઠેલા અંજલિ રૂપાણીને બોલાવીને મંચ પર બેસાડ્યા હતા.
-
08 Feb 2026 07:35 AM (IST)
રાજસ્થાન: કોટાનાં જવાહરનગરમાં ઇમારત ધરાશાયી
રાજસ્થાન: કોટાનાં જવાહરનગરમાં ઇમારત ધરાશાયી થઇ. કાટમાળમાંથી 4થી 5 લોકોને બહાર કઢાયા. હજૂ પણ કાટમાળમાં કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા રેસક્યૂ ટીમે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું.