આજે 08 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરેન્દ્રનગરના બહુચર્ચિત કરોડો રૂપિયાની જમીન NA કૌભાંડનો મામલે તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા વર્ષ 2023 થી વર્ષ 2025 સુધીમાં કુલ રૂ.1.22 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ અને તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલ હવાલે છે.
જહાંગીરપુરા પોલીસ દ્વારા ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને હનીટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતની જહાંગીરપુરા પોલીસે Grindr એપ દ્વારા પુરુષોને લલચાવી લૂંટતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગે ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવી યુવકોને અવાવરુ ખેતરમાં ડેટિંગ માટે બોલાવતા હતા. શિકાર બનેલા યુવકોના વીડિયો ઉતારી, તેને વાયરલ કરવાની અને માતા-પિતાને બતાવવાની ધમકી આપી નાણાં પડાવતા હતા. એક ફરિયાદી પાસેથી આરોપીઓએ વીડિયો બતાવી 30,000 પડાવી લીધા હતા. પોલીસે રીક્ષા ચાલક અને રત્નકલાકારની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીમાં નરેશ ઉર્ફે નરીયો મારૂ અને રાજુ મેરનો સમાવેશ થાય છે. નરેશ અગાઉ હત્યા અને લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલો છે અને રાજુ પણ ભૂતકાળમાં આ પ્રકારે લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવી ચૂક્યો છે. આરોપીઓના મોબાઈલમાંથી અન્ય લોકોના વીડિયો પણ મળી આવ્યા છે. પોલીસે આ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે, વિધાનસભાની મતદારયાદીમાં નામ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતદારયાદીમા નામ નથી. આ અંગે કોંગ્રેસ પક્ષ કાયદાના નિષ્ણાતોની સલાહ લેશે. મતદાર યાદીમાં નામ ના હોય તેવા ઉમેદવાર માટે યથાયોગ્ય સમયે નિર્ણય કરાશે. મતદાર યાદી સુધારણામાં અનેક બાબતોના છબરડાઓ સામે આવ્યા છે.
મહેસાણાના કડીમાં આદુંદરા ગામના યુવાનની હત્યા. પ્રેમ સંબંધની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી. થોળ ત્રણ રસ્તાથી ડાલામાં કરાયુ હતુ યુવકનું અપહરણ. અપહરણ કરી યુવકને માર મારી હત્યા કરવામાં આવી. યુવકનો મૃતદેહ લખતરની સૌરાષ્ટ્ર નર્મદા કેનાલમાંથી મળ્યો. અમદાવાદના બાવળાના 3 શખ્સે હત્યાને આપ્યો અંજામ. કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આદરી.
મહેસાણામાં જોગણી માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તર ચોરનાર આરોપી ઝડપાયો. રાધે એક્ઝોટીકા સોસાયટી બહાર આવેલ જોગણી માતાજીના મંદિરમાંથી કરી હતી ચોરી. સીસીટીવી ફૂટેજ અને એક્ટિવા નંબરના આધારે પોલીસે આરોપીને દબોચ્યો. દર્શન કરવાના બહાને જઈને માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી ભાગી જવાનો એમ.ઓ. ધરાવે છે. ચોરીના 17 ચાંદીના છત્તર અને એક્ટિવા સાથે આરોપી રાજુભાઇ શાહ ઝડપાયો. પોલીસે ગુનાના કામે વપરાયેલ એક્ટીવા અને છત્તરનો મુદ્દામાલ કર્યો રિકવર. મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસની ટીમે ચોરીનો ભેદ ઉકેલ્યો.
બનાસકાંઠાના પાલનપુર પોસ્કો કોર્ટે સગીરાના શોષણ કેસમાં આપ્યો ચુકાદો. આરોપી દેવાભાઈ કોદરવીને કોર્ટે 20 વર્ષની સખત કેદ ફટકારી. દુષ્કર્મી આરોપીને 20 વર્ષ જેલ અને 14,000નો દંડ ફટકાર્યો. સગીરાના અપહરણ બાદ વિવિધ સ્થળે લઈ જઈ આચર્યુ હતુ દુષ્કર્મ. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત સગીરા 2 બાળકની માતા બની. પીડિત સગીરાને 10 લાખ 50 હજાર વળતર ચૂકવવા કર્યો હુકમ.
PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મણિનગરમાં ચાલી રહેલા કામમાં રચાયો રેકોર્ડ. ભારતમાં પ્રથમ વાર 2200 MT ક્રેનની મદદથી 1360 ટનના પોર્ટલ બીમનું લોન્ચિંગ. ઐતિહાસિક એન્જિનિયરિંગ પૂરું પાડતું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું હોવાનું રેલવે વિભાગે જણાવ્યું છે. 34 મીટર લંબાઈ, 5.5 મીટર પહોળાઈ અને 4.5 મીટર ઉંચાઈ ધરાવે છે બીમ. 110 ટ્રેલરોની મદદથી ક્રેનના વિવિધ ભાગોને મણીનગર પહોચાડવામાં આવ્યા. માત્ર 3 કલાકના ટ્રાફિક બ્લોક વચ્ચે પૂર્ણ થયું કાર્ય. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વીટ કરી આપી માહિતી.
One of the heaviest girders launched successfully
️ Weighing ~1,360 metric tonnes
⏱️ Launched in just 3.5 hoursBullet train project, Maninagar, Gujarat pic.twitter.com/FBX3mhf96Z
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2026
સુરતના પલસાણાના દસ્તાન ગામ પાસે ભારતમાળા એક્સપ્રેસ હાઈવે બની ઘટના. ટાયર ફાટવાને કારણે ઉભેલા ટેમ્પો પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાઈ. ખંભાતના કાદરપુરા મહોલ્લાના દાઉદી વ્હોરા સમાજના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પરિવાર મુંબઈથી સારવાર કરાવી પરત ફરી રહ્યો હતો ત્યારે માર્ગમાં કાળ ભેટ્યો. પલસાણા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી ખંભાત પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણીને લઈને , ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીની યુજી- પીજીની પરીક્ષા હવે એપ્રિલના બદલે મેં મહિનામાં લેવાશે. અગાઉ ત્રીજ રાઉન્ડની પરીક્ષા 16 અને 21 એપ્રિલથી શરૂ થવાની હતી. હવે 1, 12 અને 21 મે થી શરૂ કરવા પરિપત્ર કરાયો છે. 5 ફેઝ માંથી 2 ફેઝ પરીક્ષા યોજાઈ ચૂકી છે, બાકીના 3 ફેઝ ની પરીક્ષા થઈ મોડી. બીએ, એમએ, બીએસસી, લો, બી કોમની પરીક્ષા પછી ઠેલાઈ છે.
ધારીગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાં બીમારીના કારણે સિંહનું મોત થયું છે. સાવરકુંડલા રેવન્યુના નેરા વિસ્તારમાંથી 2 થી 3 વર્ષના સિંહનું મોત થયુ છે. વનવિભાગ દ્વારા સિંહના મોતને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધારીગીર પૂર્વ અને શેત્રુંજી વન વિભાગ દ્વારા ખાસ ઉનાળામાં સિંહોનું મોનિટરિંગ અને ડી વોર્નિંગનો અભાવ. ગત વર્ષ પણ સિંહ ગણતરી બાદ ઉનાળામાં સિંહોના ટપોટપ મોત થયા હતા. ગત વર્ષ સિંહ ગણતરી બાદ સાવરકુંડલા,ખાંભા,રાજુલા અને જાફરાબાદમાં બીમારીને કારણે સિંહોના થયા હતા મોત. ખાસ કરીને ઉનાળામાં સિંહબાળના સૌથી વધારે મોત થતા હોય છે. ઉનાળાની શરૂઆત સાથે સાવરકુંડલા રેન્જમાં બીમારીથી સિંહનું મોત થતા દોડધામ. સાવરકુંડલા વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહનું પીએમ કરી તપાસ હાથ ધરવામા આવી. બીમારીથી વનવિભાગમાં દોડધામ મચી છે.
ભારતએ અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરનો આવકાર કર્યો છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું કે, “અમને આશા છે કે મધ્યપૂર્વમાં શાંતિ સ્થપાશે.” તેમણે જણાવ્યું કે, ભારત સતત સંઘર્ષ પૂર્ણ કરવાનો અનુરોધ કરતું રહ્યું છે અને સંવાદ તથા કૂટનીતિના માધ્યમથી જ તણાવ ઓછો કરી શકાય છે. જયશંકરે કહ્યું કે આ યુદ્ધે લોકોને ભારે દુઃખ આપ્યું અને વૈશ્વિક ઉર્જા પુરવઠા અને વેપાર નેટવર્કને ખોરવી નાખ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે હોર્મુઝ ખાડી દ્વારા વિના વિરોધે વૈશ્વિક વેપાર ચાલુ રહેશે.
અમદાવાદ: શંકાસ્પદ પનીર મામલે કોર્પોરેશનએ લીધો સખત પગલું. પાંચ દિવસમાં 188 સેમ્પલ્સમાંથી 69 પનીરના સેમ્પલ્સ પર ચકાસણી કરવામાં આવી. gotામા આવેલી ક્રિષ્ના ડેરીમાંથી 140 કિલો પનીર જપ્ત, જ્યારે નરોડાના રાધે ડેરીમાંથી 104 કિલો પનીર જપ્ત કરાયો.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને કરાયેલા નિવેદન બાદ ઉદ્ભવેલા વિવાદને લઈ તેમણે માફી માંગી છે. ખડગેએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમના વાક્યને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે અને ગુજરાતના લોકો પ્રત્યે તેમના મનમાં સર્વોચ્ચ સન્માન છે. તેમણે ઉમેર્યું કે લોકોની લાગણી દુભાવવાનો તેમનો કોઈ ઉદ્દેશ નહોતો. નોંધનીય છે કે ગુજરાતીઓને કથિત રીતે અશિક્ષિત કહેવાના નિવેદનથી રાજકીય તણાવ ઉભો થયો હતો, જેના પગલે ખડગેએ આ સ્પષ્ટતા આપી અને માફી માંગી છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. વોર્ડ નંબર 17માં ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ ન મળતા તેઓએ પાર્ટી સામે રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિક કાર્યકરો અને સમર્થકોએ ઘનશ્યામસિંહને ટિકિટ આપવાની માંગ ઉઠાવી છે. આ દરમિયાન ઘનશ્યામસિંહ જાડેજાએ કોંગ્રેસની ટિકિટ વહેંચણી પ્રક્રિયા પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે પક્ષ પ્રભારી જેની ઠુમ્મરે જ્ઞાતિવાદનો આશરો લીધો છે. આ મુદ્દે પક્ષની અંદર અસંતોષનો માહોલ ઉભો થયો છે અને ચૂંટણી પહેલા આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા છે.
ગાંધીનગરમાં પ્રથમવાર કોમનવેલ્થ સ્પોર્ટસ ટીમની ગુજરાત મુલાકાત યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા બેઠક યોજાઈ. બેઠક દરમિયાન વર્ષ 2030માં યોજાનાર શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ટાઈમ બાઉન્ડ અને ગુણવત્તાસભર આયોજન સાથે ગેમ્સનું આયોજન કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટે મુખ્યમંત્રીને ગ્લાસગો ગેમ્સ જોવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું. આ ઉપરાંત ટીમ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં રમતગમતના સ્થળોનું નિરીક્ષણ કરશે. બેઠક દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટસ ટીમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપના વખાણ કર્યા હતા. સાથે જ ઈન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના પદાધિકારીઓ પણ આ મુલાકાતમાં જોડાયા હતા.
સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પરથી ફેલાતા પ્રદૂષણને કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે અઠવાડિયાથી ડમ્પિંગ સાઈટ પર લાગી આવેલી આગ બેકાબૂ બનતા સતત ઝેરી ધુમાડો ફેલાઈ રહ્યો છે. જેના કારણે આસપાસના લોકો પોતાના ઘરમાં પણ માસ્ક પહેરવા મજબૂર બન્યા છે. ધુમાડાના પ્રકોપથી શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ પરિસ્થિતિને લઈ સ્થાનિકોએ GPCB અને મનપા સામે વિરોધ નોંધાવ્યો છે. રહીશોનું કહેવું છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે નહીં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે ઝેરી પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી સ્ટેટ હાઇવે પર ટ્રકમાં અચાનક આગ લાગી જમણા હાઇવેના એક ભાગને બંધ કરવાનું થયું. મટોડા નજીક પ્લાસ્ટિકની બેગો ભરેલી ટ્રકમાં વિકરાળ આગ લાગતા લોકો દોડી આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરી. આગમાં ટ્રકનો માલ સહીતનો સમાવેશ બળી ખાખ થઈ ગયો, જેમાં પ્લાસ્ટિકની બેગો પણ શામેલ હતી. ફાયર બ્રિગેડે ઝડપથી ઘટનાસ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ટિકિટ વહેંચણી અંગે અસંતોષ વ્યક્ત કરતાં વોર્ડ નંબર-2ના સહ કન્વીનર અશોક બલરે રાજીનામું આપી દીધું છે. તેઓએ પોતાની અસંતોષ વ્યક્ત કરતા શહેર પ્રમુખને રાજીનામું સોંપ્યું છે. આરોપ છે કે પક્ષના પાયાના કાર્યકરોને અવગણવામાં આવ્યું છે અને વિવાદાસ્પદ છબી ધરાવનાર ઉમેદવારને પસંદ કરી કાર્યકરો નારાજ થયા છે.
પંચમહાલના છોગાળા ગામમાં ભારે પવન અને કમોસમી વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા દુઃખદ ઘટના બની છે. ક્લારીયા ફળિયામાં દીવાલ નીચે દબાઈ જવાથી બે વ્યક્તિઓનું મોત થયું છે. મોત વાળા લોકોમાં 42 વર્ષીય મહિલા અને 7 વર્ષનો બાળક શામેલ છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે શોક અને માતમ છવાયો છે.
સુરેન્દ્રનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ નાયબ મામલતદાર અને તેના જોડાણ ધરાવતા પટાવાળાને લાંચ લેતા પકડ્યા છે. લખતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર જયદીપસિંહ પરમાર રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. આરોપ છે કે તેઓ ખેડૂતની જમીનમાં નોંધ પાડવા માટે લાંચ માંગતા હતા અને આમાં પટાવાળા કનકસિંહ ઝાલા પણ સંડોવાયેલો હતો. ACBએ બંનેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જાહેરાત કરી કે ઈરાકમાં ઈરાન સમર્થક લશ્કરે ગયા અઠવાડિયે ઈરાકમાં ખતૈબ હિઝબુલ્લાહ દ્વારા અપહરણ કરાયેલા અમેરિકન પત્રકાર શેલી કિટલસનને મુક્ત કર્યો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) 8 એપ્રિલ, બુધવારના રોજ નાણાકીય વર્ષ 2027 માટે તેની પ્રથમ નાણાકીય નીતિ બેઠકમાં રેપો રેટ અંગેનો નિર્ણય જાહેર કરશે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ પહેલી MPC બેઠક પણ હશે, જે કેન્દ્રીય બેંકના વિકાસ અને ફુગાવાના અંદાજોને અસર કરી શકે છે. અગાઉ, અર્થશાસ્ત્રીઓ, ટ્રેઝરી હેડ્સ અને વ્યૂહરચનાકારો દ્વારા કરવામાં આવેલા અનેક મતદાનમાં સૂચવવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેંક તેના દરો યથાવત રાખશે, પરંતુ નાણાકીય વર્ષ પરની તેની ટિપ્પણીઓ તેના વલણને નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે. ચાલો તમને એ પણ જણાવીએ કે તમારી નાણાકીય પરિસ્થિતિ નક્કી કરતા પાંચ પરિબળો કયા પર આધાર રાખે છે.
Published On - 7:18 am, Wed, 8 April 26