વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ અવસરે PM મોદી દિલ્લીના શ્રી વિનાયક મંદિરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે દર્શન કરી. પૂજા-અર્ચના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા. PM મોદીએ સો. મીડિયા પર આ વીડિયો શેર કર્યો. અને સાથે જ દેશવાસીઓ માટે સુખ-સમૃદ્ધિની કામના વ્યક્ત કરી હતી.
ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજદરને લઈને હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. હીરો એક્સપોર્ટ્સ અને ટિફિન્સ બેરીટ્સ વચ્ચેના વિવાદ મામલે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોર્ટના આદેશ પર બનાવવામાં આવેલી FD પર બેંક મનમાની રીતે વ્યાજ ઘટાડી શકશે નહીં. જો બેંકે વ્યાજદર ઘટાડવો હોય તો તેના માટે યોગ્ય અને કાયદેસર કારણ હોવું જરૂરી રહેશે. આ નિર્ણયથી કોર્ટના આદેશ હેઠળ FD કરાવનારા પક્ષકારોના વ્યાજના હક્કને મહત્વપૂર્ણ સુરક્ષા મળી છે.
ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને 295માંથી 90 મતદાન બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2માં 24માંથી 14 બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે, જ્યારે વોર્ડ નંબર 4માં 13 અને વોર્ડ નંબર 9માં 12 બુથ સંવેદનશીલ છે. વોર્ડ નંબર 10માં 10 બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે. બાકીના વોર્ડમાં સંવેદનશીલ બુથનો આંકડો સિંગલ ડિજિટમાં છે. જોકે, વોર્ડ નંબર 6માં કુલ 22 બુથમાંથી એકપણ બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું નથી
અમદાવાદમાં નવરાત્રીને લઈને 11થી 20 ઓક્ટોબર સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ રાત્રે 10થી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે, જ્યારે રાત્રે 12 વાગ્યા બાદ માઇક, લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આયોજકોએ નોઇઝ પોલ્યુશનના નિયમોનું પાલન કરવું પડશે. તેમજ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની આસપાસના સાયલન્સ ઝોનમાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ રહેશે.
આજે 07 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:31 am, Wed, 7 October 26