7 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગેંગરેપ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ શખ્સોને ઝડપ્યા

|

Oct 07, 2024 | 12:00 PM

આજે 07 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

7 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગેંગરેપ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ શખ્સોને ઝડપ્યા

Follow us on

LIVE NEWS & UPDATES

  • 07 Oct 2024 11:07 AM (IST)

    ચેન્નઈ: એર શો બાદ નાસભાગમાં 5ના મોત

    ચેન્નઈ: એર શો બાદ નાસભાગમાં 5ના મોત થયા છે. 230થી વધુ ઘાયલ, 20ની હાલત ગંભીર છે. એર શોમાં 15 લાખથી પણ વધુ લોકો ઉમટ્યા હોવાનો દાવો છે. ભીડ અને ગરમીને કારણે અનેક લોકો બેભાન થયા હતા. શો ખત્મ થયા બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ. મેટ્રો સહિત, લોકલ ટ્રેનો પ્રવાસીઓથી ખીચોખીચ ભરાઈ હતી. ભારે ભીડને પગલે અનેક લોકોની તબિયત લથડી હતી.

  • 07 Oct 2024 10:06 AM (IST)

    મહીસાગર: ગરબા રમ્યા બાદ બાલાસિનોરની યુવતીનું મોત

    મહીસાગર: ગરબા રમ્યા બાદ બાલાસિનોરની યુવતીનું મોત થયુ છે. ગરબા રમ્યા બાદ યુવતીને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે. ઘરે આવીને સૂઇ ગયા બાદ યુવતી ઉઠી જ નહીં. સવારે હોસ્પિટલ લઇ જતા તબીબે યુવતીને મૃત જાહેર કરી. 22 વર્ષીય યુવતીનું મોત થતા પરિજનોમાં શોકનો માહોલ છે.


  • 07 Oct 2024 10:03 AM (IST)

    ભરૂચઃ કારેલી ગામથી જંબુસર જતી બસ વરસાદી કાંસમાં ખાબકી

    ભરૂચઃ કારેલી ગામથી જંબુસર જતી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી. ચાંદપીર દરગાહ પાસે આ બનાવ બન્યો છે. બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિલમાં દાખલ કરાયા છે.

  • 07 Oct 2024 09:59 AM (IST)

    બનાસકાંઠા: બસ અકસ્માતમાં 2થી વધુના મોતની આશંકા

    બનાસકાંઠા: બસ અકસ્માતમાં 2થી વધુના મોતની આશંકા છે. અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે. પાલનપુર, દાતા, અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે. અંબાજીથી દાતા તરફ આવતી બસને અકસ્માત નડ્યો છે.

  • 07 Oct 2024 09:21 AM (IST)

    વડોદરા: PMની સંભવિત મુલાકાતને લઇ પાલિકા લાગ્યું કામે

    વડોદરા: PMની સંભવિત મુલાકાતને લઇ પાલિકા કામે લાગ્યું છે. ખોડિયારનગરથી એરક્રાફ્ટ કેરિયરના રસ્તા પર બ્લોક હટાવાયા છે. રસ્તા પર પથરાયેલા પેવર બ્લોક હટાવવાની કામગીરી થઇ રહી છે. ફરી ઉપયોગમાં આવી શકે તેવા પેવર બ્લોક ઉખાડી દેવાયા છે. અધિકારીઓએ રસ્તા સહિતનું સમારકામ હાથ ધર્યું છે.


  • 07 Oct 2024 08:36 AM (IST)

    બનાસકાંઠા: અંબાજી ધામમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ

    બનાસકાંઠા: અંબાજી ધામમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. માતાના સાનિધ્યે ગરબા રમવા શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો. શ્રદ્ધાળુઓના સાગર સામે ચાચર ચોક જાણે નાનો પડ્યો.
    મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, નવયુગ પ્રગતિ મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. પંચમ ગ્રુપના સથવારે ચાચર ચોકમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. અંબાજીના સ્થાનિકો ઉપરાંત શ્રદ્ધાળુઓ પણ  ગરબામાં જોડાયા હતા.

  • 07 Oct 2024 07:35 AM (IST)

    ગુજરાત ATS અને NCB દિલ્લીએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું

    મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ જઈને ગુજરાત ATS અને NCB દિલ્લીએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું. પાડોશી રાજ્યમાં જઈને ATSએ 1800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પકડ્યું છે.. ચૂપચાપ ફેક્ટરીમાં ડ્રગ્સ બનતું હતું અને આસપાસ કોઈને ખ્યાલ જ ન હતો. મધ્યપ્રદેશની પોલીસ તો ઉંઘતી જ ઝડપાઈ, પરંતુ ગુજરાતની પોલીસે કમાલ કર્યો.  દરોડામાં 907.019 કિલોગ્રામ MDMA એટલે કે લિક્વિડ અને સોલિડ ફોર્મમાં જથ્થો જપ્ત કર્યો.

  • 07 Oct 2024 07:33 AM (IST)

    ભાવનગર: મહુવાના નિકોલબંધારામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત

    ભાવનગર: મહુવાના નિકોલબંધારામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયુ છે. સ્થાનિક લોકો અને તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યો છે. બંધાર પરથી પગ લપસી જતા યુવક પાણીમાં ડૂબ્યો હતો.
    ઘટનાની જાણ થતા જ મામલતદાર તેમજ પોલીસ અને 108 તાત્કાલિક દોડી આવી હતી.

ચેન્નઇમાં મોટી દુર્ઘટના બની છે. મરિના બિચ પર આયોજીત એર શોમાં દોડધામ મચતા 4ના મોત થયા છે, જ્યારે 250થી વધુ ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં 15 લાખ લોકો એકઠા થયા હતા. ગૃહપ્રધાન અમિત શાહ  નક્સલ પ્રભાવિત 8 રાજ્યોની સમિક્ષા કરશે. કેન્દ્રીય પ્રધાનો પણ તેમાં હાજર રહેશે.  મેઘાલયમાં મૂશળધાર વરસાદથી આફત સર્જાઇ છે. પૂર બાદ ભૂસ્ખલનથી 13ના મોત થયા છે. તો બેંગાલુરૂમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે.  ચોથા નોરતે  જૂનાગઢના કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ગીર પંથક ભારે વરસાદથી પાણી પાણી થયું છે.  7થી 15 ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે.  મોદી કાર્યકાળના 23 વર્ષ નિમિત્તે ગુજરાત સરકારે નિર્ણય લીધો.  રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ મળી છે. 60 હજાર કર્મચારીઓને OPSનો લાભ મળશે. સરકારને 200 કરોડ રુપિયાનું ભારણ પડશે.

Published On - 7:33 am, Mon, 7 October 24