07 નવેમ્બરના મહત્વના સમાચાર : અયોધ્યા દીપોત્સવમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી યોગી ફૂલોથી શણગારેલા રામ મંદિરમાં આરતી કરશે

આજે 07 નવેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

07 નવેમ્બરના મહત્વના સમાચાર : અયોધ્યા દીપોત્સવમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી યોગી ફૂલોથી શણગારેલા રામ મંદિરમાં આરતી કરશે
| Edited By: | Updated on: Nov 07, 2026 | 7:26 AM

LIVE NEWS & UPDATES

  • 07 Nov 2026 07:26 AM (IST)

    વડોદરાના સમા વિસ્તારમાં તસ્કરોનો આતંક, બે ફ્લેટમાંથી 11 લાખની મત્તાની ચોરી

    વડોદરાના સમા વિસ્તારમાં તસ્કરોએ બે ફ્લેટને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. રામા રેસિડેન્સીમાં આવેલા બે ફ્લેટમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. હોસ્પિટલમાં પરિવાર રોકાયેલો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.37 હજારની રોકડ ચોરી કરી હતી. બંને ફ્લેટમાંથી કુલ અંદાજે રૂ.11 લાખની મત્તાની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

  • 07 Nov 2026 07:25 AM (IST)

    અયોધ્યા દીપોત્સવમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી યોગી ફૂલોથી શણગારેલા રામ મંદિરમાં આરતી કરશે

    દિવાળી પહેલા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આજે, દીપોત્સવ ઉજવણીના ભાગ રૂપે, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ લલ્લાની આરતી કરવા માટે સાથે જોડાશે.


આજે 07 નવેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:24 am, Sat, 7 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.