જામનગર શહેરમાં સામુહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતીને બ્લેકમેઈલ કરી ત્રણ શખ્સોએ ફ્લેટમાં અને ફાર્મહાઉસ પર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં જીમમાં લાગેલી આગમાં સ્પા અને સલૂનમાં કામ કરતી બે નાગાલેન્ડની વતની યુવતીના મોત થયા. કેબિનેટમાં PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપવામાં આવી, વિદ્યાર્થીઓને 10 લાખ સુધીની સહાય મળશે. સુરેન્દ્રનગરના ચોટીલામાં મંદિરના મહંતનું અપહરણ, નાણાની લેતી-દેતી મામલે મહંતનું અપહરણ. 10 લાખની ખંડણી પણ વસુલ કરી હોવાની ફરિયાદ નોંધાઇ. દિવાળીના વેકેશન બાદ આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમથી જણસીની ખરીદી શરૂ કરાઈ….મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, સોયાબીન સહિતની જણસી હરાજીમાં લઈને આવ્યા હતા.
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય વચ્ચે ચૂંટણીનો મુકાબલો છે. ત્યારે ગેનીબેન ઠાકોરનું સૂચક નિવેદન સામે આવ્યું છે. મત માટે અપીલ કરતાં ગેનીબેને ગુલાબસિંહને ટકોર કરી છે. વાવમાં પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન ગુલાબસિંહ રાજપૂત માટે મતની અપીલ કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, વાવનું ખેતર કાયમ માટે ગુલાબભાઈને લખી નથી આપ્યું. ત્રણ વર્ષનો સવાલ છે પછી તમે ખુદ તેમના કાર્યો જોજો અને પછી મત આપજો.
રાજ્યભરમાં પરંપરાગત રીતે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. એમ.કે.દાસ, એસ.જે.હૈદર સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ભારતમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ છે.
પૂર્વ કચ્છના રાપરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એક જ રાતમાં 8થી વધુ મંદિરોના તાળા તૂટ્યા છે. મંદિરમાં ભગવાનના આભૂષણોની ચોરી થઈ હોવાની આશંકા છે. ત્યારે માતાજીના મંદિરમાં ચોરીના પ્રયાસથી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીઃ ખાનગી કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી છે. નેશનલ હાઈવે નજીક આવેલી થેમિસ કંપનીમાં આગ લાગી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી. આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ ઓલવવાના પ્રયાસ કર્યો. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નહીં.
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં અનુચ્છેદ 370 પુનઃસ્થાપિત કરવાના પ્રસ્તાવ પર ભારે હોબાળો થયો છે. ભાજપના ધારાસભ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. ગઈકાલે કલમ 370 પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
#WATCH | Srinagar: Ruckus and heated exchange of words continue at J&K Assembly between MLAs after Engineer Rashid’s brother & Awami Ittehad Party MLA Khurshid Ahmad Sheikh displayed a banner on Article 370. LoP Sunil Sharma objected to the banner display. pic.twitter.com/BcRem6GudS
— ANI (@ANI) November 7, 2024
રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડનો કેસમાં સ્પેશિયલ PPએ દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા. 5000 પાનાની ચાર્જશીટ અને 467 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા. કેસ ઝડપથી ચાલે તે માટે સરકારના પ્રયત્નો છે. કેટલાક આરોપીઓએ હજુ વકીલ નથી રાખ્યા. આવતી મુદ્દતે તમામ આરોપીઓને વકીલ રાખવા ટકોર કરવામાં આવી છે.
જામનગર: મહારાજા શત્રુશલ્યસિંહજી જાડેજાની તબિયત નાદુરસ્ત થઇ છે. તબીબોએ જામસાહેબને આરામ કરવાની સલાહ આપી છે.
વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી બંને રાજકીય પક્ષો મેદાને છે. આજે ભાજપ-કોંગ્રેસ બંનેના પ્રદેશ પ્રમુખ પ્રચાર કરશે. સી.આર પાટીલ ભાભરમાં પ્રચાર અને બેઠક કરશે. મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને ધારાસભ્યો બાદ હવે પ્રદેશ પ્રમુખ મેદાને છે. તો શક્તિસિંહ ગોહિલ પણ વાવમાં સંમેલનમાં જોડાશે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે.
વલસાડ: વાપીમાં ભીડનો લાભ ઉઠાવી સોનાની ચોરી થઇ. સોનું ખરીદી મહિલા અન્ય દુકાનમાં ખરીદી માટે પહોંચી હતી. મહિલા ખરીદી કરી રહી હતી ત્યારે મહિલા તસ્કરોએ હાથ સાફ કર્યા. મહિલાના પર્સમાંથી સોનું ભરેલી બેગની ઉઠાંતરી કરી મહિલા ચોર ફરાર થઇ ગઇ.
જામનગર શહેરમાં સામુહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતીને બ્લેકમેઈલ કરી ત્રણ શખ્સોએ ફ્લેટમાં અને ફાર્મહાઉસ પર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે..ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.
સુરતઃ જીમમાં લાગેલી આગમાં 2 યુવતીના મોત થયા છે. સ્પા અને સલૂનમાં કામ કરતી બે યુવતીના મોત થયા. બન્ને યુવતી નાગાલેન્ડની વતની છે. ત્રણ યુવતી સમયસર બહાર નીકળી જતા બચાવ થયો છે. બાથરૂમમાં ફસાયેલી બે યુવતીના મોત થયા. સિટીલાઈટ વિસ્તારની ઈમારાતમાં આગ લાગી હતી. ઈમારતના ચોથા માળે સનસિટી જીમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી.
Published On - 7:37 am, Thu, 7 November 24