
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર, નડિયાદ પાસે ટ્રકની પાછળ કાર ઘુસી જવાથી કારમાં એકાએક આગ લાગી હતી. કારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતા. કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી, એ દરમિયાન નડિયાદ પાસે બની આ ઘટના. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. છોટાઉદેપુર લગ્નમાં ગયેલો પરિવાર, પરત ફરતો હતો તે સમયે બની ઘટના. નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા કારમાં લાગેલ આગ પર કાબુ મેળવાયો. ઘટના બાદ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રાફિકને થર્ડ લેન્ડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો આવ્યો. સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. એક્સપ્રેસ હાઈવે ટીમની સમય સૂચકતા ના કારણે અને સમય પર પહોંચવાના કારણે કારમાં સવાર તમામ વ્યક્તિઓનો જીવ બચ્યો છે.
સુરતના બારડોલીના સરભોણ ગામે નકલી કિન્નરને લોકોએ ચખાડ્યો મેથીપાક. સરભોણ ગામે લગ્ન પ્રસંગમાં કિન્નર બની પોતાનો હક્ક માંગવા આવ્યા નકલી કિન્નર. લગ્ન પ્રસંગે રુઆબ બતાવતા સ્થાનિકોએ બારડોલી કિન્નર સમાજને જાણ કરી હતી. બારડોલી કિન્નર સમાજના પુણ્યનંદગિરિ ઉર્ફે પૂનમ બા અને એમના અખાડાના શિષ્ય સાથે સરભોણ પહોંચ્યા હતા. આ બન્ને કિન્નર નકલી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ લોકોએ બન્ને નકલી કિન્નરને શિયાળામાં બરોબરનો મેથીપાક ચખાડ્યા બાદ નકલી કિન્નરએ લોકોની માફી માંગી હતી.
રાજકોટ શહેરમાં સિટી બસની અડફેટે આવતા એક આધેડનુ મોત થયું છે. 65 વર્ષીય ભરત અંબાસણા નામના રાહદારીનું મોત થયુ છે. કોઠારીયા સોલવંટ ફાટક નજીક પગપાળા રોડ ક્રોસ કરી રહેલા આધેડ વ્યક્તિનું સિટી બસની અડફેટે આવવાથી મોત થયું છે. બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે સિટી બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આજે મધ્યરાત્રીના 2 વાગ્યાની આસપાસ અલાસ્કા અને કેનેડિયન સરહદી વિસ્તારોમાં 7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Notable quake, preliminary info: M 7.0 – 90 km N of Yakutat, Alaska https://t.co/LPSLAr5jlq
— USGS Earthquakes (@USGS_Quakes) December 6, 2025
રાજકોટના જસદણ પાસે આવેલ આટકોટ ગામ નજીકથી SMCએ દરોડા પાડીને દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. SMC ની રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. આટકોટ ગામ નજીક આવેલ બાપા સીતારામ હોટલ નજીક પાર્ક કરેલ ટ્રકમાંથી દારૂ ઝડપાયો હતો. અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો છે. SMC એ ટ્ર્ક ચાલક સહિત 2 ની ધરપકડ કરી છે.
જંબુસર નજીક દરિયામાં બોટ પલટી જતા એકનુ મોત થયું છે જ્યારે 30 લોકોને બચાવાયા છે. ભરતીનું પાણી વધી જતાં બોટ ઊંઘી વળી ગઈ હોવાનું કારણ સામે આવ્યું છે. ખાનગી કંપનીના ઓઇલના સર્વે માટે કામદારોને ભરીને બોટ દરિયામાં જઈ રહી હતી. આ સમયે, ભરતીનું પાણી એકાએક વધી જતા, કામદારો ભરેલ બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમા 1 કામદારનું મોત થયું છે. જ્યારે દરિયામાં ડૂબેલા 30 જેટલા કામદારોને બચાવી લેવાયા છે.
એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાકટના કામદારોની બોટ પલટી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. EWS આવાસો, ઓક્સિજન પાર્ક, ઓપન પાર્ટી પ્લોટનું લોકાર્પણ કરશે. જીમ અને લાઇબ્રેરીની મુલાકાત લેશે. સરખેજનું શકરી તળાવ અને વસ્ત્રાપુર તળાવનું પણ લોકાર્પણ કરશે.
પૂર્વ CM અને હાલના UP ગવર્નર આનંદી પટેલના પુસ્તકનું વિમોચન પણ અમિત શાહ કરશે. સાંજે રિવરફ્રન્ટ ખાતે BAPSના કાર્યક્રમમાં હાજરી આપશે અમિત શાહ
સુરત શહેરમાં અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડ્યા છે. સુરતના લાલગેટ વિસ્તારમાં દરોડા પાડીને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. નાર્કોટિક્સ વિભાગે સુરતના લાલગેટ વિસ્તારમાં પાડેલા દરોડામાં અંદાજિત 22 કિલોથી વધુ અફીણ ઝડપાયું છે. અફીણના જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલા રામદેવપુર ગામની સીમમાં યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવાઇ છે. મૃતક યુવાનનુ નામ વિપુલ વજુભાઈ મુલાડીયા ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક યુવાન ની ડેડબોડીને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પીએમ અર્થે લાવવામાં આવી છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છના કુકમા ગામે પારિવારિક ઝઘડા બાદ જમીનથી 3 ફૂટ ઊંચા બોરમાં પરપ્રાંતિય યુવાને કૂદકો મારી દીધો હતો. કુકમાની આશાપુરા ટેકરી પાસે આવેલ વાડીમાં પરિવાર સાથે રહેતો હતો આ યુવક. ઘટનાની જાણ થતા જ ભુજ પ્રાંત અધિકારી, મામલતદાર, 108 અને પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. યુવકને બહાર કાઢવા માટે પધ્ધર પોલીસ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો કામે લાગી છે.
આજે 07 ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:21 am, Sun, 7 December 25