06 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં ચાલતી હડતાળ સમેટવાની જાહેરાત કરતું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત

આજે 06 ઓક્ટોબરને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

06 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં ચાલતી હડતાળ સમેટવાની જાહેરાત કરતું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત
| Edited By: | Updated on: Oct 06, 2026 | 10:55 PM

આજે 06 ઓક્ટોબરને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Oct 2026 08:38 PM (IST)

    સાબરકાંઠા હિંમતનગર નજીક પાણપુરની પત્થરની ખાણમાં યુવક પાણીમાં ડૂબ્યો

    સાબરકાંઠા હિંમતનગર નજીક પાણપુરની પત્થરની ખાણમાં યુવક પાણીમાં ડૂબ્યો. પથ્થરોની ખાણમાં ભરાયેલા ઊંડા પાણીમાં યુવક ગરકાવ થયો. પગ લપસતા યુવક ઊંડા પાણીમાં ખાબક્યો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે પહોંચી. હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો.

  • 06 Oct 2026 08:30 PM (IST)

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં ચાલતી હડતાળ સમેટવાની જાહેરાત કરતું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત

    ગુજરાતમાં ભાડા વિધેયકની અંતર્ગત જે સત્તા જ્યુડિશયલની હતી તે રેવન્યુને આપવામાં આવતા, ગુજરાતભરમાં વકિલોએ કોર્ટ કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આજે ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિ મંડળ સાથે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની યોજાયેલી બેઠક બાદ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હડતાળ સમેટી લેવાની જાહેરાત કરી છે.


  • 06 Oct 2026 08:06 PM (IST)

    રાહુલ ગાંધી અને પ્રિયંકાની પોલીસે કરી અટકાયત, ધરણા સ્થળેથી કર્યા દૂર

    દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકાની અટકાયત કરી છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના અનેક નેતાઓને વિરોધ સ્થળ પરથી હટાવી દીધા છે.

  • 06 Oct 2026 07:55 PM (IST)

    ગુજરાત ભાડા વિધેયકના તમામ પાવર જ્યુડિશિયરીને પરત આપવા માટે સરકારે આપ્યું આશ્વાસન

    બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના હોદ્દેદારો અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ગુજરાત ભાડા વિધેયક અંગે યોજાયેલી બેઠકમાં, સરકાર તરફથી ગુજરાત ભાડા વિધેયકના તમામ પાવર જ્યુડિશિયરીને પરત આપવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. સરકારે કમિટીના ગઠનની પણ કરી વાત કરી હતી. જેમાંસ્મોલ કોઝ કોર્ટ એસોસિએશનના સભ્યોને પણ કમિટીમાં અપાશે સ્થાન તેમ જણાવવામાં આવ્યું છે.

  • 06 Oct 2026 07:25 PM (IST)

    નવરાત્રીને લઈને અમદાવાદ પોલીસનો જાહેર હુકમ, રાતના 12 વાગ્યા સુધી જ વગાડી શકાશે માઈક 

    અમદાવાદમાં નવરાત્રીને લઈને શહેર પોલીસે બહાર પાડ્યું જાહેરનામું. 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધીનું જાહેરનામું. રાત્રે 10 થી 12 વાગ્યા સુધી માઇક વગાડી શકાશે. રાત્રે 12 વાગ્યા બાદ માઇક-લાઉડસ્પીકર પર પ્રતિબંધ. પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ પર પણ નિયંત્રણ. નોઇઝ પોલ્યુશનના નિયમોનું પાલન કરવું પડશે. હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે સાઉન્ડ સિસ્ટમ નહીં વગાડી શકાય. કોર્ટની આસપાસના સાયલન્સ ઝોનમાં પણ પ્રતિબંધ રહેશે.

  • 06 Oct 2026 07:07 PM (IST)

    એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે નિયુક્ત

    એર માર્શલ આશુતોષ દીક્ષિતની ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ તેમની નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ આગામી 31 ઓક્ટોબરે કાર્યભાર સંભાળશે અને 31 ડિસેમ્બર, 2028 સુધી આ પદ સંભાળશે.

  • 06 Oct 2026 06:54 PM (IST)

    ભરૂચના મનુબર રોડ પર પૂરઝડપે જતી કારએ મારી પલટી

    ભરૂચના મનુબર રોડ પર પૂરઝડપે જતી કારએ મારી પલટી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત. કાર રસ્તા પરથી નીચે ઉતરી પલટી મારી ઊંધી પડી. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી.

  • 06 Oct 2026 06:33 PM (IST)

    શંકરસિંહ વાઘેલાનું આખું રાજકીય જીવન પક્ષાપક્ષી અને અદલા બદલીમાં વિત્યુંઃ પ્રભુ વસાવા

    ગુજરાતના પૂર્વ CM અને દિગ્ગજ રાજકીય  નેતા શંકરસિંહ વાઘેલાએ માથે મેલુ ઉપાડવાના કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે સાંસદ પ્રભુ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. આદિવાસી નેતા અને બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલાનું આખું જીવન પક્ષ અદલા બદલીમાં રહ્યું છે, કોઈએ સફાઈના કામે આ કામ કર્યું હશે તો આ રીતે વર્ણવી ના શકાય. આદિવાસી સમાજને અન્ય સમાજ સાથે વર્ગવિગ્રહ ઊભો થાય તે પ્રકારની ટિપ્પણી કરી છે જે હું નિંદા કરું છું. ઉજળીયાત સમાજે આદિવાસી સમાજને ઉપર લાવવાનું કામ કર્યું છે. આદિવાસી વિસ્તારમાં સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે, 15 વર્ષ પહેલા કરતા આજે મેડિકલ સુવિધા ઊભી થઈ એ જગ જાહેર છે.

  • 06 Oct 2026 06:21 PM (IST)

    ઈડરના જાદરમાં પોલીસ વાન 112ની ટિમ પર ચપ્પુથી કરાયો હુમલો, 4 સામે નોંધાયો ગુનો

    સાબરકાંઠાના ઈડરના જાદરમાં 112 વાનની પોલીસ ટીમ પર ચપ્પુથી હુમલો કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 112 ઈમરજન્સી પર કોલ આવતા પોલીસ ટીમ જાદર સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી. અંદરો અંદર તકરારની બબાલમાં પોલીસ ટીમ પહોંચતા હુમલો કરાયો. મહિલાએ તીક્ષ્ણ છરો લઈ આવી હેડ કોન્સ્ટેબલ પર ઘાતક હુમલાનો પ્રયાસ કર્યો. ચપ્પુ બતાવી પોલીસ ટીમને ગાળો આપી જાનથી મારવાની ધમકીઓ આપી હતી. હોમગાર્ડ જવાનને માથાના ભાગે પત્થર મારતા ઈજા પહોંચી. પોલીસ કર્મીઓ પર પશુઓનું છાણ નાખીને અપમાન કર્યું. બે મહિલાઓ સહિત ચાર આરોપીઓ સામે જાદર પોલીસે ગુનો નોંધ્યો. ચારેય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી. ઈડર ડીવાયએસપીએ ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી. અગાઉ પ્રાંતિજ ચીફ ઓફીસર પર ચપ્પું બતાવી ધમકી અપાઈ હતી. હવે પોલીસ કર્મીઓ સામે ચપ્પાથી હુમલાનો પ્રયાસ સામે આવ્યો.

  • 06 Oct 2026 05:22 PM (IST)

    આંદોલન કરવાના ફળ ! મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રીની અમદાવાદથી ધંધૂકામાં કરાઈ બદલી

    મહેસૂલી કર્મચારીઓના આંદોલન વચ્ચે અમદાવાદ કલેક્ટરની કડક કાર્યવાહી. મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી સહિત હોદ્દેદારોની બદલી કરી નાખી. અમદાવાદ કલેક્ટરે મહામંત્રી કૌશિક સોલંકીની હેડક્વાર્ટરથી ધંધુકામાં બદલી કરી. દ્વેષભાવ રાખી આંદોલનને તોડવા બદલી કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. મહેસૂલી કર્મચારી મંડળે મુખ્યમંત્રીને બદલી પરત ખેંચવા લખ્યો પત્ર. બદલી પરત નહીં ખેંચાય તો મહેસૂલી કર્મચારીઓની 7 ઓક્ટોબરથી આક્રમક હડતાળની ચીમકી. માસ સીએલ દેખાવોના મહામંત્રી અને હોદ્દેદારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બદલીઓ આંદોલનમાં ઘી હોમવાનું કામ કરશે એવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

  • 06 Oct 2026 05:08 PM (IST)

    જામ જોધપુરમાં ખનીજ વિભાગે બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજ વહન કરતા વાહનો ઝડપ્યાં

    જામનગરના જામજોધપુરમાં ખનીજ વિભાગની કાર્યવાહી હાથ ધરી છે.  શેઠવડાળા-સડોદર રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરાઈ છે. બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ 4 ડમ્પર અટકાવાયા. 2 ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજ વહન કરતા ઝડપાયા. 2 ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતા વધુ જથ્થો મળી આવ્યો. આશરે રૂ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ડમ્પરોનો કબજો ક્રિષ્ના સ્ટોન ક્રશર અને સ્વાતી સ્ટોન ક્રશર ખાતે સોંપાયો
    ખનીજ વિભાગ જામનગર દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાઈ.

  • 06 Oct 2026 04:56 PM (IST)

    માલપુર ફોરેસ્ટ કચેરીમાં મહિલા સહિત ત્રણ લોકોને માર મારવા સામે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અધિકારીઓનો લીધો ઉધડો

    અરવલ્લીના માલપુર ફોરેસ્ટ કચેરીમાં મહિલા સહિત ત્રણ લોકોને માર મારવાનો મામલો સામે આવ્યો છે. બાયડ અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અધિકારીઓનો ઉધડો લીધો. માલપુરની વન વિભાગની કચેરી પહોંચી મામલાને લઈ ઉધડો લીધો. વનવિભાગનાં કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો બાદ રુબરુ પહોંચ્યા. માર મારનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ધારાસભ્યએ ગરમ મીજાજ દર્શાવ્યો. માલપુર પોલીસ સહિતનો કાફલો કચેરીએ પહોંચ્યો હતો.

  • 06 Oct 2026 04:47 PM (IST)

    ઔડાનો નિર્ણયઃ કોમનવેલ્થ ગેમ્સના પગલે પોલીસ એકેડમી કરાઇ, નરેન્દ્ર મોદીની સ્ટેડિયમ મોટેરા આસપાસ ઝોન બદલવા અપાશે મંજૂરી

    ઔડા એટલે કે,  અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની મળેલી કારોબારી બેઠકમાં, 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને લઈને મહત્વનો અને મોટો નિર્ણય લેવાયો છે. નરેન્દ્ર મોદીની સ્ટેડિયમ આસપાસ ઝોન બદલ કરવાની મંજૂરી આપવામાં આવશે. પોલીસ એકેડમી કરાઇ અને મોટેરા આસપાસ ઝોન બદલવાનો નિર્ણય. એગ્રીકલચર ઝોનમાંથી રહેણાક ઝોન જાહેર કરાયો.

  • 06 Oct 2026 04:43 PM (IST)

    મહેસાણામાં આગામી 7 ઓક્ટોબરના રોજ ‘સેવા જ્યોતિ યાત્રા’નું કરાયું આયોજન

    મહેસાણામાં આગામી 7 ઓક્ટોબરના રોજ ‘સેવા જ્યોતિ યાત્રા’નું કરાયું આયોજન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે વર્ચ્યુઅલ સંબોધન. સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમથી સવારે 8 કલાકે યાત્રાનું થશે પ્રસ્થાન. શહેરના નિર્ધારિત માર્ગો પર ફરી દેશભક્તિ અને વિકાસના સંદેશનો કરાશે પ્રસાર. સવારે 9 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’યોજાશે. સભામાં ઉપસ્થિત જનમેદનીને વિકસિત ભારતના લક્ષ્યાંકોથી માહિતગાર કરાશે. વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સુઆયોજિત વ્યવસ્થા કરાઈ. કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો રહેશે ઉપસ્થિત

  • 06 Oct 2026 04:31 PM (IST)

    ગીર સોમનાથની V B નાંદોલા B.Ed કોલેજની NCTE માન્યતા રદ કરી દેવાતા સર્ટિફિકેટના અભાવે વિદ્યાર્થીઓનુ ભવિષ્ય અદ્ધરતાલ !

    ગીરસોમનાથ V B નાંદોલા B.Ed કોલેજની NCTE (NATIONAL COUNCIL FOR TEACHER’S EDUCATION) માન્યતા રદ્દ થતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ રહે તેવી સંભાવના છે. વર્ષ 2023-2024 નાં વિદ્યાર્થીઓને NCTE સર્ટિફિકેટ ના મળતાં નોકરી મળવી મુશ્કેલ થઈ છે. 6 મહિના અગાઉ વિદ્યાર્થીઓએ લેખિતમાં ફરિયાદ કરવા છતાંય કોઇ નિવારણ નહિં. વિદ્યાર્થીઓએ આજે ફરીથી સત્તાધીશોને રજૂઆત કરી નિવારણ લાવવા કરી માંગ. વિદ્યાર્થીઓએ વકીલને સાથે રાખીને તંત્રને રજૂઆત કરી. રજીસ્ટ્રાર દ્વારા વિદ્યાર્થીઓને જાતે રજૂઆત કરવા માટે જણાવ્યુ. વિદ્યાર્થીઓ ટ્રસ્ટીઓને જઇને પોતાની રજૂઆત કરે તેમ રજીસ્ટ્રારે જણાવ્યું. રજીસ્ટ્રારની આ દલીલથી વાતાવરણ ઉગ્ર બન્યુ અને પછી મામલો શાંત પડ્યો. NCTE માં જરુરી તમામ રજૂઆત લેખિતમાં કરી દેવાઇ છે તેવુ રજીસ્ટ્રારે જણાવ્યું છે. NCTE દિલ્લી ખાતે 1800 યુનિવર્સીટીઓ ધરાવે છે તેમ પણ રજીસ્ટ્રારે કહ્યું. રજીસ્ટ્રાર સાથેની વાતચીતમાં કોઇ ઉકેલ ન આવતાં વાઇસ ચાન્સેલરને જઇને કરી રજૂઆત

  • 06 Oct 2026 04:18 PM (IST)

    બહુચરાજી મંદિરના નવનિર્માણમાં બેદરકારી સામે આવતા યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ દોડી આવ્યા

    યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ દ્વારા બહુચરાજી મંદિરનું નિરીક્ષણ કરાયું. ટેલિફોનિક જાણ કરતા તમામ લોકોએ સંયુક્ત મુલાકાત લીધી. પીએમસી અને એજન્સીના સ્ટાફે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું. મંદિરમાં ચાલી રહેલા નવનિર્માણ કાર્યની સઘન સમીક્ષા કરાઈ. નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ થાય તેવી સૂચના અપાઈ. કામની ગુણવત્તામાં બાંધછોડ ન થાય તેવી તાકીદ કરાઈ. પીએમસી સ્ટાફ દ્વારા સતત હાજર રહી નિરીક્ષણ કરાશે.

  • 06 Oct 2026 03:59 PM (IST)

    Nobel Prize 2026 : ફ્રાન્સિસ હલ્ઝનને ભૌતિકશાસ્ત્રમાં 2026નો નોબેલ પુરસ્કાર એનાયત

    રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ફ્રાન્સિસ હલ્ઝનને ભૌતિકશાસ્ત્રમાં 2026નો નોબેલ પુરસ્કાર એનાયત કરવાનો નિર્ણય લીધો છે. તેમને આ પુરસ્કાર “આઈસક્યુબ ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરીમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અને ખગોળભૌતિક મૂળ ધરાવતા ઉચ્ચ-ઊર્જાવાળા ન્યુટ્રિનોની શોધ” બદલ આપવામાં આવશે.

  • 06 Oct 2026 03:53 PM (IST)

    દાણીલીમડા ચાર રસ્તા પાસેથી મળી આવેલા અજાણ્યા વ્યક્તિના મૃતદેહ અંગે પોલીસ પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી હોવાની આશંકા

    અમદાવાદના દાણીલીમડા ચાર રસ્તા પાસે અજાણ્યા વ્યક્તિના મૃતદેહ મળી આવ્યો છે તે અંગે પોલીસનુ માનવું છે કે, મૃતકે આત્મહત્યા કરી હોઈ શકે છે. કોઈ અજાણ્યા ભારે વાહન સાથે અથડાઈ ને આપધાત કર્યો હોવાની આશંકા. દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી, મૃતકની ઓળખ મેળવવા સહીતની વધુ તપાસ હાથ ધરી છે.

  • 06 Oct 2026 03:36 PM (IST)

    વરસાદના અભાવે, સૂત્રાપાડામાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીનો 50 ટકા ઓછો ઉતારો થયો

    ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં મગફળી લણવાની કામગીરી શરૂ થઈ છે. મગફળીના ઓછા ઉતારાથી ખેડૂતો ચિંતિત થયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા ઓછો ઉતારો થયો છે. અનેક ખેતરોમાં પ્રતિ વીઘે માત્ર 10થી 12 મણ ઉતારો થવા પામ્યો છે. ઓછા વરસાદની સીધી અસર મગફળીના ઉત્પાદન પર પડી છે. ખેતી ખર્ચ વધતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મગફળીના યોગ્ય ભાવ અને આર્થિક રાહતની સરકાર પાસે માંગ કરવામાં આવી છે.

  • 06 Oct 2026 03:16 PM (IST)

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં હડતાળ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકમાં એકસુત્રતા ના જળવાતા, બેઠક અનિર્ણિત રહી

    બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે મળેલ બેઠક કોઈ પણ આખરી નિર્ણય વિના જ સંપન્ન થઈ છે. આ બેઠક અનિર્ણિત રહેવા પામી હતી. રાજ્ય સરકાર સાથે બેઠક પૂર્વે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ગુજરાત ભાડા વિધેયક મામલે જે હડતાળનું એલાન આપેલ છે તે અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગઈકાલે આપેલ ખાતરી, આજે સરકાર સાથેની બેઠક સહિતના મુદ્દાઓેને ધ્યાને લઈને ચર્ચા વિચારણા અર્થે મળી હતી. જો કે, હડતાળ મુદ્દે બેઠકમાં એકસુત્રતા ન જળવાતા બેઠક અનિર્ણિત રહેવા પામી હતી.

  • 06 Oct 2026 02:34 PM (IST)

    રાજકોટ સિવિલ હોસ્પિટલની કેન્ટીનના વાયરલ વીડિયો બાદ ફૂડ વિભાગની કાર્યવાહી

    રાજકોટ સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વીડિયો વાયરલ થયા બાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગની ટીમે કેન્ટીનમાં તપાસ કરી અલગ-અલગ 6 જેટલા નમૂના લીધા હતા. સાથે જ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં સ્વચ્છતાના મુદ્દે નોટિસ આપવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા કુલ 93 પેઢીઓ સામે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 115 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. સ્ટોરેજ, લાઇસન્સ અને સ્વચ્છતા મામલે 22 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 7 નમૂના લેવામાં આવ્યા હતા અને કુલ રૂ.27 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.

  • 06 Oct 2026 02:04 PM (IST)

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ મુદ્દે બાર કાઉન્સિલની બેઠક

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલો દ્વારા ચાલી રહેલી હડતાળને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હંગામી બેઠક યોજાઈ હતી. બેઠકમાં હડતાળ ચાલુ રાખવી કે તેને કયા સ્વરૂપે આગળ વધારવી તે મુદ્દે સભ્યો વચ્ચે અલગ-અલગ મત સામે આવ્યા હતા. સરકાર દ્વારા હજુ સુધી લેખિત બાંહેધરી આપવામાં આવી ન હોવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હજુ 12થી વધુ સભ્યો પોતાના વિચારો રજૂ કરવાના બાકી હોવાથી આ મુદ્દે વધુ ચર્ચા ચાલુ રાખવામાં આવી છે. સાંજની બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવી તે અંગે પણ સભ્યો વચ્ચે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

  • 06 Oct 2026 01:13 PM (IST)

    સુરતઃ યુવતીનો આપઘાતનો પ્રયાસ, પોલીસે સમયસૂચકતા દાખવી બચાવ્યો

    સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીમાં પરિવાર સાથેના મનદુઃખને કારણે એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવતીને સમજાવી સુરક્ષિત રીતે નીચે ઉતારી તેનો જીવ બચાવ્યો હતો. યુવતીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે સમયસૂચકતા દાખવી યુવતીનો જીવ બચાવી સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 06 Oct 2026 11:59 AM (IST)

    મકરબા બ્રિજના ડિઝાઇન કરનાર કન્સલ્ટન્સીને ફટકારાઈ નોટિસ

    અમદાવાદના મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં મોટી ખામીઓ સામે આવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ કંપનીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તાજેતરમાં જ તૈયાર થયેલા આ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં ક્ષતિઓ જણાતાં અને ટેકનિકલ ખામીઓના કારણે વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે. AMCએ આ મામલાને ગંભીરતાથી લઈને ડેલ્ફ કન્સલ્ટન્સી પાસે આ ડિઝાઇનિંગની બેદરકારી અંગે વિગતવાર ખુલાસો માગ્યો છે. આ નોટિસને પગલે બ્રિજની કામગીરી અને તેની ગુણવત્તા પર દેખરેખ રાખતી એજન્સીઓની ભૂમિકા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે અને સમગ્ર શહેરમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
  • 06 Oct 2026 10:47 AM (IST)

    અમદાવાદઃ સાબરમતી બાળ તસ્કરી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

    સાબરમતી વિસ્તારમાં એક માસના બાળકના અપહરણના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપી લીધો છે. મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશ સુધી તપાસ લંબાવી છે, જ્યાં મુખ્ય આરોપી સાથે સંકળાયેલા એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. અગાઉ આ કેસમાં મહિલા આરોપી જીનલ સહિત બે કિશોરોને ઝડપી લેવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે માત્ર 14 કલાકમાં બાળકને હેમખેમ છોડાવી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની તપાસ મુજબ બાળકને ઉત્તર પ્રદેશના એજન્ટોને વેચવામાં આવે તે પહેલાં જ સમગ્ર મામલો ઝડપાઈ ગયો હતો. જોકે, કેસનો મુખ્ય આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે.

  • 06 Oct 2026 10:02 AM (IST)

    સુરતમાં વગર વરસાદે પડ્યો મોટો ભૂવો, કોર્પોરેશનની કામગીરી સામે સવાલ

    સુરતમાં વગર વરસાદે રસ્તા પર મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. કોર્પોરેશનની મુખ્ય ઓફિસ નજીક જ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મોટો ભૂવો પડવાને કારણે મોટા પ્રમાણમાં પાણી પણ વેડફાયું હતું. ભૂવો પુરવાનું કામ કોઈ અધિકારી કે કર્મચારીની હાજરી વિના ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. રાત્રે ભૂવો પડ્યા બાદ સવારે સમારકામની કામગીરી શરૂ કરાતા કોર્પોરેશનની કામગીરી અને દેખરેખ સામે અનેક સવાલો ઉભા થયા છે.

  • 06 Oct 2026 09:18 AM (IST)

    જામનગરઃ જનતા ફાટક નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

    જામનગરના જનતા ફાટક નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નંબર પ્લેટ વગરના ડમ્પરે રાહદારી 36 વર્ષીય યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક ખોડિયાર કોલોની નજીક આવેલી પ્રજાપતિ સોસાયટીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

  • 06 Oct 2026 09:17 AM (IST)

    અમદાવાદઃ માંડલમાં અકસ્માતમાં બાઈકસવાર યુવકનું મોત

    અમદાવાદઃ માંડલના નાના ઉભડા અને ટ્રેન્ટ ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈકસવાર યુવકની બાઈક અચાનક ભૂંડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 35 વર્ષીય યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

  • 06 Oct 2026 08:25 AM (IST)

    ફ્લાયદુબઈ ફ્લાઈટ હુમલા મામલે ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- ‘ઈરાન જ જવાબદાર’

    ફ્લાયદુબઈની ફ્લાઈટ સાથે બનેલી ઘટનાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, “વ્યક્તિગત રીતે હું માનું છું કે ફ્લાઈટ પર થયેલા હુમલા માટે ઈરાન જ જવાબદાર છે.” 30 સપ્ટેમ્બરે ઓમાનના હમ્મામીએ ફ્લાઈટને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હોવાના મામલે તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિવિધ દેશોની એજન્સીઓ દ્વારા હમ્મામીની ભૂમિકા અને ઘટનાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 06 Oct 2026 07:51 AM (IST)

    ગલ્ફ દેશોમાં ચાલતો સંઘર્ષ વધુ વિસ્ફોટક બને તેવી શક્યતા

    હુતીઓને પરાસ્ત કરવા માટે મક્કા સંરક્ષણ કરાર સક્રિય કરવામાં આવ્યો છે અને આ કરાર સક્રિય થતાં જ પાકિસ્તાની અને તુર્કી સૈનિકો સાઉદી અરેબિયા પહોંચી છે.. પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મક્કા સંરક્ષણ કરાર સક્રિય થતાં જ હવે ગલ્ફ દેશોમાં ચાલતો સંઘર્ષ વધુ વિસ્ફોટક બને તેવી શક્યતા છે. એટલું જ નહીં ગલ્ફ દેશો સુધી સમિત રહેલા યુદ્ધનો વ્યાપ વધી શકે છે અને આસપાસના દેશોને પણ તેની આગ દઝાડી શકે છે.

  • 06 Oct 2026 07:50 AM (IST)

    SIR પર આજે વિપક્ષનો વિરોધ

    ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કરવા માટે વિપક્ષ આજે દિલ્હીમાં રસ્તાઓ પર ઉતરશે. ભારત બ્લોકના સભ્યો સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરશે.

  • 06 Oct 2026 07:49 AM (IST)

    SIR પર આજે વિપક્ષનો વિરોધ

    ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કરવા માટે વિપક્ષ આજે દિલ્હીમાં રસ્તાઓ પર ઉતરશે. ભારત બ્લોકના સભ્યો સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરશે.

Published On - 7:49 am, Tue, 6 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.