6 ઓક્ટોબરના મહત્વના સમાચાર : રાજ્યના સરકારી કર્મચારીઓને મળી શકે છે દિવાળીની ભેટ, આજે મળનારી કેબિનેટની બેઠકમાં જૂની પેન્શન યોજનાને લઈને આવી શકે છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય, પીએમ મોદીને વહીવટી ક્ષેત્રમાં 23 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમો અંગે પણ થશે સમીક્ષા

|

Oct 06, 2024 | 8:20 AM

આજે 06 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

6 ઓક્ટોબરના મહત્વના સમાચાર : રાજ્યના સરકારી કર્મચારીઓને મળી શકે છે દિવાળીની ભેટ, આજે મળનારી કેબિનેટની બેઠકમાં જૂની પેન્શન યોજનાને લઈને આવી શકે છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય, પીએમ મોદીને વહીવટી ક્ષેત્રમાં 23 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમો અંગે પણ થશે સમીક્ષા

Follow us on

LIVE NEWS & UPDATES

  • 06 Oct 2024 11:07 AM (IST)

    વડોદરા ગેંગરેપની વાત કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી થયા ભાવુક

    વડોદરા ગેંગરેપની વાત કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા. યુવતી સાથે બીજા નોરતે થયેલી ઘટના અંગે ગૃહરાજ્યમંત્રીએ મોટુ નિવેદન આપ્યુ. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતની દીકરી સાથે બનેલી ઘટના ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. ઘટના બાદ મારુ અને પોલીસનું લોહી ઉકળી ગયુ છે. નરાધમોને પકડવા પોલીસ મા અંબાને શક્તિ આપે. આરોપીઓને દુનિયાના કોઈપણ ખૂણેથી શોધી કાઢીશુ.

     

  • 06 Oct 2024 11:02 AM (IST)

    સુરતના માંડવીમાં વિદ્યાર્થિની સાથે આચાર્યએ કર્યા અડપલા

    • સુરતના માંડવીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો
    • માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં બન્યો બનાવ
    • આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
    • નરેણ આશ્રમ શાળા નરાધમ આચાર્યનું નામ યોગેશ પટેલ
    • યોગેશ પટેલ છેલ્લા 24 વર્સથી આશ્રમ શાળામાં બજાવે છે ફરજ
    • બાળકીના પરિવારે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી
    • પોલીસે નરેણ આશ્રમ શાળાએ પહોંચી શરૂ કરાઈ તપાસ
    • આચાર્ય વિરૂદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટની કલમો સાથે ફરિયાદ

  • 06 Oct 2024 10:55 AM (IST)

    પંચમહાલઃ હમીરપુર ડમ્પિંગ સાઇટ પરથી મળ્યા પશુના મૃતદેહ

    • પંચમહાલઃ હમીરપુર ડમ્પિંગ સાઇટ પરથી મળ્યા પશુના મૃતદેહ
    • 2 દિવસમાં 10થી વધુ મૃત પશુ નાંખવામાં આવ્યાની ફરિયાદ
    • પાલિકા અને પાંજરાપોળ દ્વારા મૃત પશુ નખાતા હોવાનો આરોપ
    • મૃત પશુઓના કારણે દુર્ગંધ ફેલાતી હોવાનો સ્થાનિકોનો આરોપ
  • 06 Oct 2024 10:54 AM (IST)

    આજે રજાના દિવસે મળશે કેબિનેટની બેઠક, ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને આવી શકે છે મહત્વપૂર્ણ નિર્ણય

    આજે સાંજે 4.30 કલાકે કેબિનેટમની બેઠક મળશે. જેમા રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહેલા સરકારી વેતનધારકો માટે આજની બેઠકમાં સરકાર કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે નિર્ણયની શક્યતા છે. 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના જાહેર વહીવટી ક્ષેત્રમાં આવ્યાને 23 વર્ષ પૂરા થશે. 23 વર્ષના કાર્યક્રમોની ઉજવણીને લઈને પણ રવિવારે બેઠક યોજાઈ રહી હોવાનું એક અનુમાન સેવાઈ રહ્યુ છે. તહેવારોને લઈને પણ કાર્યક્રમો તેમજ વિકાસલક્ષી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજકીય ચર્ચાઓ વચ્ચે કેબિનેટની બેઠકના નિર્ણય પર સરકારની નજર રહેશે.

  • 06 Oct 2024 10:35 AM (IST)

    નવસારીમાં આદમખોર દીપડો પાંજરે પુરાયો, 10 દિવસમાં 3 લોકો પર કર્યો હુમલો

    • નવસારીમાં આદમખોર દીપડો પાંજરે પુરાયો
    • વાંસદાના મોટીવાલઝર ગામે દીપડો પાંજરે પુરાયો
    • 10 દિવસમાં 3 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો
    • એક દીપડી મળીને બે દીપડા પાંજરે પુરાયા
    • બે બાળકી અને એક યુવાન પર હુમલો કર્યો હતો
    • હુમલા બાદથી વનવિભાગની ટીમો કામે લાગી હતી
    • શિકારની શોધમાં આવેલો દીપડો અંતે પાંજરે પુરાયો
    • દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

  • 06 Oct 2024 10:34 AM (IST)

    અમદાવાદઃ સનાથલમાં કારમાં આગ લાગી

    • અમદાવાદઃ સનાથલમાં કારમાં આગ લાગી
    • આગ લાગેલી કારમાં મળ્યો દારૂનો જથ્થો
    • ફાયર બ્રિગેડની ટીમને મળ્યો દારૂનો જથ્થો
    • કાર માલિક અને કારચાલક અંગે થઈ રહી છે તપાસ
  • 06 Oct 2024 10:33 AM (IST)

    અમદાવાદઃ પાંચકુવા હરણવાળી પોળમાં આમેના ફ્લેટ્સમાં આગ

    • અમદાવાદઃ પાંચકુવા હરણવાળી પોળમાં આમેના ફ્લેટ્સમાં આગ
    • 70 લોકોને અગમચેતીના ભાગ રૂપે સલામત સ્થળે લઈ જવાયા હતા
    • એપાર્ટમેન્ટના મીટર સેક્શનમાં આગ લાગી હતી
    • ફાયરની ટીમ પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ
    • વહેલી સવારે બનેલી ઘટનામાં રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા
  • 06 Oct 2024 10:33 AM (IST)

    બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત

    • બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત
    • ધાનેરાના ખીંમત પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો
    • મોડી રાત્રે અકસ્માતમાં બાઇક સવાર 4માંથી 3ના ઘટના સ્થળે મોત
    • અન્ય યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
    • યુવકો નવરાત્રિ જોઈ પરત ફરતા હતા ત્યારે ઘટના બની
    • પાંથાવાડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા
  • 06 Oct 2024 10:28 AM (IST)

    સાબરકાંઠા: નાના અંબાજીમાં 660.43 ગ્રામ સોનાનો મુઘટ અર્પણ

    • સાબરકાંઠા: નાના અંબાજીમાં 660.43 ગ્રામ સોનાનો મુઘટ અર્પણ
    • ચોથા નોરતાએ મા અંબિકાને ચોથો સુવર્ણ મુઘટ અર્પણ કરાયો
    • નવીન સુવર્ણ મુઘટની કિંમત આશરે 53 લાખ રૂપિયા
    • અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને સુવર્ણ મુઘટ અર્પણ
  • 06 Oct 2024 08:39 AM (IST)

    દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ બાદ ખેડૂતોનો પારાવાર નુકસાની

    દ્વારકાના કલ્યાણપુર પંઠકમાં ભારે વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. રાવલ ગામના સીમ વિસ્તારમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન. ભારે વરસાદ પડતા પાકને નુકસાન અને નદીના પાણી ફરી વળતા ખેતરોનું ધોવાણ. વર્તુ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા નદીમાં પાણી છોડાયું હતું. જે બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધતા પૂરની સ્થિતિ સર્જાઈ અને નદીકાંઠે આવેલા તમામ ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં મોટા ગાબડા પણ પડી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે ત્યારે સરકાર પાસે ખેડૂતોએ સહાયની માગ કરી.

  • 06 Oct 2024 08:36 AM (IST)

    બનાસકાંઠા: પાલનપુર ST બસ સ્ટેશન બન્યો અસમાજિક તત્વોનો અડ્ડો

    • બનાસકાંઠા: પાલનપુર ST બસ સ્ટેશન બન્યો અસમાજિક તત્વોનો અડ્ડો
    • યુવક અને યુવતીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના
    • જાહેરમાં જ અશ્લીલ હરકતોનો વીડિયો વાઇરલ
    • ST બસ સ્ટેશનની છત પર યુવક અને યુવતી કરી રહ્યા હતા અશ્લીલ હરકત
    • અગાઉ 2 યુવતીઓએ પોલીસના ડરથી ત્રીજે માળેથી જંપલાવ્યું હતું
    • પાલનપુર ન્યૂ ST બસ સ્ટેશનમાં કેફેમાં તપાસ જરૂરી હોવાની માગ
  • 06 Oct 2024 08:35 AM (IST)

    સુરત: બારડોલીના બાબેન ગામની સીમમાં કારનો અકસ્માત, 5 પૈકી 1નું મોત

    • સુરત: બારડોલીના બાબેન ગામની સીમમાં કારનો અકસ્માત
    • શ્વાન આવી જતા કારચાલકે ગુમાવ્યો કાબૂ
    • કારમાં સવાર પાંચ લોકો પૈકી એકનું મોત
    • પાંચેય યુવકો કેટરસના વ્યવસાય સાથે સંકળાયેલા
    • બારડોલીમાં નવરાત્રિ ઉત્સવમાં ભાગ લેવા આવતા હતા તે દરમિયાન બની ઘટના
    • 5 યુવક પૈકી 3 મહારાષ્ટ્રના અને 2 નવસારીના હોવાનું આવ્યું બહાર
    • ઘટનામાં 5 પૈકી 1નું મોત 2ને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

6 ઓક્ટોબરના મહત્વના સમાચારોની વાત કરીએ જેમા સૌપ્રથમ નજર કરીએ નેશનલ ન્યૂઝ પર

National Updates:

  • હરિયાણામાં બની શકે છે કોંગ્રેસની સરકાર, ચાર એગ્ઝિટ પોલમાં બમ્પર બહુમતી, 90માંથી 60 જેટલી બેઠકો કરી શકે છે કબ્જે
  • જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ પક્ષને બહુમતી નહીં, તારણો મુજબ મહેબૂબા 6-12 સીટ જીતીને બની શકે છે કિંગમેકર

Gujarat Updates:

  • રાજ્ય સરકારના કર્મચારીઓને લઈ આજે સરકાર કરી શકે મોટી જાહેરાત, ઋષિકેશ પટેલે કહ્યું તમામ બાબતોની થશે જાહેરાત અને પરિપત્ર
  • મોડી રાત્રે સુરતમાં BRTSની અડફેટે આધેડનું મોત, રોષે ભરાયેલા ટોળાએ બસમાં કરી તોડફોડ
  • નવરાત્રિ મુદ્દે સંતોના વિવાદીત વેણ, સ્વામીનારાયણ સંત અનુપમ સ્વામીએ કહ્યું મહિલાઓ ડ્રેસના નામે કરે છે અંગ પ્રદર્શન
  • પાલનપુર ST બસ સ્ટેશનમાં યુવક અને યુવતીઓનો અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ