અમદાવાદમાં વધુ એક વખત રફ્તારનો કહેર જોવા મળ્યો છે. ગુરુકુળથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી નશાની હાલતમાં હોવાના આક્ષેપ સાથે કારચાલકે એક્ટિવાને ઢસડી હતી. કારચાલક એક્સિસ બેન્કનો બ્રાન્ચ મેનેજર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કારચાલકને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. કારચાલકે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવ્યું હતું કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટ એરપોર્ટ પર આગ લાગવાની ઘટના બાદ એરપોર્ટ ડિરેક્ટર ધનંજયકુમાર સિંહને માત્ર 24 દિવસમાં જ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. પક્ષીઓને ઉડાડવા માટે રનવે પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. ખાસ વાત એ છે કે આ વિમાનમાં એવિએશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી પણ સવાર હતા. 28 ઓક્ટોબરના રોજ દિલ્હીથી રાજકોટ આવી રહેલી ફ્લાઇટ ડાયવર્ટ થયા બાદ એરપોર્ટની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા હતા. હવે આ ઘટનાના થોડા જ દિવસોમાં એરપોર્ટ ડિરેક્ટરને પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે 06 નવેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:49 am, Fri, 6 November 26